-: પ્રેસનોટ :-
(તા.૨૨/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૧/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૧૭ કિ.રૂ.૩૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અક્સમાતના ગુનાઓ:
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૨૬/૨૦૨૫ BNS કલમ ૨૮૧,૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અહેકો રાજુ કાલકાપ્રસાદ બ નં 1840 હરણી પોલીસ સ્ટેશન વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક ટ્રક નં જીજે10 ટીએક્ક્ષ 9453 ના ચાલકે તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૪૧ વાગ્યા પહેલા મોજે:-દરજીપુરા એરફોર્સ બ્રીજ ઉપર ને.હા.નં.૪૮, સુરતથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર પોતાની ટ્રક એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી એક હોંડા કંપનીની સાઇન ૧૨૫ સીસીની મો.સા. જેનો એં.નં.JC85ED4048325 તથા ફ્રેમ નં. ME4JC85MCSD021369 હોય તેને અથાડી એક્સીડંટ કરી માથામા ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી તેની ટ્રક સ્થળ ઉપર મુકી ભાગી જઇ ઈજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના ગુનાઓ:
૧. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૬૨/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ – ૩૦૬ મુજબ ના ગુનાના કામના ફરિયાદી ઘનશ્યામભાઇ ભાઇલાલભાઇ ચૌહાણ રહે-બી/૮૩,માત્રુકા સોસાયટી રાણેશ્વર મંદીરની સામે વાસણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અક્ષયભાઇ માળી રહે- ગોરવા માળી મહોલ્લો વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૮/૨૦૨૫ ના ક.૧૧/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:- ગોરવા બી.આઇ.ડી.સી ગ્રાઉન્ડ ફ્લોર બ્લોક નં એ/૨/૮ ઇંડ્રેસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ સી.એમ.એસ. એમ્ફો સીસ્ટમ લીમીટેડ નામની કંપનીમાં ફરિયાદીશ્રીની ઓફીસમાંથી કંપનીની ગાડી નં.GJ-19-Y-2323 માંથી લોડ કર્યા બાદ એ.ટી.એમ.માંથી પરત લાવેલ પેટીઓમાંથી તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ ICICI બેંકનુ ATM માંથી લોડ કરેલ કેસેટ જેમાં ૯,૯૯,૦૦૦/- ની કેસેટ ઓછી હોય જે કેસેટની ચોરી આરોપી નાઓ કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મિનેશકુમાર અનોપસિંહ ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડના ગુનાઓ:
૧. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ (એ) ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૬૧/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ) ,૩૩૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી હર્ષવર્ધન હિતેન્દ્રકુમાર પંડયા રહે- જે ૧૦૦૪ દર્શનમ બ્લીસ બંસલમોલ પાસે દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૩/૦૮/૨૦૨૫ ના ક.૦૮/૧૫ વાગ્યાથી ક.૧૭/૪૫ વાગ્યા દરમ્યાન ફરીયાદીશ્રીના ફલેટ મોજે-જે ૧૦૦૪ દર્શનમ બ્લીસ બંસલ મોલ પાસે દંતેશ્વર વડોદરા શહેર ખાતે કોઇ ચોર ઇસમે ફ્લેટના બાથરુમનુ ગ્લાસ (કાચ) કાઢી ફરીયાદીશ્રીના રુમમા પ્રવેશ ઘરમાં ગુલાબી પર્સમાં મુકેલા સોના ચાદીના દાગીના તથા રોકડા રુપીયા ૬૨૦૦૦/- મળી કુલ્લે રુપીયા ૧,૯૭,૩૦૦/- ની મતાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના ગુનાઓ:
૧. પાણીગેટ પોલીસ સ્ટેશન
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬(ખ),૩૫૧(૩) મુજબ ના ગુનાના કામના ફરિયાદી નિલમબેન વા/ઓ નિતેષભાઇ સુરેશભાઇ મિસ્ત્રી રહે:-મ.નં.૦૨ લવ કુશનગર-૦૨ ડી-માર્ટની પાછળ વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિજય મુરલીધર શર્મા રહે- ઘ.નં.૩૧૨,સુર્યફ્લેટ દત્તમંદિરની સામે મહમદ તળાવ બાજુમાં વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૮/૨૦૨૫ ના સવારના આશરે ક-૦૭/૦૦ વાગે મોજે- ઘ.નં.૩૧૨, સુર્યફ્લેટ દત્તમંદિરની સામે મહમદ તળાવ બાજુમાં વડોદરા શહેર નાઓએ પૈસા ના આપવા બાબતે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી ફરીયાદીને ગડદાપાટુનો માર મારી ડાબા હાથની અનામિકા આંગળી પર ફ્રેકચર કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. વિજયકુમાર ખુમાનભાઇ પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરી ગુનાઓ:
૧. અકોટા પોલીસ સ્ટેશન
અકોટા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૫૦૩૩૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મુસ્તકીન રહીમખાન પઠાણ રહે. કાગડીવાળા દરગાહની પાસે મચ્છીપીઠ રાવપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૩/૦૮/૨૦૨૫ ના સવારના ૧૦/૦૦ વાગ્યાથી તા.૧૪/૦૮/૨૦૨૫ ના ક.૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે: અકોટા ચીનરવુડ સોસાયટીની બહાર ગેટ પાસે, પાર્ક કરેલ એકટીવા ટુ વ્હીલર હોંડા કંપનીની એકટીવા ડીલક્ષ બ્લુ કલરનુ રજી.નં.GJ-06-QL-1322 જેનો ચે.નં. ME4JK156ARW 476982 તથા એ.નં.JK15EW5477346 નો છે જે સને ૨૦૨૪ ના મોડેલની જેની આશરે કિં.રૂ.૬૦,૦૦૦/- જે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટુવ્હીલર ચોરી કરી ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ સી.એમ ગઢવી અકોટા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૬૩/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નીતિન દિગંબર શાહપુરકર રહે-સુદીની મધુકુંજ સોસાયટી સામે શંકરવાડી વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૦૯/૦૦ વાગ્યાના સમય દરમ્યાન ગોરવા એલેમ્બિક રોડ ઇનોરબીટ મોલની સામે આવેલ ચાની લારી પાસેથી ફરી.ની મો.સા.નં.GJ-06-AE-4049 આશરે કિ.રૂ.૮૦૦૦/- ની ફરી.નો પુત્ર લઈને આવેલ હોય અને પાર્ક કરેલ જગ્યાએથી કોઇ ઇસમ ચોરી કરી લઈ ગુનો કર્યા બાબતે તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મયંકભાઈ સુરજીભાઈ ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.