Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૦/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૯/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૨ કિં.રૂ.૮૪૦૦/- ઇ.કવા-૫૯ તથા બિયર નંગ-૧૫ મળી કુલ્લે  કિં.રૂ.૪૭,૫૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૯ સહિત કુલ-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      વાડી પો.સ્ટે. પાર્ટ – એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૨૪૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬ (બી), ૩૫૧(૩), ૫૪, તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મનીષભાઇ છગનભાઇ લાકડીવાલા  ઉ.વ.૨૨ ધંધો- છુટક મજુરી રહે. યમુનામીલ ભારતવાડી ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) શંકર કિશન શકપાળ (૨) અક્ષય પાટણવાડીયા (૩) શૈલેષ મહાડીક તમામ રહે.યમુનામીલ ભારતવાડી ડભોઇ રોડ વડોદરા શહેર તા.૧૯/૦૭/૨૦૨૬ ના કલાક ૨૧/૦૦ વાગે મોજે. બાલવાડી પાસે ભારતવાડી ડભોઇ રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદીનાઓ ભારતવાડી મેદાનમા બેસવા જતા તે વખતે આ કામના આરોપી નં (૧)નાઓ આવી ફરીને.કહેવા લાગેલ તુ દાદા થઇ ગયો એમ કહી ફરીને ગંદી-ગંદી ગાળો આપેલ તથા આરોપી નં (૨)નાઓએ ફરીને ધક્કો મારી નીચે પાડી ગડદા પાટુનો માર મારેલ તથા આરોપી નં (૩)નાઓએ ફરીને ડંડા વડે માર મારી ડાબા હાથ પર ઇજા પહોચાડેલ તથા આ કામના સાહેદ (ફરીના ભાઇ)ને પણ માર મારેલ. તથા આરોપી નં (૧) નાઓએ ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી મે.પોલીસ કમિ.સા.હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યા વિ.બાબતે તા.૧૯/૦૭/૨૦૨૬ ના કલાક ૨૩/૫૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ડી.રબારી સા. વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     અન્ય કેસો

૧.         ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૦૨૬૦૦૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતાની (બી.એન.એસ) ની કલમ ૩૩૬, ૩૩૮, ૩૪૦ અને ૬૧ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી કિશોરભાઇ જગજીવનદાસ સુરતવાલા રહેવાસી- સી-૩૦૩, ક્રિષ્નાવેલી ફ્લેટ, સમા-સાવલી રોડ, અમીતનગર સર્કલ પાસે, કારેલીબાગ, હરણી કોલોની, વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સંજયકુમાર વલ્લભદાસ પટેલ, (૨) જીગ્નેશભાઇ દેસાઇ, (૩) ધર્મેશકુમાર અમીન, (૪) પીન્કેશ ઘનશ્યામભાઇ રાય તમામ રહેવાસી:- એ-ટાવર, આત્મીય હાઇટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શો-રૂમ માનેજા,   મકરપુરા, મેઇન રોડ, વડોદરા તા.૦૭/૦૧/૨૦૨૬ થી આજદિન સુધી મોજે- ટેન્સાઇલ સ્ટીલ લી. હિરાબાગ, વિશ્વામીત્રી રોડ, વડોદરા આ કામના આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરૂ રચી કંપનીની કિમતી જમીન પચાવી પાડવા સારૂ ટેન્સાઇલ સ્ટીલ લી.ના ડાયરેક્ટર અમિતભાઇ મુકેશભાઇ શાહનું તા.૦૮/૦૧/૨૦૨૬ના રોજના રાજીનામા લેટરમાં ખોટી અને બનાવટી અથવા કોમ્પ્યુટર સિગ્નેચર કરી ખોટો લેટર બનાવી તેમજ ટેન્સાઇલ સ્ટીલ લી.ના વધારાના ડાયરેક્ટર તરીકે તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજનો આરોપી ધર્મેશકુમાર અમીન અને આરોપી પીન્કેશ ઘનશ્યામભાઇ રાયનાઓને આજદિન સુધી નિમણુંક કરવામાં આવેલ નથી છતાં તેઓના ખોટા નિમણુંક લેટર બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૯/૦૭/૨૦૨૬ના કલાક ૧૮/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એચ.ચૌધરી સા માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         રાવપુરા પોલીસ સ્ટેશન ગુ.અ.ન ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૮૭/2026 બી.એન.એસ. કલમ.૨૮૧ તથા એમ.વી.એક્ટ.કલમ.૧૮૪,૧૭૭ મુજબ ના કામના ફરિયાદી લોકરક્ષક દિનેશસિહ હમીરસિંહ બ નં 3707નોકરી રાવપુરા પોલીસસ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (બાબુભાઇ મોહનભાઇ પરદેશી  ઉવ.૪૫, રહે, રેસકોર્સ સર્કલ  નજીક જી ઇ બી ઓફીસની બાજુમાં અલ્કાપુરી વડોદરા શહેર તા.૨૦/૦૭/૨૦૨૬ના કલાક:- ૧૧/૩૦  મોજે પ્રતાપ  ટોકીઝથી પદમાવતી  શોપીંગ સેન્ટર તરફ જાહેર રોડ ઉપર વડોદરા વડોદરા આ કામના આરોપી પોતે પોતાના કબ્જાની મો સા   રોગસાઈડ તથા ભયજનક રીતે ચલાવી લાવી પોતાની તથા રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે પોતાનુ વાહનચલાવતા મળી આવેલ હોઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ના કલાક ૧૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મનોજભાઇ ચંદુભાઇ નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૪.     વિશ્વાસઘાતના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૬૦૩૫૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અરવિંદ ખંડેરાવ ખૈરે ઉ.વ.૬૪ ધંધો.વેપાર રહે,મ.નં.બી/૮૦૨, ક્ષમા હાઇટ્સ, સ્ટેલામેરી સ્કુલ સામે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) રોયલ પટેલ મો.નં.૭૭૭૭૯૪૬૯૫૪ નં.(૨) રાકેશ પટેલ તથા  નં.(૩) એક પુરૂષ જેના નામ સરનામાની મને ખબર નથી તા.૧૪/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના કલાક.૧૬/૦૦ વાગ્યાથી આજદિન સુધી મોજે:- મ.નં.બી/૮૦૨, ક્ષમા હાઇટ્સ, સ્ટેલામેરી સ્કુલ સામે, માંજલપુર, વડોદરા શહેર આ કામના આરોપી નં.(૧) નાઓ પાસેથી ફરીયાદીએ ફટાકડાનો માલ-સામાન મંગાવેલ જેથી તેને માલ-સામાન બાબતે રૂ.૯૮,૬૦૦/- બીલ મોકલી આપેલ અને તે રોકડમાં માગેલ જે રૂપિયા લેવા માટે આરોપી નં.(૧) નાએ તેના બે મિત્રો આરોપી નં.(૨)રાકેશ પટેલ તથા આરોપી નં.(૩) એક પુરૂષ જેના નામ સરનામાની મને ખબર નથી તેમણે સાંજના કલાક.૧૬/૦૦ વાગે ફરીયાદીના ઘરે મોકલી આપતા ફરીયાદીએ આરોપી નં.(૨)રાકેશ પટેલને રૂ.૯૮,૬૦૦/- રોકડમાં આપેલ જે બાદ આરોપી નં.(૨) તથા નં.(૩) બન્ને પુરૂષ ફરીયાદીના ઘરેથી જતા રહેલ જે બાદથી આરોપી નં.(૧)નાઓને ફરીયાદી અવાર –નવાર ફોન કરતા ઉઠાવતા ન હોય અને વાયદા કરતા હોય જેથી ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને મારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૯/૦૨/૨૦૨૬ ના કલાક.૧૯/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ.શ્રી એસ.જી.ડામોર સા માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માત  કેસો

૧.      હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૬૬/૨૦૨૬ ભારતીય ન્યાય  સંહીતા ૨૦૨૩ની  કલમ ૨૮૧,૩૨૪(૪) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી લલીતભાઇ સ/ઓફ હેમંતભાઇ પિતળે ઉ.વ.-૩૮ ધંધો-નોકરી રહે-મ. નં. ડી/૫૦૧, અનંતા લાઇફ સ્ટાઇલ, કાન્હા લેન્ડમાર્કની બાજુમાં, કાશીદા પાર્ટી પ્લોટની સામે, સંયાજીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અરૂણભાઇ જયંતીભાઇ પાટણવાડીયા રહે. ગામ-નવાપુરા પો.સ્ટ-ભીલાપુર તા-ડભોઇ જી-વડોદરા તા.૨૦/૦૭/૨૦૨૬ ના કલાક.૧૦/૧૫ વાગ્યાની આસપાસ વી આઇ પી રોડ થી એલ એન્ડ ટી સર્કલ તરફ જતા અમિતનગર બ્રિજ ઉતરતા રોડ ઉપર વડોદરા શહેર આ કામના આરોપી એક મહિંદ્રા પીકઅપ ગાડી જેનો રજી. નં. GJ-06-BV-8498 ના ચાલકે પોતાની ગાડી એકદમ પુરઝડપે ગફલતભરી બેદરકારી થી ચલાવી લાવી ફરિયાદીશ્રીની ફોર વ્હિલર ગાડી જેનો રજી.નં GJ 06 LK 2078 ને પાછળ ભાગે એક્સિડંટ કરતા ફરિયાદીશ્રીની ફોર વ્હિલર ગાડીને પાછળથી ધક્કો લાગતા ફરિયાદીશ્રીની આગળ ચાલતી એક ફોર વ્હિલર ગાડી સાથે અથડાતાં ફરિયાદીશ્રીની ફોર વ્હિલર ગાડીના પાછળના બમ્પર તથા ડિક્કીના ભાગે તથા આગળના બમ્પરના ભાગે નુકશાન કરી  ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના કલાક ૧૨/૨૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.વિજયભાઈ મોતીભાઈ  નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.