Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.       પ્રોહીબીશનના કેસો

તા.૨૨/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૧ કિ.રૂ.૨૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૬ મળી કુલ્લે રૂ.૫,૨૫૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૦ સહીત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       વાહન અકસ્માતના કેસો:-

૧.      સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૯૧/ ૨૦૨૬  ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૧૨૫(એ), ૧૨૫(બી),૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિલેશભાઇ સુરેશભાઇ માછી રહે,મ.નં.૧૪૭, પ્રથમ રેસીડન્સી, સવિતા હોસ્પીટલની પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણી ફોર વ્હીલર કારના ચાલકે તા.૨૨/૦૩/૨૦૨૬ ના ક.૧૧/૫૦ વાગ્યાના સુમારે દુમાડ બ્રિજ ઉપર એક્સપ્રેસ વે તથા નેશનલ હાઇવે નં.૪૮ ના કટ પાસે ફરીયાદીને પાછળથી આરોપીએ પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની ટુ-વ્હીલરને ઓવરટેક કરી એક્સપ્રેસ વે તરફ જતા ફરીયાદીની ટુ-વ્હિલરને વચ્ચેના ભાગે અથાડતા ફરીયાદીને અને ગીરીશભાઇ માછી નાઓને રોડ પર નીચે પાડી ફરીયાદીને ડાબા હાથના કાંડાના ભાગે તેમજ ટચલી આંગળીના ભાગે ફેકચર કરી દાઢીના ભાગે ત્રણ ટાંકા આવી ગંભીર ઈજા પહોચાડી તેમજ ફરીયાદીના પાછળ બેસેલ ગીરીશ માછીનાઓને હાથ પગને છોલાઈ સામાન્ય ઈજા પહોચાડી ફરીયાદીની પાસેની હોન્ડા કંપનીની લીવો મોડલ મો.સા. જેનો રજી. નં.GJ-06-NK-2259 નાનીને રૂ.૫૦૦૦/- નુ નુકશાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દિપકકુમાર પોપટભાઇ સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      વારસીયા પો.સ્ટે. ”એ ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૦૮૦/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૨૫(એ),૧૨૫(બી), ૨૮૧, તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭ મુજબના ગુનાના કામના ફરિયાદી દર્શન સ/ઓ ગણેશન ક્રિષ્નન રહે, મ.નં.બી/૭૨, આવિષ્કાર સોસાયટી કોર્પોરેશન સ્કુલની બાજુમા, ધવલ ચાર રસ્તા હરણી વારસીયા રંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હીલર ગાડી રજી નં.GJ-06-HL-8448  ના મહીલા ચાલક ગઇ તા.૨૧/૦૨/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યાની આસપાસ  મોજે –પ્રભુલી સોસાયટી પાસે જાહેર રોડ પર વારસીયા ફરીયાદીના પિતાજી ગણેશન કૃષ્નન નાઓને આ કામના મહિલા ચાલકે પોતાની કાર પુરઝડપે ખજે ગફલતભરી રીતે ચલાવી લાવી મોપેડ સાથે અથાડતા ફરીયાદીના પિતાજીને ડાબા પગની એડીના ભાગે તથા ગરદનની પાછળ કરોડ રજ્જુના ભાગે ગંભીર ઇજા પહોચાડેલ અને ફરિયાદી નાઓની મોપેડને નુકશાન કરેલ તથા ઇજાઓ પહોચાડેલ વિ. બાબતે તા. ૨૨/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મુકેશભાઈ પ્રભુદાસ વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૭૧/૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ) તથા એમ.વી,એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રીતેષ અશ્વિનભાઇ પઢિયાર રહે,અંબાબ ગામ પરા વિસ્તાર તા-જી,આણંદ નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૦૩/૨૦૨૬ ના ક.૧૪/૦૦ વાગે મોજે-સંગમ ચાર રસ્તા ખાતે ફરીયાદી પોતાના બનેવી કિશન સોલંકી નાઓની બાઇક જેનો રજી નં GJ 31 M 9648 માં પોતાની બહેન ચંદ્રીકાબેન સોલંકીને બેસાડીને પસાર થતા હતા ત્યારે એક સફેદ કલરની અજાણી ફોર વ્હીલર ના ચાલકે પોતાની ફોર વ્હીલર કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની પલ્સર બાઇક સાથે અથાડી ફરીયાદીના જમણા હાથની કોણીના ભાગે તથા જમણા પગની ધુંટી પર ઇજા પહોચાડી તથા ફરીયાદીની બહેનના માથાના પાછળના ભાગે ઇજા પહોંચાડી સ્થળ પરથી પોતાની ફોર વ્હીલર લયને નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી સી.પી.ઝાલા કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.       ચોરીના કેસો:-

૧.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ -એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૦૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની  કલમ ૩૦૯(૪), ૫૪ જી પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી દિલીપકુમાર સ/ઓફ દીપકકુમાર બૈઠા રહે.-ટાટા કોલોની, કરચીયા ફાટક પાસે, કરચીયા, તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ઇસમો તા.૨૨/૦૩/ર૦ર૬ ના ક.૧૨/૦૦ થી ક-૧૨/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.-કરચીયા-રણોલી રોડ પર ખાતે ફરિયાદી તેઓના મિત્ર સાથે ઉભા હતા ત્યારે અચાનક ત્યા બે અજાણ્યા ઇસમો એક વ્હાઇટ કલરની એક્ટિવા લઇને આવી ફરિના હાથમા રહેલ રેડમી કંપનીનો નોટ-૧૩ 5G મોડેલનો વ્હાઇટ કલરનો મોબાઇલ જેનો IMEI No. (૧) 866083066948844 તથા (૨) 866083066948851 છે જેમા એરટેલ કંપનીનું મોબાઇલ સીમ નં.૮૨૯૧૬૯૩૦૧૮ નુ છે જેની આશરે કિ.રૂ.૯૦૦૦/- તે ફરિના હાથમાથી ઝુંટવી ભાગી ગયેલ હોય વિ.બાબતે  તા-૨૨/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.પી.ખુમાણ   જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      કપુરાઇ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૧૩૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૩૦૫(એ), ૩૩૧(૩)(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી જયવંતસિંહ સ/ઓ દલપતસિંહ સોલંકી રહે-મેલા માસ્તરનો કુવો ભાથીજીનગર અલ્વાનાકા માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રીના નવેક વાગ્યાથી તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ સવારના દસેક વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે- ધનીયાવી રોડ પર બ્લીસ ફાર્મની પાસે આવેલ વી.સી. ઓડીયો નામના ડી.જે.ના ગોડાઉનમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગોડાઉનના પાછળના પતરાના દરવાજાના સ્ક્રુ ખોલી દરવાજો ખોલી ગોડાઉનની અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં રહેલ ડી.જે. સિસ્ટમના કુલ્લે કિં.રૂ.૧,૩૯,૮૦૦/- ના મત્તાના સામાનની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિે.બાબતે   તા ૨૨/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એલ.એન.સાંસલા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 ૩.      છાણી પો.સ્ટે પાર્ટ-“એ”-ગુ.ર.નં.-૧૭/૨૦૨૬(૧૧૧૯૬૦૦૫૨૬૦૧૧૯/૨૦૨૬) બી.એન.એસ..કલમ-૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરીયાદી બ્રિજેશ પ્રકાશકુમાર રાજપુત ઉ.વ-૨૯ ધંધો-વેપાર રહે-૪૨, સનરાઈઝ રેસીડેન્શી, જગાજી નગર સામે, આજોડ ગામ તા-જી- વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઈસમ તા-૨૧/૦૩/૨૦૨૬ ના ૨૦/૦૦ વાગ્યાથી તારીખ-૨૨/૦૩/૨૦૨૬ ના રોજ ૦૯/૩૦ વાગ્યાના અરસામાં મોજે- છાણી શાક માર્કેટની પાસે આવેલ મોદી હોસ્પિટલની સામેની ખુલ્લી જગ્યામાંથી. છાણી વડોદરા આ કામના ફરીયાદીના સ્વરાજ ટ્રેકટર જેનો રજીસ્ટર નંબર-GJ-06-PN-2566  સને-૨૦૨૩ તથા એંજીન નં-33,1009/SFG04027 અને ચેસીસ નં-MBNBZ47ABPTG07547   જેની.કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-ની ગણી શકાય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૩/૦૩/૨૦૨૬ ના કલાક:૦૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.રાજેશભાઇ ખોડાભાઇ છાણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.