Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૨/૧૦/૨૦૨૬)

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૧/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૭ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૧ કિ.રૂ.૪૨૦૦/-તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૦૨, બિયર નંગ- ૪૮, કાર-૧ મળી  કુલ્લે કિં.રૂ. ૨,૧૦,૯૫૬/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૦૮ સહિત કુલ-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૫૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી લક્ખી ગુલો મહતો રહે, બ્લોક નં.૦૯ મ.નં.૦૮ માં શક્તિ વુડાના મકાન સયાજીપુરા પાણીની ટાંકીની સામે આજવા રોડ વડોદરા શહેર મૂળ રહે-બિહાર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા.નં.GJ-20-AM-2709 નો અજાણ્યો ચાલક તા.૨૧/૧૦/૨૦૨૬ ના ક-૦૪/૩૦ વાગ્યાની આસપાસ મોજે-ને.હા.૪૮ અમદાવાદથી સુરત તરફ જતાં આજવા રોડ એ.પી.એમ.સી. માર્કેટની સામે રોડ પર ફરીયાદી તથા તેમના બનેવી જંગલી સુગદેવ મહતો ઉ.વ.૫૬ નાઓ ઘરેથી ચાલતાં આજવા રોડ એ.પી.એમ.સી. માકેટ ખાતે જતાં હતાં તે દરમ્યાન રોડ ક્રોસ કરતી વખતે દરજીપુરા એરફોર્સ બ્રિજ તરફથી આરોપીએ પોતાની મો.સા. પુરઝડપે ગફલતભરી અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરીયાદીના બનેવીને ટક્કર મારી તેઓને પેટના અંદરના ભાગે તથા જમણા પગે ઘુંટણથી નિચેના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી તેની મો.સા. સ્થળ પર મુકી નાસી ગયેલ અને ફરી.ના બનેવીને તા.૨૧/૧૦/૨૦૨૬ ના ક-૧૭/૩૦ વાગ્યે એસ.એસ.જી. હોસ્પિટલના S.I.C.U. વોર્ડના બી-યુનિટમાં ફરજ પરના ડો.શ્રીએ સારવાર દરમ્યાન મરણ જાહેર કરેલ હોય વિ.બાબતે તા.૨૧/૧૦/૨૦૨૬ ના ક.૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી  એમ.કે.કટારીયા કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      ફતેગંજ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં૧૧૧૯૬૦૧૨૨૬૪૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧ (૪) મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પનાબેન સુરેશભાઈ મેકવાન રહે-મ.નં.જી/૦૭ ઘનશ્યામ ફ્લેટ પંચમહાઈટસની બાજુમાં કેનાલ રોડ ન્યુ સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૨/૧૦/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગ્યાથી તા.૦૩/૧૦/૨૦૨૬ના સવારના ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- મ.નં.જી/૦૭ ઘનશ્યામ ફ્લેટ પંચમહાઈટસની બાજુમાં કેનાલ રોડ ન્યુ સમા ફરીશ્રીના મ.નં.જી/૦૭ ઘનશ્યામ ફ્લેટ પંચમહાઈટસની બાજુમાં કેનાલ રોડ ન્યુ સમા વડોદરા શહેરના મુખ્ય દરવાજાનો નકુચો કોઇ સાધન વડે તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ તથા સોના ચાંદીની ચીજ વસ્તુઓ મળી કુલ રૂ.૧,૫૩,૦૦૦/-ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૧/૧૦/૨૦૨૬ ના ક-૧૫/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.બી.ડામોર ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    મારામારીના કેસો

૧.      જે.પી.રોડ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.11196008260299/2026 ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૩૨૪(૪), ૧૨૫(એ), ૨૮૧,૫૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇરફાન મહમદહનીફ મન્સુરી રહે.મ.નં.૪૩ આતીફનગર, કિસ્મત ચોકડી પાસે, તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) નુર દિવાન (૨) હુસેન દિવાન (૩)ગુડ્ડુ (૪) વારીસ તમામ રહે.આતીફનગર, કિસ્મત ચોકડી પાસે, તાંદલજા વડોદરા શહેર નાઓએ તા.૨૦/૧૦/૨૦૨૬ના ક.૧૯/૩૦ વાગે મોજેઃ-આતીફનગર, કિસ્મત ચોકડી પાસે, તાંદલજા ફરીયાદીનો નાનો દિકરો આયાન ઉ.વ.૦૬ નો ઘરની બહાર રમવા ગયેલ હોય તે વખતે આરોપી નં.(૧) તેની બાઇક ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના દિકરા આયાનને બાઇક અથાડી દેતા ડાબા પગના અંગુઠે ઇજા થતા ફરીયાદીના પત્નિ ગુલનાજનાઓ તેના ઘરે કહેવા જતા આરોપીનાઓ આવી ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળા ગાળી કરી ફરિયાદીને ગડદાપાટુનો માર મારતા ફરીયાદી ઘરમાં જતા રહેલ બાદ આરોપી નં.(૧) નાઓએ હાથથી ઘરના દરવાજા અને બારી પર મારતા બારીનો કાચ તોડી ફરીયાદીના ઘરની બહાર ફરીયાદીની બાઇક પડેલ હોય તે બાઇકને પગથી લાતો મારી પાડી દઈ નુકસાન પહોંચાડી ફરીયાદીનો મોટો દિકરો ફરહાન ઘરની બહાર રહી ગયેલ હોય તેની સાથે આરોપીઓ ઝપાઝપી કરી ડાબા પગે લાકડી મારી ઇજા પહોંચાડી માર મારવાની ધમકી આપી મે પોલીસ કમીશ્નર સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૧૦/૨૦૨૬ ના ક ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કનુભાઇ રુમાલભાઇ જે.પી.રોડ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    મોબાઇલ ચોરીના કેસો

૧.         ફતેગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૪૦૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ફિરોજમીયા સબ્બીરમીયા મલેક રહે,ભાંડવાડા હાજી મહોલ્લા મદરેસા નજીક ફતેહપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૦/૧૦/૨૦૨૬ ના ક.૦૨/૦૦ વાગ્યાની આસપાસ મોજે– છાણી જકાતનાકા અમર આઈસ પાસે ફરીયાદીશ્રી નાઓના ખિસ્સામાથી તેઓનો વીવો કંપનીનો Y400 PRO 5G મોડેલનો મોબાઇલ હતો જેનો આઇ.એમ.ઇ.આઇ નં 8681650 78837251 છે. જે સફેદ કલરનો છે.જેની કિં.રૂ.૭,૦૦૦/-.તે મોબાઇલની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના ક.૧૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.નિલેશભાઈ હિંમતભાઈ ફતેગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     અન્ય કેસો

૧.         મકરપુરા પો.સ્ટે પાર્ટ “એ”ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૫૭૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૨૨૧,૨૨૩,૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સત પો.સ.ઇશ્રી એ.એસ.ચૌધરી ટ્રાફિક શાખા (પુર્વ) વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ડમ્પર ગાડી નં- જીજે-૦૬-બીવાય-૩૧૨૪ ના ચાલક રમેશભાઇ પર્વતસિહ રાવત રહે- કેળફળિયુ, નવી વસાહત મિઢાલી ગામ તા-શહેરા જી-પંચમહાલ  નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૧૦/૨૦૨૬ ના ક.૦૮/૩૦ વાગે મોજે-તરસાલી ચેક પોસ્ટ આગળ પોતાનુ ડમ્પરનુ “નો એન્ટ્રીમા” મે.પો કમિશ્નર સાહેબની કચેરીના પત્ર ક્રમાંક: જી/સીપી/ ડીસીપી-ટ્રાફિક/ જાવક/ ભારદારી વાહન, પ્રવેશબંધી/ સુધારા જાહેરનામુ/ ૧૧૦૪/૨૦૨૬ તા.૨૫/૦૮/૨૦૨૬ નો ભંગ કરી મળી આવી તેમજ તેના ઓળખિતા મેહુલ ભરવાડ મો.નં-૮૧૪૧૧૨૩૯૪ નાનો પોતાની ફોર વ્હીલ મહીંદ્રા કપનીની ગાડી  નં- XUV 300  નં- જીજે-૦૬-પી.એ- ૯૯૩૩ ની ગાડી લઇને આવી અમો પોલીસને અમારી કાયદેસરની ફરજમા અડચણ કરી અમારી ઉપર ગાડી ચડાવી દેવાની જોઇ લેવાની ધાક ધમકીઓ આપી બોલા ચાલી કરી જતો રહી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૦/૨૦૨૬ ના ક-૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.સી.તડવી  મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.