Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૧/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૦/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૪૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૯૯ કિં.રૂ.૧૯,૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ-૬૦૦ તથા ઇ.કવાટરીયા નંગ-૨૭, વાહન-૧, મોબાઇલ-૧ મળી કુલ કિં.રૂ.૩,૯૧,૨૩૮/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૨૩ સહીત કુલ-૪૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.      મારામારીના કેસો:-

૧.         હરણી પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૧૫૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫ (૨),૨૯૬(૨) ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ભુમીકા વા/ઓ મનોજ કુમાર જગદીશકુમાર રામનાની રહે.ડી-101 પંચમ ઈલાઈટ ખોડીયારનગરની બાજુમા ન્યુ વી આઇ પી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧)મનોજ શર્મા રહે.ઇ-301 પંચમ ઈલાઈટ ખોડીયાર નગરની બાજુમા ન્યુ વી આઇ પી રોડ વડોદરા (૨) કોમલ વા/ઓ મનોજ શર્મા રહે. ઇ 301 પચમ ઈલાઈટ ખોડીયારનગરની બાજુમા ન્યુ વી આઇ પી રોડ વડોદરા નાઓએ તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૪૫ વાગ્યે મોજે-પંચમ ઈલાઈટ ખોડીયારનગરની બાજુમા ન્યુ વી આઇ પી રોડ ફરીયાદીશ્રીના નાના છોકરાને ટોર્ચર કરતા હોય જે અંગે આરોપી કોમલબેનને કહેવા જતા તેઓએ ફરીયાદીશ્રી સાથે બોલાચાલી ઝઘડો ઝપાઝપી કરી ગમેતેમ ખરાબ ગાળો બોલતા, ગાળો નહી બોલવા જણાવતા તેનુ ઉપરાણુ લઈ આરોપી મનોજ શર્માએ ગાળો બોલી અને આરોપી કોમલબેન નાઓએ તેના છોકરા પાસેથી લાકડાનુ બેટ ખુચવી લઈ ફરીયાદીશ્રીના કમરના ભાગે બે ફટકા મારી તથા ફરીયાદીશ્રીનો છોકરો વચ્ચે છોડાવવા પડતા તેને પણ ડાબા હાથની કોણી પાસે વાગી ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ઉમેશભાઇ કાનજીભાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      ચોરીના કેસો:-

૧.     બાપોદ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૨૩૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સુરજ રામસેવક વિશ્વકર્મા રહે. મ.નં ૧૨ બ્લોક નં ૦૩ સોનપુર વુડાના મકાન રંગવાટીકા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૧૦/૦૦ થી ક.૧૧/૦૦ વાગ્યા દરમિયાન મોજે- મ.નં ૧૨ બ્લોક નં ૦૩ સોનપુર વુડાના મકાન રંગવાટીકા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર ખાતેથી ફરી.નો Iqoo કંપનીનો z10 મોડલનો મોબાઈલ ફોન જેનો IMEI No.(1). 866856077453015 નો છે જેની કિં.રૂ.૧૦,૦૦૦/- તે મોબાઈલ ફોન કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. હરપાલસિંહ માધુભા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૩૨૬૦૨૧૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ગોપારામ ભીખારામજી પ્રજાપતી રહે.મ.નં.૦૪, રામાનંદ ડુપ્લેક્ષ, દરબાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૦/૦૪/૨૦૨૬ ના ક.૨૩/૦૦ થી તા.૧૧/૦૪/૨૦૨૬ ના ક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. મ.નં. ૦૪, રામાનંદ ડુપ્લેક્ષ, દરબાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા શહેર ના ધાબા ઉપરથી ફરીયાદીશ્રીનો રીઅલમી કંપનીનો 11 પ્રો. 5G એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- ની મત્તાનો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક.૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન ચોરીના કેસો:-

૧.     ફતેગંજ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૧૬૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી કિશન કિશોરભાઇ કનેરીયા રહે,એ/૭૦૨ અવનિશ હાઇટ્સ, પોદર સ્કુલની બાજુમા, સમા છાણી કેનાલ રોડ, છાણી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૭/૦૪/૨૦૨૬ ના સવાર ક.૦૫/૦૦ થી રાત્રીના ક.૨૧/૦૦ દરમ્યાન  મોજે- ફતેહગંજ બ્રિજ નીચે, યોગ નિકેતનની સામેની બાજુમા, ફતેગંજથી ફરિયાદીની હીરો મોટર્સ કંપનીની બ્લેક કલરની સ્પેલન્ડર પ્લસ ટુ વ્હિલર બાઇક જેનો રજી.નં. GJ-05-NS-3709 તથા એ.નં-HA10ERH5A03502 તથા ચેસીસ નં- MBLHA10CGH5A03742 નો છે જે બ્લેક કલરની કિ.રૂ.૪૦,૦૦૦/- ની ટુ વ્હિલર બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલ હતી તે કોઈ ચોર ઈસમ કોઈ ડુપ્લીકેટ ચાવી વડે કે સાધન વડે ચાલુ કરી ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૪/૨૦૨૬ના ક.૧૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મેહુલદાન ગંભીરદાન ફતેગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.      વાહન અકસ્માત/ ફેટલના કેસો:-

૧.     કપુરાઇ પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૧૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હંસાબેન વા/ઓ સંજયભાઇ ગાંડાભાઇ વાઘરી રહે-બ્લોક નં.૦૯ મ.નં.૧૦ વુડાના મકાનમાં સોનપુર ઝુંપડપટ્ટીની સામે બાપોદ જકાતનાકા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો વાહનચાલક તા.૨૦/૦૪/૨૦૨૬ ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ મોજે. વાઘોડીયા ચોકડીથી વૃંદાવન સર્કલ તરફ જતાં બાપોદ જકાતનાકા પાસે શિવ કાર વોશ નામની દુકાનની સામે રોડ પર ફરીના પતિ સંજયભાઇ ગાંડાભાઇ વાઘરી ઉ.વ.૩૯ નાઓ ચાલતાં-ચાલતાં રોડ ક્રોસ કરતાં હતા તે દરમ્યાન આ કામના અજાણ્યા વાહનના ચાલકે તેનુ વાહન પુરઝડપે,બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીના પતિ સાથે એક્સિડન્ટ કરી ફરીના પતિને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા તથા જમણા હાથે કાંડાથી ઉપરના ભાગે તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડી તેનુ વાહન લઈ ભાગી ગયેલ અને ફરીના પતિને આજરોજ તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક-૧૭/૩૦ વાગ્યે એસ.એસ.જી. હોસ્પિટલના S.I.C.U. વોર્ડમાં ફરજ પરના ડો.સાશ્રીએ સારવાર દરમ્યાન મરણ જાહેર કરેલ હોય વિ. બાબતે તા ૨૦/૦૪/૨૦૨૬ ના ક. ૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.બી.બારીયા કપુરાઇ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૨૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઓમ નિમેષભાઈ મકવાણા રહે.મ.નં.ડી/૬ શિલ્પગ્રામ સોસાયટી વૈષ્ણવવાટીકા પાછળ સોમાતળાવ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક એક્સેસ મોપેડ જેનો રજી.નં.GJ-06-QJ-3634 ના અજાણ્યા ચાલકે તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગ્યાની આસપાસ મોજે- સોમાતળાવ ચાર રસ્તા થી કપુરાઈ ચોકડી તરફ જતા કાન્હા હાઇટ્સમાં આવેલ એસ.બી.આઈ બેંકની સામે રોડ પર ફરીયાદીના પિતા નિમેષભાઈ કિરીટભાઈ મકવાણા ઉ.વ.૫૦ નાઓ પોતાની સ્પ્લેંડર મો.સા રજી.નંબર GJ-01-MC-1567 ની લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વખતે રાત્રીના દસેક વાગ્યા આસપાસ સોમાતળાવ ચાર રસ્તા તરફ્થી આ કામના વાહન ચાલકે પોતાનુ મોપેડ પુરઝડપે,ગફલતભરી તેમજ બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના પિતાજીની બાઈકને સાઈડથી અથાડી એક્સીડન્ટ કરી ફરી.ના પિતાજીને ડાબા પગે ફેક્ચર કરી તેમજ માથામાં ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય નાની મોટી ઈજાઓ પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૪/૨૦૨૬ ના ક.૧૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પો.સ્ટે વડોદર શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.      અન્ય કેસો:-

૧.     સમા પો.સ્ટે. પાર્ટ- એગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૪૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ની  કલમ ૧૩૨, ૨૨૧, ૨૨૪, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી એ.એસ.આઇ. અજીતસિંહ લક્ષ્મણસિંહ બ.ન.૯૮૨  નોકરી સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧)કૌશીકભાઇ બીપીનભાઇ પટેલ(૨)પ્રેમલ કૌશીકભાઇ પટેલ(૩)ફાલ્ગુનીબેન કૌશીકભાઇ પટેલ તમામ રહે:-ગણેશપુરાગામ બ્રાહ્મણ ફળીયુ તા.વાઘોડીયા જી.વડોદરા તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૨૬ વાગે મોજે:-દુમાડ ચોકડી બ્રીજ નીચે ફરીયાદી સરકારી કર્મચારી મુખ્યમંત્રીશ્રીના આગમનના વી.વી.આઇ.પી બંદોબસ્તમાં પોતાની ફરજ બજાવતા હતા તે દરમ્યાન આરોપી નાઓને તેઓની મો.સા.GJ-06-KC-7123 સાથે રોકાવા જણાવતા રોકાયેલ નહી અને ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળાગાળી કરી ફરીયાદી તેઓની પાસે જતા ફરી વખત ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી તેમજ ફરીયાદી ઉપર હુમલો કરી તેમજ સાથેના આરોપી પ્રેમલ કૌશીકભાઇ પટેલે મદદગારી કરી તેમજ આરોપી ફાલ્ગુનીબેન કૌશીકભાઇ પટેલ નાઓએ ફરીયાદીનો વિડીયો ઉતારી ફરીયાદીને હુ જોય લઇશ અને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપી આ તમામે એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૪/૨૦૨૬ ના ક.૨૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.બી.ચાવડાસા સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.