-: પ્રેસનોટ :-
(તા.૨૨/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૧/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૮૩ કિં.રૂ.૩૬૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરિયા નંગ-૧૦ કિં.રૂ.૧૫૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. ગોરવા પો.સ્ટે. એ”પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૭૨૬૦3૪૧/૨૦૨૬ બી.એન.એસ ની કલમ-૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સ્નેહલભાઇ દિલીપભાઇ વ્યાસ ઉ.વ-૩૪ ધંધો-વેપાર રહે:-ગણેશ ચોક વેરાઇ માતા મંદિર પાસે તા.જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી રિધાન ઇમીગ્રેશનના માલીક કાજલ આદિત્ય જોષી ઓફીસ એડ્રેસ મિરાઝ એપાર્ટમેન્ટ પહેલો માળ એ-૩ નટુભાઇ સર્કલ પાસે ઇલોરાપાર્ક વડોદરા શહેર મોજે-મિરાઝ એપાર્ટમેન્ટ પહેલો માળ એ-૩ નટુભાઇ સર્કલ પાસે ઇલોરાપાર્ક વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ એપ્રીલ-૨૦૨૪ થી આજ દિન સુધી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી તેઓના નેધરલેન્ડ તથા નોર્વે તથા સ્પેનના વર્ક પરમીટ કરવાના બહાને ફરીયાદી પાસેથી કુલ રૂ.૧,૨૫,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ તેમજ અન્ય સાહેદ નામે કિશોરકુમાર કાંતિલાલ મકવાણા નાઓની પાસેથી પણ રૂ.૧,૨૦,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ ફરીયાદી તથા સાહેદના વર્ક પરમીટ ન કરી આપી તેઓ બન્ને પાસેથી કુલ રૂ.૨,૪૫,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ ફરીયાદી તથા સાહેદે આપેલ નાણા પરત માંગણી કરતા નાણા પરત ન કરી તેના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદી તથા સાહેદને આર્થિક નુકસાન પહોચાડી વિશ્વાસધાત કરી ગુનો વિગેરે બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના કલાક-૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.બી.ચોધરી ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-બી -ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૪૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી ગોપાલભાઇ લક્ષ્મણભાઇ રબારી ઉ.વ.૪૮ રહે. મુ.ખલીપુર ગામ, પો.વરણામાં, તા.જી.વડોદરા. હાલ રહે. ૧૪૬, સિલ્વર લીફ બંગ્લોઝ, ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રાજેન્દ્રભાઇ કનુભાઇ રબારી (૨) હિતેશ કનુભાઇ રબારી બંને રહે-વાણીયા શેરી, કપુરાઇ ગામ, તા.જી.વડોદરા તથા તપાસમાં નીકળી આવે તે તમામ ગઇ તા.૦૨/૦૩/૨૦૧૭ થી આજદિન સુધી આ મોજે: તરસાલી ગામ, રે.સર્વે નં.૬૧૧/૧ વાળી ખેતીની જમીન જેનું ટી.પી. સ્કિમ નં.૩૯, ફાઇનલ પ્લોટ નં.૧૫૨ જેનું ક્ષેત્રફળ ૧૩૦૨-૦૦ ચો.મી. વાળી જમીન, તરસાલી, વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી તથા તેમના ભાગીદારો સાહેદ પાંડુભાઇ ગોપાલરાવ યાદવ અને સાહેદ-દમયંતિબેન પાડુંભાઇ યાદવ નાઓ પાસેથી આ કામના આરોપી નં.(૧) તથા (૨) નાઓએ મોજે: તરસાલી ગામ, રે.સર્વે નં.૬૧૧/૧ વાળી ખેતીની જમીન જેનું ટી.પી. સ્કિમ નં.૩૯, ફાઇનલ પ્લોટ નં.૧૫૨ જેનું ક્ષેત્રફળ ૧૩૦૨-૦૦ ચો.મી. વાળી જમીન સંપાદન થયેલ છે તથા આ જમીન એન.એ. થઇ શકે તેમ ન હોવાની હકિકતથી વાકેફ હોવા છતાં ગઇ તા.૦૨/૦૩/૨૦૧૭ થી આજદિન સુધી આ મોજે: તરસાલી ગામ, રે.સર્વે નં.૬૧૧/૧ વાળી ખેતીની જમીન જેનું ટી.પી. સ્કિમ નં.૩૯, ફાઇનલ પ્લોટ નં.૧૫૨ જેનું ક્ષેત્રફળ ૧૩૦૨-૦૦ ચો.મી. વાળી જમીન વેચાણ અંગેનું સબ રજીસ્ટ્રારની કચેરીમાં રજી.બાનાખત નં.૯૯૬/૨૦૨૦ તા.૦૪/૧૧/૨૦૨૦ તથા નોટરાઇઝ બાનાખત નં.૫૨૧૩ તા.૦૬/૧૧/૨૦૨૦ થી આ કામના ફરીયાદીશ્રીને કરી આપી, આ કામના ફરીયાદીશ્રીની પાસેથી બાનાખતના અવેજની રકમ રૂ.૧,૯૨,૬૯,૩૭૯/- તેમજ સાહેદ- પાંડુભાઇ ગોપાલરાવ યાદવ અને દમયંતિબેન પાડુંભાઇ યાદવ નાઓ પાસેથી રૂ.૧,૦૧,૦૦,૦૦૦/- તથા રૂ.૯૧,૬૯,૩૭૯/- ના પી.ડી.સી. ચેક મળી કુલ રૂ.૩,૮૫,૩૮,૭૫૯/-ની રકમ આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને સ્વીકારી, જમીનનું બાનાખત કરી આપી, આજદિન સુધી આ જમીન આ કામના ફરીયાદીશ્રી તથા સાહેદને બિનખેતી નહી કરાવી આપી તથા વેચાણ દસ્તાવેજ નહી કરી આપી કે અવેજના નાણાં પરત નહી આપી અમારી સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના રોજ કલાક-૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ શ્રી એ.એમ.ગોહીલ મકરપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. ફતેહગંજ પો.સ્ટે. ”બી” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧, ૧૨૫(એ), ,૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ફિરોજશા સ/ઓ મહેબુબશા દિવાન ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે.મ.નં.૬૪ સમશેરનગર મધુનગર ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ગુજરાત પાર્સીંગની સરકારી બસ જેનો રજી નં. GJ.18.Z.8882 ના ચાલક તા.૨૧/૦૭/૨૦૨૬ ના કલાક.૧૯/૪૫ વાગ્યાની આસપાસ મોજે-ફતેહગંજ બ્રીજ ઉપર સેવન સીઝ મોલની સામે વડોદરા શહેર ટ્રાફિક જામ હોવાથી આ કામના ફરીયાદીશ્રી ની મારુતિ સુઝુકિ કંપનીની ફોરવ્હીલર ગાડી જેનો રજી નં. GJ 06 LS 5407 તથા એક ફોર-વ્હીલર ગાડી જેનો રજી નં. MH 43 CE 8673 તથા એક ફોર-વ્હીલર જેનો રજી નં.GJ 06 RF 2494 તથા એક રાજસ્થન પાર્સીગ ની બસ જેનો રજી નં. RJ 30 BA 4490 ની એક લાઈનમાં ઉભેલ હતા ત્યાં એક ગુજરાત પાર્સીંગની સરકારી બસ જેનો રજી નં. GJ 18 Z 8882 ના ચાલકે પોતાની બસ પુર જડપે બેદરકારી અને ગફલભરી રીતે ચલાવી લાવી લાઈનમાં ઉભેલા બધા વાહનોને પાછળથી ટક્કર મારતા ફરી.શ્રીની ફોરવ્હીલર ગાડી જેનો રજી નં. GJ 06 LS 5407 ને આગળ-પાછળ આશરે રૂ.૭૫,૦૦૦/- તથા ફોર-વ્હીલર ગાડી જેનો રજી નં. MH 43 CE 8673 ને પાછળ આશરે રૂ.૧૦,૦૦૦/- તથા ફોર-વ્હીલર જેનો રજી નં.GJ 06 RF 2494 આગળ-પાછળ આશરે રૂ.૩૫,૦૦૦/- તથા રાજસ્થાન પાર્સીગ ની બસ જેનો રજી નં. RJ 30 BA 4490 ને આગળ-પાછળ આશરે રૂ.૫૦,૦૦૦/- જેટલુ નુકસાન કરી તથા આશરે ત્રણ માણસોને ઈજા કરી ગુનો કર્યા વિ બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના કલાક ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નિલેષભાઇ હિંમતભાઇ ફતેહગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૧૮૯/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી જય કનુભાઇ રાણા ઉ.વ.૩૧ ધંધો.નોકરી રહે.એકદંત એવન્યુ મકાન નં૧૦૩ પહેલો માળ ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ જેના નામ ઠામ જણાવેલ નથી તા.૧૪/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના ૧૪/૦૦ થી ૧૬/૦૦ વાગ્યા દરમ્યાન માં મોજે.એસ.એસ.જી હોસ્પીટલ મેડિકલ કોલેજના ફુટપાથ ઉપરથી ફરીશ્રીની હોન્ડા એકટીવા રજીસ્ટર નંGJ06ML4651 ની ઓગસ્ટ ૨૦૧૯ ના મોડલની જેનો એન્જીન નંJF92ED0036626 તથા ચેસીસ નંME4JF921GKD036562 ની જેની કિંમત આશરે રૂ૪૦૦૦૦ ગણી શકાય જે કોઇ અજાણ્યો ચોર ઇસમ લોક તોડી કે ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. જગમાલભાઇ દેવાભાઇ રાવપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૩૨૬૦૩૭૩/૨૦૨૬ કલમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલ જયંતિભાઇ રાઠવા ઉ.વ.૨૩ ધંધો.નોકરી રહે. મ.નં.એફ-૧, વિષ્ણુકુંજ સોસાયટી ગાજરાવાડી પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી ગઈ તા.૧૪/૦૩/૨૦૨૬ ના સાંજના આશરે છ વાગ્યાથી તા.૧૫/૦૩/૨૦૨૬ ના સવારના આઠ વાગ્યા સુધીમાં મોજે. સોમાતળાવ ચાર રસ્તા પાસે જાહેર શૌચાલય પાસે યુનિયન બેંકની સામે ફરિયાદીની HONDA MOTORCYCLE AND SCOOTER INDIA (P) LTD કંપનીની ACTIVA 5G મોડલની વ્હાઇટ કલરની મોપેડ રજી નં.GJ-06-ME-9339 જેનો ચેસીસ નં. ME4JF50AFJU155468 તથા એન્જીન નં. JF50EU7156384 જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય તે કોઇક અજાણ્યો ઇસમ લોક તોડી અથવા ડુબ્લીકેટ ચાવીથી ચોરી કરી લઈ ગયેલ હોય વિ. બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૨૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો હસમુખભાઇ દેવાભાઇ કપુરાઇ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. કારેલીબાગ પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૨૬૦૩૦૨/૨૦૨૬ બી.એન.એસ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દર્શન મુકેશભાઇ શેઠ ઉ.વ.૨૮ ધંધો-નોકરી રહે-૧૬, રિધ્ધીપાર્ક સોસાયટી, મીરા ચાર રસ્તા પાસે, કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક આર.વન ફાઈવ યામાહા કંપનીની મો.સા જેનો.રજી.નં.-GJ-06-NB-2097 નો છે જે સને ૨૦૨૦ ના મોડલની ગ્રે કલરની છે.જેનો ચેસીસ નં.-ME1RG6713L0023299 તથા એન્જીન નં.-G3N4E0028551 નો છે જેમાં આશરે ૦૨ લીટર જેટલુ પેટ્રોલ હતુ, જેની આશરે કિં.રૂ.૫૧,૦૦૦/-જે ગઈ તા.૨૯/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક-૧૧/૩૦ વાગ્યા થી તા.૩૦/૦૬/૨૦૨૬ ના સવારના કલાક-૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- રિધ્ધીપાર્ક સોસાયટી, મીરા ચાર રસ્તા પાસે, કારેલીબાગ વડોદરા શહેર ખાતે પાર્ક કરી, લોક મારી મુકેલ હતી, જે કોઈ ચોર ઈસમ કોઈ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૭/૨૦૨૬ ના કલાક.૧૯/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. વિજયભાઇ ડાહ્યાભાઇ કારેલીબાગ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ઘરફોડ ચોરીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૩૮/૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫ મુજબના ગુનાના કામના ફરીયાદી કિર્તન પ્રકાશચન્દ્ર દવે ઉ.વ.૩૯ ધંધો નોકરી રહે,મ.નં.૯૦ કલાકુંજ સોસાયટી-૦૩ નિર્વાણા રેસીડેન્સી સામે કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના કલાક ૧૭/૪૫ થી તા.૨૨/૦૭/૨૦૨૬ ના કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:- મ.નં.૯૦ કલાકુંજ સોસાયટી-૦૩ નિર્વાણા રેસીડેન્સી સામે કારેલીબાગ વડોદરા શહેર આ કામના ફરીયાદીના બંધ મકાનનો કોઇ અજાણ્યા ચોર ઇસમે ઘરના લોખંડની જાળીવાળો દરવાજો ખોલી અને લાકડાનો મુખ્ય પ્રેવેશદ્રાર નો નકુચો કોઇ સાધન વડે તોડી અથવા કાપી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી રૂમની અંદર ભગવાનના પુજા રૂમમાં રાખેલ લાકડાની બે તથા લોખંડની એક તિજોરીઓના લોક કોઇ સાધન વડે તોડી અને ખોલી લોકરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ્લે રુ.૩,૪૭,૭૦૦/૦૦ મત્તાની ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૭/૨૦૨૬ ના કલાક ૧૪/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.બી.કુંપાવત સા. કુંભારવાડા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.