Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૨/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૦  કિ.રૂ. ૪૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૭ સહીત કુલ-૨૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       સ્ત્રી અત્યાચારના કેસો

૧.         મહિલા પો.સ્ટે.

મહિલા પો.સ્ટે, ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૧૨૫૦૦૫૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫,૩૫૨, ૩૫૧(૨),૫૪ મુજબ તથા દહેજ ધારા કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરીયાદી નીલુફર વા/ઓફ અકીલ બીવાલા રહે.એચ.૮૧ મહાબલીપુરમ-૨ તાંદલજા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) પતિ મોહમંદ અકિલ સબ્બીર અહમદ બીવાલા રહે.પહેલો માળ હાજી પ્લેસ જુમ્મા મસ્જીદ મોટા બજાર નવસારી (૨) મોસીન સબ્બીર અહેમદ બીવાલા  (દીયર) રહે.પારસી અગિયારી પાસે તરોટા બજાર નવસારી નાઓએ તા- ૧૪/૦૧/૨૦૧૪ થી તા. ૦૩/૦૭/૨૦૨૫ સુધી પહેલો માળ હાજી પ્લેસ જુમ્મા મસ્જીદ મોટા બજાર નવસારી આરોપીઓ પતિ તથા દિયરનાઓ ભેગા મળી ફરીયાદીબેનને નાની નાની બાબતે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી ફરીયાદીના પતિએ તલ્લાક આપવાની ધમકી આપી દહેજની માગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૩૦વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો દક્ષાબેન પરશોત્તમ ભાઇ મહીલા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.       મારામારીના કેસો

૧.         ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૭૬૩/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ-૨૮૧, ૧૧૫ (૨), ૩૫૧ (૨), ૨૯૬(બી), ૫૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી મિનેશભાઇ મગળાભાઈ ખડિયા રહે વડસર બ્રિજ પાસે આવેલ ઝુપડામાં વડસર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી રાજુ કુવાડીયા તથા એક અજાણ્યો ઇશમ બન્ને રહે-ભાવનગર નાઓ તા.૨૨/૧૨/૨૦૨૫ ના ક. ૧૮/૦૦ વાગ્યા આસપાસ મોજે-આઇ.ટી.આઇ. ચાર રસ્તા પાસે ગોરવા આરોપી પોતાની ફોરવ્હિલ ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની ગાડીને પાછળથી ટક્કર મારી દિધેલ અને થોડેક આગળ જઈ આઇ.ટી.આઇ.ચાર રસ્તા પાસે જતા ફરીયાદીને રોકીને નીચે ઉતારી ગાડી કેમ નથી રોકતો તેમ કહી ફરીયાદીને ગમે તેમ ગંદી ગાળો બોલી લાતો વડે મુઢમાર મારી ફરીયાદીને બન્ને હાથના કોણીના ભાગે તથા ડાબા પગના ઘુટણના ભાગે ઇજા કરી ફરીયાદીને વધુ માર મારવાની ધમકી આપી ફરીયાદીની કચરાની ગાડીને રાજુ કુવાડીયા નાએ લઈને દાતાર દર્ગા પાસે લઇ ગયેલ ત્યા ફરીયાદી તથા તેના સુપરવાઇઝર સતીસ યાદવ નાઓની સાથે ગાડી લેવા જતા ફરીયાદી સાથે ફરીથી ઝપાઝપી કરી ઝગડો કરી ફરીયાદીને વધુ માર મારવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૨/૨૦૨૫ ના ક-૨૧/૨0 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેષભાઇ કાનજીભાઇ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

૪.       ચોરીના કેસો

૧.         સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૩૩૧/૨૫  ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરીયાદી નિશાબેન કરમશીભાઇ રબારી રહે.મ.નં.-૬૨,જાદવ પાર્ક-૦૨,કૈલાશપતિ મહાદેવનુ મંદીર પાસે,ન્યુ સમા રોડ,ફતેહગંજ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૧/૧૨/૨૦૨૫ ના ક.૦૬/૦૦ વાગ્યા થી ક.૧૩/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:-દુમાડ ચોકડીની બાજુમાં આવેલ ગાર્ડનની પાછળની સાઇડ આવેલ રોડ ઉપરથી ફરીયાદીની  હોન્ડા કંપનીની સફેદ કલરની એકટીવા રજી.નં.GJ-06-HG-2498ની સને ૨૦૧૪ના મોડલની છે.જેનો ચે.નં.ME4JF501MD8665632 તથા એ.નં.JF50E80664381નો છે જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૦૦  વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  એ.એસ.આઇ.મહેશભાઇ રમેશભાઇ  સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.         બાપોદ પો.સ્ટે.

બાપોદ પો.સ્ટે  પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૭૨૮/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ  કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી સત્યપ્રકાશ જીતન ઉપાધ્યાય રહે.મ.નં.બી/૦૨ સૌજન્ય રેસીડેન્સી કમલાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૨/૧૨/૨૦૨૫ ના ક.૦૫/૦૦ થી ક-૧૫/૦૦ વાગ્યા દરમિયાન મોજે- આજવા ચોકડી રાત્રી બજાર પાસેથી કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની એકટીવા ટુ વ્હીલર જેનો રજી નં.GJ-06-EK-6655 નો છે.જે કાળા કલરની છે સને ૨૦૧૧ ના મોડલની જેનો ચે.નં.ME4JC448249315 તથા એં. નં. JC44E1360023 નો છે જેની કિ.રૂ.૨૦, ૦૦૦/- જે કોઈ ચોર ઈસમ ડૂપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૧૨/૨૦૨૫ ના કલાક ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  અ.હે.કો હરપાલસિંહ માધુભા બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.       ઘરફોડ ચોરીના કેસો

૧.         માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ, 11196003250717/25 ભારતીય ન્યાય સંહિતા કલમ 305(a),331(3),331 (4), 54 મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રહલાદભાઇ સુરેન્દ્રભાઇ કુસ્વાહા રહે.મ.નં.51  રાજનગર સોસાયટી મકરપુરા રેલ્વે ફાટક પાસે માણેજ મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ચોર ઇસમો તા.22/12/2025 ના ક.20/30 વાગ્યાથી તા.23/12/2025 ના ક.08/00 વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે.મકર પુરા જી.આઇ.ડી.સી. પ્લોટ નંબર 691 ખાતે એક્યુરેટ એંજીનીયર્સ નામની કંપનીના મેઇન ગેટ ઉપરથી બે અજાણ્યા ચોર ઇસમો આવી કંપનીમાં મુકેલ જોબ વર્ક બનાવવા માટેના કોપરના રોડ નંગ-16 જેના એક રોડનું વજન આશરે 42 કિલો ગણી જેના એક નંગની કિ.રૂ.12,000/- ગણી શકાય તેવા કોપરના રોડ નંગ-14 જેની કિ.રૂ. 1,68,000/ નો મુદ્દામાલની કોઇ અજાણ્યા બે ચોર ઇસમોએ ચોરીકરી લઇ જઇ ગુનો કર્યા બાબતે તા.23/12/2025 ના ક.૧૩/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.એસ.બિહોલા માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.