-: પ્રેસનોટ :-
(તા.૨૧/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૦/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૫૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૭૧ કિં.રૂ.૩૪,૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૧૫૬ તથા ઇ.કવાટરિયા નંગ-૫૧, ફોરવ્હીલર-૦૧, મોબાઇલ-૦૨ મળી કુલ કિ.રૂ.૧૨,૭૯,૬૪૮/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૩ સહિત કુલ-૫૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૬૭/૨૦૨૬ યુનીક નં 11196008260245/2026 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ વી એક્ટની કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અવનીબેન વા/ઓ દિપકભાઇ મગલલાલ ત્રીવેદી ઉ.વ.૫૧ ધંધો-ઘરકામ રહે મ.ન.એ/૨૦૧ અરણીયા સ્પ્રીંગ અંબે વિધાલયની બાજુમા સમા સાવલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ફોરવ્હીલર રજી નં GJ06RD4249 નો ચાલક જેના પુરા નામ સરનામાની ખબર નથી તે તા.૦૨/૦૮/૨૦૨૬ના કલાક ૨૦/૦૦ વાગ્યાના અરસામાં મોજે જુડીયોની સામે રોડ પર વાસણા ભાયલી રોડ વડોદરા શહેર ફરીયાદી તથા તેમના પતિ પોતાની ઇલેક્ટ્રીક ઇ સ્કુટર જેનો રજી નં-GJ06SM7402 લઈને જુડીયોના એક્ઝીટ ગેટની બહાર વાસણા-ભાયલી રોડ પર નીકળતા વાસણા ફાયર ચાર રસ્તા તરફથી એક ફોરવ્હિલર ચાલક તેની ફોરવ્હિલ ગાડી બેદરકારી પુર્વક અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના સ્કુટરને જમણી બાજુ પાછળના ભાગે અથાડી દેતા ફરીયાદી તથા ફરીયાદીના પતિ નીચે પાડી દઈ ફરી. કમરની ડાબા ભાગે સામન્ય ઇજા થયેલ અને ફરીયાદીના પતિને ડાબા પગના ઘુટણ ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા કરી સ્થળ પરથી ભાગી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૦/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI કનુભાઇ રૂમાલભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. નોકર ચોરીના કેસો
૧. અકોટા પો.સ્ટે. પાર્ટ ‘એ ’ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૩૪૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ- ૩૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી રેવન ગણપતરાવ ગુજર ઉ.વ.૪૨ ધંધો.નોકરી રહે. મ.નં-૩૧ હિલિક્સ લક્સુરીયા સૌજન્ય સોસાયટી સામે વડસર રોડ વડસર જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફૈઝલ સલીમ મન્સુરી રહે. આજવા રોડ, વડોદરા શહેર જાન્યુઆરી ૨૦૨૬ થી તા.૧૪/૦૮/૨૦૨૬ દરમ્યાન મોજે. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમીટેડ કંપની ૧૦૧ કે.પી પ્લેટીના બિલ્ડીંગ વાણીજય ભવન સામે રેસકોર્સ રોડ વડોદરા શહેર ખાતે ફરીયાદીશ્રી સ્ટોક ચેક કરતા એક ખોટી સોનાની ચેઇન જણાતા તેમજ ડીસ્પલેમા મુકેલ ૬.૨૦૦ ગ્રામની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની સોનાની ચેઇન ચોરીમા ગયેલ હોવાનુ જણાયેલ આ અંગે તપાસતા તા.૧૨/૦૮/૨૦૨૬ ના સાંજના સાડા સાતેક વાગ્યે શો રૂમમા કામ કરતો ફૈઝલ સલીમ મન્સુરી રહે.આજવારોડ, વડોદરા શહેર નાએ આ સોનાની ચેઇન ચોરી કરી તે ચેઇનની જગ્યાએ ખોટી સોનાની ચેઇન શો રૂમમા મુકેલ હોય જેથી તેણે જુન મહીનામા ચોરી કરેલ સોનાની ચેઇન તેમજ તા.૧૨/૦૮/૨૦૨૬ ના રોજ ચોરી કરેલ સોનાની ચેઇન ફરીયાદીશ્રીને પરત આપી દિધેલ અને જાન્યુઆરી મહીનામા શો રૂમમા ડીસ્પ્લેમા મુકવામા આવેલ સોનાની ચેઇન ૧૮.૪૫૦ ગ્રામની જેની કિ.રૂ. ૩,૨૧,૫૬૫/- ની ચોરીમા ગયેલ તથા ફેબ્રુઆરી ૨૦૨૬ નો સ્ટોક ચેક કરતા ડીસ્પ્લેમા મુકેલ સોનાની ૧૬.૪૬૫/-ગ્રામની ચેઇન જેની કિ.રૂ. ૨,૮૧,૭૧૯/- ગણી શકાય જે ચોરીમા ગયેલ હોય જે બન્ને ચેઇનની કુલ્લે કિ.રૂ. ૬,૦૩,૨૮૪/- ની મત્તાની સોનાની ચેઇનો ચોરીમા ગયેલ હોય શો રૂમના કર્મચારી ફૈઝલ સલીમભાઇ મન્સુરી નાઓએ એકલા હાથે અથવા શો રૂમમા કામ કરતા અન્ય કોઈ વ્યક્તિના સાથ-સહકારથી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૮/૨૦૨૬ ના કલાક ૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.કે.કરોતરા અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. અકોટા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૬૦૩૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સામ્યા વા/ઓ અમીન મુસ્તુફાભાઇ પટેલ ઉ.વ.૨૦ ધંધો.ઘરકામ રહે. મહમદ વાડી, બાલાપીર દરગાહ પાસે અકોટા ગામ, અકોટા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૦/૦૮/૨૦૨૬ ના કલાક ૯/૦૦ વાગ્યાની આસપાસ દરમ્યાન મોજે મહમદ વાડી, બાલાપીર દરગાહ પાસે અકોટા ગામ, અકોટા,વડોદરા શહેર આ કામના આરોપી (૧) મુસ્તુફાભાઇ ઈબ્રાહીમભાઇ પટેલ રહે. નવીનગરીની બાજુમાં, ઈન્ડીયન ગેસ ગોડાઉનની આગળ,રાઘવપુરા રોડ, ધનીયાવી વડોદરા નાઓ ફરીયાદીના ઘરે આવીને તેઓ સાથે ઝપાઝપી કરી તેઓને લાફો મારી નીચે પાડી દઇ ફરીયાદીના પતિનું ગળું પકડી નીચે પાડી દીધેલ તે વખતે આરોપી (૨) સાહીબભાઇ અહેમદભાઇ પટેલ નાઓએ ફરીયાદીને પેટના ભાગે લાત મારી ફરીયાદીના પતિનું ગળુ પકડી તેઓની સાથે મારામારી કરેલ તેમજ કાચના દરવાજે માથું પકડીને પછાડી ને ઇજા પહોચાડેલ તેમજ આરોપી (૩) અહેમદભાઇ ઇબ્રાહીમભાઇ પટેલ નાઓએ ફરીયાદી તેમજ તેમના પતિ નાઓને ગંદી ગાળો બોલેલ તથા આરોપી (૧) નાઓએ તે વખતે ફરીયાદી અને તેમના પતિને નીચે પાડી દઇ પીઠના ભાગે બટકું ભરેલ ત્યારે આરોપી (૪) આફીયા વા/ઓ સાહીબભાઇ પટેલ નાઓએ ફરીયાદી નાઓને લાતો મારી એકબીજાનાઓ સાથે મળીને ફરીયાદી તેમજ તેમના પતિ નાઓ સાથે મકાન તથા જમીનની આગળ વેચવા માટે કરેલ ઝઘડાની અદાવતને લઇ ફરીયાદી તેમજ તેઓના પતિ સાથે ગાળાગાળી કરીને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોચાડી ગુનો કર્યો વિ.બાબતે તા.૨૦/૦૮/૨૦૨૬ ના કલાક ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ગણેશજી વર્ધાજી અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના કેસો
૧. વારસીયા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૨૨૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી હર્ષ રાજેશભાઈ સોની ઉ.વ.૨૮ ધંધો-ફોટો-વિડીઓગ્રાફી હાલ રહે.બી/૪૦૨, શાંતીનીકેતન-૦૨ રાજહંસ સીનેમાની બાજુમા નીકોલ અમદાવાદ મુળ રહે.-મ.નં.૦૯, જલારામ પાર્ક સોસાયટી, વિજયનગરની પાછળ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક જાડો સરખો ઇસમ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે જેની ઉમર આશરે ૩૦ વર્ષનો જેને બદનમાં કાળા કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ તથા માથે કાળા કલરની ટોપી પહેરેલ હતું તે તા-૧૬/૦૮/૨૦૨૬ ના બપોરના આશરે પોણા ચારેક વાગ્યા આસપાસ મોજે. વિજયનગર નાકા પાસે આવેલ એસ.બી.આઈ. એ.ટી.એમ. ખાતે વારસીયા વડોદરા શહેર આ કામના ફરીયાદીના વિજયનગર નાકા પાસે આવેલ એસ.બી.આઈ. એ.ટી.એમ. ખાતે રૂ.૮૦૦૦/- ખાતમા જમા કરવા ગયેલ તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ જેના પુરા નામ સરનામાની ખબર નથી તેને ફરીયાદિને વિશ્વાસમા લઈ ફરીયાદી પાસે રૂ.૮૦૦૦/- રોકડ લઈ ફરીયાદીએ UPI ID નુ બારકોડ સ્કેનર આપતા આરોપીએ તેના મોબાઈલમાથી સ્કેન કરી રૂ.૮૦૦૦-નાખી ટ્રાંઝેક્શન સફળ થયાનો મેસેજ બતાવેલ પરંતુ ફરિયાદીના ખાતામા રૂપીયા ન આવેલ અને ફરિયાદીને વિશ્વાસમા લઈ ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાસધાત છેંતરપીડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૮/૨૦૨૬ ના કલાક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.લાલજીભાઈ વલ્લભભાઈ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૩૨૬૦૪૩૨/૨૦૨૬ BNS કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ ભાલીયા ઉ.વ.૩૯ ધંધો-નોકરી રહે-મ.નં.૧૬ નવીનગરી સયાજીપુરા ગામ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૬/૦૭/૨૬ ના કલાક-૧૫/૦૦ થી તા.૨૭/૦૭/૨૦૨૬ ના કલાક-૧૯/૩૦ વાગ્યા દરમ્યાન મ.નં.૧૬ ની સામે નવીનગરી સયાજીપુરા ગામ આજવા રોડ વડોદરા શહેર ખાતેથી મારી હીરો કંપનીની બ્લેક કલરની સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેનો રજી નં. GJ-06-SQ-8330 જેનો ચેસિસ નં . MBLHAW474TGA16940 તથા એંન્જીન નં HA11F6TGA 16738 સને-૨૦સ્ક ના મોડલની જેની આશરે કિં.રૂ.૫૦,૦૦૦/- ગણી શકાય જે મો.સા કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી વિ.બાબતે તા.૨૦/૦૮/૨૦૨૬ ના ૨૨/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.રમેશભાઇ જેમલભાઇ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.