-: પ્રેસનોટ :-
(તા.૨૨/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૨૧/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૦૩ કિ.રૂ.૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના ઇ.કવાટરીયા નંગ-૮૭ તથા બિયર નંગ-૦૭ મળી કુલ્લે રૂ.૨૦૧૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૯ સહીત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો:-
૧. હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલક-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ક્રુણાલ પ્રવિણભાઇ રાણા રહે. છાણી ગામ રાણાવાસ વચલી લાઇન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા આઇસરના ચાલક તા.૨૧/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગે મોજે.ને હા નં 48 ગોલ્ડન બ્રીજ ચડતા પહેલા સુરતથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર તેની આઇસર એકદમ પૂરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની થ્રી વ્હિલર ટેમ્પો નં જીજે 06 બીડબલ્યુ 3556ને ટક્કર મારી એક્સિડંટ કરી ફરીયાદીશ્રીંને માથાના પાછળના ભાગે તથા જમણા હાથની આંગળીઓ ઉપર તથા ફરીયાદીશ્રીની માતાને બન્ન્ને પગે તેમજ કમરના ભાગે તથા ડાબી આંખ ઉપર ગંભીર ઇજા પહોચાડી ફેક્ચર કરી નાસી જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૧/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. વિજેશભાઇ કુરીચંદ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો:-
૧. જવાહરનગર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૦૭૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) મુજબ ગુનાના કામના ફરિયાદી જયંતિલાલ છગનલાલ શાહ રહે.-બી/૧૫, ચાણક્યપુરી સોસાયટી, ન્યુ સમા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૧૮/૦૩/૨૦૨૬ ના સાંજના ક-૧૮/૦૦ વાગ્યાથી ગઇ તા.૧૯/૦૩/૨૦૨૬ ના સવાર ક.૧૦/૩૦ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે મોજે. પ્લોટ નં.કે-૦૧/૨૫/૧,૨, રણોલી જી.આઇ.ડી.સી, ખાતેથી ફરીયાદીની પારસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ગેટ પાસે આવેલ પતરાના ખુલ્લા શેડ નીચેથી એલ્યુમિનીયમ ફોઇલના અલગ-અલગ વજન અને સાઇઝના વીસથી એકવીસ રોલ જે આશરે ૨૦૦ કિ.ગ્રા. જેની એક કિ.ગ્રા.ની કિ.રૂ.૫૦૦/- લેખે ગણતા કુલ્લે કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ની મતાનો મુદ્દામાલ સામાન ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મનોજભાઇ ટીસાભાઇ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી સીમા તે આશીષ રમણભાઇ અમિન રહે,બી/૨૨ લક્ષ્મીકુંજ સોસાયટી, અયપ્પા મંદીરની પાછળ ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૩/૨૦૨૬ ના પહેલાના કોઇ પણ સમયે મોજે:- બી/૨૨, લક્ષ્મીકુંજ સોસાયટી, અયપ્પા મંદીરની પાછળ, ન્યુ સમા રોડ ફરીયાદીના મકાનની તીજોરીમાંથી (૧) એક સોનાની ચેઇન (૨) બે સોનાની વીંટી (૩) રોક્ડા રૂપીયા તથા (૪) એક ચાંદીનો બાર (૫) એક ચાંદીનો બાર (૬) ચાંદીના નાના સિક્કા પણ મળી આવેલ નહી. જે મળી કુલ્લે રૂપીયા રૂ.૧,૯૫,૦૦૦/-ની મત્તાની કોઇ ઇસમે ચોરી લઇ ગયા વિગેરે બાબતે તા.૨૨/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇશ્રી એ.આર.માડમ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.