Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૨/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૧/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૧૦૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૩૮૫ કિં.રૂ.૭૭,૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ-૪૦ તથા ઇ.કવાટરીયા નંગ-૨૧૧, બિયર નંગ-૦૨ મળી કુલ કિં.રૂ.૧,૫૭,૪૦૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૨૩ સહીત કુલ-૬૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.      અ૫હરણના કેસો:-

૧.         જવાહરનગર પોલીસ સ્‍ટેશન ખાતે પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૧૩૪/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૪/૨૦૨૬ ના આશરે ક-૧૧/૦૦ વાગ્યાના સુમારે વાગે ફરીયાદી નાઓની સગીરવયની દિકરી ઉ.વ.૧૫ વર્ષ, ૦૭ મહીના, ૦૩ દિવસ ( જન્મ તા.૧૫/૦૯/૨૦૧૦) નાની દુકાને સમોસા લેવા જાઉ છું તેમ કહી ક્યાંક જતી રહેલ અગર તો કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૧/૦૪/૨૦૨૬ ના ક-૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.પી.ખુમાણ, જવાહરનગર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      ચોરીના કેસો:-

૧.     જવાહરનગર પો.સ્‍ટે પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૧૩૫/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨), ૩૨૯(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શંભુનાથ પ્રેમનાથ કર્માકર હાલ રહે-મ.નં.બી/૪૦૨, રાધે લાઈફ સ્ટાઈલ સોસાયટી, કોયલી ગામ, તા.જી.વડોદરા મુળ રહે-પશ્વિમ બંગાળ નાઓની ફરિયાદ મુજબ તા-૦૩/૦૧/૨૦૨૬ ના ક-૨૦/૦૦ વાગ્યાથી તા-૦૪/૦૧/૨૦૨૬ ના ક.૦૮/૧૦ વાગ્યાના અરસામા મોજે- પેરામાઉન્ટ કંપનીના ખુલ્લા કમ્પાઉંડમા, કોયલી ગામ ખાતેથી ડ્રમ નં(૧) ૩cx_95.00_1100v_a2xfy(p)_fr-lsh HSN/AC code-85446090 જેની Quantity 0.267 તથા ડ્રમ નં (૨) ૩cx_95.00_1100v_2xfy(p)_fr-lsh HSN/AC code-85446090 જેની Quantity 1.005 ના છે તે બન્ને કોપર ડ્રમમાથી કેબલ વાયરને  વચ્ચે વચ્ચેથી કોઈ સાધન વડે કાપી આશરે રૂ.૧,૪૦,૦૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૧/૦૪/૨૦૨૬ ના ક-૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.એસ.પઠાણ જવાહરનગર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      વાહન અકસ્માત/ ફેટલના કેસો:-

૧.     કપુરાઇ પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જશોદાબેન વા/ઓ પ્રજેશભાઇ પ્રકાશભાઇ કદમ હાલ રહે-મ.નં.૧૮૯ શ્રમજીવી સોસાયટી ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ઓટો રીક્ષા નં.GJ-06-AV-5001 નો ચાલક તે તા.૦૬/૦૪/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ મોજે- કપુરાઇ ચોકડીથી સોમાતળાવ ચાર રસ્તા તરફ જતાં નાથદ્વાર ટાઉનશીપના ગેટની સામે રોડ પર ઘરેથી નિકળી ચાલતાં-ચાલતાં રોડ ક્રોસ કરી સહજાનંદ બંગ્લોઝ તરફ જતા હતા તે વખતે ઓટો રીક્ષા નં.GJ-06-AV-5001 ના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે,ગફલતભરી અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી. સાથે અક્સ્માત કરી ફરીને માથામાં પાછળના ભાગે ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે  તા.૨૧/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રવિન્દ્રસીંહ મહેન્દ્રસીંહ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      છાણી પો.સ્ટે પાર્ટ- એ -૧૧૧૯૬૦૦૫૨૬૦૧૮૦/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી બાબુભાઇ જીવણભાઇ સોલંકી નાઓની ફરીયાદ મુજબ આરોપી TVS રાઇડર જેનો ર.જી.નં GJ-06-QH-2034 ની મો.સા ચલાવનાર અશોકભાઇ ઉર્ફે  મુકેશ ધનાભાઇ બાવરી રહે.ઠાકોરવાસ રાણીપ બસ સ્ટેંડની પાછળ અમદાવાદ નાઓએ તા.૨૧/૦૪/૨૦૨૬ સાંજના ક.૧૭/૩૫ વાગ્યાની આસપાસ ને.હા. ૪૮ પર સુરત થી વાસદ તરફ જતા રસ્તા પર જી.એસ.એફ.સી બ્રીજની શરુઆતના સર્વિસ રોડ પર છાણી ખાતે પોતાની મો.સા પુરઝડપે ગફલત ભરી રીતે ચલાવી લાવી અચાનક ડિવાઇડર સાથે અથડાતા ફરિયાદીશ્રીને માથામા તથા જમણા પગે તથા બન્ને હાથે ઇજા થયેલ છે. તથા ફરિયાદીશ્રીના  મિત્ર જિતેનને માથાના ભાગે તથા જમણા પગે ઇજા થયેલ છે તથા આરોપીએ પોતાની જાતને પણ શરીર પર ગંભીર ઇજાઓ પહોચાડી અકસ્માતનો ગુનો કરેલ હોય બાબતે તા-૨૨/૦૪/૨૦૨૬ ના ક-૦૨/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અજીતભાઇ અબસિંહ છાણી પોસ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       ફતેગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦ ૧૭૦/૨૦૨૬  ભારતીય ન્યાય સંહીતા. ૨૦૨૩ની કલમ -૨૮૧, ૧૦૬, તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યોગેશ્વર સ/ઓ રજનીકાંત પટેલ રહે.વી-૧૦૧, પી એમ આવાસ મંગલ પાંડે રોડ સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક બ્લેક કલરની એક્ટીવા જેનો રજી નં.GJ-06-EL-1532 ના ચાલક હેતાંશુ નાઓએ તા.૨૨/૦૪/૨૦૨૬ના આશરે કલાક-૦૬/૪૫ વાગ્યાની આસપાસ મોજે- પોલીટેકનીક કોલેઝના ગેટની સામે પંડ્યા બ્રીજ પાસે વડોદરા શહેર આ કામના મરણ જનાર એક અજાણ્યો ઇસમ ઉ.વ.૫૨ ના આશરાનો જેના નામ સરનામાની ખબર નથી તે ચાલતા રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક બ્લેક કલરની એક્ટીવા જેનો રજી નં.GJ-06-EL-1532 ના ચાલક હેતાંશુ નાઓએ પોતાની એક્ટીવા બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવી રોડ ક્રોસ કરતા માણસને ટક્કર મારી નીચે પાડી દઈ માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૪/૨૦૨૬ ના કલાક ૦૮/૧૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ શ્રી એસ.બી.ડામોરપોલીસ સબ ઇન્સ્પેકટર ફતેહગંજ પોસ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.      સ્ત્રી-અત્યાચારના કેસો:-

૧.     મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ  ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૮૦ /૨૦૨૬ , ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૪ ની કલમ ૮૫, ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૦૪(૨), ૩૨૪(૨), ૧૧૪, તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ કલમ ૭૫, તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૩, ૭  મુજબના ગુનાના કામના ફરીયાદી અલ્કાબેન વા/ઓફ રમેશકુમાર રેવનદાસ રોહિત નાઓની ફરીયાદ મુજબ આરોપી પતિ રમેશભાઈ, જેઠ રાજેશભાઈ જેઠાણી પુષ્પા સાસુ પાર્વતીબેન, નંણદ રશમિકા, નંણદોઈ જગદીશ, હર્ષીલ,ઉર્વશી નાઓએ તા-૧૮/૦૪/૨૬  ના રાત્રીના નવેક વાગ્યાના સુમારે મોજે- એ/૪૮ ઓમનગર,અનુક્રુતિ હોસ્પીટલની સામે તરસાલી (ફરીયાદીના ઘર ખાતે) ફરી તથા તેમની દિકરી ક્રુતિકા નાની ઘરે હાજર હતી તે વખતે ફરીની દિકરીએ કહેલ કે “પપ્પા મારી ફી ભરવાની બાકી છે ફી આપો મારૂ ભણવાનુ બગડે છે” તેમ કહેતા આ ફરીના પતિ ઉશ્કેરાઇ જઇ દિકરી ક્રુતિકાને બે ત્રણ લાફા મારી દીધેલ અને ફરીની દિકરીએ બુમાબુમ કરતા તેને છોડાવવા આવેલ ત્યારે ફરીના પતિ ફરીને તથા તેમની દિકરીને પી.વી.સી.ની પાઇપ વડે માથાના ભાગે તેમજ હાથે પગે માર મારેલ અને ફોન કરી ફરીના જેઠ જેઠાણી તથા તેમના દિકરા તથા દિકરી તેમજ ફરિની સાસુ આવી ગયેલ તે વખતે આ તમામ આરોપીઓએ ભેગા મળી બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ ગંદી ગાળો આપી ગડદાપાટુનો માર મારેલ અને ફરીએ પહેરેલ દાગીના પણ આ ફરીના સાસુ તથા જેઠાણી તથા તેમની દિકરી કાઢી લીધેલ અને ફરીના જેઠે હાથ પકડી રાખેલ  અને ફરીના પતિ ફરીને બન્ને હાથે બ્લેડ જેવા તિક્ષ્ણ સાધન વડે ઇજા પહોચાડી તથા ઉપરોક્ત તમામે એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સાશ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય બાબતે તા.૨૨/૦૪/૨૦૨૬ ના ક.૦૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પિ.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.