-: પ્રેસનોટ :-
(તા.૨૧/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૯ કિ.રૂ.૩૮૦૦/- તથા ઇ.બોટલ-૧૩૧, બિયર, નંગ-૫૨,મો.ફોન-૦૪, વાહનો-૦૪ કિ.રૂ. ૨૫૭૧૪૬/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૬ સહિત- ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અક્સમાતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૫૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ડાહ્યાભાઈ ભુલાભાઈ સોલંકી રહે,મ.ન.૩૯ અંબાજીવાળુ ફળીયુ ગઢના મુવાડા ગામ તા-બાલાસીનોર જી-મહિસાગર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રિતેષકુમાર પ્રફુલચંદ્ર દોશી રહે,મ.ન.એ/૮૦ રોઝબેલ વાટીકા ૦૧ અટલાદરા વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૦૮/૨૦ વાગ્યાની આસપાસ મોજે-ને.હા.૪૮ અમદાવાદથી સુરત તરફ જતા જાંબુઆ સાંકળા બ્રિજ ઉતરતા રોડ પર ફરીયાદી પોતાની એમ.જી મોટર્સ કંપનીની એમ.જી વિન્સર ગાડી જેનો રજી નં. GJ-06-RD-3824 ની લઈને જતા હતા અને ગાડી ધીરે ધીરે ચાલતી હતી તે દરમ્યાન પાછળથી ચાલતી એક ટાટા કંપનીની ટ્રક જેનો રજી નં.GJ-38-T-9418 નો ચાલક નાઓ પોતાની ગાડી પુરઝડપે ગફલતભરી બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ની ગાડીના પાછળના ભાગે અથડાવી અકસ્માત કરતા ફરી.ની ગાડીને પાછળની ડેકી, કેમેરો, પાછળની એક લાઈટ, બમ્પર તથા નિચેનુ ફેન્ડર તથા જમણી બાજુની પેનલો ને નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કપુરાઈ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૫૪૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(બી) એમ.વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિપુલકુમાર લાલસિંહ રાજુપુત રહે.મ.નં.૫૨ જમના રેસીડેન્સી ભવન્સ પાર્ટી પ્લોટની બાજુમાં વાઘોડિયા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક ટેમ્પો ગાડી રજી. નં.GJ-06-AZ-1703 ના ચાલકે તા.૨૫/૦૮/૨૦૨૫ ના રાત્રીના ર૧/૩૦ વાગ્યાના અરસામા મોજે- રીલાયન્સ સ્માર્ટની ગલીથી બહાર આજવા-વાઘોડીયા રીંગ રોડ ૫ર ફરીયાદીનાઓ પોતાનુ મો.સા ઘરેથી લઈને વ્રુદાવન ચાર રસ્તા તરફ જતા સમયે આરોપીએ રોંગ સાઇડ પોતાનો ટેમ્પો પુરઝડપે, બેદરકારી તથા ગફલતભરી રીતે હંકારી લાવી ફરિની મો.સા.ને ટક્કર મારતા તેઓ નીચે પડી જતા ફરિને જમણા હાથના કાંડાના ઉપરના ભાગે ફેક્ચર કરી ઇજા પહોચાડી તેમજ મો.સા.ને નુકશાન કરી નાસી ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઇ ભુદરભાઇ બાપોદ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. જે.પી.રોડ પો.સ્ટે.
જે.પી.રોડ પોલીસ સ્ટેશન 'એ' પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૫૦૨૩૧ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬(૧), ૨૮૧,૧૨૫(એ), ૧૨૫ (બી) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના કામના ફરિયાદી ચીંતન દિનેશભાઈ રોહીત રહે,મ.ન.-સી-૫૦૮ બાજપાઇનગર-૦૧ સેવાસી ગામ તા. જી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી મુકેશભાઈ સોનારામ મેઘવાલ ઉ.વ.૧૯ રહે-બેસ એફ-૨૩ જય યોગેશ્વર. ટાઉનશીપ-૦૧ આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૦૦/00 વાગ્યાના મોજે-અક્ષર ચોકથી આગળ મારૂતી સુઝુકી કંપનીના શો-રૂમની સામે મુજમહુડા ફરીયાદી તથા તેમના મિત્ર નાઓ હીરો કંપનીની મેસ્ટ્રો મોપેડ જેનો રજી ન-GJ-14-AS-1723 ની લઇ જતા હતા તે વખતે અક્ષર ચોકથી આગળ મારૂતી સુઝુકી કંપનીના શો-રૂમની સામે મુંજમહુડા વડોદરા શહેર ખાતે પોતાની મોપેડ પુરઝડપે અને ગફલતભરી રીતે હકારી લાવતા મોપેડ ડીવાઇડર સાથે અથડાઇ જતા ફરીયાદી તથા તેનો મિત્ર નાઓ નીચે પડી ગયેલ જેમા ફરીયાદી તથા તેમના મિત્રને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટર શ્રી.એ ફરીયાદીના મિત્ર નામે મુકેશભાઈ સોનારામ મેઘવાલ નાઓને કલાક ૦૪/30 વાગ્યે મરણ જાહેર કરેલ હોય વિગેરે બાબતે તા.૨૧/૦૯/૨૦૨૫ ના ક-૧૦/૩૦ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.એ પટેલ જે.પી રોડ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૬૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નાગજીભાઇ ઉર્ફે નરેશ ખીમજીભાઇ સોલંકી રહે-ગામ.તોરી આંબેડકર આવાસના મકાનમાં તા.કુકાવાવ જી.અમરેલી નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો આઇસર ચાલક તે તા.૨૧/૦૯/૨૦૨૫ ના રોજ ક-૦૩/૩૦ વાગ્યાની આસપાસ મો.જે-ને.હા.૪૮ પર અમદાવાદથી સુરત તરફ જતા જામ્બુવા જી.ઇ.બી. કટની સામેની બાજુએ રોડ ઉપર સોનલ કૃપા કેબની માલીકીની મારૂતી સુઝુકી કંપનીની અરટીગા ફોરવ્હીલ ગાડી જેનો રજી.નં.GJ-03-CU-2405 ના ચાલક ઉમેશભાઇ લખુભાઇ ખાચર નાઓએ ડ્રાઇવરની અદલા બદલી કરવા સારુ ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી ગાડીમાંથી નીચે ઉતરેલ તે વખતે એક અજાણ્યા આઇસર ચાલકે તેનુ આઇસર પુરઝડપે,ગફલતભરી તેમજ બેદરકારી રીતે ચલાવી લાવી ઉમેશભાઇને પાછળથી એક્સિડન્ટ કરી ચહેરાના તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મૃત્યુ નીપજાવી ભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૯/૨૦૨૫ ના ક.૦૮/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એલ.એન.સાંસલા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ,૧૧૧૯૬૦૦૩૨૫૪૪૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪) મુજબ ના ગુનાના કામના ફરિયાદી અનીલ મહારૂ શિસોદે રહે.મ.ન.૦૨, કિશન ટેનામેન્ટ, શિવધામ ડુપ્લેશ, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી પ્રવિણસિંહ ધરમસિંહ પરમાર રહે.મ.નં.ડી/૩૦૪, વિરામ૦૨, માંજલપુર, વડોદરા શહેર મુળ રહે.વાડી વિસ્તાર, જાનડી ગામ, તા.માળીયા હાટી નાઓએ તા.૨૩/૦૯/૨૦૨૨થી આજદિન સુધી મોજે:ફર્સ્ટ ઓનર કાર ઓટો ડીલર બી/૬૨, વડસર બ્રીજ વિશ્વામિત્રી નદી પાસે માંજલપુર ખાતે ઓડી Q7 ફોર વ્હીલ કાર જેનો રજી નં.GJ-05-CM-5184 ની સફેદ કલરની કાર જેની કિ.રૂ.૯,૫૦,૦૦૦/- ની આરોપી પાસેથી વેચાણ રાખી, થોડા સમયબાદ ઉપરોક્ત નંબરવાળી કાર ફરીને વેચાણ કરવાની હોય, આરોપીએ તેમને વિશ્વાસ ભરોસો આપી, ફરીની ફોર વ્હીલ કાર લઇ આજદિન સુધી વેચાણ નહી કરાવી આપી, ફોર વ્હીલ કારની કિમતના ચેક આપી, આજદિન સુધી ફોર વ્હીલ કારની કિમંત તથા ફોર વ્હીલ કાર પરત નહી આપી, ફરીયાદી સાથે વિશ્વાસઘાત- છેતરપીંડી કરી ગુનો કર્યા વિગરે બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.એસ.બિહોલા માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે પાર્ટ એ -ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૪૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૮(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમદહુસેન મોહમદઅનીશ અગરબતીવાલા રહે.એ./૪, મહેંદીનગર બાવામાનપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી હનીફ અબુભાઇ મેમણ રહે-જી/૦૧ નબીલ ફલેટ ચંદ્રનગર સોસાયટી વાઘોડીયા રોડ વડોદરા શહેરનાઓ ગઇ તા.૧૨/૧૧/૨૦૨૪ ના ક.૧૧/૩૦ વાગ્યાના સુમારે દરમ્યાન મોજે. ફૈથ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પ્રાઈવેટ લીમીટેડ વાઘોડિયા રોડ ખાતે ફૈથ હોસ્પિટલમાં આવતા હોસ્પીટલમાં કન્સલ્ટી ફી માગતા “હમસે બી પૈસે લેંગે તુમ ? અબ મે દીખાતા હુ મે કોન હુ અબ તુમ કો દેને પડેગે’’ તેમ જણાવી પોતાની પાસેનો મોબાઇલ ફોન ચાલુ કરતા હતા ડો.માજ હાસમ નાઓએ સમજાવતા મોબાઇલ બંધ કરી દિધેલ અને બદનામ કરવા ધમકી આપી રૂપિયા-૫૦,૦૦૦/- ની માગણી કરતા પૈસા નહીં આપતા “મે તુમકો દેખ લુંગા”ની ધમકી આપી ગુનો કર્યા વિ બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫ ૦૫૪૬/ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૩૩૩, ૨૯૬(બી), ૩૫૧(૨), ૩૫૧(૩), ૩૨૪(૪), ૩૨૪(૬), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિપુલભાઇ હરીકૃષ્ણભાઇ પટેલ (બિલ્ડર્સ) રહે- નવાઘરા ફળીયું, જામ્બુવા ગામ, જામ્બુવા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)પાયલબેન ચિરાગભાઇ પટેલ રહે-બી-૪૦૪, નિલકંઠ ગ્રીન્સ, દિલ્હી પબ્લિક સ્કુલની બાજુમાં, કલાલી ગામ રોડ, વડોદરા શહેર.(૨) પાર્થવી વિપુલભાઇ પટેલ રહે-દેવાર્ષિ બંગલો, અમીન ખડકી, મકરપુરા ગામ, મહાદેવના મંદિરની સામે, વડોદરા શહેર(૩) ભગવતીબેન પ્રધ્યુમનભાઇ રાય (પટેલ) રહે-દેવાર્ષિ બંગલો, અમીન ખડકી, મકરપુરા ગામ, મહાદેવના મંદિરની સામે, વડોદરા શહેર (૪) તુપ્તેશ પુનમભાઇ દેસાઇ રહે-મકાન નં.૫, સંસ્કાર એઝોટીકા સોસાયટી, રાજપુત ભવનની સામે, જામ્બુવા રોડ, વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ બપોરના આશરે ક.૧૨/૩૫ વાગ્યાથી ક-૧૩/૧૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે-“સમૃધ્ધિ સ્કાય ઓનિકસ” ની ઓફિસ- સમૃધ્ધિ સ્કાય ઓનિકસ, બીજા માળે, કટારીયા રો-રૂમની સામે, મકરપુરા રોડ, વડોદરા શહેર ખાતે આરોપી નં-૧ નાઓ સીધા ફરીયાદીશ્રીની ઓફિસનો દરવાજો જોરથી ધક્કો મારી ખોલીને બિનઅધિકૃત ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ફરીયાદીશ્રી સામે રહેલ સોફા ઉપર બેસી જઈને ફરીયાદીશ્રીને જણાવેલ કે, મને અમારા નીકળતા ૨૫ કરોડ રૂપિયા હાલને હાલ હમણા જ આપો તેમ ઉશ્કેરાઇને જણાવેલ. જેથી ફરીયાદીશ્રીએ તેઓને જણાવેલ કે, તમારા કોઇ પણ પ્રકારના રૂપિયા હાલ અમારી પાસે તમોને દેવાના નીકળતા નથી તેમ કહેતા તેઓ ફરીથી ઉશ્કેરાઇ જઈ ગમે તેમ અપશબ્દો બોલી ફોન કરતા તમામ આરોપીનાઓ ભેગામળી એકબીજાની મદદગારી કરીને ફરીયાદીશ્રી સાથે તથા તેઓની ઓફિસમાં હાજર સ્ટાફ, ડ્રાઇવર સાથે ગંદી ગાળો આપી, બિભત્સ વર્તન કરી, બોલાચાલી ઝઘડો કરી, ફરિને ઇજા કરવાના ઇરાદે પ્રથમ સિરામિકનો પોર્ટ તથા ટેબલ ઉપર રહેલ પાણીનો ગ્લાસ ફેંકતા ફરિયાદી તાત્કાલિક ઘસી જતા વાગેલ નહી, ફરીયાદીશ્રીને તેમજ ફરીયાદીશ્રીના હાજર સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીશ્રીના નાના ભાઇ અમરીશભાઇ હરીકૃષ્ણભાઇ પટેલને આરોપી નં.(૨) ફોન કરી ગંદી ગાળો, ફરીયાદીશ્રીની ઓફિસમાં રહેલ કમ્પ્યુટરો તોડી આશરે રૂ.૬૦,૦૦૦/- તથા પાણીનો ગ્લાસ, સિરામિક પોર્ટ, ઓફિસમાં રહેલ અન્ય સાધન સામગ્રી મળી રૂ.૨૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૦,૦૦૦/- નું નુકશાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.પી ડાભી મકરપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. નાણા ધીરધારના કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૫૪૫ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૯૬(બી), ૩૫૧(૨) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ કલમ ૪૦, ૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી કેતનભાઇ અશોકભાઇ રાજપુત રહે-૪૦, શિલ્પ ટેનામેન્ટ, સયાજી નગરની સામે ખોડીયાર નગર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી પ્રેમચંદ અમૃતલાલ સરગરા(મારવાડી) રહે- મારવાડી મહોલ્લો, લુહારીયા ઝાંપા, મંગલેશ્વર મહાદેવ પાસે, ફતેપુરા વડોદરા શહેર નાઓએ તા.૩૦/૧૧/૨૦૨૩ થી આજદીન સુધી મોજે- રહે-૪૦, શિલ્પ ટેનામેન્ટ, સયાજી નગરની સામે ખોડીયારનગર આરોપી પ્રેમચંદ્ર અમ્રિતલાલ સરગરા(મારવાડી) રહે-મારવાડી મહોલ્લો, મંગલેશ્વર મહાદેવ પાસે, ફતેપુરા, વડોદરા શહેર નાઓએ ફરીયાદીને તા.૩૦/૧૧/૨૦૨૩ થી આજદીન સુધી ૨,૭૧,૦૦૦/- રૂા.૧૦% ના વ્યાજે આપેલ જેના વ્યાજ પેટે ગુગલ-પેથી રૂપીયા ૩,૭૧,૬૦૦/- તથા રોકડા રૂપીયા ૨,૧૧,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૫,૮૨,૬૦૦/- ફરીયાદીએ પરત આપેલ હોય અને હવે ફરીયાદીથી વ્યાજ કે મુડી પરત આપી શકાય તેમ ના હોય છતા આરોપી ફરીયાદી પાસે મુડી તથા વ્યાજના હજી કુલ રૂપીયા ૬,૧૨,૦૦૦/- આપવાના બાકી છે તેમ જણાવી અવાર-નવાર ફરીયાદીના ઘરે તથા ફરીયાદીની ઓફીસે જઈ ફરીયાદી પાસે વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતા હોય અને ગાળા-ગાળી કરી "મારી પોલીસમા તથા પ્રેસમા સારી એવી ઓળખાણો છે તારાથી કઈ નહી થાય એમ જણાવી ફરીયાદીના ટાટીયા ભગાવી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ચોરીના કેસો
૧. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે પાર્ટ‘’એ’’ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૩૭૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રીનાબેન વા/ઓ મેહુલભાઈ નવીનભાઈ પટેલ રહે.બી/૪૯ ગુણાતીતધામ સોસાયટી કીયા શો રૂમની પાછળ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૬/૦૯/૨૫ ના ક.૧૦/૩૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. બરોડા હાર્ટ ઈન્સટીટયુટ ચકલી સર્કલ ખાતે ફરીયાદી તથા તેઓના પતિ મેહુલભાઈ નાઓ સાથે બરોડા હાર્ટ ઈન્સટીટયુટ ખાતે તપાસ માટે ગયેલ હતા તે વખતે ઈકો તથા ઈ.સી.જી.કરાવી બહાર આવી ફરીયાદી તેના પતિ સાથે બહાર બાકડા ઉપર બેસેલ ત્યારે ગળા પર હાથ ફેરવતા ખ્યાલ આવેલ કે સોનાનુ ડોક્યુ જણાઈ આવેલ નહી જેની કિ.રૂ.આશરે રૂ.૧,૨૦,૦૦૦/- ની ચોરી થવા બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ હર્દિકભાઈ પરષોત્તમભાઈ અકોટા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેગંજ પો.સ્ટે.
ફતેહગંજ પો.સ્ટે.”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૪૩૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી ક્રુશલ હરેશભાઈ મારુ રહે, મ.નં.બી/૯૧, ભવાનીપુરા સોસાયટી,નિઝામપુરા છાણી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૯/૨૦૨૫ ના ક.૦૭/૪૫ વાગ્યા પહેલા કોઈ પણ સમયે મોજે – બી/૯૧, ભવાનીપુરા સોસાયટી,નિઝામપુરા છાણી રોડ ફરીયાદી તથા તેમના મિત્રો ફરીના ઘરે સુતા હતા અને મકાનનો દરવાજો ખુલ્લો રહી ગયેલ હોય ત્યારે કોઈ ચોર ઈસમ ફરીનો (૧)આઇ ફોન ૧૨ જેનો IMEI NO. 353057115916630 જેની કિ.રૂ.૧૫,૦૦૦/- તે તથા ફરી.ના મિત્ર અમીત નિલેશભાઈ ઘાડિયા નાઓનો (૨)વિવો કંપની નો V2437 મોડલ ફોન જેનો IMEI NO.1 866286074345297 અને IMEI NO.2.866286074345289 જેની કિ.રૂ.૧૪,૦૦૦/- તે (૩)આઇફોન ૧૩ મોડલનો ફોન જેનો IMEI NO. 356228329963133 જેની કિ.રૂ.૨૫,૦૦૦/- તે તથા ફરી.ના મિત્ર રાજભાઈ ગમારા નાઓનો (૪)OPPO કંપની નો A3 5G મોડલનો ફોન જેનો IMEI NO.868555073651 નો છે જેની કિ.રૂ.૨૫,૦૦૦/- તે તથા ફરીના મિત્ર રવી હીરપરા (૫)સેમસંગ ગેલેક્ષી S10 મોબાઈલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- તે તથા ફરીના મિત્ર વિજય કનુભાઈ માણેક જેઓનો (૬)સેમસંગ ગેલેક્ષી S25 ULTRA મોબાઈલ ફોન જેનો IMEI NO.356284536258254 નો છે જેની કિ.રૂ.૬૦,૦૦૦/- ફરી.ના મિત્ર ફેનીલ જયેશભાઈ મારુ નાઓનો (૭)આઈફોન 15 PRO મોડલ નો ફોન જેની કિમત આસરે ૪૦,૦૦૦/- તે તમામ મોબાઇલની કુલ કિ.રૂ.૧,૮૯,૦૦૦/- રૂપીયાનો મુદ્દામાલ કોઈ ચોર ઈસમ ફરીના મકાનમા ચોરી છુપીથી પ્રવેશી ચોરી કરી લઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૯/૨૦૨૫ ના ક.૧૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુરેશભાઇ વાલસિંહ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૪૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ગયાસૂદીન સ/ઓ આરીફખાન સાજીદખાન પઠાણ રહે-બ્લોક નં.17 મ નં 32 મહાનગર વૂડાના મકાન ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૫/૦૯/૨૦૨૫ ના સવારના ૧૧/૦૦ વાગ્યાથી રાત્રીના ૧૧/૪૫ વાગ્યાના સુમારે મોજે- પ્રતાપનગર ખાતે કોમ્યુનીટી હોલની સામે આવેલ ઇન્ફીનીટી આર્કેડ બહાર પર્કિંગમાથી ફરીયાદીની પાર્ક કરેલ હોન્ડા કંપનીની ડીઓ સ્કુટી જેનો રજી નં-GJ-06-FP-1873 નો છે. જેનો ચે.નં.ME4JF392BD8007522 એ.નં.JF39E80007556 નો છે. જે સ.ને.2013 ના મોડલની છે. જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે કે કોઇ સાધન વડે લોક ખોલી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.સ.ઈ પી.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮. ઘરફોડ ચોરીના કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૫૪૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ (ક),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગ રાજેશભાઇ પટેલ રહે.મ.ન ૪૧૨ સમુધ્ધી સફાલીયા મહાનગરની સામે સોમા તળાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૯/૨૦૨૫ ના ક.૦૦/૪૫ વાગ્યા થી ૦૬/૦૦ વાગ્યા દરમિયાન મોજે- બાપોદ ખાતે મહેતા પેટ્રો કેર(ભારત પેટ્રોલપંપ) આજવા-વાઘોડીયા રીંગ રોડ ફરીયાદી નાઓના નોકરી સ્થળના પેટ્રોલપંપની ઓફીસ ના દરવાજાનો નકુચો ખોલી ઓફીસમાં પ્રવેશી પેટ્રોલપંપના એકાઉન્ટરૂમમા લાકડાના ટેબલ અંદર મુકેલ લોખંડની તીજોરીમા રોકડ રુપિયા આશરે ૪,૦૦,૬૩૦/- ની મતાની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય વિ.બાબતે તા.૨૧/૦૯/૨૦૨૫ ના ક.૧૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ શ્રી એમ.કે.ગુર્જર બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.