-: પ્રેસનોટ :-
(તા.૨૧/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૦/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૯ કિ.રૂ.૩૮૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ, ઇ.કવાટરીયા, બિયર-૬૯૬ મળી કુલ કિ.રૂ.૧,૮૦,૫૬૫/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. રાયોટીંગના કેસો
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૬૦/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬ (બી), ૩૫૧(૩) ૧૮૯(૨),૧૯૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ગીતાબેન યસવંતરાય પરમાર ઉ.વ. ૫૦ ધંધો છૂટક મજૂરી રહે, સી/૨૦૨ ઝિલિયોન પર્સ, દાવત હોટલ ની સામે, તરસાલી વડોદરા શહેર મૂળરહે મોચી બજાર ત્રિકોણ સર્કલ પાસે ગામ ધ્રોલ તા. જી. જામનગર નાઓની ફરિયાદ મુજબ આરોપી ગોપાલભાઈ મકવાણા તથા મુકેશભાઈ દેસાઇ (પ્રમુખ) તથા નીલમબેન તથા પ્રેરણાબેન તથા જીલીયોન પર્લ સોસાયટી માં રેહતા દસ થી બાર જેટલા પુરુષો અને મહીલાઓ જેમના પૂરાનામ ની ખબર નથી તે ગઇ તા-૧૮/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રી ના આશરે ૨૧/૩૦ વાગ્યા ના સુમારે મોજે જીલીયોન પર્લ સોસાયટીના કમ્પાઉન્ડમાં દાવત હોટલ ની સામે, તરસાલી વડોદરા શહેર સોસાયટીના પ્રમુખ મુકેશભાઇ દેસાઇ તથા ગોપાલભાઈ મકવાણા તથા પ્રેરણાબેન તથા નિલમબેન તથા બીજા અન્ય આશરે દસેક પુરુષો-મહીલાઓ હાજર હોય બધા એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી નજીક આવેલ અને જેમાં મુકેશભાઈ દેસાઈ(પ્રમુખ) તથા ગોપાલભાઈ મકવાણા અને તેમની સાથે પ્રેરણાબેન તથા નીલમબેન નાઓ ફરિયાદી ને કેહવા લાગેલ કે તમે સીધા સીધા મકાન ખાલી કરી દેજો અને નહીં કરો તો મકાન માંથી બધો સામાન બહાર ફેકી દઈસુ તેમ કહી માં બેન વિષે ગંદી ગાળો બોલવા લાગેલ અને તે દરમ્યાન ફરીયાદી ના ભાઈ નો દીકરો ગીતાંશ ને ત્યાં હાજર પ્રેરણાબેન તથા અન્ય હાજર મહિલાઓ તથા પુરુષો એ તેને ફેટ પકડી બાજુમાં લઈ જઈ માર મારવા લાગેલ અને ત્યાં ફરિયાદી ના ભાઈ ની દીકરી ઇશિકા વર્ષાબેન ના દીકરા ગીતાંસ ને છોડાવવા જતા ત્યાં હજાર નીલમબેન તથા અન્ય મહિલા તથા પુરુષો એ તેને પણ માર મારવા લાગેલ અને ફરિયાદી તથા ફરિયાદી ના ભાભી નામે વર્ષાબેન ને પણ ત્યાં હાજર મહિલા તથા પુરુષો ગરડાપાટુ નો માર મારવા લાગેલ અને તે દરમ્યાન ત્યાં હજાર મહિલા ઓ તથા પુરુષો એકદમથી જોર જોર થી બુમો પાડી ગમે તેમ ગંદી ગંદી ગાળો બોલી કહેવા લાગેલ કે આજે તમો લોકો ઘર ખાલી કરી ને અહિયાં થી જતાં રહો નહીં તો તમો ને જાન થી મારી નાખીશુ તેમ કહી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. વારસીયા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૩૮૨૬૦૧૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નીકીતાબેન જયંતીભાઇ રોહીત ઉ.વ.૨૭ ધંધો-નોકરી રહે,એકતાનગર કોલોની મુ.નાપા તળપદ તા.બોરસદ જી.આણદ નાઓની ફરિયાદ મુજબ તા.૦૬ જુન ૨૦૨૪ ના કલાક ૧૧/૦૦ વાગ્યા થી આજદીન સુધી મોજે- ટી.એફ.૨૫ અર્થે આઇકોન ત્રીજો માળ ખોડીયારનગર ચાર રસ્તા ન્યુ વી.આઇ.પી રોડ વડોદરા શહેર આરોપી (૧) જશવત ચૌધરી (૨) દુષ્યતસિંહ ચૌધરી (૩)મસરત તમામ રહે ટી.એફ.૨૫ અર્થે આઇકોન ત્રીજો માળ ખોડીયારનગર ચાર રસ્તા ન્યુ વી.આઇ.પી રોડ વડોદરા શહેર નાઓએ ફરીયાદીને અલગ અલગ દેશમાં નોકરી આપવાની લાલચે વિશ્વાસમાં લઈ ફરીયાદી પાસે ૫,૩૦,૦૦૦/- તથા ફરીયાદીના સાહેદ મિત્ર સિમરન ઇશ્વરભાઇ પરમાર પાસેથી ૫,૩૦,૦૦૦/- એમ કુલ મળી ૧૦,૬૦,૦૦૦/- રૂપીયા લઈ અલગ અલગ દેશોના ઓફર લેટર મોકલી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીડી આચરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈન્સ. શ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. દુષ્પ્રેરણના કેસો
૧. અટલાદરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ, ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૬૦૨૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ની કલમ ૧૦૮, ૩૦૮(૨), ૩૫૧(૩), ૧૧૫(૨) મુજબ તથા ગુજરાત નાંણાની ધિરધાર બાબત અધિનિયમ કલમ ૪૦, ૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી સાગર સ/ઓ રાજુભાઇ પ્રભાતભાઇ ઠાકોર ઉ.વ.૩૨, ઘંઘો.નોકરી રહે. બ્લોક નં.૬૯ મ.નં.૧૩ ગુલાબી પો.ઇન્સ.શ્રી પી.યુ.પસ્તાગીયા સા વુડાના મકાન ખિસકોલી સર્કલ પાસે કલાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મિહીર રહે.માંજલપુર તા.૧૭/૦૬/૨૦૨૬ ના કલાક.૧૦/૦૦ વાગ્યાની આસપાસ મોજે.જય અંબે પ્રોવીઝન સ્ટોર ગુલાબી વુડા, ખિસકોલી સર્કલ પાસે, વડોદરા શહેર તથા તા.૧૬/૦૬/૨૦૨૬ ના રોજ કલાક.૨૦/૦૦ વાગે, મોજે.માંજલપુર સ્મશાન ઘાટ પાસે, વડોદરા શહેર આ કામના આરોપીએ મરણ જનાર રાજુભાઇ પ્રભાતભાઇ ઠાકોર નાઓને રૂપિયા ૧૦,૦૦૦/- વ્યાજે આપેલ હતા તેનુ વ્યાજ મરણ જનાર ભરતા હતા અને બે મહીનાથી વ્યાજ બાકી હતુ જેથી આરોપીએ વસુલાત પેટે ખોટી રીતે હેરાન પરેશાન કરીને ઘાક ઘમકી આપીને ઉઘરાણી કરતો હતો અને ગઇ તા.૧૬/૦૬/૨૦૨૬ના રોજ માંજલપુર સ્મશાન ઘાટ પાસે કલાક.૨૦/૩૦ વાગે આરોપી ત્યાં આવેલ અને રૂપિયાની માંગણી કરીને બોલાચાલી અને ઝપા ઝપા કરીને મરણ જનાર પાસેથી રૂપિયા ૨૦,૦૦૦/- તથા નોકીયા કંપનીનો મોબાઇલ ફોન બળજબરીથી કાઢી લઇ જઇ ઘમકી આપેલ કે તારે મરી જવુ હોય તો મરી જા તારે રૂપિયા આપવા પડશે જો પોલીસ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખી તેવી ઘમકી આપેલ જેના ડરના કારણે મરણ જનારને મરવા દુષ્પ્રેરણ કરેલ જેથી મરણ જનારે તા.૧૭/૦૬/૨૦૨૬ ના કલાક.૧૦/૦૦ વાગ્યાની આસપાસ જય અંબે પ્રોવીઝન સ્ટોર ગુલાબી વુડા ખાતે કપાસમાં નાખવાની દવા પી ગયેલ અને સારવાર દરમ્યાન તા.૧૯/૦૬/૨૦૨૬ના કલાક.૨૧/૧૫ વાગે મરણ ગયેલ વિગેરે બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ના કલાક. ૧૯/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ.શ્રી પી.યુ.પસ્તાગીયા અટલાદરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ- ૧૧૫(૨), ૨૯૬(બી), ૨૨૧ મુજબના ગુનાના કામના ફરિયાદી રીંકુબેન ડો/ઓફ ચીનુભાઇ રૂપાભાઇ ડામોર ઉ.વ.૩૨ ધંધો.નોકરી રહે.બી/૩૨ રૂમ નં.૪૫૫, પ્રતાતનગર હેડ કવાટર્સ, વડોદરા શહેર મુળ રહે- હડમત ખુટા ગામ, નિશાળ ફળીયુ, તા-ઝાલોદ, જી-દાહોદ નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ આવેલ જેણે લાલ કલરની ટી- શર્ટ અને કાળા કલરનુ પેંટ પહેરેલ તેઆ કામના ફરીયાદીશ્રીનાઓ તા.૨૦/૦૬/૨૦૨૬ ના બપોરના કલાક.૧૫/૧૫ વાગ્યાની આસપાસ માંજલપુર દરબાર ચોકડી અને સનસીટી સર્કલ વચ્ચે આવેલ ડ્રીમલેન્ડ કોમ્પલેક્ષ દુકાન નં.૨૩ એંજલ એંટરપ્રાઇઝ નામની દુકાને વસ્તી ગણતરી કરવા ગયેલ તે દરમ્યાન દુકાને સેન્સર નંબર લખવા બાબતે આ કામના આરોપી આવી ફરીયાદી સાથે બિભત્સ ગાળા-ગાળી કરી બોલાચાલી કરેલ તથા ફરીયાદીના મંગેતર સાથે બોલાચાલી ઝઘડો કરી લાફો મારી રાષ્ટ્રીય કામગીરીમાં અડચણ રૂપ થઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૬/૨૦૨૬ ના કલાક.૧૬/૫૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ.શ્રી એમ.કે.પરમાર માંજલપુર પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ,૨૮૧.૧૨૫ (એ),૧૨૫ (બી),એમ વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્કાબેન વા/ઓફ ભાવીનકુમાર હાથલીયા ઉ.વ-૩૮ ધંધો-ઘરકામ રહે-ડી-૪૦૧,હરીવંદન રેસીડેંસી,ઉડેંરા,વડૉદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી ફોર વ્હિલ ગાડી નં- GJ06FQ0875 નો વાહન ચાલક તા.૧૮/૦૬/૨૦૨૬ ક-૦૭/૪૫ વાગે મો.જે-ઉડેંરા તળાવ ના કીનારે ઉંડેરા ગામ આ કામના ફરીયાદીના પતિ નામે ભાવીનકુમાર પોતાની મો.સા નં-GJ 06 EA 3056 સાઇડમાં ઉભી રાખીને મો.સા. ઉપર બેસીને માછલીને લોટની ગોટી નાખતા હતા તે દરમીયાન કોયલી ગામ તરફથી પાછળથી એક ફોર વ્હિલ ગાડી નં- GJ06FQ0875 નો વાહન ચાલક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવીને ફરીયાદીના પતિની મો.સા નં-GJ 06 EA 3056 ઉપર બેઠેલ હતા જે વખતે આ ફોર વ્હીલ ગાડીના ચાલકે GJ06FQ0875 ગાડી ફરીયાદીના પતિની મો.સા સાથે અઠડાવીને ભાવીનકુમાર ને જમણા પગે ઘુટી ના ભાગે ઇજા પહોંચાડેલ અને ફેક્ચર કરેલ હોય તે વિગેરે બાબતે તા-૨૦/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ,એસ,આઈ ભવાનસિંહ ભગુભાઈ જવાહરનગર પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીમતી રાજકુમારી વા/ઓ અશોકકુમાર નંદલાલ વાલીયા ઉ.વ.૩૫ ધંધો-ઘરકામ રહે-મ.નં.ઈ/૯૪ શીવ રેસીડેંસી વડદલા રોડ તરસાલી બાયપાસ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ટાટા નેક્ષોન ગાડી રજી.નંબર GJ-06-RB-8684 ના ચાલક જયરાજ જીતેંદ્રભાઈ મહાડીક ઉ.વ.૨૫ રહે-બી/૬૦૩ હરીદર્શન પેલેસ સોસાયટી એરફોર્સની બાજુમાં મકરપુરા વડોદરા તા.૨૧/૦૬/૨૦૨૬ ના સવારના કલાક ૦૭/૧૫ વાગ્યા આસપાસ મોજે- વાઘોડીયા બ્રીજથી કપુરાઈ બ્રીજ તરફ જતા શક્તી હોટેલના સામેના ભાગે ને.હા.૪૮ પર વડોદરા શહેર આજરોજ ફરી.ના પતિ અશોકકુમાર નંદલાલ વાલીયા ઉ.વ.૪૮ ધંધો-વેપાર રહે-મ.નં.ઈ/૯૪ શીવ રેસીડેંસી વડદલા રોડ તરસાલી બાયપાસ વડોદરા શહેર નાઓ તેઓનો ઈલેક્ટ્રીક ટેમ્પો જેનો રજી.નંબર GJ-06-BZ-9579 નો લઈ એ.પી.એમ.સી માર્કેટથી ટેમ્પામાં શાકભાજી ભરી પરત ઘરે આવતા હતા તે વખતે આજરોજ સવારના આશરે કલાક ૦૭/૧૫ વાગ્યે વાઘોડીયા બ્રીજથી કપુરાઈ બ્રીજ તરફ જતા શક્તી હોટેલના સામેના ભાગે ને.હા.૪૮ પર પહોચતા વાઘોડીયા બ્રીજ તરફથી એક ટાટા નેક્ષોન ગાડી રજી.નંબર GJ-06-RB-8684 ના ચાલક જયરાજ જીતેંદ્રભાઈ મહાડીક ઉ.વ.૨૫ રહે-બી/૬૦૩ હરીદર્શન પેલેસ સોસાયટી એરફોર્સની બાજુમાં મકરપુરા વડોદરા નાઓ પોતાનુ વાહન બેદરકારી,પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરી.ના પતિના ટેમ્પાના પાછળના ભાગે ટક્કર મારી એક્સીડેંટ કરતા ફરી.ના પતિનો ટેમ્પો પલ્ટી મારી ગયેલ અને રોડ પર પડી જતા માથામાં ગંભીર તથા શરીરે અન્ય નાની મોટી ઈજાઓ પહોચાડી સ્થળ પર મોત નિપજાવી ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા.૨૧/૦૬/૨૦૨૬ ના કલાક ૦૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.કે.પરમાર કપુરાઈ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.