Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૦/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૯/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૯દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૬ કિ.રૂ.૧૨૦૦/-તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૧૪૮૮, બીયર-૧૧૦૪, મો.ફોન-૦૩, કાર-૦૧ મળી કુલ કિ.રૂ.૨૩,૪૦,૫૯૨/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૦૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૨),૨૯૬(ખ),તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કમલેશભાઇ વિરજીભાઇ મકવાણા રહે હાલ બાજવા રેલવે બ્રીજ નીચે બાજવા ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી દીલીપભાઇ વિરજીભાઇ મકવાણા રહે.હાલ બાજવા રેલવે બ્રીજ નીચે બાજવા ગામ તા.જી.વડોદરા મુળ રહે. મ.નં.૨૦૮૦, ન્યુ આંબેડકરનગર બાજવા ગામ તા.જી.વડોદરા નાઓએ તા.૧૯/૦૬/૨૦૨૬ ના ક. ૨૧/૦૦ વાગ્યના અરસામાં મોજે-બાજવા રેલવે બ્રીજ નીચે બાજવા ગામ ફરીયાદીના ભાઈને બે દિવસ પહેલા મારી સાથે કેમ ઝઘડો કરતો હતો તેમ કહેતા ફરીયાદીનાઓના ભાઈ ફરીયાદીને ગંદી ગાળો બોલવા લાગેલ જેથી ગાળો નહીં બોલવાનું કહેતા ફરીયાદીના ભાઈ દિલીપભાઈ વિરજીભાઈ મકવાણા નાઓ એકદમ ઉસ્કેરાઇ જઇ  રેણાકવાળી જગ્યાએ પડી રહેલ ચપ્પુ તેના હાથમાં આવી જતા ફરીયાદીને ગળાના ભાગે તથા ડાબા કાનના બહારના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી ગળાના ભાગે પંદર જેટલા ટાંકા તથા ડાબા કાનના બહારના ભાગે ત્રણ ટાંકા આવેલ હોય વિગેરે બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ ના ક.૦૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.ટી.દેસાઇ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ચોરીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૬૦૧૧૧૯૬૦૦૩૨૬૦૩૦૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૬,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કૃણાલ લક્ષ્મણભાઇ નાગરે રહે.મ.નં.જે/૧૫૪, કમલા પાર્ક સોસાયટી, પાણીની ટાંકીની પાસે, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અંકિત અનિલકુમાર ક્રીશ્ચન રહે,મ.નં.૨૬, નવરચના સોસાયટી, ચાણક્ય પુરી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર (૨) રાજેશ સંતોષભાઇ સપકાલ રહે,મ.નં.૮૩, રામદેવ નગર, શાંતિકુંજ-૦૧ ની સામે, માંજલપુર, વડોદરા શહેર (૩) દેવાંગ તુલસીદાસ ઠાકોર રહે,બાલાજી મંદિર, ધી કાટા રોડ, રાવપુરા, વડોદરા શહેર (૪) રોશન ભાઉસાહેબ માલુસરે રહે,બી/૧, પ્રમુખ ભુમી સોસાયટી, વિશાલનગર પાસે, વડોદરા શહેર નાઓએ તા.૧૩/૦૨/૨૦૨૬ થી તા.૦૭/૦૬/૨૦૨૬ સુધી અમારી માંજલપુર કબિર કોમ્પલેક્ષથી સુસેન સર્કલ તરફ જવાના રોડ ઉપર શેલ પેટ્રોલ પંપની બાજુમાં રામા એમ્પેરો કોમ્પલેક્ષમાં દુકાન નં.૨૮ માંથી સેડોફેક્સ કંપની કે જે તમામ કંપનીઓના કુરીયર ડીલીવરી કરવાનુ કામ કરતા હોય જે કંપનીમાં ફરીયાદી વડોદરા શહેર તથા આજુ-બાજુના એરીયામાં એરીયા મેનેજર તરીકે કામ હોય જે કંપનીમાં કામ કરતા આરોપીઓ આવેલ હોય જ્યા ઉતરેલ કુરીયરના પાર્સલોની બેગ જે પાર્સલોની કિં.રૂ.૫,૫૭,૬૬૧/- ની છે જે ચારેય આરોપીઓએ ભેગા મળી એક-બીજાની મદદગારી કરી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા:‌ ૧૯/૦૬/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     બળજબરીથી પૈસા કઠાવવા બાબતના કેસો

૧.      કારેલીબાગ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૬૦૨૭૨૬૦૨૬૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા – ૨૦૨૩ ની કલમ – ૩૦૮(૨),૨૯૬(ખ),  ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇસ્માઇલ મોહમદહુસેન તૈયડીવાલા રહે. મદન ઝાપા રોડ , ન્યાય મંદીર પાછળ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) આરીફ કાદરી સૈયદ રહે મચ્છીપીઠ રાવપુરા વડોદરા શહેર (૨) સદામ હુસેન ઉફે લગડો યુશુફ શેખ રહે નવાબવાડા વડોદરા શહેર નાઓએ તા ૧૭/૦૬/૨૦૨૬  ના ક.૧૭/૧૫ વાગે આશરે મોજે- કાગદીવાડ મસ્જીદ,મચ્છીપીઠ વડોદરા શહેર ખાતે  આરોપી નં (૧)નાએ તા ૧૪/૦૬/૨૦૨૬ ના રોજ એક પોસ્ટ વાયરલ કરેલ હતી અને ત્યારબાદ તા ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ રૂપીયા ૫૦,૦૦૦/- નહી આપે તો બીજી પોસ્ટ વાયરલ કરવાની ઘમકી આપી તેમજ તેની સાથે આરોપી (૨) નાએ પણ અમે તો પોસ્ટ કરતા રહીશું અને જો તુ રૂપીયા નહી આપે તો અમે તમારી પોસ્ટ બઘે વાયરલ કરી દઇશુ તેવી ઘમકી આપી બંને જણાએ ફરીયાદીને ગાળા ગાળી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૯/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આઇ.જે.રાઉલજી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     છેતરપીંડીના કેસો

૧.      સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૬૨૬૦૧૫૨/૨૦૨૬ B.N.S.-2023 ની કલમ ૩૧૮(૪), ૩૫૧(૨) તથા ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી કમરઅબ્બાસ ઝબરઅબ્બાસ રીઝવી રહે. જમીલા કોમ્પ્‍લેક્ષ , ચાબુક સવાર મહોલ્લો, ભદ્રકચેરી ની સામે, મોટી છીપવાડ , વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) નાહીદ અમનસાબ સૈયદ રહે. તાંદલજા વડોદરા શહેર (૨)મહેમુદભાઇ હાજીસુલેમાનભાઇ સીંધી રહે.પાણીગેટ ,વડોદરા શહેર નાઓએ તા.૦૫/૦૨/૨૦૨૪ ના ક.૦૦/૦૦ થી તા,૧૯/૦૬/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદી શ્રી નાઓને આરોપીઓએ આરોપી નં.૧ નાહીદ સૈયદ નાઓની વડોદરા શહેર ના વડોદરા કસ્બા ના વિભાગ-એ સીટી સર્વે ઓફીસ-૩ ના સીટી સર્વે નં.૧૫૩/બ જેનુ ક્ષેત્રફળ ૪૪.૪૦૫ ચો.મી. વાળી મિલકત જે જમીલા કોમ્પ્‍લેક્ષ , ચાબુક સવાર મહોલ્લો, ભદ્રકચેરી ની સામે, મોટી છીપવાડ , વડોદરાના ત્રીજા માળ વાળી મિલકત ઉપર અલ્વી કો.ઓપ.બેન્ક .લી. ચોખંડી, વડોદરા શહેરમાંથી લોન લીધેલ હોવા છતા બન્ને આરોપીઓએ ફરીયાદીશ્રી સાથે છેતરપીંડી કરવાના બદઇરાદા થી ફરીયાદીશ્રીને સદર મિલકતની લોન બાબતે જાણ નહી કરી ફરીયાદીશ્રી સાથે સદર મિલકત બાબતે રૂ.૫,૫૦,૦૦૦/- માં ગીરો કરાર કરી ફરીયાદીશ્રી પાસેથી રૂ.૫,૫૦,૦૦૦/- મેળવી લઇ ફરીયાદીશ્રીને પૈસા પરત નહી આપી છેતરપીંડી કરેલ હોય તેમજ સદર મકાન ખાલી કરવા અવારનવાર ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી.પટેલ સીટી પોલીસ સ્‍ટેશન ,વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     ઘરફોડ ચોરીના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૫૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી નરેશભાઇ મલજીભાઇ રાઠવા રહે. ૫, સ્વામી રેસીડેન્સી એરફોર્સ સ્ટેશન પાછળ મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૦/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૦૦ થી તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક.૦૯/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાનમા મોજે-મકાન-૫, સ્વામી રેસીડેન્સી, એરફોર્સ સ્ટેશન પાછળ, મકરપુરા ફરીયાદીના ઘરના બેડરૂમની બારી કે જેમાં જાળી ન હોય તેની એલ્યુમીનીયમની બારી લગાવેલ હોય જેનો હુક તોડી બારી ખોલી કોઇ ચોર ઇસમ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ તીજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી  કૂલ રૂ. ૧,૬૦,૭૦૫/-  ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૬/૨૦૨૬ ના ક-૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.એ.ભેડા મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.     વાહન અકસ્માત- ફેટલના કેસો

૧.      સમા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૨૮૫, ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નગીનભાઇ મનજીભાઇ રાઠવા રહે.રાઠવાફળીયુ,મહાદેવીયા ગામ, તા.ધોધંબા, જી.પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ એક ટ્રક જેનો રજી.નં. BR-27-GA-5701 ના ચાલકે તા.૨૦/૦૬/૨૦૨૬ ના ક.૦૨/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે મોજે. દુમાડ ચોકડીથી દેણા બ્રીજની વચ્ચે ધારા પેટ્રોલ પંપની સામે નેશનલ હાઇ-વે નં.૪૮ ઉપર આરોપીએ પોતાના કબજામા રહેલ ટ્રકને રોડ વચ્ચે પાર્કીંગ લાઇટ કે અન્ય કોઇ સિગ્નલ કર્યા વગર પાર્ક કરી ઉભો રાખતા ફરીયાદીના આઇસર સાથે અકસ્માત થતા  ફરીયાદીના સાળા રાકેશભાઇ વિઠલભાઇ રાઠવા રહે-નીશાળફળીયુ,જુરાપુરા ગામ,તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓને શરીરે ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નીપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ના ક.૦૪/૩૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.આર.માડમ  સમા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.

૮.     રાયોટીંગના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૫૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૨૯૬(બી), ૩૨૪(૫), ૩૫૧(૩), તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રણજીતસિંગ દીલપાલસિંગ પંજાબી રહે-સરદાર સોસાયટી, સિંધવાઇ માતા રોડ,  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ(૧) કીશનસીંગ પંજાબી (૨) ગુરમીતસીંગ ઉર્ફે અમનસીંગ પંજાબી, (૩) સુરજસીંગ ઉર્ફે મહેરસીંગ પંજાબી, (૪) કાલુસીંગ પંજાબી, (૫) અજીતસીંગ ઉર્ફે જીતાસીંગ પંજાબી, (૬) કરનસીંગ પંજાબી, (૭) રાકેશશીંગ ઉર્ફે વિશાલસીંગ પંજાબી, (૮) ગુરૂદાસસીંગ પંજાબી (૯) દત્તાસીંગ પંજાબી (૧૦) અમરીસીંગ પંજાબી (૧૧) શમશેરસીંગ ઉર્ફે જોનીસીંગ પંજાબી, (૧૨) તેજાસીંગ પંજાબી તથા રીક્ષામાં આવેલ અન્ય ઇસમો તમામ રહે- મહાનગર, ડભોઇ રોડ, વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૬/૨૦૨૬ ના ક.૦૦/૧૫ વાગ્યા દરમ્યાન મોજે- સરદાર સોસાયટી, સિંધવાઇ માતા રોડ ખાતે ફરિયાદીના મકાનની સામેના ભાગે રોડ પર ફરીયાદીના ભાઇ સરનદીપસીંગ ઉભા હતા તે વખતે કિશનસીંગ ડ્યુ મોપેડ લઈ આવી રીન્કુ ક્યાં છે તેમ પુછી ફરીયાદીના ભાઇ સરનદીપ સીંગને તથા દલજીતસીંગને તથા રીન્કુસીંગને લાફા મારી બહાર જતો રહેલ હતો. ત્યારબાદ વીસેક મીનીટ પછી એક અર્ટીગા ફોર વ્હીલમાં નાઓ આવી અજીતસીંગે તેના હાથમાં રહેલ તલવાર વિજયસીંગને ગળાના ડાબા ભાગે મારતા ઘસરકો પાડી તેમજ કરનસીંગએ તેના હાથમાં રહેલ બેટ રવીસીંગને ડાબા હાથે તેમજ ફરીયાદીના પિતા ઝઘડામાં વચ્ચે પડતા તેના જમણા હાથે પંજાના ભાગે ફટકો મારી ઇજા પહોચાડી તેમજ કીશનસીંગએ તેની પાસે રહેલ લાકડાના દંડા વડે સોસાયટીના રસ્તા ઉપર રહેલ શેખરસીંગની વેગેનાર ફોર વ્હીલ ગાડી નં. GJ-06-PR-9553 ના તથા વિજયસીંગની વર્ના ફોર વ્હીલ ગાડી રજી નં. GJ-06-LK-3453 તથા બીજી ટાટા જેસ્ટ ફોર વ્હીલ ગાડી નં. GJ-06-JE-2956 તથા સોસાયટીમાં પડેલ અન્ય પરમજીતસીંગ ઉર્ફે ગોપી નાઓની એક્ટીવા તથા ફરીયાદીની શાઇન મો.સા. તથા રવીસીંગની બુલેટ મો.સા.ને દંડા વડે ફટકા મારી આશરે રૂ. ૧,૧૫,૦૦૦/ નું નુકસાન કરી તેમજ આ ઝઘડો શરૂ હતો તે દરમ્યાન પાછળથી એક્ટીવા ઉપર દત્તાસીંગ પંજાબી તથા અમરીસીંગ પંજાબી નાઓ તથા તેની સાથે એક પ્લેટીના મો.સા. ઉપર સુરજસીંગ ઉર્ફે મહેરસીંગ પંજાબી નાઓ આવેલ તથા એક રીક્ષામાં શમશેરસીંગ ઉર્ફે જોનીસીંગ પંજાબી, તેજાસીંગ પંજાબી તથા અન્ય ઇસમો આવી તેઓ પણ ગાળો બોલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર મંડળી બનાવી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ ના ક-૦૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એચ વસાવા મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૫૯/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૧૧૮(૧), ૨૯૬ (બી), ૩૫૧(૩), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩) તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કરણસીંગ શમશેર સીંગ પંજાબી રહે-જય નારાયણ નગર ની ચાલી મહાનગર વુડાના મકાનની પાછળ ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) શોકીસીંગ (૨) બલિહારાસીંગ (૩) ડાલીસીંગ (૪) રોહનસીંગ (૫) રવિસીંગ (૬) રણજીતસીંગ તમામ રહે-સરદાર સોસાયટી સિંધવાઇ માતા રોડ પ્રતાપનગર વડોદરા શહેર નાઓએ તા-૨૦/૦૬/૨૦૨૬ ના રાત્રીના સવા બારેક વાગ્યાના સૂમારે ફરિશ્રી તથા કિશન સીંગ નાઓ રણજીતસિંહ પંજાબી નાઓને તેના ઘરે સિંધવાઇ માતા સરદાર સોસાયટી મુકવા જતા રણજીતસીંગ તથા રણજીતસીંગના પિતા તથા તેમના કાકા તથા અન્ય સબંધીઓ ફરીશ્રી પર એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીશ્રીને કહેલ કે તમો રણજીતને રાત્રીના કેમ બહાર ફરવા લઈ જાઓ છો તેક કહી બોલાચાલી ઝપાઝપી કરી ગાળાગાળી કરી ફરિશશ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી શોકીસીંગ પંજાબી નાઓએ ફરિશ્રીના કપાળના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કપાળમા પાંચ ટાંકાની ઇજાઓ કરી તથા કિશનસિંગ પંજાબી નાઓએ બલિહાર સીંગ પંજાબી નાઓએ માથાના ભાગે તલવાર મારતા બે ટાંકાની ઇજાઓ પહોચાડી તથા ડાલીસીંગ પંજાબી તથા રોહનસીંગ પંજાબી તથા રવિસીંગ પંજાબી તથા રણજીતસીંગ પંજાબી નાઓએ ગડદાપાટ્રનો મુઢ માર મારી અકે જુથ થઈ ફરી શ્રી તથા કિશનસીંગ પંજાબી નાઓને ઇજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી નાઓના હથીયાર બંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ ના ક.૦૮/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એચ વસાવા મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.