Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૨/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૫૮ કિ.રૂ.૧૧૬૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૩ સહીત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       ચોરીના કેસો

૧.       મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૬૬/૨૬ બી.એન.એસ.૩૦૬ મુજબ ગુનાના કામના ફરિયાદી રોહિત નીતીન ગુન્દેચા  રહે- ૨૧૩, આનંદબાગ સોસાયટી, તરસાલી રોડ, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી  ગૌરાંગ બાબુભાઇ દલાલ રહે-  ૧૧૨૮, શરદ નગર, તરસાલી, વડોદરા નાઓએ તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક ૧૧/૦૦ વાગ્યા કલાક ૧૯/૦૦ વાગ્યા દરમ્યાન આ કામના ફરીયાદી નાઓના રહેણાંક મકાનમાં મોજે-૨૧૩, આનંદબાગ સોસાયટી, તરસાલી રોડ, મકરપુરા, વડોદરા શહેર ખાતેથી  બેડરૂમની તીજોરીમાં મુકેલ રોકડા રૂપીયા ૧,૦૦,૦૦૦/- ની ચોરી થયેલ હોય. તેમજ અગાઉ સોનાના દાગીના જેમા  સોનાની ચેઇન જે આશરે પાંચ તોલાની જેની કિ.રૂ ૧,૨૫,૦૦૦/- તથા સોનાની વીંટી પાંચ ગ્રામ વજનની જેની આશરે કિ.રૂ ૧૨,૫૦૦/- તથા સોનાની બંગડીઓ નંગ-૨ જે ૨૦ ગ્રામ વજનની જેની આશરે કિ.રૂ ૫૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૨,૮૭,૫૦૦/- ના મતાની ચોરી થયેલ હોય. જે ચોરી આ કામના ફરીયાદીશ્રી નાઓની દુકાનમાં કામ કરતા ઇસમ નામે-ગૌરાંગ બાબુભાઇ દલાલ રહે-૧૧૨૮, શરદનગર, તરસાલી, વડોદરા નાઓએ ચોરી કરી હોવાનો શક હોય જે ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આર.પી.ડાભી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૨૨/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી કિશન સ/ઓ સંજયભાઇ પટેલ રહે, ૦૩- નુતન ભારત સોસાયટી અલકાપુરી સેન્ટ્રલ મોલની પાછળ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમે તા.૦૯/૦૧/૨૦૨૬ ના રોજ સવારે આશરે ક.૧૦/૪૫ વાગ્યાના સમય ગાળા દરમ્યાન શુક્રવારી બજાર ભુતડીઝાપા ગ્રાઉન્ડ ની દિવાલ પાસે રોડ ઉપર સાહેદ સંજયભાઇ પટેલનો IPHONE 15 મોડલનો સ્કાય બ્લુ કલર નો મોબાઇલ ફોન નો IMEI નં.(૧) 354451587280980 તથા IMEI નં. (૨) 354451586652643  જેમાં એરટેલ કંપની નું સિમ નં.9377699674  નો હતો જેની  કિંમત આશરે રૂ. 51,990/- ગણી શકાય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા. ૨૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૮/૨૦ વાગ્યે  ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.બી.કુંપાવત સા. નોકરી કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર સંભાળી લીધેલ છે.

૩.       વાહન અક્સ્માત/ફેટલના કેસો

૧.       વાડી પો.સ્ટે.

વાડી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૦૪૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ- ૨૮૧, ૧૨૫(ક), ૧૨૫(ખ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪‌ મુજબ ગુનાના કામના ફરિયાદી ફિરોઝખાન સ/ઓ મજીદખાન હમીદખાન પઠાણ રહે.પરીખ મોટરવાળી ગલી, દુધવાળા મહોલ્લા, ન્યાય મંદીર, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યો ટુ વ્હીલર ચાલકે  તા.૧૦/૦૧/૨૦૨૬ સાંજના આશરે પોણા આઠ વાગ્યા આસપાસ  મોજે.મીયા અબ્બાસબા ખાંચા આગળ, ન્યુ લહેરીપુરા રોડ, વડોદરા શહેર ખાતે આ કામના ફરીના પિતા ભોગ બનનાર નામે મજીદખાન હમીદખાન પઠાણ ઉવ ૬૫ વર્ષ નાઓ તેઓના ભાણા મોહમ્મદ અરહમને ગોદમાં અને મોહમ્મદ હારીસ ચાલતા લઈને મીયા અબ્બાસના ખાંચા તરફ જવા રોડ ક્રોસ કરતો હોય ત્યારે એક અજાણ્યો ટુ વ્હિલર ચાલક ન્યાય મંદીર તરફથી પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ આવી ભોગ બનનારને જમણા પગે અથાડી જમણા પગના ઢિંચણના નીચેના ભાગે ફ્રેક્ચર કરી ઇજા પહોંચાડી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૧/૨૦૨૬ ના કલાક ૨૧/૪૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ જી.એન.ચોહાણ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       રાવપુરા પો.સ્ટે.

રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૦૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી પ્રતિકભાઇ મનહરભાઇ રાઠવા રહે:-રામજીમંદિર પાસે દંતેશ્વર વડોદરા શહેર મુળરહે:-ગામ હરીપુરા તા.નશવાડી જી છોટાઉદેપુર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક સ્વીફ્ટ કાર નં:-GJ-06-RD-1029 ના તે એવી રીતે કે આ કામના આરોપીએ તા.૨૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૩/૧૫ વાગ્યાની આસપાસ મોજે ક્રોસવે મોલ ત્રણ રસ્તા પાસે જેલરોડ વડોદરા શહેર ખાતે પોતાની પાસેની ફોરવ્હિલ જીજે  ૦૬ આર ડી  ૧૦૨૯ ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી આ કામના ફરીયાદીની બાઇક નં જીજે 34 એમ ૩૪૯૧ તથા સાહેદ નાઓની બાઇક નં જીજે ૦૬ એન જે ૫૨૦૭ તથા સાહેદ રીક્ષા નં જીજે ૦૬ બીયુ ૮૬૨૬ તથા અન્ય એક ફોરવ્હિલ ગાડી નં જીજે ૦૬ આર ૭૭૩૫ ની સાથે અકસ્માત કરી નુકશાન પહોંચાડી તથા ફરીયાદીને માથાના ભાગે જમણી બાજુ તથા સાહેદ કરશનભાઇ નાઓને કપાળમાં જમણી બાજુ જમણા ગાલ ઉપર માથાના વચ્ચેના ભાગે અને જમણા હથની કોણી ઉપર ઇજા પહોંચાડી તથા સાહેદ કમલેશભાઇ નાઓને કમરાના ભાગે મુઢ ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૧/૨૦૨૬ કલાક ૧૫/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.અમરતભાઈ લાલજીભાઈ રાવપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર સંભાળી લીધેલ છે.

 

૩.       ગોત્રી પો.સ્ટે.

ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૩૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી), એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી પાયલ ભાવેશ વિજયભાઈ પોલડીયા રહે, એ/602 આસ્થા વાટીકા સનફાર્મા રોડ તાંદલજા વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ એક અજાણ્યો એક્ટીવા ચાલકે તા.૧૩/૦૧/૨૦૨૬ના કલાક ૦૯/૪૫ વાગે મોજે ગોત્રી રોડ યશ કોમપ્લેક્ષ ચાર રસ્તા પાસે ગોત્રી વડોદરા શહેર ખાતે  આ કામના ફરીયાદી પોતાની એક્ટીવા નં. MH 03 BD 3133 ની લઇ ને જતા હતા તે વખતે કોઇ અજાણ્યા એક્ટીવા ચાલકએ ફરી.ની એક્ટીવા સાથે અથાડી એક્સીડન્ટ કરી રોડ ઉપર એક્ટીવા સાથે પાડી દઇ ફરી બેનને જમણા પગના ઘુટણ ઉપર તથા પંજા ઉપર તથા જમણા હાથ ની કોણી ઉપર ઇજા પહોચાડી જમણા હાથની કોણી ઉપર ફ્રેક્ચર કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૧/૨૦૨૬ ના  કલાક  ૨૧/૧૦  વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.રતીલાલ આપસીંગ ગોત્રી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.       સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ કલમ ૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ચિરાગ વિનોદભાઇ પટેલ રહે. મ.ન.૨૧, રાજેશ્વર રેસીડન્સી, મોટનાથ લેકજોનની સામે હરણી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કિયા સોનેટ ફોરવ્હીલર કાર ચાલક જેના રજી.નં. GJ-06-RB-1779 ના નામે સાહીલ ગણપતભાઇ ચૌહાણ નાઓએ તા.૨૩/૦૧/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- સમા સાવલી રોડ ખાતે આવેલ મેક્ડોનાલ્ડ પાસે ના કટ પાસે આ કામના તોહદારે પોતાની કિયા સોનેટ ફોરવ્હીલર કાર ચાલક જેના રજી.નં.GJ-06-RB-1779 ની પુરઝડપે, ગફલતભરી રીતે અને બેદારકારી પુર્વક હંકારી લાવી ફરીયાદી તથા સાહેદના ટુ વ્હીલરને આગળથી અથાડી એક્સીડન્ટ કરી બંને ને નીચે પાડી દઇ તેની કારનુ ડાબી તરફનુ આગળનુ વ્હીલ ફરીયાદીના કમર ઉપર ચડી જતા ડાબા પગના સાથળનુ હાડકુ ભાગી ગંભીર ઇજા કરી સાહેદ વિનાયકભાઇને ડાબા પગમા સામાન્ય ઇજા કરી ફરીયાદીની માઇસ્ટ્રો ટુ વ્હીલરને અથાડી તેની હેડ લાઇટ તથા એસેસરીને પણ નુકસાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૧/૨૦૨૬ ના ક.૦૩/૪૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI દિપકભાઈ પોપટભાઈ સમા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.       રાવપુરા પો.સ્ટે.

રાવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૦૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧), ૨૮૧,તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અ.હે.કો મનોજકુમાર ચંદુભાઇ નોકરી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આ કામના મરણજનાર   અજાણ્યા પુરૂષ ઉ.વ આશરે ૨૫ વર્ષ જેના નામ સરનામુ જાણવા મળેલ નથી તે પોતે પોતાના ક્બ્જાની મોટર સાયકલ ગઈ.૨૩/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૪૫ વાગ્યા પહેલા મોજે અકોટા સોલાર પેનલ થી નર્શીગ હોમ ચાર રસ્તા તરફના રોડ પર નર્શીગ હોમ ચાર રસ્તા પહેલા આશરે ૧૦૦ મિટરના અંતરે વાહન ચાલકે પોતે પોતાની હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં GJ 06 HA 6774ની  પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ડીવાઇડર સાથે અથાડી  માથામાં તથા મોઢના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરના ભાગે નાની-મોટી ઇજાઓ થતા સારવાર દરમ્યાન પોતે પોતાનુ મોત નિપજાવેલ હોય મારી આ અજાણ્યો પુરૂષ જેની ઉ.વ આશરે ૨૫ જેનુ નામ સરનામુ જાણવા મળેલ નથી તેની વિરુદ્ધમાં કાયદેસર તપાસ થવા મારી ફરીયાદ છે. ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૦૧/૨૦૨૬ ના કલાક  ૦૨/૧૫  વાગે  ગુનો નોધાયેલ છે. સદર ગુનાની પાસ પો.સ.ઇ. શ્રી ડી.કે.કાતરીયા રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.         સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૧૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૦૬(૧),૧૨૫ (એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી મેલાભાઇ પુંજાભાઇ પરમાર રહે-પાકા પોળ, છાણી ગામ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી ઓટો રીક્ષા (છટલ) જેના રજી. નં.GJ-06-BU-2339 નો છે ચાલક હનુભાઇ સુરેશભાઇ ભરવાડ  રહે, ભરવાડવાસ સણોલીગામ તા. વાઘોડીયા જી. વડોદરા નાઓએ આજરોજ તા.૨૨/૦૧/૨૦૨૬ નારોજ સવારના આશરે નવેક વાગ્યાના સુમારે દુમાડ ચોકડી થી દેણા ચોકડી તરફ જતા હોટલ તુલીપની આગળ સિધ્ધાર્થ ફાર્મ હાઉસ તરફ જવાના કટ પાસે ઓટો રીક્ષા (છટલ) જેના રજી. નં.GJ-06-BU-2339 નો છે તેના ચાલકે પોતાની માલીકીની રીક્ષા બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનક બ્રેક મારી સ્ટેરીગ પરનુ કાબુ ગુમાવી બેસતા ઉપરોક્ત રીક્ષા રોડની ડાબી બાજુ પલટી મારી જતા ફરીયાદીના  સસરા નામે રાવજીભાઇ સનાભાઇ ચાવડા નાઓને રીક્ષામાથી પાડી દઇ માથાના ભાગે તથા ચેહેરાના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી સ્થળ પર જ મોત નિપજાવેલ તથા રીનાબેન વા/ઓ રાજુભાઇ રાણા તથા તારાબેન વા/ઓ ગોપાલ રાણા તથા ગૌરવકુમાર અશોકકુમાર શાહ નાઓને સામાન્ય ઇજાઓ પહોચાડી ગુનો કર્યા વિ બાબત. તા.૨૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તાપાસ પો.સ.ઈ. શ્રી બી.કે.ચૌધરી સમા પો.સ્ટે.વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર સંભાળી લીધેલ છે.

૭.         કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૬૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ આ કામના ફરીયાદી ભારતીબેન વા/ઓ મુકેશભાઇ શંકરભાઇ તડવી હાલ રહે-ગામ.ગભાણા તા.ગરૂડેશ્વર જી.નર્મદા મૂળ રહે-ગામ.કોઠી કેવડીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યા વાહનનો ચાલકે તા.૨૨/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે અગીયારેક વાગ્યાની આસપાસ મોજે:ને.હા.૪૮ પર અમદાવાદથી સુરત તરફ જતાં જામ્બુવા બ્રીજ ચડતાં રોડ પર વડોદરા શહેરનાઓએ આ કામના ફરીયાદી તેમના દિકરા શિયાંશ ઉ.વ.૦૫ તથા તેમના મિત્ર અજય પ્રવિણભાઇ તડવી ઉ.વ.૨૧ નાઓ સાથે તેમના મિત્રની હોન્ડા કંપનીની SP-125 મો.સા. જેનો રજી.નં.GJ-22-AA-2669 ની લઈને પોતાના ઘરેથી સુરત ખાતે જતા હતા તે દરમ્યાન ને.હા.૪૮ પર અમદાવાદથી સુરત તરફ જતાં જામ્બુવા બ્રીજ ચડતાં રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન પુરઝડપે,ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવી મો.સા. સાથે એક્સિડન્ટ કરી ફરી.ના જમણા પગે પંજાના ભાગે ગંભીર ઇજા તથા ફરી.ના મિત્ર અજયને જમણા હાથે સામાન્ય ઇજા તથા ફરી.ના દિકરા શિયાંશને પેટના તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનુ વાહન લઈ ભાગી ગયેલ અને ફરી.ના દિકરા શિયાંશને એસ.એસ.જી. હોસ્પિટલના સર્જન ડી-યુનિટમાં ફરજ પરના ડૉ.સાશ્રી નાઓએ આજરોજ સારવાર દરમ્યાન મરણ ગયેલ હોવાનું જાહેર કરેલ હોય વિ.બાબતે તા.૨૩/૦૧/૨૦૨૬ ના ક.૦૫/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. કે.ડી. પરમાર કપુરાઇ પો.સ્ટે.વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર સંભાળી લીધેલ છે.

૪.       વિશ્વાસઘાતના કેસો

૧.       જે.પી.રોડ પો.સ્ટે.

જે.પી.રોડ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૬૦૦૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ ના કાયદાની કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), ૩૧૮(૪),  ૩૩૮, ૩૪૧, ૬૧(૨), ૩(૫) તથા આઇ.ટી.એક્ટની કલમ ૬૬(ડી) મુજબ ગુનાના કામના ફરિયાદી પોલીસ ઇન્સપેક્ટર એન.જે.સોહાગીયા નોકરી જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપીઓ  ૧) એજાજ સ/ઓ ફીરોજમીયા અરબ હાલ રહે, સી-૧૯ લેન્ડમાર્ક ગેલેક્સી, કીસ્મત ચોકડી પાસે, તાંદલજા વડોદરા શહેર મુળ રહે- મ.નં ૫૧ રીફાઇ એપાર્ટમેન્ટ મેમણ કોલોની આજવા રોડ વડોદરા શહેર (૨) અનીશ ઉસ્માનભાઇ કાની રહે, મદીના પાર્ક બાયપાસ રોડ, ભરુચ (૩) નાહીદ બંજારા રહે, કીસ્મત ચોકડી વડોદરા શહેર (૪) અજહર લાકડાવાલા રહે, ભરુચ (૫) ફરહાન પટેલ રહે, ભરુચ નાઓએ તા-૨૧/૦૧/૨૦૨૬ ના કલાક ૧૪/૦૫ વાગેના અરસામા મોજે- મકાન નંબર સી-૧૯ લેન્ડમાર્ક ગેલેક્સી, કીસ્મત ચોકડી વડોદરા શહેર ખાતેથી મળી આવેલ ઇસમ નામે એજાજ સ/ઓ ફીરોજમીયા અરબ હાલ રહે, સી-૧૯ લેન્ડમાર્ક ગેલેક્સી, કીસ્મત ચોકડી પાસે, તાંદલજા વડોદરા શહેર મુળ રહે- મ.નં ૫૧ રીફાઇ એપાર્ટમેન્ટ મેમણ કોલોની આજવા રોડ વડોદરા શહેર નાનો પોતે કોઇ પણ પ્રકારની પોતાની ફર્મ ના હોય તેમ છતા પોતે ADHI S BAG નામની ફર્મના PROPRITER હોવાનુ જણાવી પોતાની PROPRITER  તરીકેની ખોટી ઓળખ ઉભી કરી અનીશ કાની રહે, ભરુચ નાઓ સાથે ઇન્ટરનેટના માધ્યમથી કોઇ પણ એપ્લીકેશન અથવા ઇન્સ્ટાગ્રામ અથવા વોટસએપ કોલથી છેલ્લા આશરે એકાદ વર્ષ જેટલા સમયગાળાથી સંપર્કમા રહી ADHI S BAG PROPRITER ના લખાણ વાળો સીક્કો બનાવી તે સિક્કો પોતાના કબ્જામા રાખી ભારત સરકારના ઉધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી કિમતી જામીનગીરી ઉભી કરી બેંકમા એકાઉન્ટ ખોલાવેલ હોય તથા વડૉદરા શહેર તથા વડોદરા આજુબાજુના ગામડાઓમા ઓછા શિક્ષીત લોકોને પોતાનુ એકાઉન્ટ ખોલાવીને સિમકાર્ડ સહીતની કીટ આપશે તો તેમા પોતાની ADHI S BAG ફર્મના ટ્રેડીંગના નાણાનુ જ ટ્રાન્જેકશન થશે એવો વિશ્વાસ ભરોસો આપી પાંચ થી પંદર હજાર રુપીયા સુધીની રકમ બેંક ખાતા ધારકને આપી એકાઉન્ટ મેળવતો હોય તથા તેના ઓળખીતા નાહીદ બંજારા રહે, કીસ્મત ચોકડી વડોદરા શહેર જેનો મોબાઇલ નંબર ૭૦૪૩૫૩૧૨૦૪ નો છે. તે તથા અજહર લાકડાવાલા રહે, ભરુચ જેનો મોબાઇલ નંબર ૯૮૯૮૪૪૫૭૭૭ નો છે. તે તથા ફરહાન પટેલ રહે, ભરુચ નાઓના સંપર્કમા રહી તે ત્રણેય કોઇ અન્ય વ્યકતીના બેંક ખાતા ખોલાવે તેની સીમકાર્ડ સહીતની કીટ તે ત્રણેય પાસેથી થોડા નાણા આપી મેળવી લઈ પોતે પોતાની રીતે મેળવેલ બેંક ખાતાની કીટ તથા નાહીદ બંજારા તથા અજહર લાકડાવાલા તથા ફરહાન પટેલ નાઓ પાસેથી મેળવેલ બેંક ખાતાની કીટ અનીશ ઉસ્માનભાઇ કાની રહે, મદીના પાર્ક બાયપાસ રોડ ભરુચ નાઓ સાથે ઇન્ટરનેટના માધ્યમથી કોઇ પણ એપ્લીકેશન અથવા ઇન્સ્ટાગ્રામ અથવા વોટસએપ કોલથી સંપર્કમા રહી અનીશ કાનીના કહેવા મુજબ બેંક ખાતાની કીટ અલગ અલગ જગ્યાએ કુરીયરથી મોકલી આપેલ હોય તથા અનીશ કાનીને મોકલવામા આવતા બેંક ખાતામા સાયબર ફ્રોડના તથા ગેમીંગના નાણાનુ ટ્રાન્જેકશન કરાવી પકડાયેલ ઇસમ એજાજ અરબ તથા નહી પકડાયેલ ઇસમ અનીશ કાની અને જેની પાસેથી એકાઉન્ટ લેવામા આવતા નાહીદ બંજારા તથા અજહર લાકડાવાલા તથા ફરહાન પટેલ નાઓએ પોતાનો આર્થીક રીતે સધ્ધર થવાનો હેતુ રાખી પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી ઇન્ટરનેટના માધ્યમથી એકબીજાના સંપર્કમા રહી તમામે એક સમાન ઇરાદો રાખી એકબીજાની મદદગારી કરી એકાઉન્ટ ધારકોને વિશ્વાસમા લઈ એકાઉન્ટ મેળવી લઈ એકાઉન્ટ ધારકો સાથે વિશ્વાસઘાત કરી એકાઉન્ટ ધારકોના એકાઉન્ટ સાયબર ફ્રોડના તથા ગેમીંગના નાણાનુ ટ્રાન્જેકશન કરવામા ઉપયોગ કરી એજાજ અરબ નામનો ઇસમ અલગ અલગ બેંકની કુલ ૨૩ જેટલી પાસબુક તથા ૨૬ જેટલા ડેબીટ કાર્ડ તથા અલગ અલગ બેંકની કુલ ૧૦ જેટલી ચેકબુક તથા અલગ અલગ કંપનીના ૦૫ જેટલા સીમકાર્ડ તથા બેંકને લગત લખાણ હોય તેવી બે ડાયરી તથા બે નોટબુક મળી તથા ADHI S BAG PROPRITER લખેલ સીક્કો (રબર સ્ટેમ્પ) તથા સ્કેનર (ક્યુ.આર.) કોડની ચાર ઝેરોક્ષ કોપી તથા નહી પકડાયેલ ઇસમો સાથે બેંક ખાતાની લેવડ દેવડ માટેની વાતચીત કરવામા ઉપયોગમા લેવાતા મોબાઇલ ફોન સાથે પકડાઇ જઈ ગુનો કર્યા  બાબતે  તા ૨૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૯/૧૫ વાગે  ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ   પોલીસ ઇન્સપેક્ટર એન.જે.સોહાગીયા નોકરી જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.       લુંટના કેસો

૧.        સયાજીગંજ પો.સ્ટે.                                                                                       

સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૦૬૧/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૯ (૪) તથા ૫૪ મુજબ ગુનાના કામના ફરીયાદી તેજા મેટાનુ માજી  હાલ રહે. કોન મેક કોટન ફિકસ કંપની, જી.આઇ.ડી.સી મકરપુરા વડોદરા શહેર મુળ રહે. વલવાસ પુર ગામ થાના. નલ્લા રૂપરા રોડ જી. કલાહંડી ઓડીશા નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યા બે પુરૂષ ઇસમો તથા એક મહીલા ઇસમ આ કામના ફરીયાદી ગઈ તા.૨૦/૦૧/૨૦૨૬ના રાત્રીના આશરે અગીયારેક વાગ્યાના સુમારે મોજે. જુના વીટકોસ બસ સ્ટેશન પાસે આવેલ રીક્ષા સ્ટેન્ડ પાસે આવેલ વડના ઝાડ પાસેથી ફરીયાદીને રીક્ષામા બેસાડી આ ત્રણ પૈકીના એક ઇસમે ફરીયાદીના ખીચ્ચા માંથી રૂપિયા ૨૫૦/- તથા ફરીયાદીની બેગમા મુકેલ રોકડા રૂપીયા ૧૫,૦૦૦/-તથા આધારકાર્ડ તથા ચુંટણી કાર્ડ તથા આઇ.કાર્ડ તથા એલ & ટી કંપનીનો ગેટ પાસે તથા ત્રણ SBI બેન્કના ATM કાર્ડ તથા એક AXIS BANK ATM તથા કટ ફીકસ કંપનીની જોબ કાર્ડ ડાયરી તથા એન્કર ફાસ્ટનર નટ બોલ્ટ કુલ નંગ-૨૦ કિ.રૂ.૮૦૦/-મળી કુલ્લે રૂ.૧૬,૦૫૦/- ની લુંટ કરી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એ.ડી.બારોટ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.       વાહન ચોરીના કેસો

૧.        જે.પી.રોડ પો.સ્ટે.

જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦૦૨૩/૨૦૨૬ બી.એન.એસ.૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી સુરજકુમાર જીતેન્દ્રભાઇ તિવારી  ઉ.વ.૨૫ ધંધો.નોકરી રહે.મ.નં.૩૩ ચામુંડા નગર રોયલ એનફિલ્ડ શોરૂમ પાસે ખિસ્કોલી સર્કલ પાસે કલાલી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ ગઈ તા.૨૨/૦૧/૨૦૨૬ ના સાંજના આશરે કલાક ૧૮/૦૦  વાગ્યાથી તા.૨૩/૦૧/૨૦૨૬ ના કલાક ૦૨/૦૦ વાગ્યા સુધીમાં મોજે. આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કની પાસે અક્ષરચોક ખાતેથી આ કામના ફરીયાદીની હિરો સ્પેલન્ડર પ્રો મો.સા. જેનો રજી.નં. GJ.06.HA.6774 જે બ્લેક કલરની જે સને ૨૦૧૩ ના મોડલની છે. જેનો ચેસીસ નં-MBLHA10 AMDHE11454 તથા એંજીન નં HA10EJDHE70969 નો છે જેમા આશરે એકાદ લીટર જેટલુ પેટ્રોલ હતુ.જેની કિ રૂ. આશરે ૧૫,૦૦૦/- ની ગણી શકાય જે મો.સા કોઇ અજણ્યો ચોર ઇસમ કોઇ સાધન વડે લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૦૧/૨૦૨૬ ના કલાક ૦૮/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. સુરેશભાઇ જેઠાભાઇ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.