Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-

(તા.૨૪/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૩/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૧૦ કિ.રૂ.૨૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૨૪, ઇ.કવાટરીયા નંગ-૪૮, બિયર-૨૮૬ મળી કુલ કિ.રૂ. ૭૧,૮૭૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૦ સહિત-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    મારામારીના ગુનાઓ:

૧.      અકોટા પોલીસ સ્ટેશન

અકોટા પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૫૦૩૩૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૨૯૬ (બી), ૩૨૪(૫),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશાલ શ્યામ છાબરીયા ઉ.વ.૪૧ ધંધો.વેપાર રહે. એ/૬૬ નિલાંબર ઓરીયંસ સનફાર્મા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુરેશકુમાર સુદામ સેગર રહે. ભૈરવ નગર મુજમહુડા વડોદરા શહેર તથા ત્રણ ઇસમ તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક ૧૩/૩૦ થી ૧૪/૩૦  વાગ્યા દરમ્યાન મોજે:પ્રભુદાસ જ્વેલર્સની સામે સુધાનગર જેતલપુર રોડ ખાતે કરીમ નામની રેસ્ટોરંટ , વડોદરા શહેર આ કામના આરોપી સુરેશભાઇએ ફરીયાદીને ફોન ઉપર કહેલ કે હું તમારી કરીમ રેસ્ટોરંટ જેતલપુર ખાતે આવેલ છું અને મારુ કલરકામ તથા સાફ સફાઇના કામના પૈસા લેવા માટે આવેલ છું તેમ કહેતા ફરીયાદી તથા તેની પત્નિ સાથે રેસ્ટોરંટ ગયેલ અને ત્યાં આરોપી સાથે બીજા ત્રણ ઇસમોએ ફરીયાદી સાથે પૈસા લેવા બાબતે ગંદી ગાળો બોલી છુટા હાથની મારામારી કરી ફરીને મોઢાના ભાગે સામાન્ય ઇજા પહોચાડી ફરીયાદીની રેસ્ટોરંટમાં પડેલ લેપટોપ, ફ્રીજ, કાચની બાનવેલ દિવાલમા તોડફોડ કરી અન્ય સામાનને નુક્શાન કરી અંદાજે રૂ.૨,૫૦,૦૦૦/- નુ નુક્શાન પહોચાડી ગુનો કર્યો વિ. બાબતે  તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ઈન્વે જિગ્નેશ્ભાઈ સુરેશચંન્દ્ર અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      મકરપુરા પોલીસ સ્ટેશન

મકરપુરા પો.સ્ટે., પાર્ટ(એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૬૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨),(૫-એ),૩(૧)આર ૩(૧)એસ મુજબના ગુનાના કામના ફરિયાદી ઓમપ્રકાશ ભોલનપ્રસાદ જયસ્વાલ (ભારતી) ઉ.વ.૫૩  રહેવાસી- હાલ- મકાન નં- ૪૩ જયભોલેનગર, વોલ્ટેમ કપનીની પાછળ, મકરપુરા વડોદરા શહેર મુળ રહે- પરશુરામપુર ગાવ તા.જી-  જૌનપુર (ઉત્તરપ્રદેશ) નાઓની ફરિયાદ મુજબ આરોપી મીથીલેષ મહેશભાઇ શાહ તથા નં(૨) મીથીલેશની માતા બચીબેન તથા નં(૩) આ મિથિલેષની બહેન સુમાંતી આ તમામ રહે- ઘર નં.૪૪ જય ભોલેનગર વોલ્ટેમ કંપનીની પાછળ,મકરપુરા વડૉદરા શહેર તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક ૦૭/૩૦ વાગે મોજે-જયભોલેનગર વોલ્ટેમ કપનીની પાછળ, મકરપુરા વડોદરા શહેર આ કામના ફરી.શ્રી પોતાના મકાનના પાછળના ભાગે કઇ જગ્યા એથી વરસાદી પાણી પડે છે તે ચેક કરીને નીચે ઉતરેલ તે વખતે આ કામ ના આરોપી નં(૧) મીથીલેશ  મહેશભાઇ  શાહ જે અમારી બાજુમા રહેતો હોય તે અમારા ઘર ના  દાદર પાસે આવી કહેવા લાગેલ કે “કેસા મકાન બનાયા હે તુમ્હારા ઘર કા સારા પાની મેરે ઘર મે ગીરતા હે તુમ ચમાર હરીજન  લોગો કો યહા રહેને  હી નહી દેવાના ચાહીયે તુમ ચમાર હરીજન યહા સે મકાન ખાલી કર કે ચલે જાઓ મેરે બાજુ મે તુમ ચમાર હરીજન  લોગ નહી રહ શકતે “  તેમ કહી મને મારી જાતી વિષયક શબ્દો બોલતા  મે મારી જાતી ઉપર નહી બોલવા જણાવતા એક્દમથી ઉક્શેરાય જઇ મને ફેટ પકડી ઘસડી જાહેર શેરી મા લઇ ગયેલ જ્યાં નીચે પડેલ ઇટ  હાથમા પકડી ફરી.શ્રી ને માથાના ભાગે કપાળમા મારી દીધેલ તથા ફરી.શ્રી ની પત્ની તથા છોકરીઓ આવી છોડાવા વચ્ચે પડતા આ કામ ના તહોદાર નં(૨)  મિથિલેશની માતા બચીબેન તથા નં(૩)  બહેન સુમાંતી નાઓ તેમના ઘરમાથી દોડી આવી ફરી. તથા સાહેદો સાથે જાતી વિષયક શબ્દો બોલી ફરી.ની પત્ની તથા દીકરીને માથાના વાળ પકડી ગળદાપાટૂનો માર મારેલ તથા આ કામ ના આરોપી નં(૧) મીથીલેશ નાઓએ ઘરમાથી સાયકલમા હવા ભરવાનો લોખંડનો પમ્પ લાવી ફરી.ની  દીકરી પુજાને માથામા ડાબી બાજુએ મારી દીધેલ તથા  જમાઇ રામવીર યાદવ નાની સાથે પણ ઝપાઝપી કરી ટી શર્ટ ફાડી નાખી તથા અમે ઘર ખાલી નહી કરીયે તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી  મે.પો.કમિ.સા.શ્રીના જાહેરનામા નો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક ૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ACP શ્રી સી.બી સોલંકી એસ.સી./એસ.ટી સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    વિશ્વાસઘાતના ગુનાઓ:

૧.      અકોટા પોલીસ સ્ટેશન

અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૧૨૫૦૩૪૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગ કલ્પેશભાઇ મહેરા ઉ.વ.૨૩ ધંધો:-નોકરી રહે.૬૩, ક્રુષ્ણકુંજ સોસાયટી, શેરી નંબર-૬, પાલનપુર પાટીયા, રાંદેર, સુરત નાઓની ફરિયાદ મુજબ આરોપી નવીનભાઇ ગોપાલભાઇ ખંડેલવાલ રહે.બી/૧૦, પટેલ કોલોની, દિનેશ મીલની પાછળ, વેરાઇમાતાના મંદિર પાસે, અકોટા, વડોદરા ડીસેમ્બર ૨૦૨૩ મા ફરીયાદીશ્રી પોતાના મિત્રો સાથે આરોપીની વિન્સન પ્લાઝા કોમ્પલેક્ષમા એસ.બી/૧૯ નંબરની દુકાનમા આવેલ અલાઇન્સ ઓવરસીસ કન્સલટન્સી નામની ઓફીસ ખાતે ગયેલ ત્યા સૌપ્રથમ લિથુઆનિયા દેશમા જવા માટે આ કામના ફરીયાદીશ્રી તથા તેમના ભાઇ મિતેશ મેહરા નાઓએ દોઢ દોઢ લાખ રૂપિયા ફરીયાદીશ્રીને બેંક ટ્રાંજેક્શનથી આપેલ અને ત્યારબાદ બાકીના પૈસા ચેક રિપબ્લિક ના વર્ક પરમીટ  માટે લિધેલ ત્યાના વિઝા કન્ફર્મ ન થતા ફરીયાદીશ્રીને બીજા દેશમા સિંગાપુર તેમજ ફીઝીના વીઝા માટે આરોપીને ફરીયાદીએ વીઝા માટે કુલ્લે રૂ. ૫,૫૦,૦૦૦/- એકાઉન્ટમા આપેલા જેમા કોઇ રકમ પરત કરેલ નથી તેમજ ફરી.ના ભાઇ મીતેશે રૂ.૬,૭૫,૦૦૦/- તેઓના એકાઉન્ટમા આપેલા અને તેને રૂ.૧,૯૬,૦૦૦/- સદર રકમમાથી રીફંડ મળેલા છે તેને નવીનભાઇ પાસેથી રૂ.૪,૭૯,૦૦૦/- લેવાના નિકળે બન્ને ભાઇઓએ ભેગા મળી કુલ્લે રૂ.૧૨,૨૫,૦૦૦/- આપેલ છે અને રીફંડ બાદ કરી હવે બન્ને ભાઇઓએ આ નવીનભાઇ પાસેથી કુલ્લે રૂ.૧૦,૨૯,૦૦૦/- લેવાના નિકળે છે  જે પૈસા પરત માંગતા પરત આપેલ નહી અને વીઝા મળેલ ન હોય બાકીના પૈસા માંગતા વાયદાઓ આપી બહાના બતાવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક ૨૦/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી સી.એમ.ગઢવી અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      અકોટા પોલીસ સ્ટેશન

અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૩૪૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી દર્શીલભાઇ નિતેશકુમાર શાહ ઉ.વ.૨૪ ધંધો:-નોકરી રહે.૩૦૨, મંડપટાવર, આશોપાલવ સોસાયટી, પુરુષોત્તમ પાર્ક, રાંદેર, સુરત નાઓની ફરિયાદ મુજબ આરોપી નવીનભાઇ ગોપાલભાઇ ખંડેલવાલ રહે.બી/૧૦, પટેલ કોલોની, દિનેશ મીલની પાછળ, વેરાઇમાતાના મંદિર પાસે, અકોટા, વડોદરા ડીસેમ્બર ૨૦૨૩ મા ફરીયાદીશ્રી પોતાના મિત્રો સાથે આરોપીની વિન્સન પ્લાઝા કોમ્પલેક્ષમા એસ.બી/૧૯ નંબરની દુકાનમા આવેલ અલાઇન્સ ઓવરસીસ કન્સલટન્સી નામની ઓફીસ ખાતે ગયેલ ત્યા સૌપ્રથમ લિથુઆનિયા દેશમા જવા માટે આ કામના ફરીયાદીશ્રી તથા તેમના મિત્રો કૌશીક ચૌહાણ  તથા ચિરાગ રેવડીવાલા નાઓએ દોઢ દોઢ લાખ રૂપિયા ફરીયાદીશ્રીને બેંક ટ્રાંજેક્શનથી આપેલ ત્યારબાદ બાકીના પૈસા ચેક રિપબ્લિક ના વર્ક પરમીટ  માટે લિધેલ ત્યાના વિઝા કન્ફર્મ ન થતા ફરીયાદીશ્રીને બીજા દેશમા સિંગાપુર તેમજ તેમના મિત્ર ચીરાગના ફીઝીના વીઝા માટે આરોપીને ફરીયાદીએ વીઝા માટે કુલ્લે રૂ.૬,૭૫,૦૦૦/- તેઓના એકાઉન્ટમા આપેલા અને જેમા રૂ.૧,૯૪,૦૦૦/- સદર રકમમાથી રીફંડ મળેલા છે ફરી.શ્રીએ તેઓની પાસેથી રૂ.૪,૮૧,૦૦૦/- લેવાના નિકળે છે તેમજ ફરી.ના મિત્ર કૌશિક ચૌહાણે રૂ.૬,૭૫,૦૦૦/- નવીનના એકાઉન્ટમા આપેલા અને સદર રકમમાથી તેને ૧,૯૪,૦૦૦/- રીફંડ મળેલા છે હવે તેને રૂ.૪,૮૧,૦૦૦/- નવીનભાઇ પાસેથી લેવાના નિકળે છે તથા ફરી.ના મિત્ર ચિરાગ રેવડીવાલાએ રૂ.૪,૯૦,૦૦૦/- એકાઉન્ટમા આપેલા તેને રૂ.૨,૦૦,૦૦૦/- રીફંડ મળેલ છે હવે તેને રૂ.૨,૯૦,૦૦૦/- નવીનભાઇ પાસેથી લેવાના નિકળે છે તમામ મિત્રોએ વીઝા માટે કુલ્લે રૂ.૧૮,૪૦,૦૦૦/- નવીનભાઇને આપેલ છે અને રીફંડ બાદ કરી હવે ત્રણેય મિત્રોએ આ નવીનભાઇ પાસેથી કુલ્લે રૂ.૧૨,૫૨,૦૦૦/- લેવાના નિકળે છે જે પૈસા પરત માંગતા પરત આપેલ નહી અને વીઝા મળેલ ન હોય બાકીના પૈસા માંગતા વાયદાઓ આપી બહાના બતાવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ સી.એમ.ગઢવી અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.



૪.    ધમકીના ગુનાઓ:

૧.      બાપોદ પોલીસ સ્ટેશન

બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૨૨૫૦૪૮૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૫૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી હરીશભાઇ અમૃતભાઇ સરાણીયા ઉ.વ.૪૧ ધંધો-ડ્રાઇવીંગ રહે.મ.નં.૨૫,૩૦ મરાઠી મહોલ્લો એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાજુભાઇ ઉર્ફે માધવ ભરવાડ રહે સિકંદરપુરા ગામ વડોદરા ગઈ તા.૧૫/૦૭/૨૦૨૫ ના કલાક ૧૭/૨૫ વાગ્યેના સુમારે મોજે- મ.નં.૨૫,૩૦ મરાઠી મહોલ્લો એકતાનગર આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપી પોતાના મોબાઇલ નંબર થી ફરીયાદીના મોબાઇલ ફોન નંબર ફોન પર બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૦૮/૨૫ ના કલાક ૨૨/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.    અન્યના ગુનાઓ:

૧.      પાણીગેટ પોલીસ સ્ટેશન

પાણીગેટ પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૦૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૨૯(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સંતોષ દીનકર ચવ્વાણ ઉ.વ.૪૩ ધંધો- નોકરી રહે-એ/૮,થર્ડ ફ્લોર-૭, અજીંકયતારા, કો.ઓ.હા.સોસા. સેક્ટર-૧૮, નેરુલ, ન્યુ મુંબઈ, પીન-૪૦૦૭૦૬, બ્રાન્ચ ઓફીસ: ૭૧૧, સાતમો માળ, મેજીસ્ટીક બિલ્ડીંગ, લો ગાર્ડન, બીઆર્ટીએસ શોપ સામે, એલિસબ્રીજ, અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મહેશભાઇ રમણભાઇ રાજપુત રહે. રાજપુતાના જ્યુસ, ઉમા ચાર રસ્તા પાસે, વડોદરા શહેર ગઇ તા.૨૬/૦૭/૨૦૨૫ ના  કલાક ૧૪/૪૫ પહેલા કોઇપણ સમયે પ્રોટીયમ ફાઈનાન્સ લિ. ના કબજામા લીધેલ મિલકતમા રાજપુતાના જ્યુસના પ્રોપરાઇટર મહેશભાઇ રમણભાઇ રાજપુત નાઓએ નામદાર કોર્ટના હુકમનુ ઉલ્લંધન કરી દુકાનને લગાડેલ તાળુ તથા સીલ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. વી.એસ.દેસાઇ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૬.    વાહન ચોરીના ગુનાઓ:

૧.      રાવપુરા પોલીસ સ્ટેશન

રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૧૩૭/૨૦૨૫ B.N.S કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શિવમ જીતેન્દ્રભાઇ સોલંકી ઉં.વ.૨૨ ધંધો:-અભ્યાસ રહે:-રામજી મંદિર પાસે નવી ધરતી નાગરવાડા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ ફરીયાદીશ્રી ઇન્ટનશીપની કામગીરી માટે એસ.એસ.જી. હોસ્પિટલ આવેલ હતા ત્યારે તા.૧૬/૦૮/૨૦૨૫ના કલાક:-૨૧/૨૦  થી તા:-૧૭/૦૮/૨૦૨૫ ના કલાક:-૦૯/૪૫ વાગ્યા દરમ્યાન મોજે એસ.એસ.જી. હોસ્પિટલ તાત્કાલિક વિભાગ સામે પોલીસ ચોકીની પાસે પાર્ક કરેલ હિરો કંપનીની HF DELUXE લાલ કાળા કલરના પટ્ટાવાળી જેનો RTO રજી નં:-GJ-06-HP-7092 નો છે. જેનો ચેસીસ નં.MBLHA11AJE9G01285 તથા એંન્જીન નં.HA11EHE9G02013 નો છે જે સને-૨૦૧૪ના મોડેલનું છે. જેમા આશરે બે લિટર જેટલુ પેટ્રોલ હતું જેની કિંમત આશરે રૂ.૨૦,૦૦૦/- ગણી શકાય જે કોઇ ચોર ઇસમ બાઇકનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૮/૨૦૨૫ કલાક ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો અમરતભાઇ લાલજીભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      વાડી પોલીસ સ્ટેશન

વાડી પો.સ્ટે. પાર્ટ -એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૨૫૦૨૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રાજેન્દ્રકુમાર ગાંડાલાલ પટેલ ઉ.વ,૪૮ ધંધો.વેપાર રહે.બી/૩૯ શાંતીકુંજ સોસાયટી દિપ ચેમ્બર પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૧૩/૦૮/૨૦૨૫ ના સવારના ક.૧૧/૦૦ વાગ્યાથી બપોરના કલાક ૧૩/૦૦ વાગ્યા દરમ્યાન આ કામના ફરીયાદીની તીરૂપતિ સ્ટીલ નામની દુકાન આગળ પાર્ક કરેલ તેઓની એકટીવા નં GJ-06-KQ-3747 ની જેની કિમત રૂ.૨૦,૦૦૦/- ના મતાની ગણી શકાઇ તે એકટીવાની કોઇ અજણ્યો ચોર ઇસમ લોક તોડી અથવા તો ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી એકટીવાની ચોરી કરી કરી લઈ કરી ગુનો કર્યો વિગેરે બાબતે  તા.૨૩/૦૮/૨૦૨૫ ના કલાક ૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ભાવેશજી ડાહ્યાજી વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૭.    વાહન અકસ્માતના ગુનાઓ:

૧.      મકરપુરા પોલીસ સ્ટેશન

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ(એ) ગુ.ર.ન- ૧૧૧૯૬૦૧૬૨૫૦૪૬૬./૨૦૨૫ ભારતીય  ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૨૮૧ ,૧૨૫(૧), ,૧૨૫(૨) ,એમ.વી એક્ટેક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશનાથભાઇ મંજીભાઇ રાઠવા રહે- હાલ મકાન નં- એ/૪૨૮ સોમનાથનગર, તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ઇકો ફોર વ્હીલર ગાડી નં- GJ-17-CK-1866 નો ચાલક સોમાભાઇ ભીખાભાઇ રાઠવા રહે- કલાલી વડોદરા શહેર તા.૨૨/૦૮/૨૦૨૫ ના આશરે કલાક ૦૯/૫૦ વાગે મોજે- તરસાલી ગૂરૂદ્વારા સર્કલ, પાસે વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની ફોર વ્હીલ ઇકો ગાડી નં- GJ-17-CK-1866 ના ચાલક ડ્રાઇવરે પોતાને ઇકો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી એક મો.સા બજાજ સીટી-૧૦૦ નં- GJ-06-BG-4627 ના ચાલક ફરીયાદીને અથાડી એક્સીડન્ટ કરતા ફરીયાદી મો.સા સાથે નીચે પડી જતા ફરીયાદીને ડાબા પગના ઘુટણના ભાગે ગંભીર ઇજા પહોચાડી તથા  મો.સા પાછળ બેસેલ સાહેદ- તારાબેન નાઓને જમણા પગના પંજા ઉપર ઇજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૮/૨૦૨૫ ના કલાક ૦૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કિરણભાઇ બલિયાભાઇ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.