-: પ્રેસનોટ :-
(તા.૨૧/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૦/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૪ કિ.રૂ.૬૯૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૧ મળી કુલ કિ.રૂ. ૬૯૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૩૨ સહીત કુલ-૩૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. છેતરપીંડીના કેસો
૧. ડીસીબી પો.સ્ટે.
ડીસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૦૨૫૦૦૧૩/૨૦૨૫ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નરેન્દ્ર કાંતિલાલ શાહ રહે.બી/૭૦૧, વીસીતા રેસીડન્સી, આઝાદ રોડ, ગુંડીવેલી, બી.એમ.સી ઓફીસ કે વોર્ડ પાસે, અંધેરી (ઇસ્ટ) મુંબઇ (મહારાષ્ટ્ર) મુળ રહે.પ્લોટ નં.૪૧૦, શ્રધ્ધા કો-ઓપ હાઉસીંગ સોસાયટી.લી.બીજો માળ, ફ્લેટ નં.બી/૨૦૧ વાપી (ગુજરાત) નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ(૧) નયનાબેન મહીડા (૨) આકાશ મહીડા ઓફીસ- સહયોગ ફાયનાંસીયલ સર્વીસ સીગ્નેટ હબ, અક્ષરચોક, વડોદરા શહેર નાઓએ નવેમ્બર ૨૦૨૧ થી આજદીન સુધી મોજે સહયોગ ફાયનાંસીયલ સર્વીસ સીગ્નેટ હબ, અક્ષરચોક ખાતે આરોપી નાઓને ફરીયાદી રાધીકા ઇન્ટરમીડીયેસ્ટ નામની કંપની વાપી જી.આઇ.ડી.સી. વલસાડ ખાતે કંપનીમા સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજન ના પ્લાન્ટ ઉભા કરવા માટે લોન લેવા માટેની વાતચીત માટે આરોપી નયનાબેન મહીડા નાઓ લોન એજન્ટ તરીકેનુ કામ કરતા હોય અને સહયોગ ફાઇનાન્સીયલ સર્વીસ નામની પેઢીથી જેટલા રૂપીયાની લોન જરૂર હશે એટલા તેમને મળી જશે તેવો વિશ્વાસ ભરોસો અપાવેલ તથા તે વખતે ફરીયાદીએ નયનાબેન તેમના દીકરા આકાશ મહીડા નાઓને ફરીયાદીએ ૩૦૦ કરોડ જેટલા રુપીયાની બીઝનેશ લોનની જરૂરીયાત છે તેવી વાત કરતા આરોપી નાઓએ ફરીયાદીને “તમારા મિત્ર શુક્લાજીનુ લોનનુ કામ પણ અમારી પાસે જ ચાલુ છે. અને જો તમારે ૩૦૦ કરોડની લોન કરાવવી હશે તો અમે તમને ૦૪ ટકા વ્યાજના દરથી લોન મંજુર કરાવી આપીશુ તથા અમોને લોન એજન્ટ તરીકેનુ રુ.૩૦,૦૦,૦૦૦/- કમિશન આપવુ પડશે. તેવી હકીકતં જણાવી નયનાબેન મહીડા નાઓએ ફરીયાદી સાથે ટેલીફોનીક સંપર્કમા રહી અલગ અલગ તારીખમા ફરીયાદી પાસેથી તેમની સહયોગ ફાઇનાન્સીયલ પેઢીના એકાઉન્ટમા તથા તેમના દીકરા આકાશ મહીડાના બેંક એકાઉન્ટમા કુલ- રુપીયા ૨૫,૦૦,૦૦૦/- મેળવી લઈ કમિશન પેટેના રૂા.૫,૦૦,૦૦૦/- લોન મંજુર થાય પછી આપજો તેમ જણાવી ફરીયાદીની લોન ચોક્કસપણે થઈ જ જશે તેવો પાકો વિશ્વાસ ભરોસો અપાવી ફરીયાદીની લોન મંજુર નહી કરાવી આપી ફરીયાદીએ આરોપીનાઓ પર વિશ્વાસ ભરોસો રાખેલ હતો તેનો વિશ્વાસઘાત કરેલ અને ફરીયાદીએ આપેલા રૂપીયાની અવારનવાર માંગણી કરતા ફરીયાદીએ તેઓને તેઓના લોન એજન્ટ તરીકેના કમિશનના જે રૂા.૨૫,૦૦,૦૦૦/-આપેલા હતા તેમાથી રૂા.૨,૫૦,૦૦૦/- જ પરત આપી બાકીના રુપીયા પરત લેવા માટે અવારનવાર તેઓને ફોન કરતા યોગ્ય જવાબ નહી આપેલ અને બાદમા ફરીયાદીનો ફોન પણ ઉપાડવાનુ બંધ કરી ફરીયાદીના તેઓની પાસે તેઓને લોન એજન્ટના કમિશન તરીકેના આપેલા રૂા.૨૨,૫૦,૦૦૦/- આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૨/૨૦૨૫ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.ડી.રાઠોડ , ડી.સી.બી.પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૮૨૭/૨૫ ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- કલમ-૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) મુજબ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત કિરણભાઇ હરાજભાઇ અ.હે.કો બ.નં-૧૭૦૩ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ ૧) નીલ વિનલકુમાર મજમુદાર રહે: મકાન નં.૧૦, વિવેકાનંદ સોસાયટી, ઓ.એન.જી.સી. કોલોની સામે, પ્રતાપનગર મકરપુરા રોડ, વડોદરા (૨) અફ્ફાન ઉસ્માનભાઇ કાની હાલ રહે-સી-૮૮/૩, મદીના પાર્ક, ભરૂચના (૩) હેરીભાઇ (૪) આકાશ ચંન્દ્રકાત પટેલ રહે- એફ/૨૨, રેવાપાર્ક સોસાયટી, શાંતિકુંજ સોસા-૨ ની સામે, માંજલપુર વડોદરા શહેર નાઓએ ગઇ તા.૨૫/૧૨/૨૦૨૪ થી તા.૧૭/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન મોજે-મકરપુરા આરોપી નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી પોતાનો આર્થિક ફાયદો મેળવવાનો સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા માટે, ગઇ એક સંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઇમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવેલ અને આર્થિક ફાયદો મેળવેલ હોવાનું તેમજ તપાસ દરમ્યાન જણાય આવેલ તે ખાતાધારક આરોપી નં.(૪) ના નામથી બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી, તેના વિરુદ્ધમાં SAMANVAYA PORTAL ઉપર રજીસ્ટર કમ્પલેઇન નં.33112250174402 થી RATH Police Station, District- HAMIRPUR State-UTTAR PRADESH ખાતે અલગ અલગ બેન્ક એકાઉન્ટથી (૧) Transaction ID/UTR Number-: 054407448068 Transaction Amount:35500 તથા (૨) Transaction ID/UTR Number -: 213949078057 Transaction Amount-: 2000 ની તપાસ કરતાં રૂ.૩૭,૫૦૦/- તથા ATM કાર્ડ મારફતે કુલ રૂ.૭૦૦૦/-મળી કુલ્લે રૂ.૪૪,૫૦૦ ની ઓનલાઇન છેતરપીડી કરી, બેન્ક એકાઉન્ટમાથી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી, આરોપી હેરીભાઇના જણાવ્યા મુજબ આરોપી નીલ વિનલકુમાર મજમુદાર નાઓ રૂપીયા ટ્રાન્સફર કરી કમીશન મેળવી સંગઠીત ગુનાહીત કાવતરા રચી ગુનો કર્યા વિગેરે બાબતે તા- ૨૦/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી એ.એમ.ગોહિલ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૭૨૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૩૧૪,૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશાલ સિહાસન ચોરસીયા રહે, ગણેશનગર ૦૨ સિંગ હાર્ડવેરની બાજુમા ડભોઈ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પંકજ વણઝારા (૨) રોહિત વણઝારા (૩) વિજય વણઝારા તમામ રહે. સોમા તળાવ ગેસ ગોડાઉનની પાછળ વડોદરા શહેર નાઓએ તા.૨૦/૧૨/૨૦૨૫ ના ક.૧૧/૪૫ વાગ્યાની આસપાસ મોજે-સોમા તળાવ ગેસ ગોડાઉનની પાછળ વાહેગુરૂ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન બહાર ફરિયાદી પોતાની મો.સા લઈને દુધના પૈસા લેવા માટે જતા હતા તે દરમ્યાન ત્રણ ઇસમો રસ્તા વચ્ચે ઉભા હોય જેથી ફરીશ્રી હોર્ન મારતા ત્રણેય ઇસમો એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીને ગંદી ગાળો બોલી બોલાચાલી ઝઘડો કરી માથાના ભાગે સામાન્ય ઇજા પહોચાડી ઝપાઝપી દરમ્યાન ફરીએ ગળામાં પહેરેલ સોનાની ચેન ક્યાંક પડી ગયેલ હોય જેનો બદદ્દાનતથી દુર્વિનિયોગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૨/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.કે.પરમાર કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મોબાઇલ ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૮૩૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિનેશભાઇ અભિસીંગ વણજારા રહે.૧૦૭ વિશ્વકુંજ સોસાયટી હાઉસિંગ બોર્ડ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૧/૧૨/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગ્યાથી તા.૧૨/૧૨/૨૦૨૫ ના ક.૦૮/૦૦ વાગ્યા સુધીમા મોજે. એફ.૩૭ નુતનભારત સોસા. વડિવાડી અલ્કાપુરી ખાતે ફરીયાદીશ્રીનો VIVO કંપનીનો V 27 5G મોડેલનો જેનો IMEI NO (1)864288065124493 (2)864288065124485 બ્લેક કલરનો જેમા ૬૩૫૪૮ ૩૪૦૫૮ એરટેલનુ સીમ કાર્ડ હતુ જેની કિ.રુ.૩૨,૦૦૦/- તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૧૨/૨૦૨૫ ના રોજ ક. ૧૫/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મુકેશભાઇ નારાયણભાઇ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૯ ૦૩૬૨૫૦૪૮૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪(૪) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કિંજલ S/O નરેશભાઇ શાહ હાલ રહે.મ.નં.ઇ 5 લક્ષ્મી એપાર્ટમેંટ જયરત્ન બિલ્ડીગ પાસે સિધનાથ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ઇક્કો ગાડી નં.GJ-06-PJ-5144 ના ચાલકે તા-૨૦/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૫૦ વાગ્યે મોજે:- વી આઇ પી રોડ અમિતનગર બ્રીજ ઉપર તહોમતદાર નાઓએ પોતાની ઇક્કો ગાડી પુરઝડપથી ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની મારૂતિ સ્વીફટ ડીઝાયર ટુર ફોર વ્હિલર ગાડી જેનો રજી નં. જીજે06બીએક્સ3196 પાછળના ભાગનો બોનેટ જમણી બાજુની બ્રેક લાઇટ ડાબી બાજુનુ બોનેટને આશરે ૨૫૦૦૦ રૂ એક્સિડંટ કરી નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૦/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હેમલદાન હર્ષદદાન હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૭૨૬/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઉષાબેન વા/ઓ ઘનશ્યામભાઇ પરસોત્તમદાસ પંચાલ રહે, મ.નં.૧૦૬ સાંઇનાથ કોમ્પલેક્ષ ,તરસાલી તળાવની સામે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૯/૧૨/૨૦૨૫ ના સાંજના સાડા છ વાગ્યાના સુમારે મોજે- ને.હા-૪૮ ઉપર સુરત થી અમદાવાદ તરફ જતા સતલુજ પંજાબી ધાબાની સામે ફરીયાદીનો પતિ ઘનશ્યામભાઇ પરસોત્તમ દાસ પંચાલ નાઓ ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન પુરઝડપે, બેદરકારી રીતે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના પતિની સાથે અકસ્માત કરતા ફરીયાદીના પતિને માથાના ભાગે ગંભીર તથા મોઢાના ભાગે તેમજ શરીરે નાની મોટી ઇજા પહોચાડી નાશી જતા ફરીયાદીના પતિને સારવાર માટે ૧૦૮ મારફતે પ્રથમ મકરપુરા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સત્યમ હોસ્પિટલ છાણી, વડોદરા ખાતે સારવાર દાખલ કરેલ જે તા.૨૦/૧૨/૨૦૨૫ ના ક.૦૬/૦૯ વાગ્યે સત્યમ હોસ્પિટલના ફરજ પરના ર્ડા.શ્રીએ મરણ જાહેર કરેલ વિ.બાબતે તા.૨૦/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.