Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૨/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૬૧ કિંરૂ.૧૩૧૦૦/- તેમજ બિયર નંગ-૪૨૩, ઇ.કવાટરીયા નંગ-૧૩૪૪, ફોરવ્હીલર-૦૧, ટેમ્પો-૦૧, મો.સા.-૦૧, મોબાઇલ-૦૧ તથા રોકડા રૂપિયા મળી કુલ કિ.રૂ.૧૧,૦૦,૭૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૩૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ફેઝલ ફિરોજભાઇ મકરાણી ઉ.વ.૨૦ ધંધો.છુટક કલરકામ રહે.બડી માસુમ એપાર્ટમેંટ ખાનગા મહોલ્લો  ખાટીકીવાડા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફેસલખાન ઝહીરખાન પઠાણ રહે તુહરા હાઈટ એપાર્ટમેંટ સીટી પોલીસ લાઇનની સામેની સાઈડ વડોદરા શહેર તથા અકવીર યુસુફમિયા ગાંધી રહે.ખાનગા મહોલ્લો વડોદરા શહેર તથા ફારૂકમિયા સિંધી રહે.છોટી માસુમ ચેમ્બર ખાનગા મહોલ્લો  ખાટીકીવાડા વડોદરા શહેર તથા સાબીર યુસુફમિયા ઇલાઇચીવાલા રહે. અલમાસ માર્કેટ સીટી પોલીસ સ્ટેશનની બાજુમા વડોદરા શહેર નાઓએ તા.૨૨/૦૬/૨૦૨૬ ના રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ પાણીગેટ દરવાજા પાસે આવેલ જી.ઇ.બી ઓફીસના ઢાળ ખાતે અગાઉ થયેલ જુના ઝઘડાની અદાવત  રાખી આરોપીનાઓ પોતાની મોપેડ લઈ આવી એકદમ ઉશ્કેરાઈ જઈ તેઓ બન્ને મળી ફરીશ્રીને જેમ ફાવે તેવી ગંદી બીભત્સ ગાળો આપવા લાગેલ અને આ ફેસલખાન પઠાણે તેનો કમર પટ્ટો ફરીશ્રીના બરડામાં મારી ઇજા પહોચાડેલ અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મ.પો.કમિ.સા.શ્રીના હથીયારબંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે  તા.૨૨/૦૬/૨૦૨૬ ના ક.૦૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો વિજયસિંહ અજુભા પાણીગેટ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         પાણીગેટ પો.સ્ટે. પાર્ટ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(બી), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ફેસલખાન ઝહીરખાન પઠાણ ઉ.વ.૩૨ ધંધો-એ.સી.ટેકનીશ્યન રહે-મ.નં.૫૦૨, તહુરા હાઇટ એપાર્ટમેન્ટ, ઉત્તમ ઝવેરી પોળ પાસે, સીટી પોલીસ લાઇનની સામેની સાઇડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફેઝલ ફિરોજ મકરાણી રહે-બડી માસુમ ચેમ્બર, ખાટકીવાડા, ખાનગા મહોલ્લા, રાણાવાવની પાછળ, પાણીગેટ, વડોદરા નાઓએ તા.૨૨/૦૬/૨૦૨૬ ના રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ મોજે- પાણીગેટ દરવાજા પાસે આવેલ જી.ઇ.બી ઓફીસના ઢાળ ખાતે આરોપીએ અગાઉના ઝઘડાની ફરીયાદનુ મનદુઃખ રાખી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીશ્રીને તથા ફરીશ્રીના મિત્ર અક્વીલ ગાંધી નાઓને ગડદાપાટુનો માર મારેલ હોય કરી મ.પો.કમિ.સા.શ્રીના હથીયારબંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૬/૨૦૨૬ ના ક.૦૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો વિજયસિંહ અજુભા પાણીગેટ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ચોરીના કેસો

૧.      નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૨૮૦/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨)  મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રશાંતભાઇ કિશોરકાંત પરીખ ઉ.વ.૬૪ ધંધો.નિવ્રુત રહે, મકાન નં.૯૦૧ સુંદરમ સાઇ સુકન એપાર્ટમેન્ટ કાશી વિશ્વનાથ મંદીર પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા-૨૧/૦૬/૨૦૨૬ ના રોજ સવારના આશરે કલાક-૦૮/૦૦ થી ક-૦૮/૧૫ વાગ્યા દરમ્યાન  મોજે.ખંડેરાવ માર્કેટ શાકભાજી માર્કેટ ખાતે વડોદરા શહેર આ કામના ફરીયાદીનો APPLE I PHONE 15 PRO મોબાઇલ NATURAL TITANIUM  કલરનો હતો જેનો આઇ.એમ.ઇ.આઇ  નં-(૧) 358197548804915 નો હતો જેની અંદર (૧) જીયો કંપનીનું સિમકાર્ડ નં- 9727989999 નું હતું જેની આશરે કિંમત રૂપિયા ૭૫,૦૦૦/- ની ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય તા.૨૨/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI મહેશભાઇ ગણેશભાઈ નવાપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     ઘરફોડ ચોરીના કેસો

૧.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૨૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી નિખીલ હરીષભાઈ સોલંકી ઉ.વ. ૨૬ ધંધો- નોકરી રહે-  મંગલેશ્વરઝાપા મહાકાળી માતાની ગલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા ચોર ઇસમ ગઇ તા.૧૯/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના કલાક- ૧૯/૦૦ વાગ્યાથી તા ૨૦/૦૬/૨૦૨૬ ના સવારના કલાક ૧૨/૩૦ વાગ્યાની આસપાસ મંગલેશ્વરઝાપા મહાકાળી માતાની ગલી વડોદરા શહેર ખાતે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી  ઇન્ડીયન કંપનીનો ગેસનો બોટલ તથા પાણી ખેચવાની બ્લ્યુ કલરની નાની મોટર જે બન્નેની આશરે કિં રૂ. ૩,૦૦૦/- ગણી શકાય તથા સાહેદ ભગવતભાઇ માનાભાઇ સોલંકી તથા અજીમ મોહમદ હુસેન શેખ  નાઓના ઇન્ડીયન કંપનીના ગેસના બોટલોની કિં રૂ ૨૦૦૦/-  ગણી શકાય જે તમામની કુલ્લે કિ રૂ. ૫૦૦૦/- ની મત્તાની કોઇ અજાણા ચોર ઇસમે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરેલ છે કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૬/૨૦૨૬ ના કલાક ૨૩/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇન્સ.શ્રી એસ.બી.કુંપાવત કુંભારવાડા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     સ્ત્રી અત્યાચારના કેસો

૧.        પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૩૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૨૯૪(ખ), ૩૫૧, ૧૧૫(૨) તથા મુસ્લિમ વુમન (પ્રોટેકશન રાઇટ ઓફ મેરેજ એક્ટ) ૨૦૧૯ ની કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ફરહીનબાનુ વા/ઓ સુફીયાન મંસુરી ઉ.વ.૨૭ ધંધો-ઘરકામ રહે,વાડી મોટી મર્સ્જીદ મોટી વ્હોરાવાડ નવા બજાર પાસે, પાણીગેટ બહાર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુફીયાન યુસુફભાઈ મંસુરી રહે- મદાર મહોલ્લો એપાર્ટમેન્ટ, ઈ.એમ.એસ સ્કુલ હઝરત એપાર્ટમેન્ટ યાકુતપુરા વડોદરા તા.૩૦/૦૮/૨૦૨૫ ના સાંજના આશરે સાતેક વાગે તથા તા-૧૨/૦૪/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૧/૦૦ વાગ્યાની આસપાસ મોજે- શાસ્ત્રી બાગ પાસે આવેલ ફીઝા એકેડમી ખાતે આ કામના આરોપી સુફીયાન યુસુફભાઈ મંસુરી નાઓએ ફરિ.ના પિતાજીના ઘરે આવી ફરી.સાથે મારામારી ઝગડો કરેલ તથા તા-૧૨/૦૪/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૧/૦૦ વાગ્યાની આસપાસ  શાસ્ત્રી બાગ પાસે આવેલ ફીઝા એકેડમી ખાતે આવી ફરીયાદીને ત્રિપલ તલાક એમ બે વાર બોલી ફરી.સાથે બોલાચાલી ઝગડો કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૬/૨૦૨૬ ના કલાક ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી ડી.આર.પટેલ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.