-: પ્રેસનોટ :-
(તા.૨૩/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૨/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૨૫ કિ.રૂ.૫૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ- ૫૨ મળી કુલ કિ.રૂ. ૮,૯૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૩ સહિત -૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અક્સમાત/ ફેટલના ગુનાઓ:
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૨૭/૨૦૨૫ BNS કલમ ૨૮૧, ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી સંદિપ શંકરભાઇ ચાવડા રહે. ગામ નવગામ નવીનગરી તા વાઘોડીયા જી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રગતસિંગ દર્શનસિંગ રહે. ચચોવાલી ગામ પોસ્ટ જંયતીપુર તા.જી.અમ્રુતસર પંજાબ નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૫૩ વાગ્યા પહેલા મોજે:-દેના બ્રીજ ઉતરતા ઇન્ડિયન પેટ્રોલની સામે ને.હા.નં.૪૮, અમદાવાદ થી સુરત તરફ જતા રોડ ઉપર પોતાનુ ટેંકર નં.GJ 06 BT 3370 ને એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીના પિતા શંકરભાઇ જામાભાઇ ચાવડા ઉ.વ.૫૦ રહે.સદર નાઓની મોટર સાયકલ જેનો રજી.નં.GJ 06 NK 0184 એક્સીડંટ કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી તેમજ તેઓની માતા સોનલબેન શંકરભાઇ ચાવડા નાઓને શરીર ઉપર નાની મોટી ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૮/૨૦૨૫ ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો વિજેશભાઇ કુરિચંદ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મોબાઇલ ચોરીના ગુનાઓ:
૧. નવાપુરા પોલીસ સ્ટેશન
નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૫૦૨૪૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વિષ્ણુભાઇ ધુળાભાઇ તળપદા રહે- વિષ્રામપુરા વાઘરીવાસ પેટલાદ તા.પેટલાદ જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ ગઈ તા-૧૦/૦૬/૨૦૨૫ ના રોજ તે સવારના આશરે ક-૦૭/૦૦ વાગ્યાના સમયની આસપાસ મોજે. કિસ્તીસ્થંભ બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ બસમાં ફરીયાદીનો દિકરો અજય પાર્ક કરેલ બસમા સુઇ રહેલ તે વખતે તેના ખિસ્સામાં મુકેલ VIVO Y29 5G મોબાઇલ DIAMOND BLACK કલરનો જેનો આઇ.એમ.ઇ.આઇ નં-(૧) 868684076694803 નો હતો જેની અંદર (૧) એરટેલ કંપનીનું સિમકાર્ડ નં-૭૯૯૦૪૦૭૦૫૦ નું હતું જેની આશરે કિં.રૂ.૧૫,૪૯૯/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૩૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.રસિકભાઇ જીવનભાઇ નવાપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડના ગુનાઓ:
૧. ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેગંજ પો.સ્ટે. “એ” પાર્ટ. ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૩૮૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૩૩૧(૨), ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી અભિષેક દેશરાજ રીહલ હાલ રહે,ડી/૮૫ તાસ્કંદ સોસાયટી,નટરાજ ગાર્ડન પાસે નિઝામપુરા રોડ,વડોદરા શહેર મુળ રહે,ગામ. કટોહર ખુર્દ તા.અમ્બ જી.ઉના રાજ્ય.હિમાચલપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ તા.૧૯/૦૮/૨૦૨૫ના બપોરના ક.૧૩/૩૦ થી તા.૨૦/૦૮/૨૦૨૫ના રોજ બપોરના ક.૧૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- ડી/૮૫ તાસ્કંદ સોસાયટી,નટરાજ ગાર્ડન પાસે નિઝામપુરા રોડ, વડોદરા શહેર ફરિયાદીના બંધ મકાનનો મેઇન દરવાજાને મારેલ લોક કોઇ ચોર ઇસમે કોઇ સાધન વડે તોડી મકાનમાં અંદર પ્રવેશ કરી અંદરની રૂમમાં આવેલ લાકડાના કબાટમાં તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલે રૂ.૮૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૨/૦૮/૨૦૨૫ ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.બારીયા ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના ગુનાઓ:
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૫૦૩૯૭/૨૦૨૫ ઈ.પી.કો. કલમ.૪૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી ઉષાબેન ડો/ઓ નાગજીભાઈ છગનલાલ મહેતા રહે-મ.ન.ડી/૪૨ આનંદવન સોસાયટી પ્રતાપ ટાવર એમ.જી.માર્ગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જયશ્રીબેન ગોપાલભાઈ ગાંધી રહે–મ.ન.એ/૧૫ સુબોધનગર માંજલપુર વડોદરા શહેર નાઓએ તા.૨૪/૦૭/૨૦૧૯ થી તા.૧૩/૦૬/૨૦૨૪ સુધી મોજે :-માંજલપુર પો.સ્ટે ઓફિસ માંજલપુર વડોદરા શહેર આરોપી બહેન નાઓએ પોતે માંજલપુર ખાતે આવેલ પો.સ્ટ ઓફીસમાં એજન્ટ તરીકે કામ કરતા હોય તેમ જણાવી ફરીયાદી બેન નાઓનુ મહિલા પ્રધાન કેન્દ્રીય બચત યોજનાનું ખાતું પાંચ વર્ષ ખોલાવી તેઓની પાસેથી કુલ્લે રૂ.૧,૨૦,૦૦૦/- લઈ જઈ તેઓના પો.સ્ટના ખાતામા માત્ર ૧૮,૦૦૦/- જમા કરાવેલ હોય અને બાકીના રૂપીયા પોતાના અંગત ખર્ચમા વાપરી નાખેલ હોય તેમજ ફરીયાદીના ભત્રીજા મોહિત મહેશભાઈ મહેતા નાઓએ પણ જયશ્રીબેન વા/ઓ ગોપાલભાઈ ગાંધી માંજલપુર ખાતે આવેલ પો.સ્ટ ઓફીસમા સને ૨૦૧૪મા મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજનામાં ખાતુ દસ(૧૦) વર્ષ માટે ખોલાવેલ હોય અને તેઓની પાસેથી પણ રૂ.૧,૧૬,૦૦૦/- લઈ જઈ પોતાના અંગત ખર્ચમા વાપરી ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૫ ના ક.૧૮/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે. નાઓએ અંસભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.