-: પ્રેસનોટ :-
(તા.૨૪/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૯૯ કિ.રૂ.૧૯૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૨૩ મળી કુલ્લે રૂ.૨૪,૧૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૨ સહીત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો:-
૧. સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૧૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૨) ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પુષ્પા ડૉ/ઓ દીતાભાઇ ગરાસીયા ઉ.વ. ૨૫ ધંધો. છુટક મજુરી રહે. કામનાથ મંદીર પાસે ઝુપડપટ્ટી કમાટીબાગ પાસે સયાજીગંજ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી સંજયભાઇ બુધાભાઇ ચુનારા તથા યોગીના વા/ઓ સંજયભાઇ ચુનારા રહે.બન્ને ગોત્રી કેનાલ પાસે વડોદરા શહેર તા-૨૩/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના ક.૦૨/૦૦ વાગ્યાની આસપાસ મોજે. રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં. ૦૬ પાછળ ફરામજી કંપાઉન્ડની સામે ફુટપાટ ઉપર આ કામના ફરિયાદી ફુટપાટ હાજર હતા તે વખતે આ કામના આરોપીઓએ ભેગા મળી ફરીયાદીને અગાઉના ઝગડાની અદાવત રાખી ફરીયાદી સાથે આજરોજ ઝગડૉ કરી ફરીયાદીને માથામા તેમજ દાઢીના ભાગે તથા જમણા હાથના કાડાના ઉપરના ભાગે ચપ્પુના ઘા મારી ફરીયાદીને શરીરે નાની મોટી ઇજાઓ કરી એકબીજાને મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ ક.૧૮/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી ટી.બી.કાતરીયા સા સયાજીગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસાત (ફેટલ)ના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૧૪૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૦૬,૧૨૫(એ),૧૨૫(બી),૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અનાર્મ એ.એસ.આઈ ચિરાગભાઇ મહેશભાઇ બ.નં.૪૫૫૩ નોકરી-કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો વાહન ચાલક તા.૨૨/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૧૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મોજે:- ને.હા.નં.૪૮ સુરતથી અમદાવાદ તરફ જતા વાઘોડીયા બ્રીજ ચઢતા પહેલા ખટંબા અર્બન રેસીડન્સીની સામે રોડ પર એક અજાણ્યો પુરૂષ જેના નામઠામની ખબર નથી તે જેની આશરે ઉ.વ.૬૫ નાઓને કોઇ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે,બેદરકારી અને ગલફતભરી રીતે ચલાવી લાવી આ અજાણ્યા પુરુષને ટક્કર મારી એક્સિડન્ટ કરતા માથાના ભાગે તથા બંને હાથ-પગના ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી સ્થળ પર મોત નીપજાવી પોતાનું વાહન લઈ નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૩/૨૦૨૬ ના કલાક ૨૨/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ કે.બી.બારીયા કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો:-
૧. છાણી પો.સ્ટે. પાર્ટ “એ” ૧૧૧૯૬૦૦૫૨૬0૧૨૦/૨૦૨૬ ની ભારતીય ન્યાય સહિતાની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકભાઈ બળવંતભાઈ સોલંકી ઉ.વ-૩૪ ધંધો-ડ્રાઈવિંગ રહે-બારીયા વગો પ્રેમચંદ ફળિયુ છાણી ગામ તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૨૧/૦૩/૨૦૨૬ ના બપોરના કલાક ૧૨/૦૦ વાગ્યાથી ૦૩/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે-છાણી રામાકાકાડેરી થી થોડે આગળ દુર જગ્ગુ રગડાની ચાની લારીની બાજુમા છાણી તા.જી.-વડોદરા આ કામના ફરીયાદી શ્રીએ પાર્ક કરેલ સફેદ કલરની એક એક્ટિવા જેનો રજી નંબર GJ-06-KH-2572 ની ડિકિની અંદર રાખેલ એક એપલનો આઈ ફોન E-17 મોબાઈલ કે જેમા કોઈ પણ કંપનીનુ સીમ કાર્ડ નાખેલ ન હતુ તથા જેનો IMEI NO-35795791806449નો છે જેની કિ.રૂ.૪૦,૦૦૦/-ની કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ફરિશ્રીની પાર્ક કરેલ એકિટવા માંથી લોક તોડી અથવા ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૩/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ભાવેશભાઇ દેવજીભાઇ છાણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો:-
૧. રાવપુરા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૨૬૨૬૦૦૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી ભાવેશભાઇ પરષોત્તમભાઇ પરમાર ઉ.વ.૨૭, ધંધો,નોકરી રહે,મ.નં.- ડી- ૨૦૪, પરમ સોસાયટી, નિયર કુસ્તી વીલેજ બીલ કેનાલ રોડ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ સવારના કલાક ૧૧/૩૦ વાગ્યાથી તા.૧૯/૦૩/૨૦૨૬ ના રાત્રીના કલાક ૦૧/૦૦ વાગ્યા દરમ્યાન મોજે એસ.એસ.જી હોસ્પીટલ ન્યૂ સર્જીકલ વિભાગની સામે પાર્કીંગમાંથી એક હોન્ડા એસ.પી. ૧૨૫ મોટર સાઇકલ જેનો રજી.નંબર GJ-16-DA-7797 જેનો એ.નંબર JC83ED0046025 છે તથા ચે.નંબર ME4JC832JLD018022 નો છે જેની કિ.રૂ ૪૦૦૦૦/- ની ગણી શકાય જે મો.સા ની કોઇ ચોર ઇસમ ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૩/૨૦૨૬ ના કલાક ૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મનોજભાઇ ચંદુભાઇ રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.