Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૧૧/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૨/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૩ કિંમત રૂપિયા ૬૬૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૨૮ સહિત-૩૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    સ્ત્રી –અત્યાચારના કેસો

૧.     પાણીગેટ પોલીસ સ્ટેશન

પાણીગેટ પો સ્ટે પાર્ટ એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૬૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૨૯૬(બી), ૫૪ મુજબ દહેજ ધારા કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સોનાલી W/O ભાવીનભાઇ રાજુભાઇ પંચાલ રહે,૧૦૫ સુખધામ પાર્ક વ્યુ કલાદર્શન ચાર રસ્તા પાસે જુની બરોડા પબ્લીક સ્કુલ પાછળ વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી(૧)પતિ-ભાવિન રાજુભાઈ પંચાલ હાલ રહે,વિદેશમા પોલેન્ડ ખાતે(૨) સસરા-રાજુભાઇ રતિલાલ પંચાલ (૩) સાસુ-રાજશ્રીબેન રાજુભાઈ પંચાલ (૪) દિયર- નિર્મલભાઈ રાજુભાઇ પંચાલ તમામ રહે.એફ ૨૦૨, આત્મીય સંસ્કાર રેસીડેન્સી,હરી દર્શન બંગ્લોસ સામે, વોલ્ટકંપનીની સામે,માણેજા,વડોદરા શહેર નાઓએ તા.૦૩/૦૪/૨૦૨૫ ના ક.૧૩/૩૦ વાગ્યેથી તા.૨૩/૦૮/૨૦૨૫ ના ક.૧૨/૦૦ વાગ્યા સુધી ફરિની સાસરીમાં ફરિયાદી બેનને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી ગંદી ગાળો બોલી દહેજ લાવવા માટે યેનકેન પ્રકારે દબાણ કરી, સ્ત્રીધન પોતાની પાસે રાખી લઈ ફરીયાદીશ્રીને પરત ના આપી, વારંવાર છૂટાછેડા આપી દેવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૨/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૫૦ વાગે ગુનો દાખલ કરેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.સી.બારીયા પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    ધાક-ધમકીના કેસો
૧.     વાડી પોલીસ સ્ટેશન

વાડી પોસ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૫૦૩૬૧/૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪  મુજબના ગુનાના કામના ફરીયાદી કમાલ રહીમ અબ્દુલ રહીમ કુરેશી રહે.ખાટકીવાડ મોગલવાડા ગોસિયા મસ્જીદ પાસે વાડી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નં.(૧) હાજી અબ્દુલગની રહે.ખાટકીવાડ ડભોઇ (૨)હૈદર ઈસ્માઈલ કુરેશી રહે-રામપાલ અહેમદપાર્ક આજવા રોડ વડોદરા શહેર નાઓએ  તા.૨૧/૧૧/૨૦૨૫ રાત્રીના આશરે ક.૨૦/૦૦ વાગે મોજે. કુરેશી હોલ વાડી  ફરીયાદી તેઓના નાતી ભાઇ અહમદભાઇ ના દિકરાના લગ્નમા જમી કુરેશી હોલ બહાર નિકળતા હતા તે વખતે આરોપીઓ સમાજના વડીલોને અમારા વિરૂધ્ધમાં કેમ ઉશ્કેરો છો અને સમાજમાં કેમ ખોટી વાતો કરો છો તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીને ડાબા જડબામાં લાફો મારી તને જીવતો નહીં છોડુ તેમ કહી ધમકી આપેલ એક બીજાની મદદગારી કરી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.-૨૨/૧૧/૨૦૨૫ ના ક.૦૭/૧૫ વાગે ગુનો દાખલ કરેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.કે.ચાવડા વાડી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.


 

૪.    ચોરીના કેસો
૧.     હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૪૪૩/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી આલોક હશમુખભાઇ જયસ્વાલ રહે.બી/૦૩ શ્રી દર્શન સોસાયટી, જમનાનગર બસ સ્ટેશન પાસે, ઘોળદોળ રોડ, અઠવા લાઇન્સ, સુરત નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૨૫ થી ૨૧/૧૦ વાગ્યા દરમિયાન મોજે.બાલાજી પાર્ટીપ્લોટની બહાર પાર્ક કાર માંથી ફરીયાદીશ્રીની હોંડા કંપનીની સીવીક કાર નં.GJ 05 RJ 4114 માં રાખેલ બ્લેક કલરની બેગ જેમા ફરીયાદીશ્રીનુ એપ્પલ કંપનીનુ લેપટોપ જેની આશરે કિ.રૂ.૩૫,૦૦૦/- તથા એરપોડ્સ જેની કિં.રૂ.૧૨,૦૦૦/- તથા ટીશોર્ટ કંપનીની ઘડીયાળ જેની કિં.રૂ.૩૦,૦૦૦/- તથા ચશ્મા જેની આશરે કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂ.૫૦,૦૦૦/- જેમા ૫૦૦ ના દરની ચલણી નોટો હતી જે સામાનવાળી બેગ જેની કુલ કિ.રૂ.૧,૩૨,૦૦૦/- ની મત્તાની કોઇ ચોર ઇસમ કારનો કાચ તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૧૧/૪૦ વાગ્યે ગુનો નોંધયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    વાહન ચોરીના કેસો
૧.     ફતેગંજ પોલીસ સ્ટેશન

ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૫૦ ૫૩૭/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જ્યોતિકાબેન વા/ઓ અજયભાઈ જાદવ રહે.મ.નં.૧૦ ફુલવાડી કોલોની નવાયાર્ડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૧૧/૨૦૨૫ના રાત્રિના ક.૦૧/૦૦ વાગ્યાથી ક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- મ.નં.૧૦ ફુલવાડી કોલોની નવાયાર્ડ ફરી.ની હોન્ડા. એક્ટીવા જેનો રજી.નં. GJ 06 QE 2920  તથા એ.નં.JK15EW5190728 તથા ચે.નં.ME4JK156FPW190688 નો છે જે બ્લેક  કલરની કિ.રૂ.૪૦,૦૦૦/-ની જેમા જે-તે સમયે આશરે ૦૨ લિટર પેટ્રોલ હતુ તે એક્ટીવા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ના ક.૧૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નિલેશભાઇ હિમતભાઇ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૬૩0/૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી પ્રેમ પ્રવિણભાઇ જાધવ રહે, મ.ન.૯૩૦ કૈલાશધામ સોસાયટી રિફાનરી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૧/૧૦/૨૦૨૫ ના રાત્રીના ક,૨૨/૩૦ વાગ્યાથી તા.૦૧/૧૧/૨૦૨૫ ના સવારના ક-૧૧/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીશ્રીની હોંડા કંપનિની સાઇન મો.સા. રજી.નં-GJ-06-LF-1348 જેનો ચે.નં.ME4JC734EHTO51046 તથા એ.નં.JC73ET1090478 નો જેની  કી.રૂ.૩૦,૦૦0/- ની ફરિયાદીના ઘર પાસે પાર્ક કરી લોક મારી મુકેલ જે મો.સા.ની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક-૧૨/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એચ.આર.મુંજાવર ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.