Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૧/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૦/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૩ કિં.રૂ.૪૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૭૦, કવાટરિયા નંગ- ૪૩૦, ફોર વ્હીલ-૧, મોબાઇલ ફોન-ર, ટુ-વહીલર-૦૧ તથા રોકડા રૂપિયા મળી કુલ્લે  કિં.રૂ.૫,૬૯,૪૪૩/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.         લક્ષ્મીપુરા પો.સ્ટે ગુ.ર.નં પાર્ટ એ ગુના રજી નં-૧૧૧૯૬૦૩૭૨૬૦૨૫૪/૨૦૨૬ BNS કલમ.૧૧૮(૨),૨૯૬, ૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશાલ પંચમ સાહની રહે,૫૦૨ દર્શનમ ટાવર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ક્રુણાલ ચાર રસ્તા પાસે વડોદરા શહેર મુળ રહે. ઉત્તરપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી સંદીપ સાહની તથા સોનુ ચમાર રહે, ખોડીયારનગર વડોદરા શહેર મુળ રહે, ઉ.પ્રદેશ નાઓએ તા.૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૦/૦૦ વાગેની આસપાસ મોજે –દર્શનમ ટાવર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ક્રુણાલ ચાર રસ્તા પાસે ફરિયાદીની રહેવાની સાઇડ ખાતે આવી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડની ધારદાર વસ્તુ માથામા તથા ડાબા કાન પાસે મારી દઈ માથામાં પાંચ ટાંકા તથા કાનની સાઇડમા ત્રણ ટાંકાની ઈજા કરી તથા મે.પો.ક.સા.શ્રી ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇશ્રી  એન.એચ.સોલંકી લક્ષ્મીપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         લક્ષ્મીપુરા પો.સ્ટે પાર્ટ એ ગુના રજી નં- ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૫૫/૨૦૨૬ BNS કલમ. ૧૧૭(૨),૨૯૬, ૩૫૧(૩), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સંદીપ ભાદય સાહની રહે,૨૩૫/૨૩૬ લક્ષ્મીનગર સોસા.વિશ્વકર્મા મંદિર સામે ખોડિયારનગર વડોદરા શહેર મુળ રહે. ઉત્તરપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી વિશાલ પંચમ સાહની રહે, રહે-૫૦૧ દર્શનમટાવર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ક્રુણાલ ચાર રસ્તા પાસે વડોદરા શહેર મુળ રહે, ઉ.પ્રદેશ નાઓએ તા.૧૬/૦૭/૨૦૨૬ ના રાતના ક.૧૦/૦૦ વાગેની આસપાસ મોજે–દર્શનમ ટાવર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ક્રુણાલ ચાર રસ્તા પાસે ફરિયાદીને ગંદી ગાળો બોલી જાનથી ધમકી આપી તેના હાથમા પહેરેલ કડુ હોઠ ઉપર અંદરના ભાગે ત્રણ ટાંકા તથા ચહેરા ઉપર મારી દઈ ઈજા કરી તથા મે.પો.ક.સા.શ્રી ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક. ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇશ્રી  એન.એચ.સોલંકી લક્ષ્મીપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.         જે પી રોડ પો.સ્ટે  “એ” પાર્ટ  ગુ ર નં.૫૧/૨૦૨૬  યુનીક નં  11196008260195/2026 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૧(૩),૩૫૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મિનલ વા/ઓ પ્રણવ પારેખ રહે. મ નં બી ૦૪ શીવાંગી સોસાયટી વાસણા જકાત નાકા પાસે વાસણા તાંદલજા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) જયદીપ રમેશભાઈ સોલંકી રહે. અશ્વમેઘ સોસાયટી  (ર) ગૌરી ચંદ્રસિંહ સોલંકી રહે. મ.નં બી ૦૫ શીવાંગી સોસાયટી વાસણા તાંદલજા રોડ વડોદરા શહેર   (૩)  રમેશ સોલંકી રહે. અશ્વમેઘ સોસાયટી (૪) કોકીલાબેન ચંદ્રસિંહ સોલંકી રહે. મ નં બી ૦૫ શીવાંગી સોસાયટી વાસણા તાંદલજા રોડ વડોદરા શહેર (૫) મહેશ ચંદ્રસિંહ સોલંકી રહે. મ નં બી ૦૫ શીવાંગી સોસાયટી વાસણા તાંદલજા રોડ નાઓએ તા.૧૯/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યાના અરસામાં મોજે. મ નં બી ૦૪ની સામેના ભાગે રોડ પર શીવાંગી સોસાયટી વાસણા જકાત નાકા પાસે વાસણા તાંદલજા રોડ ખાતે ફરીયાદીએ સ્કુટી હટાવી લેવા માટે કહેતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરીયાદીને ગંદી ગાળો આપી અને ફરીયાદી સાથે ઝપાઝપી કરવા લાગતા ફરીયાદીને તથા ફરીયાદીના નણંદ મીરા પારેખને ગાળો આપવા લાગતા તેઓને ફરીયાદી શાંતીથી વાત કરવા સમજાવી રહેલ હતા તે વખતે તેમ છતાં ખરાબ ગાળો બોલવા લાગેલ હતા બાદ ફરીયાદીએ ૧૧૨ જનરક્ષક હેલ્પલાઈનમાં ફોન કરવા લાગતા ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.દિનેશભાઈ ડાહ્યાભાઈ જે.પી.રોડ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.        જે.પી.રોડ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં.૫૨/૨૦૨૬ યુનીક નં.11196008260196/2026 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨) ૨૯૬(ખ) ૩૫૧(૩) ૩૫૨ ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગૌરી વા/ઓ જયકુમાર રાજપુત રહે. મ નં બી ૦૫ શીવાંગી સોસાયટી વાસણા જકાતનાકા વાસના તાંદલજા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)પ્રણવકુમાર પારેખ (ર)મીનલબેન પારેખ (૩)કાસ્મીરાબેન પારેખ (૪) મિરાબેન (પ) ક્રીષ્ના પારેખ તમામ રહે મ.નં.બી ૦૫ શીવાંગી સોસાયટી વાસણા જકાતનાકા વાણાના તાંદલજા રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૯/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યાના અરસામાં મોજે. મ નં બી ૦૪ની સામેના ભાગે રોડ પર શીવાંગી સોસાયટી વાસણા જકાત નાકા પાસે વાસણા તાંદલજા રોડ વડોદરા શહેર ખાતે આરોપીઓ ફરીયાદીના કાકાના દીકરા જયદીપ સોલંકીને ગાડી હટાવવા બાબતે કહી ગાળો આપવા લાગતા ફરીયાદીએ બહાર જઈ તપાસ કરતા ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરી ઝપાઝપી કરેલ બાદ પાછળથી બીજા આરોપીઓ આવી ફરીયાદી તથા જયદીપ સોલંકી સાથે ઝઘડો કરી ગાળો આપતા ફરીયાદીના ઘરમાંથી ફરીયાદીના સગાઓ આવેલ અને પાછળથી પ્રણવકુમાર પારેખનો દીકરો ક્રીષ્ના પારેખનાનો આવી ફરીયાદીના પરીવાર વાળાઓને ગંદી ગાળો આપી પ્રણવકુમાર પારેખ તથા મીનલ પારેખનાઓ ફરીયાદીને “ગાડીઓ વ્યવસ્થીત પાર્ક કરવાની નહી તો પતાવી દઈશુ” તેમ કહી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૦/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.દિનેશભાઈ ડાહ્યાભાઈ જે.પી.રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.        સયાજીગંજ પો.સ્ટે પાર્ટ એ-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૧૦/૨૦૨૬ બી.એન.એસ કલમ- ૩૫૧(૩),૩૫૨ તથા ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નાદીર ફલી કોન્ટ્રાક્ટર રહે.ગુલહાન હવેલી અરવિંદા ઘોષ મહારાજા સયજીરાવ યુનિવર્સિટી સયજીગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એસ ટી  ડેપો ની બાજુમા શક્તી ભજીયાની લારી ચલાવતો કાલુ નામનો ઈસમ અને તેની સાથે આવેલ અન્ય અજાણ્યા બે ઈસમો તે તા.૧૭/૦૭/૨૬ ના ક.૧૬/૩૦ વાગ્યે મોજે. ગુલહાન હવેલી અરવિંદા ઘોષ મહારાજા સયજીરાવ યુનિવર્સિટી સયજીગંજ ફરીયાદીની માલીકીના કમ્પાઉન્ડમા જઈ ખાણી પીણીની લારી બનાવવા બાબતે ફરીયાદીને જોરજોરથી ગંદી ગાળો બોલી તેમજ ફરિયાદીને જાનથી મારવાની ધમકી આપી તેમજ ફરિયાદીની ગાડી પર ખાલી બીયરનુ કેન ફેંકી ખડે ખડે ગોલીયા મારદુંગા બાહર નિકલેગા એસે હી એવુ ફરિયાદીને કહિ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.વાઇ.સંધિ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.         સયાજીગંજ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ),૩૫૧ (૨), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વનરાજ જસુભાઇ પરમાર રહે-પતરાની ચાલી રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં ૦૬ પાછળ અલકાપુરી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અંકુર (૨)રચીત (૩)વિક્રમ (૪)હર્ષ તથા(૫) દીપક તમામ રહે.વડીવાડી ગામ અલકાપુરી વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક-૨૨/૩૦ વાગ્યાના મોજે-મારૂતિ કુરીયર પાસે અલકાપુરી આરોપી નં (૧)નાએ ફરીનુ મો.સા ઉભુ રખાવી ગમે તેમ ગંદી ગાળો બોલવા લાગતા ફરીએ તેને ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ ફરી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ તેવામાં બીજા આરોપીનાઓ ત્યા આવી ગયેલ અને ફરિયાદી ગભરાઇ જઇ તેના ભાઇને ફોન કરતા તેઓ પણ તેના અન્ય મિત્રો સાથે ત્યા આવી જઇ ઝઘડામા વચ્ચે છોડાવવા પડતા ફરીને ડાબા હાથે લોખંડનો સળીયો મારી દિધેલ તથા આરોપી નં(૨) નાએ ફરીના મિત્ર ધવલને જમણા હાથના કાંડાના ભાગે લોખંડનો સળીયો મારી દિધેલ તથા ધ્રુવ બારોટને શરીરના પાછળના ભાગે નં.(૨)નાએ લોખંડનો સળીયો મારેલ તથા શીવમ તથા ધ્રુવ વસાવાને આરોપી નં.(૨)ના પપ્પા વિક્રમે શરીરના ભાગે ગડદાપાટુનો માર મારી ધમકી આપી મે.પો.કમિશનર સા.શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના ક.૦૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ટી.બી.કાતરીયા સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.        સયાજીગંજ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૨, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અંકુરભાઇ ધનાભાઇ તડવી રહે-૫૦૧,પાંચમો માળ, દર્પણ બીલ્ડીગ, અલકાપુરી  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)વનરાજ પરમાર તથા તેના મિત્રો (૨)ધવલ સોલંકી (૩)ધૃવ બારોટ તથા (૪)ધૃવ વસાવા (૫)શિવમ સોલંકી તમામ રહે.વડીવાડી ગામ અલકાપુરી નાઓએ તા.૨૦/૦૭/૨૦૨૬ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં મોજે- મારૂતિ કુરીયર પાસે અલકાપુરી ફરીયાદી નાઓને આરોપીઓ તુ ગાડી જોઇને ચલાવ તેમ કહી ગમેતેમ ગંદી ગાળો બોલવા લાગતા ફરીએ તેમને ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઈ ઝપાઝપી કરવા લાગેલ અને તેવામા અન્ય આરોપીઓ નાઓ પણ ત્યા આવી ગયેલ અને ફરી.સાથે ગાળાગાળી કરી છુટા હાથની મારામારી કરી ગડદાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના ક.૦૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ટી.બી.કાતરીયા સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૮.         વાડી પો.સ્ટે પાર્ટ -એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૨૪૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નિલેશ નરવતભાઇ ડીંડોર રહે.બ્લોક નં.૧૨ મ.નં.૨૯ મહાનગર વુડાના મકાન, ડભોઇ રોડ, વડોદરા શહેર મુળ રહે.દાહોદ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) શૈલેષ વાઘરી તથા તેનો બનેવી (૨) ક્રિષ્ના વાઘરી રહે.મહાનગર વુડાના મકાન, વડોદરા શહેર નાઓએ તા.૨૧/૦૭/૨૦૨૬ ના રાત્રીના આશરે ક.૦૧/૦૦ વાગ્યા આસપાસ મોજે.મેલડી માતાના મંદીર આગળ, મહાનગર વુડાના મકાન, ફરિયાદી નાઓ એકટીવા પર નાસ્તો લઈને ઘર તરફ જતા હોય ત્યારે આરોપી નં.(૧) નાએ ફરીને ઉભો રખાવી કહેલ કે “તું ક્યાં જાય છે અને તને કિધુ નથી કે તુ વુડા છોડી દે” તેમ કહી ગંદી ગાળો આપી બોલાચાલી કરી ફરી.ની ફેટ પકડી એક્ટીવા પરથી ઉતારી ગડદા પાટુનો માર મારેલ ત્યારે આરોપી નં.(૨) નાઓ કંઇક નાની લોખંડની તલવાર જેવું લઈને આવી ફરીને ડાબા હાથના કોણીના ભાગે ઇજા કરી જતા જતા ફરી.ને “હવે પછી જો વુડામાં દેખાઇશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના ક.૦૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. રાજેશકુમાર શાંતિલાલ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.

૩.     વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.         જે.પી.રોડ પો.સ્ટે  “એ” પાર્ટ ગુ.ર.નં.૫૩/૨૦૨૬ યુનીક નં. 11196008260197/2026 ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી મોનીકાબેન w/o નરેન્દ્રસિંહ વાસાડિયા રહે.એસ.એફ.૧૨, અમિત એપાર્ટમેન્ટ, પ્રિતવન સોસાયટી, ઓ.પી.રોડ, અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ઝાલરીયા પાર્થકુમાર ભરતભાઇ રહે.સ્કુલ નં.૦૩, સારા, સુરેન્દ્રનગર, નાઓએ તા.૧૪/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા અગ્યારેક વાગ્યે થી આજદિન સુધી મોજે:-એસ.એફ.૧૨, અમિત એપાર્ટમેન્ટ, પ્રિતવન સોસાયટી, ઓ.પી.રોડ, અકોટા ખાતે ફરીયાદિને ફોન કરી તેને તેના મિત્રો સાથે માઉન્ટ આબુ જવુ હોય ફરીયાદી તેની કાર ભાડેથી આરોપીને આપશે તો ફરીયાદીની ફોર વ્હીલર કાર સહી સલામત બે દીવસમા પરત આપશે તેવો વિશ્વાસ ભરોસો ફરીયાદીને ફોન પર અપાવી ફરીયાદીને એક ૧૦૦૦/- રૂપીયા ઓનલાઇન ટ્રાન્સફર કરી અને તેના પોતાનુ આઇ.ડી. પ્રુફ ફરીયાદીને વોટ્સએપથી મોકલી આપી ફરીયાદીને કાર તે બે દીવસમા પરત આપશે જ તેવો પુરેપુરો વિશ્વાસ અપાવતા ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ નાઓએ સાથે રહીને પાદરા જઈ આરોપીને ફરીયાદીની કીયા ફોર વ્હીલર ગાડી આપેલ હોય ત્યારબાદ બે દીવસમા ફરીયાદીની કાર પરત નહી આપી તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ફરીયાદીનો ફોન પણ નહી ઉપાડી ફરીયાદીની કારમા લાગેલ જી.પી.એસ. પણ બંધ આવે છે. ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ફરીયાદી સાથે રુ.૧૧,૦૦,૦૦૦/- કીમંતની કાર પરત નહી આપી છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એફ.આઈ.પરમાર જે.પી.રોડ પોસ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 ૪.     ચોરીના કેસો

૧.     ગોરવા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નંબર -૧૧૧૯૬૦૦૭૨૬૦૩૩૮/૨૦૨૬ BNS ની કલમ 303(2)  મુજબના ગુનાના કામના ફરિયાદી દેવેંદ્રભાઈ નગીનભાઈ પટેલ રહે-પ/લક્ષ્મીવિલાસ સોસાયટી આઇ.ટી.આઇ સામે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૯/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૨૦ વાગે મોજે. ગોરવા શાકમાર્કેટ ગોરવા ફરીયાદીનાઓ પોતાનો આઇફોન ૧૬ મોબાઇલ ફોન લઇ શાકભાજીની ખરીદી કરવા માટે ગયેલ હતા તે દરમિયાન ગોરવા શાકમાર્કેટની મેઇન ગેટથી જતા ડાબી બાજુની છેલ્લેથી બીજી લાઇનમાં આવેલ દુકાનેથી તેમની પાસે રહેલ આઇફોન ૧૬ મોબાઇલ ફોન જેનો આઇ.એમ.ઇ.આઇ નં-૩૫૧૨૭૫૨૪૦૧૨૯૬૬૧ નો છે જે મો.ફોન કિ.રૂ ૬૦,૦૦૦/- તે કોઇ આજાણ્યો ચોર ઇસમ ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલ હોઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૦/૦૭/૨૦૨૬ ના ક-૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. મિનેશભાઈ અનોપસિંહ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     કારેલીબાગ પો.સ્‍ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૬૦૩૦૧/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ધ્રુવરાજ કમલેશભાઈ વ્યાસ રહે.મ.નં.૧૪, ચોહાણ સોસાયટી ગરનાળા પોલીસ ચોકી સામે ભુતડીઝાપા ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક-૧૭/૩૦ થી ક-૧૯/૧૫ વાગ્યા દરમ્યાન મોજે-અંબાલાલ ગરબા ગ્રાઉન્ડમા ક્રિકેટની પિચની પાછળ ફુટપાથ પાસે ફરીયાદીએ પોતાની જ્યુપિટર મોપેડ રજી.નં.GJ-06-MC-3983ની પાર્ક કરી, પોતાના બે મોબાઈલ  નં.(૧)એક રીયલમી કંપનીનો 5pro મોડલનો મોબાઈલ ફોન જેનો IMEIનં.(૧) ૮૬૦૩૮૭૦૪૬૫૨૮૫૫૦નો તથા IMEI.નં.(૨) ૮૬૦૩૮૭૦૪૬૫૨૮૫૪૩નો છે જેમા એરટેલ કંપનીનુ સીમ કાર્ડ હતુ જેનો મો.નં. ૯૭૧૨૭૭૯૧૦૪ નો હતો જેની આશરે કિં.રૂ.૧૩,૯૯૯/- તથા નં.(૨)એક મોટોરોલા કંપનીનો સિગ્નેચર મોડેલનો મોબાઈલ ફોન જેનો IMEI.નં.(૧) ૩૫૨૦૧૧૩૮૧૬૮૮૪૩૨નો તથા IMEI.નં.(૨)૩૫૨૦૧૧૩૮૧૬ ૮૮૪૪૦નો છે તે મોબાઈલમા કોઈ કંપનીનુ સીમ કાર્ડ ન હતુ જેની આશરે કિં.રૂ.૫૬,૪૯૯/- તે બન્ને મોબાઈલ ફોનની કુલ્લે કિં.રૂ.૭૦,૪૯૮/- તે કોઈ અજાણ્યો ચોર ઈસમ બન્ને મોબાઈલ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક-૧૫/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કિરણકુમાર લુંબાભાઈ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     સીટી પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં- ૧૧૧૬૯૬૦૦૬૨૬૦૧૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સુભાષભાઈ માંગેલાલભાઈ જૈન રહે.મકાન નં.૧૭ બી, આદેશ્વરનગર, મહાવીર ચાર રસ્તા, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યી સ્ત્રી ચોર ઈસમ તે તા.૧૮/૦૭/૨૦૨૬ના ક.૧૬/૧૫ વાગ્યાથી ક.૧૬/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. એમ.જી.રોડ ખાતે જૈન મંદિરની સામે આવેલ”રિધ્ધી જવેલર્સ” નામની દુકાનમાંથી દુકાનના કેશ કાઉન્ટર પાસે શો પીસમાં ચાંદીના દાગીના ભરી મુકેલ કાચની બરણીમાંથી ચાંદીના છડા તથા લક્કીના દાગીના મળી જેની કુલ્લે કિં.રૂ.1,50,000/- ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યો વિ.બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.કે.રાવળ સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     ગોરવા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૭૨૬૦ ૩૩૯/૨૦૨૬ BNS ની કલમ 303(2)  મુજબના ગુનાના કામના ફરિયાદી હંસાબેન કિશોરભાઇ શર્મા રહે-૨૦૩,તુલસી કોમ્પ્લેક્ષ સહયોગ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૦/૦૭/૨૦૨૬ના રોજ ૧૬/૧૦ થી તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક. ૧૬/૪૫ વાગ્યા સુધી કોઇપણ સમયે મોજે:-ગોરવા શાક માર્કેટ સામે રોડ ઉપર ફરીયાદી તથા તેમની બહેન ગીતાબેન નાઓ વડોદરા સેંટ્રલ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસીને ક.૧૬/૪૫ વાગે ગોરવા શાકમાર્કેટ ખાતે ઉતરી ગયેલ હતા તે વખતે ગોરવા શાક માર્કેટ રોડ ઉપર ફરીયાદીના થેલામાં મુકેલ નાનું પર્સ જેમાં ૨૦ ગ્રામ જેટલા વજનની સોનની ચેઈન જેની આશરે કિં.રૂ.૧,૦૦,૦૦૦/- જેટલી તે મુકેલ હતી તે પર્સ જોતા મળી આવેલ ન હતું જે ચોરી થયેલ છે જે આ બે અજાણી મહીલાઓએ ફરીયાદીના થેલામાં મુકેલ પર્સ જેમાં સોનાનું ચેઇન હતુ તે ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલ હોઇ જે ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.આર.મુજાવર ગોરવા વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માતના કેસો

૧.     અકોટા પોસ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૨૯૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૨૮૧, ૩૨૪(૫) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી યશ નરેન્દ્રકુમાર ભટ્ટ રહે.ઘર નં.૨૦૧ ત્રીજો માળ કોર્નર રેસિડેન્સી કેદાર ફ્લેટની પાછળ ઈલોરા પાર્ક ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોરચ્યુનર ફોર વ્હીલર ગાડી જેનો રજી.નં.GJ-06-FQ-3263 ના અજાણ્યા ચાલક મનોજભાઈ નાઓએ તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગ્યાના અરસામા મોજે.ડો.પ્રશાંત બુચની હોસ્પીટલની સામે જેતલપુર રોડ ફરીયાદી તેની ફોર વ્હિલર ગાડી જેનો રજી.નં. GJ-06-RA-8339ની લઈ ચકલી સર્કલ થી તેઓની ઓફીસ ખાતે જતો હતો તે વખતે આરોપી નાઓએ તેની ફોર વ્હીલર ગાડી ફુલ સ્પીડમા અને બેદરકારી પુર્વક ફરીયાદીની ફોર વ્હીલર ગાડીની આગળની ડાબી બાજુ બોનેટના ભાગે અથાડતા ફરી.ની ફોર વ્હીલર ગાડીને આશરે રૂ.૪,૦૦,૦૦૦/- જેટલુ નુક્શાન કરેલ છે વિ.બાબતે તા.૨૦/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હિતેન્દ્રસિંહ ઉદયસિંહ અકોટા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.