Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૫/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૪/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૮ કિ.રૂ.૭૪૦૦/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૪ સહિત-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. ઘરફોડ ચોરીના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૫૪/૨૦૨૫, બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરીયાદી જીતેન્દ્ર રમેશ વાણી,  હાલ રહે.૧૧૪૯, વિશાલ નગર, આઇ.ટી.આઇ.ની બાજુમા, તરસાલી, વડોદરા શહેર, મુળ રહે.- અમલનેર ગામ, તા.અમલનેર, જી.જલગાંવ, મહારાષ્ટ્ર નાઓની ફરીયાદ મુજબ ગઈ તા.૨૦/૦૯/૨૦૨૫ નારોજ કલાક ૧૦/૪૫ વાગ્યાથી તા.૨૧/૦૯/૨૦૨૫ ના કલાક ૦૫/૩૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીના મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે જાળીને તથા દરવાજાને મારેલ લોક નકુચા સાથે તોડી મકાનની અંદર પ્રવેશ કરી મકાનના બેડરૂમમાં મુકેલ રાખેલ તીજોરીના લોકરમાથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી આશરે કુલ રૂપિયા ૩,૯૭,૪૫૫/- ની મતાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૯/૨૦૨૫ ના કલાક ૧૮/૨૫ વાગે  ગુનો નોધાયેલ છે જેની જે ગુનાની તપાસ સેક્ન્ડ પો.ઇન્સ જી.ડી.રાજપુત મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      ગોરવા પોલીસ સ્ટેશન એ પાર્ટ ૧૧૧૯૬૦૦૭૨૫૦૫૧૬/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૫, ૩૩૧(૪) મુજબના કામના ફરીયાદી વિજય સન/ઓફ રામાભાઇ પ્રજાપતિ રહે-બી-૯૫ કર્મ જ્યોત સોસાયટી, રામેશ્વર વિધ્યાલય સામે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ “રાજધાની ટી” સેંન્ટર” નામની દુકાનમાં તા.૨૯/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૩૦ થી તા.૩૦/૦૮/૨૦૨૫ ના ક.૦૬/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ ચોર ઇસમે કોઇ વસ્તુ વડે દુકાનનુ શટરનુ તાળૂ તોડી દુકાનની અંદર કબાટમા મુકેલ જુદી જુદીએ કપનીની પડીકીઓ તથા જુદી-જુદી કંપનીની સીગરેટ તથા માલ્ટીશ કંપનીના બિસ્કીટ તથા ૧૫ કિલો જેટલી ખાંડ જે તમામ વસ્તુની કીમત રૂપીયા આશરે ૧૦,૦૦૦/- તે તમામ વસ્તુની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૩૦ ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ PSI શ્રી એમ.એસ.કાનાણી ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૩. ચોરીના કેસો

૧.      રાવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૧૫૭/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી માનવ સંદિપભાઇ પટેલ રહે.બી/૧૪ સુવર્ણ ડુપ્લેક્ષ, માંજલપુર ચોકડી પાસે   વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આ કામના ઉપરોક્ત આરોપીએ તા.૨૫/૦૫/૨૦૨૫ ના કલાક ૦૦/૧૫ વાગ્યાની આસપાસ મોજે. લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા ગ્રાઉન્ડના ફુડ ઝોનમા આવેલ પાણીના સ્ટોલ પાસેથી ફરીયાદીના ઝબ્બાના  ખિસ્સામાંથી  (૧) એપલ કંપની આઇફોન-૧૬ પ્રો મેક્સ મોબાઇલ જેનો IMEI  નંબર ૩૫૩૩૯૭૧૬૩૮૯૨૦૬૩ તથા ૩૫૩૩૯૭૧૬૩૯૦૪૨૨૩ કિ.રૂ. ૫૦,૦૦૦/- ગણી શકાય તથા અન્ય વ્યક્તિઓના  એક  વાદળી કલરનો વન પ્લ્સ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો  આછા જાંબલી જેવા કલરનો મોબાઇલ કિ.રૂ. ૧૦,૦૦૦/- ગણી ત્રણેય મોબાઇલોની કુલ્લે કિ.રૂ.૭૦,૦૦૦/- ગણી શકાય તે મોબાઇલની ચોરી કરી મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૯/૨૦૨૫ ના કલાક ૦૪/૦૦ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ હે.કો. મનોજભાઇ ચંદુભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪. વિશ્વાસઘાતના કેસો

૧.      ગોરવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૫૧૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૫૧(૨) મુજબના કામના ફરીયાદી સલીમખાન બાદરખાન પઠાણ રહે. એસ/૦૪ રોજ એપાર્ટમેન્ટ, જાફરી ટાવરની પાસે, કોચરબ-પાલડી, અમદાવાદ શહેર નાઓની ફરીયાદી મુજબ આરોપી મનીષ મહેન્દ્રભાઇ પટેલ રહે.બંગલા નં.૦૨, વૃદાવન સોસાયટી, ઇલોરાપાર્ક વડૉદરા શહેર નાઓએ તા.૧૧-૧૦-૨૦૨૪ થી આજદિન સુધી મોજે- બંગલા નં.૦૨, વૃદાવન સોસાયટી, ઇલોરાપાર્ક વડૉદરા શહેર આરોપીએ મોલની સ્કીમમાં રેરાની રકમ ભરવા સારૂં નાણાની જરૂર પડતા ફરીયાદીશ્રી પાસેથી હાથ ઉછીના રૂા.૫૦,૦૦,૦૦૦/- માંગેલ જે રકમ ફરીયાદીએ બેંક ઓફ ઈન્ડિયા, જમાલપુર શાખા, અમદાવાદમાંથી તા.૧૧-૧૦-૨૦૨૪ ના રોજ RTGS કરીને આપેલ.જે નાણા પરત ચુકવી દેવાની ખાત્રી અને ભરોસો આપેલ ત્યારબાદ નિયત સમય વિત્યા બાદ ફરીયાદીશ્રીએ પોતાને નાણાંની જરૂર પડતા આરોપી પાસેથી રૂપીયાની અવાર નવાર માંગણી કરતા રૂ.૧૦,૦૦,૦૦૦/- નો ચેક આપેલ જે ચેક પણ બાઉન્સ થયેલ જેથી આરોપીના ઘરે ફરીયાદીશ્રી તથા તેમના કામ કરતા માણસોએ જઇ રૂપીયાની માંગણી કરતા આજદિન સુધી આપેલ ન હોય અને રૂપીયાની માંગણી કરવા આવશો તો મારી નાંખીશ તેવી ધમકી આપી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૫૫ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી બી.બી.ચૌધરી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૫૧૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨) મુજબના કામના ફરીયાદી તુષાર રમેશચંદ્ર શાહ રહે. સી-૪૨ જીવાભાઇ પાર્ક ૧ આદર્શ  ડુપ્લેક્ષ રોડ ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી જયેશભાઇ ભાઇલાલભાઇ પટેલ રહે-ટીમ્બા ખડકી ગોરવા ગામ વડોદરા શહેર નાઓએ એપ્રીલ-૨૦૨૫ થી આજદિન સુધી ફરીયાદીને નવી અર્ટીગા કાર અપાવવા સારૂ વિશ્વાસ અને ભરોસામાં લઈને ફરીયાદી પાસેથી તેમની જુની ટાવેરા કાર જેનો રજી નં-જીજે-૧૬-બી.બી-૩૧૮૭ ની રૂ.૩,૦૦,૦૦૦/- માં વેચાણ રાખી તેમજ નવી કાર માટે એડવાન્સ પેટે રૂ.૧,૪૧,૦૦૦/- મળી કૂલ રૂ.૪,૪૧,૦૦૦/- જેટલી માતબર રકમ મેળવી લઈ ફરીયાદીને નવી મારૂતી સુઝુકીની અર્ટીગા કારની વારંવાર કહેવા છતા ડિલીવરી ન આપી તેમજ ફરીયાદીએ આપેલ નાણા તેઓની પાસે માંગણી કરતા તેઓએ રૂ.૧,૫૦,૦૦૦/- જેટલી રકમ પરત આપી બાકીના રૂ.૨,૯૧,૦૦૦/- જેટલી રકમ પરત ન આપી ફરીયાદીએ આપેલ નાણા તેઓના અંગત ઉપયોગમાં લઈ તેઓને આર્થિક નુકસાન પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી નો ગુનો કર્યા વિ. બાબતે તા.૨૪/૦૯/૨૦૨૫ ક. ૧૯/૦૫ વાગે ગુનો નોધાયેલ છે જે ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      જે.પી.રોડ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૫૦૨૩૩/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ ૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨) મુજબના કામના ફરીયાદી બેલા વા/ઓ ભાવેશભાઇ વિજયભાઇ જાદવ ઉ.વ. ૩૭ ધંધો- ઘરકામ રહે- મકાન નંબર-૬૬, શાંતીનગર સોસાયટી, તુલસીધામ રોડ, માંજલપુર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ભાવનાબેન રહે- મકાન નંબર સી-૭૪ પ્રમુખસ્વામી નગર, રીલાયન્સ મોલની પાછળ, અક્ષર ચોક, વડોદરા શહેર (૨) સિધ્ધાર્થભાઇ ચીમનભાઇ પીલોલવાલા રહે-ડી-૧૩, શ્રીજી ક્રુપા આરાધના સોસાયટી, જળજ્યોત એપાર્ટમેન્ટની સામે, ન્યુ સમા રોડ નીઝામપુરા વડોદરા શહેર સને-૨૦૨૪ ના ફેબ્રુઆરી માસમા આ કામના ફરીયાદી મોજે- મકાન નંબર સી-૭૪ પ્રમુખસ્વામી નગર, રીલાયન્સ મોલની પાછળ, અક્ષર ચોક, વડોદરા શહેર ખાતે ભાવનાબેન નાઓને તેઓના વિઝા કામગીરી માટે મળવા ગયેલ હોય ત્યા આ ભાવનાબેને ફરીયાદીને જણાવેલ કે તેઓ તથા સિધ્ધાર્થભાઇ ચીમનભાઇ પીલોલવાલા નાઓ સારા એવા વિઝા એજન્ટ હોય સારી એવી કામગીરી કરે છે. તેવુ જણાવી ફરીયાદીની કેનેડા વિઝાની કામગીરી કરી આપશે તેવો વિશ્વાસ ભરોસો અપાવી ફરીયાદીને ફરી વખતે તેઓના ઘરે બોલાવી ત્યા સિધ્ધાર્થભાઇ પણ હાજર હોય તેઓએ પણ તેઓ પોતે સારા એવા વિઝા એજન્ટ છે. અને સારી એવી કામગીરી કરીને ઘણા છોકરાઓને વિદેશ મોકલી આપેલ છે. તેમ જણાવી ફરીયાદીને વિશ્વાસ  ભરોસો અપાવી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે રોકડા તથા બેંક મારફતે ભાવનાબેન તથા સિધ્ધાર્થભાઇ નાઓએ ભેગા મળી પુર્વ આયોજીત ગુનાહીત કાવત્રુ રચી એકબીજાની મદદગારી કરી રુપીયા ૧૫,૫૦,૦૦૦/- ની મતાની રકમ ફરીયાદી પાસેથી મેળવી ફરીયાદીએ તેઓ પર ફરીયાદીનુ કેનેડા વિઝાનુ કામ તેઓ કરી આપશે તેવો વિશ્વાસ મુકેલ તે કામ નહી કરી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી આજદીન સુધી ફરીયાદીએ આપેલ રુપીયા પણ પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૯/૨૦૨૫ ના કલાક ૧૨/૩૦ વાગે ગુનો નોધાયેલ છે જે ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એફ.આઇ.પરમાર જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.