-: પ્રેસનોટ :-
(તા.૨૪/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૩/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૭૫ કિં.રૂ.૧૫,૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ તથા ઇ.કવાટરિયા નંગ-૨૬૬, બિયર-૦૨ મળી કુલ કિ.રૂ.૫૪,૩૮૯/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૨ સહિત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ -ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૪૯૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૫૧(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી મીતીકકુમાર મહેશકુમાર સહાની ઉ.વ-૨૫ ધંધો-નોકરી રહે-મકાન નં-૬૬૨, વિશાલનગર તરસાલી વડોદરા શહેર તથા ૧૩૪૬ શરદનગર તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી આરીફ સૈયદ તે (અયાન મોબાઈલ) દુકાનના માલીક રહે-૧૦૦૩ નિર્મલપાર્ક મારુતીધામ જ્યુપિટર માંજલપુર વડોદરા શહેર તા.૨૪/૦૧/૨૦૨૪ થી આજદિન સુધી (અયાન મોબાઇલ) દુકાન સરનામુ, ૦૨-દેશાઇનગર વિજયનગર તરસાલી તળાવની સામે તરસાલી વડોદરા શહેર, ના માલીક આરીફ સૈયદ રહે, ૧૦૦૩ નિર્મલપાર્ક મારુતીધામ જ્યુપિટર માંજલપુર વડોદરા શહેર નાઓએ ફરીયાદીશ્રીને બજાજ ફાઇનાંસ કંપનીના ક્રેડીટ કાર્ડ લોન નંબર-413DPFKS664239 થી મોબાઇલ ખરીદાવી ક્રેડીટ કાર્ડની સ્કીમ ચાલે છે* અને જેમા મોબાઈલ ખરીદો તો વ્યાજ આવશે નહી.અને બહુ ફાયદો થશે તેવો ભરોષો અને વિશ્વાસ અપાવી ફરીયાદીશ્રી પાસે I PHONE -15 મોબાઇલ ફોન ખરીદાવેલ જેનો (I)IMEI NO-356630552502548 તથા (2) IMEI 356630552674131 જેની કીમત રૂપીયા ૮૨,૬૩૨/-નો જેનો માસીક હપ્તો રૂપીયા ૩૪૪૩/- ના ૨૪ હપ્તા કરેલ જે હપ્તા નહી ભરી મોબાઇલ ફોન પણ પરત નહી આપતા ફરીયાદીશ્રીએ આરોપી પાસે મોબાઇલ ફોન તથા પૈસાની માંગણી કરતા તેઓ ધમકી આપી કહેલ કે, "તારાથી થાય તે કરી લે મોબાઈલ કે પૈસા મળશે નહી તેમ કરી શરૂઆતથી ફરીયાદીશ્રી સાથે ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડી કરવાના બદઇરાદે મોબાઈલ ફોન મેળવી લઈ આજદિન સુધી મોબાઇલ ફોન કે હપ્તા નહી ભરી ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ કલાક-૧૮/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એસ.પરમાર મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. નવાપુરા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૧૫૨૬0૩૭૨ /૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨),૩૪૨,૬૧(૨) પાસપોર્ટ અધિનિયમ ૧૯૬૭ કલમ-૧૨ મુજબના ગુનાના કામના ફરિયાદી અમીશા અનવરભાઇ રૂપાણી ઉ.વ.૨૪ રહે,13/એ, સની એપાર્ટમેન્ટ, ખોજા સોસાયટી, વેદ મંદીર રોડ, કાંકરીયા, અમદાવાદ નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) પ્રેમલતાબેન ધામ રહે- મણીનગર, અમદાવાદ (૨) રિધ્ધિબેન D/O ઉદયભાઇ જોષી રહે- બી-૭૬ શક્તિ પાર્ક સોસાયટી, જી.આઇ.પી.સી.એલ. સર્કલ, ઓલ્ડ સમા રોડ વડોદરા શહેર (૩) શુભમ શૈલેષભાઇ દેસાઇ રહે, બી-૪૩, પુષ્ટીવાટીકા ડુપ્લેક્ષ, વડસર બ્રીજ પાસે, વડોદરા શહેર, મુળ રહે, ૦૮, ગ્રીન વ્યુ રો હાઉસ તીથલ રોડ, ભાંગળાવાળા, વલસાડ (૪) વિશાલ ગાંધી રહે-સોમાતળાવ ,વડોદરા શહેર ગઇ તા.૩૦/૦૪/૨૦૨૪ થી જુન-૨૦૨૬ સુધી મોજે. કુંજ પ્લાઝા સી-ટાવર, પૂજા નર્સિગ હોમ, રાજમહેલ રોડ , લાલબાગ રોડ વડોદરા આ કામના ફરીયાદીને યુ.એસ.એ.ના ૫ વર્ષના ફ્લાઈટ તાલીમ M-1 વિઝા આપવાના બહાને આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ વિઝા ફી, સેવીસ ફી, ટ્રેનિંગ ફી જેવી અલગ-અલગ ફી ના બહાને રૂપિયા મેળવી લઇ ફરીયાદીના પાસપોર્ટ પર યુ.એસ.એ.ના ૫ વર્ષના ફ્લાઈટ તાલીમ M-1 વિઝાનો ખોટો સ્ટેમ્પ પેપર લગાવી આપી ફરીયાદીને સાચા વિઝા તરીકે આપી તે ખોટા વિઝા ઉપર ફરીયાદીને મુંબઇ, સિંગાપુરની અલગ-અલગ તારીખની ટીકીટો કઢાવી આપી એરપોર્ટ ઉપર મોકલી આપી ફોન કરી અલગ-અલગ બહાનાઓ બતાવી પાછા એરપોર્ટથી પરત બોલાવી તેમજ વિઝા ફી, સેવીસ ફી, ટ્રેંનિગ ફી ના બહાને આશરે રૂ. ૨૩,૦૦,૦૦૦/- લઈ ફરીયાદીના પાસપોર્ટને નુકશાન કરી યુ.એસ.એ.ના ૫ વર્ષના ફ્લાઈટ તાલીમ M-1 વિઝાના ખોટા સ્ટેમ્પ(વિઝાનુ સ્ટીકર)ને સાચા વિઝા તરીકે આરોપી નં-૦૪ વિશાલ ગાંધીનાઓ મારફતે બનાવી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ લઇ એકસંપ થઇ કાવતરૂ રચી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો વિ. બાબતે તા.૨૩/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ. શ્રી એમ.એસ.અસારી નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૪૯૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મુઝીવ નિસારઅલી હૈદર ઉ.વ. ૩૫ ધંધો- મજુરીકામ રહે- હાલ રહે- સતીમાતા હોટેલ, જાંબુઆ બ્રીજ પાસે, મકરપુરા વડોદરા શહેર મુળ રહે- ગામ- ઇદ જાગીર યાસીન નગર મોહલ્લો, તા.નવાબનગર જી.બરેલી ઉત્તરપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૦૮/૨૦૨૬ ના કલાક ૨૩/૦૦ વાગ્યા થી તા.૨૩/૦૮/૨૦૨૬ ના કલાક ૦૫/૦૦ દરમ્યાન મોજે-જાંબુઆ બ્રીજ પાસે હોટેલ સતીમાતા ઢાબાના રૂમમાં આ કામના ફરીયાદીશ્રી દરવાજો ખુલ્લો રાખી સુતા હતા તે વખતે તેઓની પથારીમાં ઓશીકા પાસે મુકી રાખેલ એક રેડમી કંપનીનો રેડ્મી-8 મોડેલનો મોબાઇલ ફોન જે વાદળી કલરનો જેનો IMEI NO. ખબર નથી જેની કિ.રૂ. આશરે ૧૦,૦૦૦/- ની ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરી.શ્રીના ખીસામાથી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ગિરીશભાઇ વેનાભાઇ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૯૨૬૦૪૩૧ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ કમલ- ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મનુભાઇ માનસિંગભાઇ તળપદા ઉ.વ.૫૫ ધંધો-વેપાર રહે, રુપારેલગામ, આબા ફળીયુ તા.જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી બોલેરો પીકપ ગાડી નં.GJ-13-AX-7317 ના ચાલકે પોતાના કબજાનુ બોલેરો પીકપ ગાડી આજરોજ તા.૨૩/૦૮/૨૦૨૬ ના કલાક ૦૮/૪૫ વાગ્યાના અરસામાં ને.હા નં- ૪૮ વડોદરા થી વાસદ તરફ જતા હાઈવે રોડ ફાજલપુર ગરનાળા પાસે હાઇવે રોડ ઉપર ગફલત ભરી રીતે અને બેદરકારીથી અને પાછળના ભાગે જોયા વગર રીવસ લઇ મને અથાડી એક્સીડન્ટ કરી નીચે પાડી દઇ બન્ને કાનના ભાગે ઇજા કરી તેમ પેટના ભાગે સામાન્ય ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૮/૨૦૨૬ ના કલાક ૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેષકુમાર અભેસિંહ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.