-: પ્રેસનોટ :-
(તા.૨૩/૧૦/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૨/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૧ કિ.રૂ.૪૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૨૦૩, બિયર નંગ-૯૭૮, ઇ.બોટલ-૨૮ મળી કુલ્લે કિં.રૂ. ૨,૬૧,૩૪૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૧૦ સહિત કુલ-૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. છાણી પો.સ્ટે. પાર્ટ-“એ”-૧૧૧૯૬૦૦૫૨૬૦૪૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૮૧,૩૨૪(૪), મોટર વ્હીકલ એક્ટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જીતેન્દ્રસિંહ કનકસિંહ મહીડા ઉ.વ-૫૩ ધંધો-નોકરી રહે-ડિ/૧૦૩ આદિત્ય રેસીડેન્સી ગાયત્રી પાર્ટી પ્લોટ પાસે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નિકુંજ પંકજભાઈ વાળા રહે.-મ.નં.-સી/૧૦૬ ઉર્વસી કોમ્પ્લેક્ષ આક્રુતી સોસાયટીની બાજુમાં કેનાલ રોડ ટી.પી.-૧૩ ફતેગંઝ વડોદરા શહેર તા.૨૨/૧૦/૨૦૨૬ ના આશરે કલાક-૧૩/૦૦ થી ૧૩/૩૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે.-છાણી રામાકાકા રોડ ગુરૂદ્વારા પાસે જે.કે.ટાયર્સની સામે છાણી વડોદરા શહેર આ કામના ફરિયાદીશ્રી પોતાના કબ્જાની સ્વિફ્ટ VXI ફોર વ્હિલર ગાડી જેનો રજી નંબર GJ-01-HS-2813ની લઈને જતા હતા તે સમય દરમ્યાન મો.જે. છાણી રામાકાકા રોડ ગુરૂદ્વારા પાસે જે.કે.ટાયર્સની સામે છાણી વડોદરા શહેર ખાતે ફરિ.શ્રીની ગાડીની પાછળ એક મહિન્દ્રા XEV 9E ફોર વ્હિલર ગાડી જેનો રજી. GJ-06-C-0080-TC ના ચાલક નામે નિકુંજ પંકજભાઈ વાળા નાઓએ પોતાના કબ્જાની ફોર વ્હિલર ગાડી રસ્તા પર વાહન ચલાવવાની ઝડપ કરતા વધારે ઝડપથી ચલાવી તેમજ એ રીતે વાહન ચલાવવાથી અકસ્માત થઈ શકે છે તેવુ જાણવા છતા પુર ઝડપે અને ગફલભરી રીતે ચલાવી લાવી ફરી.શ્રીના કબ્જાની સ્વિફ્ટ VXI ફોર વ્હિલર ગાડી જેનો રજી.નં-GJ-01-HS-2813 નાઓના પાછળના ભાગે જોરથી અથડાવતા પાછળનો ભાગ સંપુર્ણ ડેમેઝ તથા ફરી.શ્રી.નાઓની ફોરવ્હિલર ગાડીની આગળ જતી ફોરવ્હિલર ગાડી સાથે ફરી.શ્રી.નાઓની ફોરવ્હિલર ગાડી અથડાતા આગળનો ભાગ સંપુર્ણ ડેમેઝ થયેલ જેથી ફરી.શ્રી.નાઓની ફોર વ્હિલર ગાડીનો આગળનો તથા પાછળનો ભાગ સંપુર્ણ પણે ડેમેજ થતા ફોરવ્હિલર ગાડીને આશરે કિ.રૂ.૬૦,૦૦૦/-થી વધુનુ નુકશાન થયેલ હોય અને સદર બનાવમાં ફરિશ્રીની ફોર વ્હિલર ગાડીમાં બેસેલ તેમના ઓળખીતા કે કોઈ પણ વ્યકીત નાઓને કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા તથા કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ ન હોય અકસ્માત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના કલાક ૧૮/૫૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. જયેશભાઈ ભીખાભાઈ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૪૫૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ.૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી પન્નાબેન વા/ઓ મહેશભાઈ અંબાલાલ પરમાર ઉ.વ.૩૫ ધંધો-ઘરકામ રહે,પરમાર ફળીયુ મઈન બજાર ગણેશ મેડીકલ પાસે પોરગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી રીક્ષા રજી નં.GJ-06-BZ-2928 ના ચાલક જેના નામ સરનામાની ખબર નથી તા.૧૭/૧૦/૨૦૨૬ નારોજ બપોરના ક.૧૫/૩૦ વાગ્યાની આસપાસ મોજે બી.એ.પી.એસ.સર્કલ ખાતેથી થોડી આગળ રોડ પર વડોદરા શહેર આ કામના ફરી.શ્રીતેમના ભાભી કે જેઓ વાસણા ખાતે રહે છે તેઓને શ્રીમંત વિધી હોય જેથી આ શ્રીમંત વિધી માટે તેમની દિકરી જાનવી ઉ.વ.૧૫ તથા દિકરા દર્શ ઉ.વ.૧૦ તથા તેમની બહેન નયનાબેન તથા તેમની દિકરી ભવ્યાનાઓ સાથે પોર ખાતે બ્રીજની નીચેથી રીક્ષામાં બેસેલ અને બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ આ રીક્ષા જેનો રજી નં GJ-06-BZ-2928ના ચાલકે બી.એ.પી.એસ.સર્કલ ખાતેથી થોડી આગળ જતા એક સ્કુટી ચાલક રેણુબેન વા/ઓ નિરજભાઇ જાગીયા નાઓ રોડ ક્રોસ કરતા હતા તે વખતે આ રિક્ષા ચાલકે પોતાની રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારી રીતે હંકારી લાવી સ્કુટી ચલાવનાર મહીલા સાથે અથાડી એક્સીડેંટ કરી રીક્ષા પલ્ટી ખવડાવી દેતા રીક્ષાની નીચે ફરી.ની દિકરી જાનવી દબાઈ જતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા રીક્ષા ઉભી કરી ફરી.પોતાની દિકરી જાનવીને પ્રથમ બી.એ.પી.એસ.હોસ્પીટલ અટલાદરા ખાતે સારવાર માટે લઈ ગયેલ અને ત્યાથી વધુ સારવાર માટે માંજલપુર ખાતે આવેલ આયુષ્ય હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યા ફરજ પરના ડોક્ટર શ્રીએ ફરી.ની દિકરી જાનવીને જમણા હાથના ખભા પાસે ફ્રેકચર હોવાનુ જણાવેલ હોય ગુન્હો રીક્ષા ચાલક પોતાની રીક્ષા સ્થળ પર મુકીને નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો સુનિલભાઇ નાગજીભાઇ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વારસીયા પો.સ્ટે. ”એ ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૩૮૨૬૦૨૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ-૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી સામતભાઇ રામસિંગ ગઢવી ઉ.વ.૬૧ ધંધો,કડીયાકામ રહે,મ.નં.૫૭૪ કંકુબા ચોક, કિશનવાડી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ફોર વ્હિલર નં. GJ-06-BV-8734 નો ચાલક તા.૨૦/૧૦/૨૦૨૬ ના કલાક; ૧૫/૦૦ વાગ્યાની આસપાસ મોજે – સાંઇ સર્જન સોસાયટી નાકે વારસીયા, વડોદરા શહેર આ કામના ફરીયાદીના માતા જીવાબેન ઉ.વ.૭૯ નાઓ ચાલતા ચાલતા નિકળેલ તે વખતે સાંઇ સર્જન સોસાયટીના નાકે પહોંચતા કિશનવાડી વુડાના મકાન તરફથી એક ફોર વ્હિલર નં. GJ-06-BV-8734 નો ચાલક પોતાની ફોર વ્હીલર ગાડી પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી મો.જે. સાંઇ સર્જન સોસાયટીના નાકા પર ફરીયાદીના માતા સાથે એક્સીડન્ટ કરી જમણા પગના ઘુંટીના ભાગે ચાર-પાંચ ફેક્ચર કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૦/૨૦૨૬ ના કલાક.૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રીયાઝભાઇ અકબરભાઇ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. પાણીગેટ પો. સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૬૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ- ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ના ગુનાના કામના ફરીયાદી ઉદેસિંહ ખોડસિંહ પરમાર ઉ.વ.૫૭ ધંધો-નોકરી રહે.-સી/૪૨ પારસમણી સોસાયટી આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ફોર વ્હીલ રજી.નં.GJ34H2378 ના ચાલક ઉમેશ જગદિશભાઇ પ્રજાપતિ તા.-૧૬/૧૦/૨૦૨૬ ના સવારના સાડા અગીયારેક વાગ્યાના સુમારે મોજે- ઝુડીયોની પાસે જાન્વી હોસ્પિટલની સામે ડી માર્ટ ત્રણ રસ્તા પાસે વાઘોડીયા રોડ ખાતે વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની ફોરવ્હીલ ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે અને બેદરકારી પુર્વક ચલાવી સાઇડ સિગ્નલ બતાવ્યા સિવાય અચાનક જ ડાબી સાઇડ વાળી દઇ મારા દિકરાની હીરો કંપનીની પેશન પ્રો મો.સા. રજી.નં.GJ06DL1894ને અથાડી એક્સીડન્ટ કરતા મારા દિકરાના જમણા પગના ઘુંટણથી નીચેના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૦/૨૦૨૬ના કલાક-૧૧/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રાકેશકુમાર ભૈરૂલાલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે. “એ’’ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૬૦૩૦૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૪), ૩૧૬(૫), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મૌલેશભાઇ લક્ષ્મીકાંત છાયા ઉ.વ.૬૨ ધંધો. નિવૃતી રહે. ૫/૧૨ અનીક નેપાર્ટમેન્ટ, એલ.જે.કોલેજની બાજુમાં, વસ્ત્રાપુર, અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ લીમીટેડ ના કોઇ કર્મચારી સને ૨૦૨૩ થી આજદિન સુધી મોજે- ડી.-૧૧,પહેલા માળે, કમલાંજલી કોમ્પલેક્ષ, ટ્યુબ કંપની સામે, ઓ.પી. રોડ વડોદરા શહેર ખાતે આવેલ એચ.ડી.એફ.સી. બેન્ક ખાતે સેવિંગ બેંક ખાતા ખોલાવેલા હતા જેમા ફરી.ના સસરાનો એકાઉન્ટ નં. ૦૦૩૩૧૩૦૦૦૦૮૩૨૭ નો છે. તથા ફરી.ના સાસુનો બેન્ક એકાઉન્ટ નં.૦૦૩૩૧૦૦૦૧૩૦૩૫૮ નો છે. ફરી.ના સસરા મહેશભાઇ વસાવડા નાઓએ એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ લીમીટેડ કસ્ટમર આઇ.ડી.નં. ૪૨૭૮૨૩ થી તથા ફરી.ના સાસુ દક્ષા વસાવડા નાઓએ એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ કસ્ટમર આઇ.ડી.નં. ૪૨૭૮૨૪ થી મોજે- ડી.-૧૧, પહેલા માળે, કમલાંજલી કોમ્પલેક્ષ, ટ્યુબ કંપની સામે, ઓ.પી. રોડ વડોદરા શહેર ખાતે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવેલા હતા. જે આઇ.ડી. આધારે ફરી.ના સસરા શેરબજાર ટ્રેડીંગનું કામકાજ કરતા હોય ત્યારબાદ ફરી.ના સસરાએ ટ્રેડીંગ એકાઉન્ટ માંથી સીક્યુરીટીઝ ટ્રાનઝેકશન ઓપરેટ કરવા સારુ એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ લીમીટેડ નાઓ પર વિશ્વાસ ભરોસો રાખી ગઈ તા.૧૯/૦૭/૨૦૦૩ ના રોજ એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ, મોજે- ડી.-૧૧,પહેલા માળે, કમલાંજલી કોમ્પલેક્ષ, ટ્યુબ કંપની સામે, ઓ.પી. રોડ વડોદરા શહેર નાઓને પાવર ઓફ એટર્ની આપેલ ત્યારબાદ ફરી.ના સસરા નાઓનુ સપ્ટેમ્બર-૨૦૨૩ ના અરસામા અવસાન થયેલ તેના એક મહીના પછી ફરી.ના સાસુ-સસરા નાઓએ કરી આપેલ પાવર ઓફ એટર્નીનો ગેર ઉપયોગ કરી પાવર ઓફ એટર્નીમા જણાવેલ તે સિવાયના હેતુ માટે ફરી.ના સાસુ-સસરાના બેંક ખાતાના ટ્રેડીંગ આઇ.ડી.નો ઉપયોગ કરી નિવા બુપા કંપની પાસે ઇનસ્યોરન્સ ઓપન કરાવેલ ત્યારબાદ ફરી.એ એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ લીમીટેડનો સંપર્ક કરતા તેઓએ ફરી.ના સસરાના ઇન્સ્યોરન્સના રૂપીયા પરત કરેલ ત્યારબાદ એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ લીમીટેડ ના કોઇ કર્મચારી દ્વારા ફરી.ના સાસુ સસરાની જાણ બહાર ઓપન કરાવેલ પોલીસીમા ખોટી જન્મ તારીખ તથા ખોટો મોબાઇલ નંબર તથા ઇ-મેઇલ આઇ.ડી નહી હોવા છતા જન્મ તારીખ તથા મોબાઇલ નંબરની વિગત ખોટી હોવાની જાણવા છતા ખરા તરીકે તેનો ઉપયોગ કરી એચ.ડી.એફ.સી. સીક્યુરીટીઝ લીમીટેડ ના કોઇ કર્મચારી દ્વારા વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.એ.પટેલ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. લક્ષ્મીપુરા પો.સ્ટે. પાર્ટ-એ,૧૧૧૯૬૦૩૭૨૬૦૪૨૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) - ૨૦૨૩ ની કલમ-૩૧૮(૪) તથા IT Act કલમ-૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી કેતનભાઈ અશોકભાઈ શેઠ ઉ.વ.૪૦ ધંધો-નોકરી રહે.૭૪૮, ગોકુલનગર, અંબિકાનગરની બાજુમાં, ગોત્રી રોડ, ગોત્રી,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અલગ–અલગ બેન્કના ત્રણ એકાઉન્ટ ધારકો નં (૧) A/C. NO. 918020110872063 IFSC : UTIB0000553 (૨) A/C. NO. 2222110190052948 IFSC : UJVN0002222 (3) A/C. NO. 2051544977 IFSC :KKBK0005945 તા.૧૧/૧૦/૨૦૨૬ ના કલાક ૧૫/૦૦ દરમ્યાન મોજે- અપોલો ફાર્મસી શોપ નં ૨૫ અનંતા ટ્રેડ નારાયણ ગાર્ડન ની બાજુમા લક્ષ્મીપુરા રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદી અપોલો ફાર્મસી પર હાજર હતા ત્યારે અચાનક તેઓનો મોબાઈલ અપડેટ થવા લાગેલ અને મોબાઈલમા રહેલ એકેય એપલીકેશન ઓપન થતી નહોતી. જેથી ફરી.શ્રી સાથે કામ કરતા મિત્ર કરણભાઈએ મોબાઈલ ચેક કરતા તેમા B-PLAY PRO નામની એપ્લીકેશન મળી આવેલ જે ડીલિટ કરી અને મોબાઇલ ફોન રીસેટ કરેલ અને એકાદ કલાક પછી મોબાઇલ ચાલુ થયેલ અને જે બાદ ફરી.શ્રી. નાઓએ પેમેન્ટ ચેક કરતા જણાઇ આવેલ કે ફરી.શ્રીના ખાતામાંથી કુલ રૂ. ૬૦,૮૦૦/- કપાઇ ગયેલ જે ગુગલ પે દ્વારા અલગ અલગ ખાતામાં જેમાં (૧)A/C. NO. 918020110872063 IFSC : UTIB0000553 જેમાં રૂ. 800/-તથા (૨) A/C. NO. 2222110190052948 IFSC : UJVN0002222 જેમાં રૂ.10,000/-(૩) A/C.NO. 2051544977 IFSC :KKBK0005945 જેમા રુ 50,000/-ગયેલ હોય જે ઉપરોક્ત એકાઉન્ટ ધારકોએ ફરી.શ્રીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લઈને છેતરપીંડી કરી ફરી.શ્રી સાથે ૬૦.૮૦૦/- જેટલી રકમનુ અન ઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કરી લઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના કલાક.૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી જી.ડી.રાજપુત લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. લક્ષ્મીપુરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુના રજી નં.૧૧૧૯૬૦૩૭૨૬૦૪૨૨/૨૬ ભારતીય ન્યાય સંહીતાની ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હીનલકુમાર ઘનશ્યામભાઇ દેસાઇ ઉ.વ.૬૨ ધંધો.સોલાર પેનલનુ છુટક કામ રહે.એ-૪૦૨ કિશન કોમ્પલેક્ષ, યશ કોમ્પલેક્ષની સામે, ગોત્રી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રેખાબેન ડૉ/ઓ ધનરાજભાઇ યાદવ ઉ.વ.૫૧ રહે.એ-૪૦૨ કિશન કોમ્પલેક્ષ, યશ કોમ્પલેક્ષની સામે, ગોત્રી રોડ, વડોદરા શહેર ગઇ તા.૨૧/૧૦/૨૦૨૬ ના સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસ ફરીયાદીના ઘરે તથા સોસાયટીના પાર્કિંગમા ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ધમકી આપી ફરીયાદીની પુત્રી નુપુરબેનને નખ વડે ઇજા પહોંચાડી તથા ફરીયાદીને હાથથી ઈજા પહોંચાડી ફરીયાદીને માર મારી ડાબા ખભાના ભાગે ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના રોજ કલાક ૨૧/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એન.એચ.સોલંકી લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૫૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દેવાંગ જયવિંદ્રસિંગ ચૌધરી ઉ.વ.૨૧ ધંધો.વેપાર રહે-સી/૧૦,મધુરમ સોસાયટી,ગોલ્ડન ટ્રાંસફોર્મર, જાંબુવા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧)આર્યન બ્રહ્મભટ્ટ રહે.યોગી સૃટી ફ્લેટ,ઈવા મોલ પાસે, માંજલપુર, વડોદરા શહેર તથા નં.(૨) હરજોતસિંગ સંધુ તા.૨૧/૧૦/૨૦૨૬ ના રાત્રીના ક.૦૨/૦૦ વાગ્યાના સુમારે મોજે- ક્રિષ્ના સ્ક્વેરની નીચે,જાંબુવા બ્રીજ પાસે,વડોદરા શહેર ખાતે ફરી. અને આરોપી નાઓ જુની અદાવતમાં સમાધાન માટે ભેગા થયેલ જેમાં ઉપર જણાવેલ આરોપી નાએ ફરી. સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી અને બિભત્સ ગાળો બોલી મારામારી કરેલ તેમજ આરોપી નં.૦૨ હરજોતસિંગના હાથમાંનુ કડુ ફરી.ને મારી કપાળના ભાગે ઈજા કરી તેમજ માથાના ભાગે ઈજા પહોચાડી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના કલાક ૧૮/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.કે.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. કુંભારવાડા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૯૧/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૧૮(૧),૧૧૫(૨), ૨૯૬(ખ),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી હિરાભાઇ પીઠાભાઇ ખુમાણ ઉ.વ.૬૦ ધંધો-નિવૃત રહે-ઘર નંબર ૧૯૮ ની બાજુમા તુલસીવાડી સ્લમ ક્વાટર્સ ઝુપડામા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧)હંસાબેન વા/ઓ હિરાભાઇ પીઠાભાઇ ખુમાણ તથા નં.(૨) દેવિકા વા/ઓ અમીત હીરાભાઇ ખુમાણ તથા નં.(૩) અમીત હીરાભાઇ ખુમાણ તમામ રહે- તુલસીવાડી સ્લમ ક્વાટર્સ ઝુપડામા વડોદરા શહેર ગઇ તા.૨૨/૧૦/૨૦૨૬ ના બપોરના આશરે ૧૬/૦૦ વાગ્યાની આસપાસ ફરીયાદીના ઘરના આંગણામા મકાન નંબર ૧૯૮ તુલસીવાડી સ્લમ ક્વાટર્સ વડોદરા શહેર ખાતે ફરીયાદીને ભુખ લાગતા ફરીયાદીએ તેની પત્ની હંસાબેન પાસે ખાવાનુ માંગતા ના પાડેલ જેથી ફરીયાદીના પડોશમા રહેતા ફરીયાદીના નાનાભાઇ દાનજીભાઇ પીઠાભાઇ ખુમાણના આંગણામા જઇને ફરીયાદી ખાવાનુ માંગતા હતા તે વખતે ફરીયાદીની પત્ની તથા ફરીયાદીના દિકરા અમીતની પત્ની દેવિકા બન્ને આવેલા અને દેવિકા પોતાના ફોનમા વિડીઓ ઉતારતી હતી જેથી ફરીયાદીના ભાઇની દિકરી સેજલ વા/ઓ હરીશભાઇ સોલંકી નાઓ કહેવા લાગેલ કે તમો વિડીઓ કેમ ઉતારો છો તેમ કહેતા તે બન્ને ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે તથા સેજલ સોલંકી નાઓ સાથે બોલાચાલી ઝપાઝપી કરી ગમે તેમ ગંદી ગાળો આપવા લાગેલ તેવામા ફરીયાદીનો દિકરો અમીત ખુમાણ પોતાના હાથમા પાવડો લઇને આવેલ અને ફરીયાદીને ધક્કો મારી નીચે પાડી ફરીયાદીને માથાની ડાબી બાજુ ઇજા પહોચાડી તથા ફરીયાદીની પત્નીએ અમીતના હાથમાથી પાવડો લઇને ફરીયાદીને મારવા જતા ફરીયાદીના નાના ભાઇની દિકરી સેજલ સોલંકી ફરીયાદીને બચાવવા જતા ફરીયાદીની પત્ની હંસાબેને પોતાના હાથમાનો પાવડો સેજલબેનના માથાની પાછળના ભાગે મારી ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી મે. પોલીસ કમીશ્નરશ્રી વડોદરા શહેરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના કલાક ૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ઘનશ્યામબાઇ ગોરાભાઇ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. કુંભારવાડા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૯૨/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૧૫(૨),૨૯૬ (ખ), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દેવીકાબેન w/o અમિતભાઇ હિરાભાઇ ખુમાણ ઉ.વ.૨૬ ધંધો ઘરકામ રહે,તુલસીવાડી સ્લમ કવાર્ટર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) હિરાભાઇ પીઠાભાઇ ખુમાણ નં.(૨) સેજલ w/o હરીશભાઇ સોલંકી તથા નં.(૩) દાનજીભાઇ પીઠાભાઇ ખુમાણ તથા નં(૪) ધર્મેશ દાનજીભાઇ ખુમાણ તમામ રહે- તુલસીવાડી સ્લમ કવાર્ટર વડોદરા શહેર ગઇ તા.૨૨/૧૦/૨૦૨૬ ના બપોરના આશરે ૧૬/૦૦ વાગ્યાની આસપાસ આ કામના આરોપીઓ ફરીયાદી તથા તેના સાસુ હંસાબેન બંન્ને ઘરે હાજર હતા તે વખતે આરોપી નં(૧)ફરીયાદીના ઘરની સામેના સંતોષીમાતાના મંદિર પાસે બેસી ફરીયાદીને ગંદી ગાળો આપતા હતા જેથી ફરીયાદી તેમના મોબાઇલથી તેઓનો વિડિઓ ઉતારતી હતા તે વખતે આરોપી નં(૨) નાની ફરીયાદીને કહેવા લાગેલ કે તુ વિડિઓ કેમ ઉતારે છે તેમ કહિ ફરીયાદીને ગંદી ગાળો આપવા લાગેલ અને ફરીયાદીના સાસુ તેને સમજાવવા જતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ ગમેતેમ ગંદી ગાળો આપવા લાગેલ અને આરોપી નં(૩)નાઓ આવી ફરીયાદીના સાસુને ગમેતેમ ગંદી ગાળો આપી ઝપાઝપી કરી છુટા હાથથી માર મારવા લાગેલ તથા આરોપી નં(૪)નાએ ફરીયાદીને ગમેતેમ ગંદી ગાળો આપી ઝપાઝપી કરી છુટા હાથથી માર મારવા લાગેલ તે વખતે ફરીયાદીના પતિ અમિત પોતાની રીક્ષા લઇને આવેલ અને ફરીયાદીને તથા તેના સાસુને વધુ મારથી બચાવવા જતા આરોપી નં(૩) તથા આરોપી નં(૪) નાએ ફરીયાદીના પતિ સાથે ઝપાઝપી કરી આરોપી નં(૪)નાએ ફરીયાદીના પતિને મુક્કો મારતા તેમણે પહેરેલ ચશ્મા તુટી જતા ચશ્માનો કાચ જમણા ગાલે વાગી ઇજા થયેલ અને ૨આરોપી નં(૨)નાએ ફરીયાદીના પતિને ગળાના ભાગે નખ મારી ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના કલાક ૨૨/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. જેતેન્દ્ર કૌશલેંદ્રસિંહ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ઘરફોડ ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૬૦૩૬૨૬૦૩૫૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા અધીનીયમ સને ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી કેતનભાઇ રણછોડભાઇ મિસ્ત્રી ઉ.વ.૫૮ ધંધો.સુથારી કામ રહે.મ.નં.૧૭ રૂષીકેશ સોસાયટી વિભાગ-૦૨ વી.આઇ.પી.રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ આ કામના અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૧૧/૦૯/૨૦૨૬ ના રાત્રીના કલાક ૨૨/૦૦ થી તા.૧૨/૦૯/૨૦૨૬ ના સવારના ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીશ્રીના ઘરના દાદરની લોખંડની જાળીના દરવાજાનો નકુચો તોડી મકાનમા પ્રવેશી પહેલા માળ ઉપર આવેલ લુકમે બ્યુટી પાર્લરના લાકડાના ત્રણ થી ચાર ડ્રોવરમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા એક સેમસંગ કંપનીનો M023 મોબાઇલ સાથે મળી કુલ્લે રૂ.૨૪,૦૭૭/- ની મત્તાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ક.૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી યુ.એ.મલેક હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અકોટા પો.સ્ટે. પાર્ટ ‘એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૪૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી કાર્તીકકુમાર દીલીપભાઈ સોલંકી ઉ.વ.૨૩ ધંધો.નોકરી રહે.સી/૦૭ સંપતપાર્ક સોસાયટી યુરોકેર હોસ્પીટલની સામે ન્યુ કોર્ટ રોડ દીવાળીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે ગઈ તા.૨૧/૧૦/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા બારેક વાગ્યા આસપાસ થી સવારના આશરે સાડા છ વાગ્યા દરમ્યાન કોઈ ચોર ઇસમ સી/૦૭ સંપતપાર્ક સોસાયટી યુરોકેર હોસ્પીટલની સામે ન્યુ કોર્ટ રોડ દીવાળીપુરા વડોદરા શહેર ના મુખ્ય દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી ઘરમા પ્રવેશ કરી તીજોરીનો લોક તોડી અંદરનો સરસામાન વેર વિખેર કરી સોના-ચાંદીના દાગીના ચેક કરતા મળી આવેલ નહી જેમા નં.(૧)ચાંદીની કડલી ૦૪ જોડી જેનુ આશરે વજન ૧૦૦ ગ્રામ હતુ તેની આશરે કિંમત રૂ.૭,૦૦૦/- તથા નં.(૨)ચાંદીની લકી નંગ-૦૪ જેનુ આશરે વજન ૨૪૦ ગ્રામ હતુ તેની આશરે કિંમત રૂ.૧૪,૦૦૦/- તથા (૩) ચાંદીની ચેન નંગ-૦૧ જેનુ વજન આશરે ૫૦ ગ્રામ હતી જેની આશરે કિંમત રૂ.૪૫૦૦/- તથા નં(૪) ચાંદીના સડા ૦૧ જોડી જેનુ આશરે વજન ૨૦૦ ગ્રામ હતુ જેની આશરે કિંમત રૂ.૧૪,૦૦૦/- તથા નં.(૫)સોનાની નથ ૦૧ નંગ જેનુ વજન ૦.૨૦ ગ્રામ જેની આશરે કિંમત રૂ.૩૫૦૦/- તથા નં.(૬)ચાંદીનુ બ્રેસલેટ નંગ-૦૧ જેનુ વજન આશરે ૪૦ ગ્રામ હતી જેની આશરે કિંમત રૂ.૪૫૦૦/-નં.(૭)ચાંદીની બુટ્ટી ૦૨ જોડી જેનુ વજન આશરે ૨૦ ગ્રામ હતુ જેની આશરે કિંમત રૂ.૩૫૦૦/- મળી કુલ્લે કિંમત રૂ.૫૧,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૨/૧૦/૨૦૨૬ ના કલાક ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો હિતેંદ્રસિહ ઉદયસિહ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.