Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૪/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૩/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૦ કિં.રૂ.૪૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૪૮૫ મોબાઇલ નંગ-૦૧,રીક્ષા-૧ મળી કુલ્લે  કિં.રૂ.૧,૭૨,૬૬૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      કપુરાઈ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૭૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હેતલ નિરવભાઇ શાહ રહે-એ/૧/૩૯, તક્ષ ગેલેક્ષી જગદીશ ફરસાણની બાજુમાં ને.હા.૪૮ વાઘોડીયા ચોક્ડી નજીક વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) પાર્થ યોગેંદ્રભાઈ પટેલ (૨) સોનલ પાર્થ પટેલ બને રહે-એ/૧/૪૩ તક્ષ ગેલેક્ષી જગદીશ ફરસાણની બાજુમાં ને.હા.૪૮ વાઘોડીયા ચોક્ડી નજીક વડોદરા શહેર નાઓએ તા-૧૫/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક.૨૧/૧૫ વાગ્યા આસપાસ મોજે-એ/૧/૪૩ સામે તક્ષ ગેલેક્ષી જગદીશ ફરસાણની બાજુમાં ને.હા.૪૮ વાઘોડીયા ચોક્ડી નજીક ફરીયાદી તથા આરોપીઓના બાળકો સાથે રમતા હોઇ અંદરો અંદર ઝઘડતા તે બાબતે ફરીયાદીના સાહેદ ઠપકો કરવા જતા આરોપીઓએ ફરીયાદીના સાહેદ ને ગડદાપાટુ નો માર મારી ગમે તેમ ગંદી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામા એક બીજાએ મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.કે.કટારીયા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૩૮૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ તથા ધ પ્રિવેન્‍શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ૧૯૮૪ ની કલમ ૩(૨)એ મુજબના ગુનાના કામના ફરિયાદી અનિલ રામઉદ્ગાર યાદવ રહે.મ.નં.૩૨,૩૩ લક્ષ્મિઅનગર સોસાયટી, સોલગાલા ની પાસે કુંભારીયા તા.ચૌર્યાસી જી.સુરત નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૭/૦૭/૨૦૨૬ ના સાંજના પાંચ વાગ્યા પહેલા કોઇ પણ સમયે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વડોદરા કચેરીનો મિકેનીકલ સ્ટોર નેશનલ હાઇવે ૪૮ આજવા ચોકડીથી વાઘોડીયા ચોકડી તરફ જતા સરકિટ હાઉસની બાજુમાં આવેલ સિવિલ સ્ટોરની બાજુમાં આવેલો છે તે સ્ટોરમાથી કોઇ અજાણ્યો ચોર ઇસમ અપર વાલ્વ એસેમ્બલી તથા લોઅર વાલ્વ એસેમ્બલી તથા ચેક વાલ્વ ગાઇડ તથા ચેક વાલ્વ સીટ તથા મોડી ફાઇડ સ્પેસર વિગેરે સામાનની આશરે ચાર પ્લાસ્ટીકની બેગો જેની આશરે કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૩/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એલ.એન.સાંસલા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૪.      ચોરીના કેસો

૧.         કપુરાઈ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૭૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જીગરકુમાર પ્રવિણભાઇ વાળંદ રહે.ડી-૧૨૬, શિવમ ડુપ્લેક્ષ,અંબે સ્કૂલની સામે,માંજલપુર,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૩/૦૭/૨૦૨૬ ના ૧૩/૧૫ વાગ્યા આસપાસ આસપાસ મોજે. રામનાથ હારમોની તરસાલી બાયપાસ ખાતે ફરિયાદીની માલીકીની મહીંદ્રા કંપનીની સ્કોર્પીયો ફોર વ્હીલર જેનો રજી.નં.GJ-16-FA-9334 ની ગાડી રામનાથ હારમોની,તરસાલી બાયપાસ ખાતે પાર્ક કરેલ હોય જેનો બે અજાણ્યા ચોર ઇસમ  ગાડી નો  કાચ તોડી રૂ.૯,૧૮,૦૦૦/- રોકડા (૫૦૦ના દરની ચલણી નોટોના બંડલ) તેમજ ડોક્યુમેન્ટની ચોરી કરી લઈ ગયેલ હોય વિગેરે બાબતે તા-૨૩/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.       વાહન અકસ્માતના કેસો

૧.         બાપોદ પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૬૬/૨૬ ભારતીય ન્યાંય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫,(બી), તથા એમ.વી.એક્ટ કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રિયાબેન વા/ઓફ કુમારભાઈ ખાનચંદાણી રહે- મ.નં ૯૦૧ ઓમકાર પ્લેનેટ, ખોડીયારનગર ડી-માર્ટ પાસે ન્યુ કારેલીબાગ રોડ, એક ઈકો ફોરવ્હીલર જેનો રજી નં GJ16DG4059 નો ચાલક તા-૨૨/૦૭/૨૦૨૬ ના સવારના સાડા સાત વાગ્યાના અરશામાં મોજે- સયાજી ટાઉનશીપ પાસે આવેલ દર્શનમ હાઈ વ્યુ ચાર રસ્તા પાસે ફરીયાદીનાઓ પોતાનું એક્ટિવા જેનો રજી નં-GJ06ME9119 નું લઈ ને પોતાના દિકરાને સ્કુલે મુકવા માટે જતી વખતે સયાજી ટાઉનશીપ પાસે આવેલ દર્શનમ હાઈ વ્યુ ચાર રસ્તા પાસે આવતા એક ઈકો ફોરવ્હીલર પુરઝડપે તથા ગફલતભરી અને બેદરકારી રીતે હંકારી લાવી ફરીયાદીની એક્ટીવાને ડાબા ભાગે અથડાતા ફરિયાદીને ડાબા પગના નળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.ર૩/૦૭/ર૦ર૬ ના ક.૧૭/૦૬ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મહેશભાઈ ભુદરભાઈ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         મકરપુરા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬ ૦૪૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી), ૩૨૪(૪) તથા એમ.વી એક્ટ કલમ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી ગોપાલભાઈ બિન્દુસિંહ ચૌધરી રહે.દ્વારકાદાસ ચાલ દંતેશ્વર પોસ્ટ. પ્રતાપનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક સફેદ કલરની બ્રેઝા ફોર વ્હિલ જેનો રજી નં. GJ-06-LK-5362 ના ચાલક સમીરકુમાર ગિરીશભાઈ પટેલ નાઓએ તા.૨૩/૦૭/૨૦૨૬ ના ક:૨૧/૩૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે-દીપ આમલેટની લારી ઉપર ગોકુલનગર સોસાયટીના મેઈન ગેટની સામે પ્રતાપનગર બરોડા ડેરી રોડ પ્રતાપનગર ખાતે ફરીશ્રી તથા દીપ આમલેટની લારીના માલિક રવિન્દ્રસિંહ રામચંદ્ર ભદોરીયા નાઓ હાજર રહી લારી પર કામ કરતા હતા તે વખતે આરોપી પોતાની બ્રેજા ફોર વ્હીલ ગાડી રજી. GJ-06-LK-5362 ની પુરઝડપે અને ગફલતભરી રીતે પુરપાટ ઝપડે હંકારી લાવતા લારીને અથાડતા લારીને સામાન વેરણ છેરણ થઇ ગયેલ અને લારી ટુટી ગયેલ જે આસરે રૂ.૩૫,૦૦૦/- નુ નુકસાન કરી અને ફરીશ્રી નાઓ ઉપર લારી પડતા તેઓને માથાના ભાગે લારીનું પતરું વાગી જતા ગંભીર ઈજા થયેલ તથા કમરના ભાગે તથા બંને પગની એડીના ભાગે ઇજા પહોંચાડી ૧૦૮ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર કરાવેલ ર્ડા.શ્રીએ સારવાર દરમ્યાન માથાના ભાગે ૧૬ જેટલા ટાંકા લીધેલ અને ફરીશ્રીની હાલમાં સારવાર ચાલુ છે અને ફોર વ્હીલ ચાલક નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૭/૨૦૨૬ ના ક-૦૫/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નરસિંહભાઈ કેરાજી મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.