-: પ્રેસનોટ :-
(તા.૨૨/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૧/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૬૧ કિ.રૂ.૧૨૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૧ કિ.રૂ. ૭૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૪ સહીત કુલ-૨૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેગંજ પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૮૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી પ્રવીણભાઇ મફતલાલ પટેલ ઉ.વ.૬૩ ધંધો-નિવ્રુત રહે.બી/૩૦ મંગલ મુર્તી સોસાયટી ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી તા.૧૪/૧૨/૨૦૨૫ના કલાક ૦૫/૦૦ થી કલાક ૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- ફતેહગંજ બ્રીજ નીચે વડોદરા શહેર આ કામના ફરી.ની હીરો હોન્ડા કંપનીની પેશન પ્રો ટૂ વ્હીલર બ્લેક કલરની મો.સા.જેનો રજી.નં..GJ-06-EM-0984 ની જેનો એન્જીન નં. HA10EDBHG06002 તથા ચેસીસ નં. MBLHA10EWBHG08703 નો છે. જેની કિમત રૂ. ૫,૦૦૦/-ની ગણી શકાય જેમા જે-તે સમયે આશરે ૦૨ લિટર જેટલુ પેટ્રોલ હતુ તે મો.સા. કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૧૨/૨૦૨૫ ના કલાક ૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મેહુલદાન ગભીરદાન ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૯ ૦૩૬૨૫૦૪૮૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ) ૧૨૫(બી) ૧૦૬(૧) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અ.લોર.પ્રિયકાંતભાઇ મનુભાઇ બકલ નંબર ૩૮૨૫ નોકરી હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો વાહન ચાલક તા.૨૧/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૦૧ વાગ્યા પહેલા મોજે,.ને.હા.નંબર ૪૮ સુરતથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર, કમ્ફર્ટ હોટલની સામે, ગોલ્ડન બ્રીજ ચઢતા પહેલા વડોદરા શહેર આ કામના આરોપી અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી એક સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ06 CK 2314 ને અથાડી એક્સીડંટ કરી મો.સા.ચાલક ગૌતમ ઉ.વ.૪૦ ના આશરાનો જેના પુરા નામ સરનામાની ખબર નથી જેને બન્ને પગે અને હાથે તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય અને અજાણ્યો વાહન ચાલક અથાડી સ્થળ પરથી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૨/૨૦૨૫ ના ક.૦૧/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.