Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૨/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૧/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૫૫ કિં.રૂ.૯૧૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ તથા કવાટરિયા નંગ-૨૫, બિયર નંગ-૭૩૦ મળી કુલ કિ.રૂ.૩,૫૦,૪૩૨/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૨૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.      ફતેગંજ પો.સ્ટે“એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૩૩૦/૨૦૨૬ બી.એન.એસ કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સેલીના D/O મોતીલાલ મહીજીભાઇ ગુર્જરની દિકરી રહે. પહેલો માળ, જૈતુન બિલ્ડીંગ કલ્યાણ હોટલની બાજુમાં, મેથોડીસ ચર્ચ પાસે, ફતેગંજ, વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી સુનીલ રફાયલ પરમાર રહે,૩૦૧, આશીર્વાદ ફ્લેટ,સમા,વડોદરા નાઓએ તા.૦૯/૦૫/૨૦૨૫ ના રોજ અને તે પહેલા કોઇપણ સમયે મોજે: નિઝામપુરા ગામ રે.સ.નં. ૧૯૭/૧ તથા ૧૯૭/૨વાળી બિનખેતીની જમીન મુળજીનગર કોલોનીના પ્લોટ નં.૧૨ ખાતે આવેલ  જમીનનું ક્ષેત્રફળ ૩૬૮.૧૨ ચો.મી. વાળી મિલ્કત આ કામના આરોપી નાઓએ જમીન માલિકોના નામનુ ખોટુ અને બોગસ કુ.મુ. તૈયાર કરી છાણી સબ રજીસ્ટ્રાર ખાતે રજુ કરી નોંધ નં.૪૮૪૫/૨૫ તા.૦૯/૦૫/૨૦૨૫ ના રોજથી રજીસ્ટ્રાર કરેલ છે તે બોગસ કુ.મુ.નો આરોપી નાઓએ સાચા તરીકે રજીસ્ટ્રાર કચેરીમાં ઉપયોગ કરી તે કુ.મુ. આધારે જમીન ખરીદનાર નરેન્દ્ર શોભરાજમલ મુલચંદાની, જયેશ મણીલાલ પટેલ તથા અતુલ જેરામ દેસાઇ નાઓને વેંચાણ દસ્તાવેજ નં.૫૮૭૪/૨૦૨૫ તા.૦૮/૦૭/૨૦૨૫થી રૂ.૧,૨૪,૨૦,૦૦૦/-માં કરી આપી તેમજ આ બાબતે તપાસ થવા સારૂ ફરીયાદીબેને પોલીસમા આપેલ અરજી તપાસ દરમ્યાન તા.૨૩/૦૧/૨૦૨૬ના રોજનું આરોપીએ ફરીયાદી બેનના નામનુ ખોટુ સોગંદનામુ તૈયાર કરી અને બિન શરતી અરજી પરત ખેંચવા અંગેની ખોટી રજુઆત ફરીયાદી બેનની જાણ બહાર પોસ્ટ દ્વારા પોલીસને મોકલેલ જે સોગંદનામું ફરીયાદીશ્રીને નહી કરેલ તેમજ તેમાં કરેલ સહી તથા ફોટા પણ ફરીયાદીબેનના ના હોય તે રીતે તપાસને ગેરમાર્ગે દોરવા સારૂ આરોપીએ પોલીસમા તેમજ રજીસ્ટ્રાર ઓફીસમા રજુ કરેલ દસ્તાવેજો સમ્પુર્ણ ખોટા હોવાનુ જાણવા છતા તેનો સાચા તરીકે ઉપીયોગ કરી સરકારી દફ્તરે ખોટી હકીકતવાળી નોધ પડાવી જમીન માલીકોની જમીન પડાવી લેવાના ખોટા ઈરાદા સાથે ગુનાહિત કૃત્ય કરી જમીન માલિકો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી ગુનો કર્યા વિ. બાબતે તા ૨૧/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ.એમ.ગઢવી ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માતના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૪૧૪/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી. એકટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ચિંતનભાઈ હિતેશકુમાર શાહ રહે-મ.નં.બી/૦૯, રીલીફ સોસાયટી, આયુર્વેદીક ત્રણ રસ્તા,વાઘોડીયા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક કાર.રજી.નં.-GJ-06-RF-5629 ના ચાલક તા.૨૧/૦૮/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે મોજે: પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગુજરાત સરકાર મુખ્યમંત્રી ગ્રુહ યોજનાની બિલ્ડિગથી આગળ આવેલ ડિવાઇડર કટ પાસે તુલસીધામ ચાર રસ્તાથી જયુપીટર ચાર રસ્તા તરફ જવાના રોડ પર આરોપી પોતાની કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદી પોતાની કિયા સેલ્ટોસ કંપનીની કાર.નં-GJ -06-P C-0121 ની લઇને કંપની પર પરત જતા હતા તે વખતે પોતાની કારની સાઈડ લાઈટ બતાવી ટર્ન લેતા હતા તે વખતે કારને પાછળથી ટક્કર મારી એક્સીડંટ કરી કારને પાછળના બમ્પર તથા ડીકીનો દરવાજાને નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કશ્યપકુમાર કનૈયાલાલ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન ચોરીના કેસો

૧.      મકરપુરા પોસ્ટે  પાર્ટ-“એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૪૮૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ચંપકસિંહ ભિમસિંહ ટીંગરોયા રહે- એ-૧૦, હરીઓમ ધામ, મકરપુરા એસ.ટી. ડેપો પાછળ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૮/૨૦૨૬ ના ક.૦૯/૦૦ થી ક.૦૯/૧૫ વાગ્યાના સમય દરમ્યાન મોજે-તરસાલી શરદ નગર પોસ્ટ ઓફીસ પાસે ફરીશ્રી હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ રજી નં.GJ-06-JN-8045  જેનો ચે.નં.ME4JF504JF7336389 તથા એ.નં. JF50E72336503 નો છે. જે સફેદ કલરની હતી જેમાં જે તે વખતે આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ. જેની કિં.રૂ. ૪૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર  ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૧/૦૮/૨૦૨૬ ના ક.૧૬/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો અંકુરભાઈ માનસિંગભાઈ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ (એ) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૯૨૬૦૨૭૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સંતરામ સ/ઓફ વેનીમાધવ નીષાદ રહે. શીવનગર ઝુપડપટી સુવેજ રોડ  ગાજરાવાડી  ખટીક સમાજની વાડી પાસે  સોમા તળાવ  કપુરાઇ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ સવાર ક.૧૧/૦૦ વાગ્યાથી રાત્રીના ક.૨૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. એલ એન્ડ ટી કંપની, ટાટા શો-રૂમની પાછળ, રણોલી જી.આઇ.ડી.સી, રણોલી ગામ ફરી.ની GLAMOUR DRUM SELF મો.સા.ગાડી નં. GJ-06-LA-5633 ને કોઈ અજાણ્યા ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી ચોરી કરી લઈ ગયેલ હોય જે મો.સા.ગાડીનો રજી નં.GJ-06-LA-5633 તથા જેનો એં.નં.JA06EHH9F11580 તથા જેનો ચે.નં. MBLJAR015H9F02611 નુ છે નો છે.જેનો કલર SBK છે જે ૨૦૧૭ ના મોડલની જેની કિં.રૂ।-૨૫,૦૦૦/- જે મો.સા. અજાણ્યા ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૮/ર૦ર૬ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. રમેશભાઈ પરથીભાઈ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.