Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૪/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૩/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૪ કિં.રૂ.૨૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂનાી બિયર નંગ-૨૦, ઇ.કવાટરીયા નંગ-૦૨, બોટલો નંગ- ૧૦૨ મળી કુલ કિ.રૂ.૬૦,૪૧૫/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માતના કેસો

૧.      હરણી પો.સ્ટે  પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૪૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અનુરાગભાઈ જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ રહે. મકાન નં. ૪૩ સિધ્ધેશ્વર હીલેરીયસ ધ્યાન રેસીડેંસીની બાજુમા હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટેમ્પો નંબર GJ 06 BT 8306 નો ચાલક તા.૨૩/૦૬/૨૦૨૬ ના સવારના ક.૧૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે-મોટનાથ રોડ હરણી સુપર માર્કેટ સામે તેનો ટેમ્પો  એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિયાદીશ્રીના પિતાજીની  મોટરસાયકલ નં.જીજે 05 ઈડી 4277 ને અથાડી એક્સીડંટ કરી ફરીયાદીના પિતાજીને માથાના પાછળના ભાગે તથા કાનમાં ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૦૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      મકરપુરા પોસ્ટે પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૬૪/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના કામના ફરિયાદી બરચે ગોવીંદ સીંગ રહે-ઇ/૧૯-ઇ, રેલ્વે કોલેની, ડીઆરએમ ઓફીસ પાસે, પ્રતાપનગર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા-૧૨/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગ્યાથી તા.૧૯/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાનમા મોજે- મકાન નં. ઇ/૧૯-ઇ, રેલ્વે કોલેની, ડીઆરએમ ઓફીસ પાસે, પ્રતાપ નગર ખાતે કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરના દરવાજાને મારેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશી અંદરના રૂમમાં તીજોરીમાં મુકેલ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મળી કૂલ રૂ.૧,૪૫,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ  જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૦૬/૨૦૨૬ ના ક..૨૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી  જે.એચ.વસાવા વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.