Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૨/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૨ કિં.રૂ.૬૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરિયા નંગ-૪૧ તથા ઇંગ્લીશ બોટલ તથા બિયર નંગ-૧૦૩ , મોબાઇલ નંગ-૦૬, બાઇક-૦૧, જ્યુપીટર-૦૧ મળી કુલ્લે  કિં.રૂ.૩૦૬૯૮૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ઘરફોડ ચોરીના કેસો

૧.      ફતેહગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૧૧૯૬૦૧૨૨૬૦૨૯૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી રેખાબેન વા/ઓ દિનેશભાઈ મકવાણા રહે,મ.નં.જી/૪ ગાંધીનગર સોસાયટી જાદવપાર્કની પાછ્ળ પાણી ટાંકીની પાસે નવાયાર્ડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૧/૦૭/૨૦૨૬ ના રાત્રીના ૦૦/૧૦ વાગ્યાથી સવારના ૦૬/૦૦ દરમ્યાન ફરિયાદીના મ.નં.જી/૪ ગાંધીનગર સોસાયટી જાદવપાર્કની પાછ્ળ પાણી ટાંકીની પાસે નવાયાર્ડ કોઇ ચોર ઇસમ ફરીયાદીના ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો કોઇ સાધન વડે તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.૮૮,૦૦૦/-ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા  વિ.બાબતે તા.૨૨/૦૭/૨૦૨૬ ના ક-૨૦/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી.ડામોર ફતેગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     મારામારીના કેસો

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૨૭૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ  ૧૧૮(૧), ૨૯૬(ખ),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વિરેન્દ્રસિંહ સ/ઓ વિક્રમસિંહ રાઠોડ રહે-મ.નં.૦૯,શીવદર્શન ડુપ્લેક્ષ, મોટનાથ રોડ હરણી,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)મહેશભાઇ ઉર્ફે સાગર છગનભાઇ મકવાણા (૨) મંજુલાબેન છગનભાઇ મકવાણા બંને રહે-મ.નં.૧૫,શીવદર્શન ડુપ્લેક્ષ, ગર્દા સર્કલ પાસે,હરણી,વડોદરા શહેર નાઓએ તા.૨૧/૦૭/૨૦૨૬ ના સવારના ક.૦૯/૧૫ વાગ્યાની આસપાસ મોજે:-શીવદર્શન સોસાયટીના કોમન પ્લોટમાં તહોમતદાર નાઓએ ફરિયાદીશ્રી તથા ફરિયાદીશ્રીની માતા સાથે બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ ગાળો બોલી આરોપી નં.૧ નાઓએ તેઓના હાથમાં રહેલ મેટલ પથ્થર ફરિયાદીશ્રીને તથા ફરિયાદીશ્રીની પત્નીને તથા ફરિયાદીશ્રીની માતાને મારતા ફરિયાદીશ્રીને માથાના ભાગે ઇજા થયેલ હોય સાત ટાંકા આવેલ અને ફરિયાદીશ્રીની પત્નીને માથાના ભાગે ઇજા થતા તેને પણ પાંચ ટાકા આવેલ અને ફરિયાદીશ્રીને મમ્મીને મોઢા ઉપર સામાન્ય ઇજા થયેલ હોય અને આરોપી નં. ૧ નાઓએ ફરિયાદીશ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૨/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૨૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ  ૧૧૫(૨),૩૫૧(૨)૨૯૬(ખ),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મંજુલાબેન વા/ઓ છગનભાઇ મકવાણા રહે-મ.નં.૧૫,શીવદર્શન ડુપ્લેક્ષ, ગર્દા સર્કલ પાસે,હરણી,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) કૈલાશબેન વિક્રમસિંહ રાઠોડ (૨) વૈશાલીબેન વિરેન્દ્રસિંહ રાઠોડ (૩) નિકિતાબેન અરવિંદસિંહ ચાવડા (૪) વિરેન્દ્રસિંહ વિક્રમસિંહ રાઠોડ તમામ રહે, મ.નં.૦૯,શીવદર્શન ડુપ્લેક્ષ, મોટનાથ રોડ હરણી,વડોદરા શહેર નાઓએ ગઇકાલ તા.૨૧/૦૭/૨૦૨૬ ના સવાર ક.૦૯/૦૦ વાગ્યાની આસપાસ મોજે:-શીવદર્શન સોસાયટીના કોમન પ્લોટમાં એક મજુર સાફ-સફાઇ કરતો ત્યારે ત્યા જતા ફરીયાદીના ઘરની પાછળ રહેતા આરોપીઓએ ફરિયાદીશ્રી નાઓ સાથે બોલાચાલી કરીને ફરિયાદીશ્રીને ધક્કો મારી નીચે પાડી દેતા ફરિયાદીશ્રીના દિકરા મહેશ ઘરમાથી જોઇ જતા તાત્કાલીક આવી જતા ફરિયાદીશ્રી સાથે તથા તેમના દિકરા મહેશભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ ગંદી ગાળો આપી ઝપાઝપી માર મારી કરી આરોપી નં ૩ નાઓ તેમના ઘરમાથી પ્લાસ્ટીકની નાની પાઇપ લાવીને ફરિયાદીશ્રીને તથા તેઓના દિકરાને મારવા લાગેલ અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૪/૨૦૨૬ ક. ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.