-: પ્રેસનોટ :-
(તા.૨૨/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૧/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૫૪ તથા વોશ લી-૮૦૦ કિ.રૂ.૨૬,૮૦૦/-, તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૩૯,બિયર નંગ-૧૦,૦૮૭, તથા કવાટરીયા નંગ- ૪૦ મળી કુલ કિ.રૂ. ૨૨,૦૮,૦૩૯/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૭ સહીત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. છેતરપીંડીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૫૭/૨૦૨૬ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી નિકેશ મહેશભાઈ મહેતા રહે-મ.નં.૨૦૧ બાલાજી ફ્લેટ ગાયત્રી મંદીર સુવર્ણલક્ષ્મી એપાર્ટમેંટ પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મૃણાલીબેન શાહ જે ગીરીરાજ ડેવલપર્સના ભાગીદાર રહે-એ/૧૩ આધાર સોસાયટી વાઘોડીયા રોડ વડોદરા તથા તપાસમાં નિકળી આવે તે વિગેરે નાઓએ ઓકટોબર-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૨ દરમ્યાનમાં મોજે.ફ્લેટ નં.સી/૪૦૨ પલાશ હાઈટ્સ તરસાલી બાયપાસ વડોદરા ખાતે ફરી.ના ડોક્યુમેંટનો દુરૂપયોગ કરી પોતાના આર્થીક ફાયદા સારૂ તરસાલી પલાશ હાઈટ્સ ફ્લેટ નં.સી/૪૦૨ વાળી મિલ્કત પર લોન લેવા બાનાખત તથા લોન એગ્રીમેંટો તથા અન્ય કાગળો પર ફરીશ્રી જેવી સહિઓ કરે તેવી જ ખોટી સહીઓ કરી કરાવી ફરીને વિશ્વાસમાં લઈ ફરીના ડોક્યુમેંટનો દુરૂપયોગ કરી ફરીના નામે રૂ.૨૧ લાખ હોમલોન કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ફરી.ની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબતે તા.૨૦/૦૧/૨૦૨૬ ના ક.૧૮/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જે.પી.રોડ પો.સ્ટે.
જે.પી.રોડ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૫૦૦૨૧/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯, ૨૦૪, ૨૦૫ તથા જી.પી.એક્ટ ૧૪૯(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી શબ્બીરહુશેન સ-ઓ ઇકબાલભાઇ ઇદુભાઇ તયડીવાલા રહે, મકાન નંબર ૧૭૧, સાહેબ કોટવાલનો ખાંચો, મદનઝાપા રોડ, ન્યાય મંદીર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મુબીન સોદાગર નાઓએ સને ૨૦૨૧ થી તા-૨૦/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન મોજે-મોજે-યોગીકુટીર સોસાયટી તાંદલજા ખાતે ફરીયાદી તેમની પત્નીની સારવાર માટે મોલાના સરફરાજ નાઓના ઘરે જતો હોય તે વખતે સમીર પઠાણ નામનો માણસ ફરીયાદીને ગુજરાત પોલીસના પોલીસ સબ ઇન્સપેક્ટરના ડ્ર્રેસમા મળેલ હોય અને તેને પોતે એસ.આઇ.ટી. ગાંધીનગરમા ફરજ બજાવે છે તેમ જણાવી ફરીયાદીનુ કસ્ટમ વિભાગમા જમા થયેલ સોનુ કાયદેસર રીતથી છોડાવી આપશે તેવો વિશ્વાસ ભરોસો કેળવી ફરીયાદી પાસેથી રોકડા રૂ.૧૪,૦૦,૦૦૦/- લીધેલ હોય ત્યારબાદ ફરીયાદીએ તેનો સંપર્ક કરવા પ્રયત્ન કરતા તેનો સંપર્ક થયેલ ના હોય અને ગઈ તા-૨૦/૦૧/૨૦૨૬ ના રોજ ફરીયાદીને જાણવા મળેલ કે, ફરીયાદીને સમીર પઠાણ નામનો માણસ યોગી કુટીર સોસાયટી તાંદલજા ખાતે ગુજરાત પોલીસના પોલીસ સબ ઇન્સપેકટર ના ડ્રેસમા મળેલ હતો તે માણસે એસ.આઇ.ટી. ગાંધીનગરમા પોતે ફરજ બજાવે છે. અને ફરીયાદીનુ સોનુ કસ્ટમ વિભાગમા જમા છે તે સોનુ કાયદાકીય રીતે છોડાવી આપશે તેવી વાત કરી ફરીયાદીનુ સોનુ છોડાવી આપવા બાબતે ફરીયાદીનો વિશ્વાસ ભરોસો કેળવી ફરીયાદી પાસેથી રુપીયા ૧૪,૦૦,૦૦૦/- લીધેલા હતા તે માણસનુ હકીકતનુ નામ મુબીન સોદાગર છે. અને તે નકલી પી.એસ.આઇ. તરીકે પકડાયેલ હોય જેથી ફરીયાદી પાસેથી રુપીયા ૧૪,૦૦,૦૦૦/- લેનાર માણસ મુબીન સોદાગર નકલી પી.એસ.આઇ. સમીર પઠાણ તરીકેની ફરીયાદીને ઓળખ આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/ ૦૧ /૨૦૨૬ ના ક.૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એફ.આઇ.પરમાર જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અ૫હરણના કેસો
૧. સમા પો.સ્ટે.
સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૧૬/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પલક ડો/ઓફ ગજુગીરી ગોસ્વામી રહે. મ.નં.જી/૪૦૨, લીલેરીયા એપાર્ટમેન્ટ, સમા સાવલી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૧/૨૦૨૬ રોજ રાત્રીના ક.૦૦/૦૦ વાગ્યા થી ક.૦૧/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- મ.નં.જી/૪૦૨, લીલેરીયા એપાર્ટમેન્ટ, સમા સાવલી રોડ ખાતે ફરીયાદીના ભાઈ રૂદ્રગીરી કોઈને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ હોય અથવા કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૧/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.કે.ચૌધરી સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.