-: પ્રેસનોટ :-
(તા.૨૪/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૬૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૩૭ કિં.રૂ.૪૭,૪૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા નંગ-૨૩૯, બિયર-૧૨, મોપેડ-૦૧ મળી કુલ કિં.રૂ.૨,૩૫,૯૫૧/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૫ સહીત કુલ-૬૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. લુંટના કેસો:-
૧. અટલાદરા પો.સ્ટે પાર્ટ “એ”૧૧૧૯૬૦૪૪૨૬૦૨૧૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૯(૬),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી કૃણાલભાઇ સતીષભાઈ ગાંધી ઉ.વ.૪૦ ધંધો વેપાર રહે બી/૪૨ રામેશ્વર નગર સોસાયટી તા-પાદરા, જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હોન્ડા ડી.વો રજી નં.જીજે -૦૮-કેજે -૫૭૩૦ ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઇસમો જેના નામ ઠામની ખબર નથી તે ગઈતા.૨૨/૦૪/૨૦૨૬ના રાત્રીના કલાક ૨૧/૪૫ વાગે થી કલાક ૨૨/૧૫ વાગ્યાની આસપાસ તથા કલાક ૨૨/૩૦ વાગે મોજે-વડોદરા લાલબાગ બ્રીજના છેડા પાસે રોયલમેળા સામે રોડ ઉપરથી ખીસકોલી સર્કલ નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં અટલાદરા વડોદરા શહેર ખાતે આ કામના ત્રણ અજાણ્યા ઇસમો હોન્ડા ડીવો રજી નં.GJ-08-KJ-5730 ઉપર આવીને આ કામના ફરીયાદીશ્રી ગમે તેમ ગાળો બોલી બોલાચાલી ઝગડો કરી ફરીયાદીને હાથથી ફેટો વડે મારા મારી કરી ફરીયાદીના પેન્ટના ખિસ્સામાંથી આશરે રોકડા રૂ ૨,૦૦૦/- રૂપિયા તેમજ રીઅલમી કંપનીનો મોબાઇલ જેનો IMEI NO (1_) 863079064435712/14, (2) 863079064435704/14 છે જેમાં જીઓ કંપનીનું સીમકાર્ડ હતું જેની આશરે કિં.રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય જે મળી કુલ ૧૭૦૦૦/-ની લુંટ કરી એકબીજાની મદદગારી કરી ભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨3/૦૪/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સશ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડના કેસો:-
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૮૯/૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩) ૩૩૧(૪),૩૦૫(એ) મુજબ ગુનાના કામના ફરિયાદી હર્ષ ઉદેયકુમાર ભટ્ર ઉ.વ-૩૨ ધંધો-નોકરી રહે-મ.ન-૧૩૮૨ શરદનગર સોસાયટી તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમ આ કામના ફરીયાદીના રહેણાકના મકાનમા તા-૨૩/૦૪/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૨/૩૦ થી સવારના કલાક ૦૯/૩૦ ના સમયગાળા દરમ્યાન કોઇ ચોર ઇસમ ફરીશ્રીના પહેલા માળના મકાનમા આવેલ નીચે ભોય તળીયે આવેલ લોખડની જારીનો નકુચો કોઇ સાધન વડે કાપી અંદર પ્રવેશ કરી ભોયતળીયે તથા ઉપરના માળે આવેલ લોખડની તીજોરીઓમાથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રુપીયા -૧૮૨૦૦૦/- મતાની ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૪/૨૦૨૬ ક-૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો:-
૧. ગોરવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૭૨૬૦૨૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩(બી.એન.એસ.) ની કલમ ૩૦૫(બી) મુજબ ગુનાના કામના ફરિયાદી રાજેશભાઇ શીવલાલ પટેલ ઉ.વ.૬૬ ધંધો-નિવુત રહેવાસી મકાન નં.૨૦૩ મનમથપુરી ટાવર આનંદવન કોમ્પલેક્ષ સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૦૪/૦૪/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ થી તા.૦૬/૦૪/૨૦૨૬ ના કલાક ૦૭/૦૦ વાગ્યા દરમ્યાનમાં આનંદવન કોમ્પલેક્ષના પાકૅીગમાંથી એક હિરો કંપનીની સ્પેન્ડર જેનો રજીસ્ટર નં GJ06MC1411 નો છે.જે કાળા કલરની જેનો નંબર MBLHAR086J5K06504 તથા એન્જીન નંબર HA10AGJ5K17116 નો છે. જે સને ૨૦૧૮ ના મોડલની જેની કિં.રૂા.૨૫,૦૦૦/- ગણી શકાય તે મોટર સાયકલની કોઇ ચોર ઇસમે લોક ખોલી ચોરી કરીને લઈ ગયેલ હોય જે ગુનો કયૅા વિ.બાબતે તા: ૨૩/૦૪/૨૦૨૬ ના ક: ૧૫/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એમ.આર. ગાંગાણી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૦૬૨૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ના ગુનાના કામના ફરીયાદી વિશાલ ગંગારામ માખિજાણી ઉ.વ.૨૫ ધંધો- નોકરી રહે,મ.નં.૨૦૨, વાસવાણી કોલોની, ગોપાલ બેકરી પાસે, વારસિયા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા-૨૩/૦૪/૨૦૨૬ ના કલાક ૦૨/૩૦ થી ૦૩/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- હુજરત ટેકરા, મેઈન રોડ, વડોદરા શહેર આ કામના ફરી.ની એક હિરો સ્પ્લેન્ડર મો.સા જેનો રજી નં.GJ-06-NF-4453 ની સને ૨૦૨૧ ના મોડેલની કાળા કલરની જેનો ચેચીસ નં. MBLHAW114M5B14654 તથા એન્જીન નં.HA11EVM5B62616 નો છે. જેમા જેતે સમયે આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ જેની કીમત આશરે રૂ ૨૦,૦૦૦/- જેટલી ગણી શકાય જે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક.૦૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ શ્રી એસ.બી.પટેલ સા સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ચોરીના કેસો:-
૧. છાણી પોસ્ટે પાર્ટ એ ”ગુ.ર.નં.-૨૯/૨૦૨૬(૧૧૧૯૬૦૦૫૨૬૦૧૮૩/૨૦૨૬) બી.એન.એસ. કલમ ૩૦૫(સી) મુજબ ગુનાના કામના ફરિયાદી અપુર્વભાઇ દિનેશભાઇ પટેલ ઉવ.૩૫, ધંધો.ટ્રાન્સ્પોર્ટ રહે.જી ૨/૨ વિધ્યાવિહાર સોસાયટી અભિલાષા સર્કલ ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમ ફરિયાદીશ્રી ની પોતાના માલિકીની ટ્ર્કોમા તા ૨૨/૦૪/૨૦૨૬ સાંજના કલાક ૧૯/૩૦ થી તા.૨૩/૦૪/૨૦૨૬ સવારના કલાક ૦૭/૨૦ વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે સેવન નાઇન ઇમ્પેરીયાની સામેના રસ્તા પર, ખોડીયાર નગર, છાણી, વડોદરા ખાતે પાર્ક કરેલી હતી. જેમાથી કુલ ત્રણ ગાડીઓ જેમા (૧) ટાટા ૯૦૯, જેનો ર.જી.નં GJ-01-BV-2377, (૨) ટાટા ૯૦૯, જેનો ર.જી.નં GJ-02-XX-6614 તથા (૩) ટાટા ૯૦૯, જેનો ર.જી.નં GJ-02-XX-7147 ની બેટરીઓ. જેમા બે એમરોન કંપનીની તથા એક કારવન કંપનીની એમ કુલ ત્રણ બેટરીઓ જેની કુલ કિંમત આશરે રુપિયા ૧૫૦૦૦/- ની ગણી શકાય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૪/૨૦૨૬ ના કલાક ૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પો.સ્ટે “એ” ૧૧૧૯૬૦૩૦૨૬૦૨૬૪/૨૦૨૬ બી.એન.એસ.૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી પ્રહલાસિંગ ઘંટોલીરામ જાટવ ઉ.વ ૬૦ ધંધો નિવુત રહે મકાન નં-બી-૧ નારાયણનગર સોસાયટી સોખડા રોડ છાણી વડોદરા મુળ રહે ગામ મલ્હુ પોસ્ટે. સોખ થાના મગોરા જી. મથુરા ઉત્તરપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી એક રીક્ષા ચાલક જેના નામ સરનામા કે નંબરની ખબર નથી તે તા.૨૧/૦૪/૨૦૨૬ ના કલાક ૧૦/૧૫ થી ૧૦/૨૦ દરમ્યાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની સામેના રોડથી અલકાપુરી ગરનાળા રોડ પર આ કામના ફરિયાદીને અજાણ્યો રીક્ષા ચાલકે જણાવેલ કે મે વડોદરામા નવો છુ મારે રેલ્વે સ્ટેશન જવુ છે તો તમો બેસી જાવ મને રેલ્વે સ્ટેશન બતાવી તમો ઉતરી જજો હુ તમારી પાસે ભાડાના રૂપિયા નહી લઉ તેમ જણાવી રીક્ષાચાલકે ફરિયાદીને આગળની ડ્રાઈવરસીટ પર પોતાની પાસે બેસાડી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ની સામેના આર. સી. દત્ત રોડ થી રેલ્વે સ્ટેશન ગરનાળા સુધી બેસાડી લાવી ફરિયાદીના પેન્ટના ખીસ્સામાથી રૂ. ૫૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે તા.૨૩/૦૪/૨૦૨૬ ના કલાક ૨૧/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો કુલદિપસિંહ સુખદેવસિંહ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ -૧૧૧૯૬૦૦૩૨૬૦૨૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા. કલમ ૩૦૪(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી સેજલબેન વા/ઓ વિમલભાઇ ગોવિંદભાઇ મિયાત્રા ઉ.વ.૪૬ ધંધો.નોકરી રહે,મ.નં.૨૦૩ આદિનાથ રેસીડેન્સી સરસ્વતી ચાર રસ્તા પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો મો.સા ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે ગઈ તા.૧૯/૦૪/૨૦૨૬ ના સાંજના કલાક.૧૬/૩૦ વાગ્યા આસપાસ સમંવય સપ્તર્શી આગળ આવેલ વળાંક પાસે ફરીયાદી એક્ટીવા લઇ પસાર થતી વખતે એક અજાણ્યો મો.સા.ચાલક ફરીયાદી પાછળથી અચાનક આવી તેના ખભામાં લટકાવેલ આછા લીલા કલર જેવુ લેડીઝ પર્સ એકદમ આંચકી(ઝુંટવી) લઈ ભાગી જઇ પર્સમાં રાખેલ ફરીયાદી માલિકીનો વન પ્લસ નોર્ડ સી.ઇ ૩, 5જી ના મોડેલનો જુનો વપરાયેલો મોબાઇલ જેની આશરે કિંમત રૂ.૧૪,૦૦૦/- ગણી શકાય તે તથા રોકડા રૂ.૨૦૦૦/- કુલ્લે મળી રૂ.૧૬,૦૦૦/- ની મત્તાની પર્સ સાથે આંચકી(ઝુંટવી) લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા:૨૩/૦૪/૨૦૨૬ નાક. ૧૬/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.જી.રોહિત માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન અકસ્માતના કેસો:-
૧. અટલાદરા પો.સ્ટે. પાર્ટ “એ”૧૧૧૯૬૦૪૪૨૬૦૨૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૧, ૩૨૪,(૪) એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી પુજાબેન વા/ઓ બિજેંદ્રભાઇ વીરનારાયણ વત્સ ઉ.વ.૩૮ ધંધો-નોકરી રહે.સી/૬૦૨ કલ્પ ડિઝાયર મહારાણી ગાર્ડન રોડ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભુવનવિક્રમ પ્રમોદકુમાર સિંહ ઉ.વ.૨૮ ધંધો-નોકરી રહે. એક્સ/૪૦૧ શ્યામ આઇકોન કલાલી વડોદરા શહેર તા.૨૩/૦૪/૨૦૨૬ ના સવારના આશરે કલાક સાડા નવેક વાગ્યા ની આસપાસ વાગે મોજે અટલાદરા-પાદરા રોડ ઉપર આવેલ બીલ ચાર રસ્તા રોડ ઉપર વડોદરા શહેર આ કામનો આરોપીએ પોતાની સફેદ કલરની ટાટા કંપનીની ફોર વ્હીલ નેક્સોન કાર જેનો રજી.નં.UP-33-BW-2627ની કાર ગફલત ભરી બેદરકારી રીતે ચલાવી લાવી આ કામના ફરીયાદી શ્રીની હોન્ડા કંપનીની અમેઝ ફોર વ્હીલ કાર જેનો રજી.નં.GJ-06-PR-6357 ને ડ્રાઈવર સાઈડ આગળના ભાગે અથાડી ફરિયાદીની કારને ડ્રાઈવર સાઈડના આગળના બમ્પર, ડ્રાઇવર સાઇડ આગળની હેડલાઇટ અને આગળના બોનેટને આશરે રૂપીયા ૫૦૦૦૦/- નુ નુકશાન કરી ગુન્હો કર્યા વિગેરે બાબત. અને સદર આરોપીના વિરુધ્ધમાં દારૂપીને વાહન ચલાવવા બાબતનો અલાયદો કેસ કરવામાં આવેલ છે વિગેરે બાબતે તા.૨૩/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અખિલેશભાઇ અવધેશભાઇ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. મારામારીના કેસો:-
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૬૧/૨૦૨૬ વિરુધ્ધમા ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ. ૧૧૫(૨), ૨૯૬(૨),૨૨૧,૩૦૮(૨),૫૪ તથા જી.પી.એક્ટ એક્ટ.૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી ઉમેશ સુધાકર જોષી ઉ.વ.૫૪ ધંધો.નોકરી રહે.મ.નં. એ/૫૦૧ વ્રજધામ સોસાયટી ન્યુ મકરપુરા જકાતનાકા જામ્બવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક સફેદ બંડી પહેરેલ ગૌપાલક તથા બીજા બે અજાણ્યા ગૌપાલક જેના નામ સરનામાની ખબર નથી તે તા.૨૩/૦૪/૨૦૨૬ ના ક.૧૬/૨૦ વાગ્યે મોજે- વૈકુઠ 02 આમ્બાવાડીની પાછળ વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી તેમના સ્ટાફ સાથે ઢોર પકડવાની કામગીરી કરતા હતા તે દરમ્યાન એક ગાય પકડેલ ત્યારે આરોપી સફેદ બંડી પહેરેલ ગૌપાલક લાકડી લઈને મારવા માટે આવી ગયેલ અને તેની સાથે બે અજાણ્યા ગૌપાલક આવી જતા ફરીયાદીશ્રી તથા તેમના સ્ટાફ સાથે ગાળાગાળી તથા હાથાપાઇ કરી સરકારી કામગીરીમા અડચણરૂપ પેદા કરી એક ગાય છોડાવીને લઈ જઇ ગુના કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.કે.મકવાણા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સીટી પો.સ્ટે.-પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૧૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનના ગુનાના કામના ફરીયાદી સબરેમોઇન સાજીદહુસેન શેખ ઉ.વ.૨૨, ધંધો-વેપાર(સમીર ટાયર), રહે.યાકુતપુરા, મીનારા મસ્જીદની પાછળ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) નઇમુદીન ઉર્ફ નઇમ સૈયદ તથા (૨) તેઓના દિકરા અયાન સૈયદ અને (૩) નાવેદ સૈયદ તથા (૪) નઇમના ભાઇ નાસીરૂદીન તમામ રહે.મીનારા મસ્જીદની સામે, યાકુતપુરા, વડોદરા શહેર તથા (૫) આબીદબાપુ સૈયદ રહે;યાકુતપુરા, પીઠુ, વડોદરા તા.૦૪/૦૪/૨૦૨૬ના ક.૨૧/૩૦ વાગ્યા થી તા.૦૫/૦૪/૨૦૨૬ના ક.૧૯/૩૦ વાગ્યા આસપાસ મોજે- યાકુતપુરા, મીનારા મસ્જીદની સામે, વડોદરા શહેર આ કામના ફરી. અને તેઓના મિત્ર આદીલ મોહમંદ રફીક શેખ સાથે બેસેલ હોય ત્યારે આ કામના આરોપી નં.(૧), (૨) નાઓના ત્યાં આવીને ફરી.ને કહેલ કે “આ જગ્યાએ બેસવાનુ નહી.” અને તેમ કહીને ફરી.ને જેમ-તેમ બોલવા લાગેલ અને ગંદી ગાળો બોલીને માર મારેલ અને ફરી.ને ફટકો મારીને ડાબી બાજુએ પીઠની પાછળ અને જમણા પગના ઘુંટણે ઇજાઓ કરી અને ત્યારબાદ આ કામના આરોપી નં.(૪) નાઓ ત્યાં આવી જતા તેઓએ પણ ફરી.ને ગડદાપાટુનો માર મારવા લાગેલ ત્યારે આ કામના આરોપી નં.(૫) ના આવી તેઓએ આ બધા આરોપીઓને ફરી.ને મારવાની ઉશ્કેરણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને ત્યારબાદ બીજા દિવસે ફરી. અને તેઓના ભાઇ સમીર નાઓના ઘરે જતા હોય ત્યારે આ કામના આરોપી નં.(૨), (૩) નાઓએ રોકી ગઇકાલના ઝઘડાની અદાવત રાખીને ફરી.ને જેમ-તેમ ગાળો બોલી બન્ને સાથે ઝપાઝપી કરીને ફેટો મારેલ આ તમામ આરોપીઓએ એક-બીજાની મદદગારી કરી ફરી.શ્રી નાઓને ઇજાઓ પહોચાડી ગુનો કર્યો વિ.બાબતે તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક ૧૪/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.બી.પટેલ સા. સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.