-: પ્રેસનોટ :-
(તા.૨૨/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૬ કિંમત રૂપિયા ૩૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ- ૦૧, ઇ.બોટલ નંગ-૦૫, બિયર-૦૪ મળી કિંમત રૂપિયા ૮૮૦૭/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૩૪ સહિત-૩૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. જે.પી.રોડ પોલીસ સ્ટેશન
જે.પી.રોડ પો.સ્ટે. “એ’’ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૫૦૨૯૮/૨૦૨૫ બી.એન.એસ. ની કલમ ૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૨૦૪ મુજબ ગુનાના કામના ફરિયાદી મંજુ આર રવી એચ.એમ. ઉ.વ.૩૭ જન્મ તા.૧૧/૦૪/૧૯૮૯ ધંધો. વેપાર રહે. મ.નં.૫૬૨/૧, વોર્ડ નં.૦૭, મેઘડાપેટે, ટી.વી.એસ. શોરૂમ બાજુમાં, આરાપનાઅલી ગામ જી.વિજયનગર, કર્ણાટક-૫૮૩૧૩૧, નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) વિશાલ વિનોદભાઇ બારડ મો.નં.૯૭૧૪૩૧૫૬૩૭, ૯૪૦૯૪૦૭૫૮૭(ર) નયનાબેન મહીડા મો.નં.૯૩૨૮૪૩૫૦૮૮, ૯૫૧૨૧૯૨૮૯૧ (૩) રાજવીર પરીખ ઉર્ફે ઇલ્યાસ અજમેરી મોબાઇલ નંબર ૧,+૯૧૯૭૩૭૨૯૧૭૫૩, ૨,૯૧૯૭૩૭૬૭૪૮૯૬, ૩, +૯૧૯૬૮૭૪૫૨૮૬૨, ૪,૯૭૧૫૦૩૬૭૭૯૮૩, ૫,૯૧૯૮૨૪૬૪૯૧૧૪, ૬,૯૧૮૬૯૧૦૮૪૯૨૫ (૪) ભરતભાઇ મો.નં.૭૪૯૦૦૮૮૩૦૪ (૫)રાજભાઇ મો.નં.૭૯૯૦૯૭૧૮૨૭ (૬) સુલતાનભાઇ (૭) ભાવેશભાઇ મો.નં.૬૩૫૯૦૫૫૩૦૯ (૮) વિરલભાઇ (ડોકટર) મો.નં.૯૧૦૪૨૬૯૧૭૭(૯) લાલાભાઇ (૧૦) સમીરભાઇ નામનો ડ્રાઇવર(૧૧)ગણેશ મો.નં.૮૧૦૮૩૮૬૧૧૮(૧૨)હર્ષ શર્મા મો.નં.૮૧૨૮૭ ૯૫૯૭૯(૧૩)શ્રીનિવાસન નામનો ઇ.ડી.નો અધિકારી(૧૪)મહારાષ્ટ્ર ટોલનાકા પાસે ફરીયાદી તથા તેના મિત્રોની ગાડી રોકનાર પોલીસ તરીકે આવેલ ૦૫ ઇસમો (૧૫) રાજવીરની ઓફીસ રાધે એન્ટર પ્રાઇઝ ખાતે પોલીસ તરીકેની ઓળખ આપી આવેલ ઇસમ માર્ચ -ર૦રપ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન મોજે - સીગ્નેટ હબ ઓફીસ નંબર ૩૧૫ ત્રીજા માળે વડોદરા શહેર તથા એટલાન્ટીક હાઇટસ ગેંડા સર્કલ, વડોદરા ખાતે રાધે એન્ટ્રપ્રાઇઝ, ઇનપોર્ટ એક્ષપોર્ટ એન્ડ ફાયનાન્સની ઓફીસમા વડોદરા શહેર આ કામના આરોપી રાજવીર તથા તેના ભાગીદારો તેમજ વિશાલ બારડ તથા નયનાબેન મહીડા નાઓએ ઓછી કિંમતે સોનુ આપવાની લાલચ આપી રૂપીયા પડાવી લઈ આ વિશાલ તથા નયના મહિડાએ ફરીયાદીએ લોન અપાવવા બાબતે જે વિશ્વાસ અને ભરોસો અપાવેલ હોય તેનો વિશ્વાસઘાત કરી ફરીયાદી પાસેથી રાજવીર નાએ સસ્તુ સોનુ અપાવવાના બહાને રૂા.૪,૬૧,૫૦,૦૦૦/-તથા વિશાલ બારડ નાએ પોતે લોન એજન્ટ હોવાનુ જણાવી ફરીયાદીને રૂપીયા ૧૦ કરોડની લોન આપવા માટે બેંકના મેનેજરને કમીશન પેટે એડવાન્સ આપવાના જણાવી કુલ રૂા.૩૧,૦૦,૦૦૦/- મેળવી લઈ તથા તેસહ આરોપીઓ સાથે ભેગા મળી ગુનાહિત કાવત્રુ રચી ફરીયાદી પાસેથી કુલ રૂા.૪,૯૨,૫૦,૦૦૦/- જેટલી માતબર રકમ સસ્તા ભાવે સોનુ આપવાના તથા રૂપીયા ૧૦ કરોડની લોન અપાવવાની ખોટી હકીકત હેઠળ પડાવી લઇ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડી ફરીયાદીને નકકી કર્યા મુજબનુ સોનુ નહીં આપી કે લોન પણ નહીં અપાવડાવી બનાવટી પોલીસ ઉભી કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી આર.ડી.સોંલકી જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વારસીયા પોલીસ સ્ટેશન
વારસીયા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૯૬૦૩૮૨૫૦૨૨૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૫૨, ૩૫૧(૪), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી મહેશકુમાર બળવંતસિંહ ગઢવી ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે. મ.નં. એમ/૪૨ શ્વેતા પાર્ક-૦૧, ધવલ નર્સીંગ હોમ પાસે, હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રાજીવભાઇ પારેખ તથા (૨) આર્યન રાજીવભાઇ પારેખ બન્ને રહે. મ.નં. ૬ ગીરીરાજ કૃપા ભાટીયા શેરી ડભોઈ રોડ પ્રતાપનગર વડોદરા શહેર તા.૦૪/૦૯/૨૦૨૫ થી આજદીન સુધી મોજે. રહે. મ.નં. એમ/૪૨ શ્વેતા પાર્ક-૦૧, ધવલ નર્સીંગ હોમ પાસે, હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓ રાજીવ પારેખ તથા આર્યન રાજીવ પારેખ નાઓએ ફરીયાદીને સહ પરીવાર દુબઇ ખાતે ટુર્સમાં લઈ જવાનું અને ટ્રાવેલીંગનો ખર્ચ તથા દુબઈ ખાતે હોટલમાં રોકાવાનું તથા ત્યાં હરવા ફરવાનું મુસાફરી ખર્ચ તથા ભાડુ વિગેરે તમામ ખર્ચનું રૂપિયા ૮,૮૫,૦૦૦/- નક્કી કરી કોટેશન આપેલ તે કોટેશન મુજબ આરોપી નં.(૧), (૨) નાઓએ ફરીયાદી પાસેથી રૂપિયા ૮,૬૯,૦૦૦/- એડવાન્સમાં મેળવી લઈ ફરીયાદીને અમદાવાદ એરપોર્ટ થી અબુધાબી એરપોર્ટ સુધીની લઈ ગયેલ ત્યાંથી દુબઈ ખાતે હયાત હોટેલમાં રોકાણ કરાવેલ તે દરમ્યાન ફરીયાદી સાથે નક્કી કરેલ કોટેશનના પેકેજ મુજબના નાણા મેળવી લીધેલ તે સીવાયના રૂપિયા ૬,૨૪,૧૯૦/- પૈકીના ૨,૨૬,૦૦૦/- ફરીયાદી પાસેથી ઉધાર લીધેલ તેમજ હોટેલનો ખર્ચ અને દુબઇ ખાતે હરવા ફરવાની ટીકીટો વિગેરેના વધારાના રૂપીયા ૩,૯૮,૧૯૦/- ખર્ચ કરવા મજબુર કરી પેકેજ સીવાયના કુલ્લે રૂપિયા ૬,૨૪,૧૯૦/- ફરીયાદી પાસેથી વધારાનો ખર્ચ કરાવડાવી ફરીયાદી સાથે છેતરપીંડી અને વીશ્વાસઘાત કરેલ જે નાણા ફરીયાદીએ પરત માંગણી કરેલ અને ફરીયાદીના નાના ભાઇ મિહિરકુમાર ગઢવીએ તેમના મોબાઈલ નં.૯૯૯૮૨૧૩૮૫૩ પરથી આરોપી રાજીવ પારેખ ના મોબાઈલ નં.૯૩૨૮૮૫૯૫૯૫ ઉપર ફોન કરતા આરોપીઓ રાજીવ પારેખે અને તેમના પુત્ર આર્યન પારેખ નાઓએ ફરીયાદી પાસેથી પેકેજ સીવાયના વધારાના નાણા રૂપિયા ૬,૨૪,૧૯૦/- ફરીયાદીને પરત આપેલ નથી અને તમને કોઈ નાણા મળશે નહી મારી પાસેથી નાણાની માંગણી કરવી નહી તમે મને ઓળખતા નથી મારી પાસે ખુબ જ મોટુ નેટવર્ક છે તમારે વડોદરામાં રહેવું હોય તો મારી પાસેથી હવે નાણાની માંગણી કરવી નહી નહીતર હું તમારા હાથ ટાંટીયા તોડાવી નાખી તમોને ધંધા પર આવવા જવાનું બંધ કરાવી દઇશ અને તમારો બીલ્ડીંગ કન્ટ્રક્શનનો ધંધો બંધ થઈ જશે તેમ કહી આરોપી રાજીવ પારેખે ફરીયાદીના નાના ભાઇ મિહિરકુમાર ગઢવીને ફોન પર ગાળો આપી માર મરાવી હાથ ટાંટીયા તોડી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગરે બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વી.આર.ચૌધરી વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ધાક-ધમકીના કેસો
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૫૦૬૬૦/૨૫ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી પ્રીતીબેન વા/ઓફ હરીશભાઇ રમેશભાઇ મોરે ઉ.વ.૩૯ ધંધો. ઘરકામ હાલ રહેવાસી -મ.ન.સી/૩૪૪, સુર્યદર્શન ટાઉનશીપ, ન્યુ માંજલપુર, દરબાર ચોકડી બ્રીજ પાસે, માંજલપુર, વડોદરા શહેર મુળ રહે,મ.નં.૨૭૨, સ્વામી સુર્યનારાયણ નગર, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સંજયભાઇ મનુભાઇ પાનસુરીયા રહે,સી/૪૦૫, સગુન ફ્લેટ, બાપા સીતારામ ચોક, કામરેજ, સુરત તા.૨૧/૧૧/૨૫ ના સવાર ક.૧૧/૧૯ વાગે મોજે:-મ.ન.સી/૩૪૪, સુર્યદર્શન ટાઉનશીપ, ન્યુ માંજલપુર, દરબાર ચોકડી બ્રીજ પાસે, માંજલપુર, વડોદરા શહેર આ કામના આરોપીએ ફરીયાદીના પતિ હરીશભાઇ મોરે નાઓના મોબાઇલ નંબર પર તા.૨૧/૧૧/૨૦૨૫ ના સવારના કલાક.૧૧/૧૯ વાગે મોબાઇલ નંબર પરથી ફોન કરી આરોપીએ ફરીયાદીના પતિને બિભત્સ ગાળો આપી અને કહેતા હોય કે “હુ માંજલપુર આવી ગયો છું અને તારા ઘરની બહાર મહાદેવનુ મંદિર છે ત્યાં બેઠો છુ હિંમત હોય તો બહાર આવ” તેમ કહીને ફોન ઉપર ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના કલાક ૨૨/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.અનિરુધ્ધસિંહ વજેસંગ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૫૦૬૨૭ /૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૨૨૧, ૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬(બી), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અરૂણ રામરાવ દેવરે ઉ.વ.૪૮ ધંધો-નોકરી રહે- મકાન નં-એ-૬, રાજીવનગર એરફોર્સ સ્ટેશનની બાજુમાં મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ભાવેશભાઇ તથા અન્ય એક ઇસમ રહે-નંદાલય પાસે વડોદરા શહેર તા.૨૧/૧૧/૨૦૨૫ ના કલાક ૧૧/૩૦ વાગ્યાના આસપાસ સમય દરમ્યાન મો.જે.- ઝાસીકી રાણી સર્કલ પાસે આવેલ રાજેશ આયરેના મકાનની બાજુમા આવેલ ખુલ્લા કમ્પાઉંડમા સુભાનપુરા વડોદરા શહેર ફરીયાદી તથા ઢોર પાર્ટીની ટીમ રખડતી ગાયો પકડવા માટે નિકળેલ હતા તે દરમ્યાન ક.૧૧/૩૦ વાગ્યાના સુમારે ઝાસીકી રાણી સર્કલ પાસે આવેલ રાજેશ આયરેના મકાનની બાજુમા આવેલ ખુલ્લા કમ્પાઉંડમા સુભાનપુરા ખાતેથી એક ગાય પકડેલ હતી ત્યારે એક અજાણ્યો ઇસમ આવી સાહેદ રાહુલ પરમાર નાઓની સાથે ઝપાઝપી કરી ગાય છોડાવી લઈ જતા આ કામના ફરીયાદી પાછળ ગયેલ ત્યારે નંદાલય થી થોડેક આગળ સદરી એક અજાણ્યો ઇસમ તથા ગાયનો માલીક ભાવેશ રબારી નાઓ આવેલ અને ફરીયાદીને ગમેતેમ ગંદી ગાળો બોલી અમારા વિસ્તારમા આવસો તો જોઇ લેશુ તેમ ધમકી આપેલ અને ફરીયાદીની ફરજમા દખલગીરી કરી રુકાવટ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના કલાક ૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. હેમતં નગીનરાવ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.