Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૨/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૪૨ કિ.રૂ.૪૨૦૦/- તથા ઇ.બોટલ-૦૨, કવાટરીયા નંગ-૪૮ મળી કુલ કિ.રૂ. ૧૨૧૪૦/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. ચોરીના કેસો

૧.      મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૫૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨), ૩૦૬, ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રી પ્રહર્ષ ઉમેશ વછરાજાની ઉ.વ.૪૩ ધંધો-નોકરી હાલ રહેવાસી-૬, શિવાલિક ડુપ્લેક્ષ, બાલાજીનગરની પાછળ, સમતા પોલીસ ચોકીની સામે, સમતા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ગોવિંદ રણછોડભાઇ વાઘેલા હાલ રહેવાસી-ચાપડ ગામ, તા.જી.વડોદરા.(૨) અન્ય ઇસમો જેના પુરા નામ-સરનામું જણાયેલ નથી. ગઇ તા.૧૫/૦૪/૨૦૨૫ રોજ કલાક-૦૯/૦૦ વાગ્યાથી તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ કલાક-૧૨/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન. મોજે- Hitachi Energy India Limited માણેજા ગામ, વડોદરા શહેર ખાતે આવેલ છે તેના ઇન્ટરપ્ટર સ્ટોરમાં, - આ કામના ફરીયાદી GDA Security Pvt. Limited નામની સિકયુરીટી હાલમાં Hitachi Energy India Limited  કે જે માણેજા ગામ વડોદરા શહેર પીનકોડ-૩૯૦૦૧૩ ની ખાતે સિકયુરીટીને લગતુ કામકાજ કરે છે તે Hitachi Energy India Limited કંપનીના ઇન્ટરપ્ટર સ્ટોરમાં રાખેલા MULTI CONTACT RING LA0G DI=151.8 MM જેનો કંપનીમાં પાર્ટ કોડ નં. HAGS201875P0027 નો છે તેવી MULTI CONTACT RING કુલ-૧૧૫ નંગ છે. જે એક નંગની આશરે કિં.રૂ.૨૦,૫૩૬/- થાય છે જે કુલ-૧૧૫ રીંગની આશરે કુલ્લે કિંમત રૂ.૨૩,૬૧,૬૪૦/- ની રકમની ચોરી આ કામના આરોપીએ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૯/૨૦૨૫ના કલાક-૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ પો.ઇન્સ.શ્રી એ.એમ.ગોહિલ સા મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨. મારામારીના કેસો

૧.      અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૫૦૪૪૦/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા સને ૨૦૨૩ ની કલમ.૧૧૮(૧), ૨૯૬(૨),૩૫૧(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ના  ગુનાના કામના ફરીયાદી  વિરેનભાઇ અરવિંદભાઇ રાવ ઉ.વ.૪૮ ધંધો.વેપાર રહે.મ.ન.ઇ/૩૦૩ આર્યા એલીગન્સ વિરાટ હારમોનીયમની બાજુમા બિલ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી પ્રતીક અવેન્દ્ર સિંઘ(રાજપુત) રહે.સી/૩૪ પ્રમુખસ્વામી તીર્થ એન.એલ.ગાર્ડન પાછળ અટલાદરા વડોદરા શહેર તા.૨૨/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૦૦ વાગ્યા આસપાસ મોજે મેડોવ્ઝ બંગ્લોઝ પાસે અટલાદરા-બીલ રોડ વડોદરા શહેર આ કામના ફરી. પોતાની દુકાને હાજર હતા તે વખતે બાજુની દુકાન વાળાનો છોકરો પ્રતીક આવી ફરી.ને વિમલ ગુટખાના બાકી રહેતા પૈસા બાબતે ગંદી ગાળો બોલી બોલાચાલી ઝઘડો કરી આરોપીએ તેની દુકાનમાથી લોખંડનો સળીયો લાવી ફરી.ને માથાના ભાગે ડાબી બાજુ તથા પીઠના ભાગે મારી વધુ માર મારવાની ધમકી આપી ગડદા પાટુનો માર મારી ઇજા પહોચાડી ભાગી જઈ મે.પો.કમિ.સા.શ્રી.ના જાહેરનામાનો ભંગ કરી ગુના કર્યા વિગેરે બાબતે ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૯/૨૦૨૫ના કલાક-૦૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ અ.હે.કો હર્ષિતભાઇ ગગજીભાઇ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.