Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૧/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.       પ્રોહીબીશનના કેસો

તા.૨૦/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૪ કિ.રૂ.૪૮૦૦/- તથા ઇ.બોટલ તથા બિયર નંગ-૨૧૪૦, કવાટરીયા નંગ-૫૦ તથા ફોર વ્હીલ-૩ તથા થ્રી વ્હીલ-૧ તથા બાઇક-૯ તથા મોબાઇલ-૧૭ મળી કુલ્લે રૂ.૩૦૦૦૩૩૭/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૩ સહીત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       વાહન અકસ્માતના કેસો:-

૧.      સયાજીગંજ પો.સ્ટે “એ” ૧૧૧૯૬૦૩૦૨૬૦૧૮૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫(એ) ૧૨૫ બી ત્તથા એમ વી એક્ટ કલમ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી તોસીફખાન ચાંદખાન પઠાણ ઉમર વર્ષ ૩૫ ધંધો ઇવેન્ટ મેનેજર રહે મ. ન 22 ફતેગંજ કમાટીપુરા ફતેગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એકટીવા નંબર જી જે 09 ડી જી 7080 ના ચાલક તા.૧૯/૦૩/૨૦૨૬ ના સવાર ના ક.૦૯/૦૦ વાગ્યા ની આસપાસ  મોજે –  પ્રતાપગંજ પોલીસ ચોકી ના સામે રોડ પર આ કામ ના આરોપી નાએ તેની એકટીવા પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકાવી લાવી  ફરીયાદી ના પિતાને રોડ ક્રોસ કરતા હતા તે વખતે તેની એક્ટીવા થી અક્સ્માત કરી ફરીયાદી ના પિતાને  માથાના ભાગે ગંભીર ઇજા કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૩/૨૦૨૬ કલાક ૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ખેંગારજી અરજણજી સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૦૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલક-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરીયાદી જાલમ ખુશાલભાઈ કિહોરી ઉં.વ.૨૧ ધંધો મજૂરી રહે બકુલીશ સોસાયટી-૦૧ હિન્દુસ્તાન બેકરીની સામે સરદાર એસ્ટેટની પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં આજવા રોડ વડોદરા શહેર મૂળ રહે ગામ મિપાટી તીખીરૂડી ફળિયા થાદલા થાણા તા.થાદલા જી જાબુવા મધ્ય પ્રદેશ નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યા ઓટો રીક્ષાના ચાલકે તા.૨૦/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૫૭ વાગે મોજે.રાજીવનગર 01 સામે રોડ ઉપર ખોડીયાર નગર થી એરપોર્ટ જતા હરણી વડોદરા શહેર આ કામનો આરોપી એક ઓટો રીક્ષા ચાલક તેની રિક્ષા એકદમ પૂરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીને ટક્કર મારી એકસીડન્ટ કરી ડાબા પગની જાંઘ ઉપર ફેક્ચર કરી તેમજ માથાના ભાગે કપાળ ઉપર ઇજા કરી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૩/ર૦ર૬ ના કલાક ૧૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.કે.મકવાણા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૩.       વિશ્વાસઘાતના કેસો:-

૧.      ગોત્રી પો.સ્ટે એ-પાર્ટ ગુરનં. ૧૧૧૯૬૦૦૪૨૬૦૦૯૩/૨૦૨૬ આઇ.પી.સી કલમ ૪૨૦,૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ તથા ૧૨૦(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી,  ભુપેન્દ્રભાઈ મદનલાલ દલવાડી રહે. મકાન નં. ૧૬૭, મેઘધનુષ સોસાયટી, ટ્યુબ કંપની પાસે, જુના પાદરા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અરવિદભાઇ રતીલાલ પટેલ (૨) પ્રવિણભાઇ ડાહ્યાભાઇ પટેલ, બન્ને રહે. ગામ-સેવાસી, તા.જી.વડોદરા, (૩) રવિ ચંદ્રકાંત પટેલ રહે, રવિ ફાર્મ, ખાનપુર ગામ, સેવાસી, તા.જી.વડોદરા તથા (૪) મનહરસિંહ ઉર્ફે મહેશ નાનભા ઝાલા રહે. બી-૧૦, મંગલદિપ સોસાયટી, ટાગોરનગર જુના પાદરા રોડ વડોદરા તા.૦૬/૦૪/૧૯૯૮ તથા તા.૧૬/૦૭/૧૯૯૮ ના સમયગાળા દરમ્યાન  મોજે રૂક્ષમણી કોમ્પ્લેક્ષ અલંગ હાઉસ ની બાજુમા ગોત્રી આ કામના મેસર્સ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પેઢીના ભાગીદારો તમામે ભેગા મળી પુર્વ આયોજીત કાવતરૂં રચી ફરીયાદીના પિતાના હિસ્સાની ૨૯૫ ચો.મી. જમીનના ખોટા કબુલાત અને કબજા પાવતી બનાવી તેમાં ફરીયાદીના પિતાશ્રીના નામની ખોટી સહીઓ કરી-કરાવી તે દસ્તાવેજો ખોટાં હોવાનું પોતે જાણતાં હોવા છતાં સાચા તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, બાંધકામ વિભાગમાં રજુ કરી રૂક્ષ્મણી કોમ્પ્લેક્ષના એક માળના વધારાના બાંધકામમાં એફ.એસ. આઇ.તથા ૨૯૫ ચો.મી જમીનને સલગ્ન ફરીયાદીને મળવા પાત્ર લાભો/અધીકારોનો લાભ મેળવી ફરીયાદીના હક ડુબાડી ઘણુ મોટુ આર્થિક નુકસાન પહોંચાડી છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૩/૨૦૨૬ ના કલાક  ૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ.સબ.ઈન્સ.શ્રી, આર.એન.ચુડાસમા ગોત્રી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.       મારામારીના કેસો:-

૧.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૦૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨) ,૩૫૧(૩), ૨૯૬(ખ) ૩૫૨, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સાહીનબાનુ વા/ઓફ ઈસ્માઈલ ઈબ્રાહીમ ખાટકી ઉ.વ.૩૮ ધંધો-ઘરકામ રહે-મ.નં.૭૨,લક્ષ્મિનારાયણ નગર, કરોડીયા રોડ ગોરવા તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી ઈકબાલ ઉર્ફે ફટક અકબરભાઇ હલદરવા તથા હનીફ ઉર્ફે ગેલીઓ અકબરભાઇ હલદરવા તથા અકબર હલદરવા ત્રણેય રહે.લક્ષ્મીનારાયણ નગર,કરોડીયા રોડ તા.જી.વડોદરા તા-૨૦/૦૩/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ થી ૨૦/૪૫ વાગ્યે  મોજે. શ્રી જી ક્લીનીક કરોડીયા તા.જી.વડોદરા આ કામના ફરીયાદીના ભત્રીજા નામે અરબાઝ તથા તૌકીર નાઓ મધુનગરથી વાળ કપાવી ઘરે પરત આવતા હતા તે દરમ્યાન આરોપીઓ ઉભેલ હતા અને તેઓ ફરીયાદીના ભત્રીજા નાઓને જોઈને ગંદી ગાળો બોલવા લાગેલ અને તેઓને માર મારવાની ધમકી આપવા લાગેલ હતા અને તે બાદ ફરીયાદીની દીકરી નામે માહીરાને જોઈ આ આરોપી નં-૨ થુકવા લાગેલ અને ફરીયાદીની દીકરીને ગમે તેમ બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે તારા પિતાને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપવા લાગેલ અને તેની સાથે હાજર આરોપી નં-૧ નાનો ફરીયાદીની  દીકરીનો વીડીઓ ઉતારી ડરાવવા લાગેલ તેમજ ત્યા તેની સાથે હાજર આરોપી નં-૩ નાનો પણ ગંદી ગાળો બોલવા લાગેલ હતો અને તુ જો તારા ઘરના સભ્યોનુ હુ શુ કરૂ છુ એમ કહી ધમકીઓ આપવા લાગેલ જેથી ફરીયાદી પરીવાર સાથે ત્યા જતા ફરીયાદીના પતિ નામે ઈસ્માઈલ ઈબ્રાહીમ ખાટકી નાઓની સાથે આ ત્રણેય ભેગા મળી ઝપાઝપી કરવા લાગેલ અને ગડદા પાટુનો માર મારવા લાગેલ અને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૧/૦૩/૨૦૨૬ ના કલાક ૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ બી.પી.ખુમાણ સા.શ્રી નોકરી જવાહરનગર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.