Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૪/૧૦/૨૦૨૬)

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૩/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૦ કિ.રૂ.૬૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૦૧, બિયર નંગ-૩૦૨૪ મળી  કુલ્લે કિં.રૂ. ૫,૮૨,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૧૧ સહિત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.      સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. 11196040260057/2026,  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ 318(4), 61(2) તથા આઇ.ટી એક્ટ 66(D) મુજબના ગુનાના કામના ફરિયાદી આશા સિંઘ C/O વિનોદ મિશ્રા રહે-એ-૩, વિશમ્ભર સોસાયટી, નવનાથ સોસાયટીની નજીક, ગોત્રી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) વોટસએપ નંબર તથા મોબાઇલ નંબરના ધારક  અને ઉપયોગ કરનાર (૨) બેંક ખાતા ના ધારક તથા વપરાશ કરનાર (૩) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો તા-01/07/2026 થી આજદિન સુધી  મોજે.- વડોદરા શહેર આરોપીઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી છેતરપિંડી/ઠગાઇ કરવાના ઇરાદે તા.૦૧/૦૭/૨૦૨૬ થી તા.૦૨/૦૯/૨૦૨૬ સુધી લગ્ન કરવાની લાલચ આપીને તથા Western યુનિયનની ભારતીય નાણાની તથા ABC કાર્ગો એન્ડ કુરીયરની ફરિયાદીના નામની રસીદ મોકલી વિશ્વાસમા લઇને અલગ-અલગ બહાના હેઠળ વોટસએપ નં.+447735309026, 8192074251, 9183278528, 9244251704, +923023583462, 7348904852, +923420289311, 7453826978 થી સંપર્ક કરી કુલ રૂ. 7,52,949/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધેલ જે રકમ અમોને પરત નહી કરી એકબીજાની મદદગારી કરીને વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-23/10/2026 ના ક.17/15 વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી એમ.આર.ચાવડા સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      ફતેહગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૪૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી સેમ્યુલ આશીર્વાદ ક્રીશ્યન રહે-મ.ન.એ/૧૦, ઇન્દ્રલોક સોસાયટી,ટી.પી.૧૩,છાણી જકાતનાકા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૧/૧૦/૨૦૨૬ ના રાત્રીના ૨૦/૦૦ વાગ્યાથી તા.૨૨/૧૦/૨૦૨૬ના સવારના ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-મ.ન.એ/૧૦  ઇન્દ્રલોક સોસાયટી ટીપી ૧૩ છાણી જકાતનાકા કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના મકાનની મુખ્ય દરવાજા ની આગળ લગાવેલ લોખંડની જાળીનુ તાળુ કોઇ સાધન વડે તોડી મકાનમાં પ્રવેશ કરી ફરીના પત્નિના ચાંદીના એક જોડ સડા આશરે ૧૫૦ ગ્રામના જેની કિ.રૂ.૧૨,૫૦૦/- ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૦/૨૦૨૬ ના ક-૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. નિલેશભાઇ રમણભાઇ ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      અકોટા પો.સ્ટે. પાર્ટ ‘એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૪૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગુરુપ્રસાદ મહેંદ્રસિંહ પઢીયાર રહે.એ/૧૨, ચંદ્રમોલેશ્વરનગર, ગોત્રી રોડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હિલર કાર નં.જી.જે. ૦૬ પી.બી. ૫૨૫૨ ના ચાલક તા.૨૩/૧૦/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે મોજે: નટુભાઇ સર્કલથી ગોત્રી જનરલ હોસ્પિટલ તરફ જતા હરીનગર બ્રીજ ઉપર આરોપીએ પોતાની ફોર વ્હિલર કાર ફુલ સ્પીડમા અને બેદરકારી પુર્વક રીતે ચલાવી લાવી (૧) ફરીયાદીની ઓટોરીક્ષા નં.જી.જે. ૦૬ બી.ઝેડ ૫૬૮૫ ની સાથે એક્સીડન્ટ કરતા ફરીયાદીના ભાઇ અર્જુનસિંહ મહેંદ્રસિંહ પઢીયાર નાઓને માથાના ભાગે, છાતીના ભાગે તથા બન્ને પગના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મરણ ગયેલ તેમજ (૨)મો.સા. નં. જી.જે.૧૬ એ.એસ. ૫૮૯૮ ની સાથે એક્સીડંટ કરતા તેના ચાલક અનિલભાઇ કાળાભાઇ રોહીત નાઓને મોઢાના ભાગે, જમણા પગે ફેક્ચર તેમજ જમણા હાથના ભાગે તથા શરીરે ઇજાઓ પહોચાડી (૩) ઓટોરીક્ષા નં.જીજે. ૦૬ બી.ઝેડ ૫૦૩૬ ની સાથે એક્સીડન્ટ કરી તેના ચાલક અનીશભાઇ ઐયુબભાઇ શેખ નાઓને માથાના ભાગે, પગના ભાગે તેમજ શરીરે ઇજાઓ પહોચાડી તથા તેમની રીક્ષામા બેસેલ પેસેંજર ગીરજાબેન વિનોદચંદ્ર મિસ્ત્રી નાઓને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ પહોચાડી (૪) ફોર વ્હિલર કાર નં.જીજે. ૦૬ પી.એ. ૧૧૭૦ ની સાથે એક્સીડન્ટ કરી આરોપી પોતાની ફોર વ્હિલર કાર સ્થળ ઉપર છોડી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૩/૧૦/૨૦૨૬ ના ક-૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.જી રાવત અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      નવાપુરા પો.સ્ટે એ પાર્ટ ૧૧૧૯૬૦૧૫૨૬૦૪૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ની કલમ ૨૮૧, ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી લીલાબેન વા/ઓફ રાજુભાઇ ચિમનભાઈ રાજપુતની પત્ની રહે-મ.નં-૨૦ સરોજનગર અલવાનાકા માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક થ્રી વ્હીલર છકડો જેનો રજી નં- GJ-06-CT-0204 ના ચાલક તા.૧૬/૧૦/૨૦૨૬ ના આશરે ક.૦૨/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. જીલ્લા પંચાયત નજીક રાજમહેલ રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદી નાઓ ચશ્મા લેવા માટે પોતાના ઘરેથી પોતાના પતી સાથે એક્ટીવા જેનો રજી નં-GJ-06-MB-6619 ઉપર સલાટવાડા જતી વખતે થ્રી વ્હીલર છકડો જેનો રજી નં-GJ-06-CT-0204 ના ચાલકનાઓ એક્ટીવાને ટક્કર મારી ફરીયાદીને શરીરના પાછળના ભાગે તથા જમણા હાથના ખભા પાછળના ભાગે તથા માથામા ગેબી માર વાગેલ તથા તેમના પતીને માથામા જમણી બાજુ તથા જમણા ખભાની પાછળ પાંસળીમા તથા પીઠના ભાગે બેઠો માર વાગેલ જે ઈજા પહોચાડી નાશી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૨૩/૧૦/૨૦૨૬ ના ક.૨૧/૩૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મહેશભાઇ ગણેશભાઇ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

3.      જે.પી.રોડ પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦૩૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૦૬(૧), ૨૮૧ તથા એમ વી એક્ટ ક.૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી અફઝલભાઇ મોલાબક્ષ શેખ રહે.બ્લોક નં.૦૭ મ.નં.૭૯ રોયલવુડાના મકાન, સનફાર્મા કંપની પાસે, તાંદલજા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ કોઇ અજાણ્યા વાહન ચાલક તા.૨૪/૧૦/૨૦૨૬ના ક.૦૧/૩૦ વાગ્યાના અરસામાં મોજે. અટલ બ્રીજના ચડવાના છેડે મનીષા ચોકડીથી આગળ ઓ.પી.રોડ ફરીયાદીના દીકરા મહમદઆદીલ અફઝલ શેખ ઉ.વ.૨૮ નાનો તેના મિત્રો જલાલી તથા સોહીલ સૈયદ તથા તોસીફ ઉર્ફે ટાઇગરનાઓ સાથે સાજીદ પઠાણ નામના માણસની બ્રેઝા કારની પાછળ જતા તે વખતે ફરીયાદીનો દીકરો તેની ટુ-વ્હીલર ડ્યુક-૨૦૦ જેનો આર.ટી.ઓ. રજી.નં.જી.જે.૦૬ એસ.ક્યુ.૭૮૬૧ની લઇને અક્ષરચોકથી મનીષા ચોકડી જવા રોડ પર અટલ બ્રીજના ચડવાના છેડે પહોચતા આરોપીએ પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના દીકરાની ટુ-વ્હીલર સાથે અથાડી ફરીયાદીના દીકરાને રોડ પર નિચે પાડી દઇ માથાના ભાગે તથા જમણા હાથે ઇજાઓ કરી ફરીયાદીના દીકરાનુ મોત નિપજાવી તેનુ પોતાનુ વાહન લઈ સ્થળ પરથી નાસી જઈ ગુનો કર્યા બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૦૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.એ પટેલ જે.પી રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     મોબાઇલ ચોરીના કેસો

૧.      ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૪૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૦૩ મુજબના ગુનાના કામના ફરીયાદી અંજલી શ્યામકૂમાર થાપા રહે.મકાન નં.૮ આભાર સોસાયટી પટેલ પેટ્રોલ પંપ સામે નિઝામપૂરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૦/૧૦/૨૦૨૬ ના રાત્રીના ક.૦૨/૦૦ વાગ્યાથી સવારના આઠ વાગ્યા દરમ્યાન મોજે – મકાન નંબર ૮ આભાર સોસાયટી પટેલ પેટ્રોલ પંપ સામે નિઝામપૂરા ફરીયાદીના મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન EDGE 70 Fusion મોડેલનો કાળા જેવા કલરનો જેમા જીઓ કંપનીનુ કાર્ડ જેનો મો.નં.૯૫૩૭૬૬૦૭૯૦ નો હતો જેનો આઇ.એમ.ઇ.આઇ નં.(૧) 35332445 2999557 (૨) 353324452999565 જેની કિં.રૂ.૨૦,૦૦૦/-તે મોબાઇલની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ના ક.૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કુલદિપભાઇ જોરુભાઇ ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     આત્મહત્યાના કેસો

૧.      અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૧૨૬૦૪૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૧૦૮ મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલભાઈ રમેશભાઈ પગી રહે. ઘર નં.૧૩૧ રંગ અવધુતપુરા રાજીવનગરની બાજુમા દીવાળીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સ્નેહાબેન ચીરાગભાઈ પગી રહે. સદર તથા તપાસ માં નીકળી આવે તે વિગેરે નાઓએ તા-૨૩/૧૦/૨૦૨૬ ના ક.૧૧/૩૦ વાગ્યાની આસપાસ તથા તે પહેલા આશરે છેલ્લા બે વર્ષથી મોજે. રહે.ઘર નં.૧૩૧ રંગ અવધુતપુરા રાજીવનગરની બાજુમા દીવાળીપુરા  ફરીયાદીનો દીકરો ચીરાગ રાહુલભાઈ પગી ઉ.વ.૨૪ નાઓને આરોપી સાથે પ્રેમ સંબધ થઈ જતા સને ૨૦૨૪ મા સમાજના રીતીરીવાજ મુજબ લગ્ન કરેલ હતા અને આ લગ્ન જીવન દરમ્યાન છેલ્લા ઘણા સમયથી કોઇ યુવક સાથે સબંધ હોવાની શંકાના કારણે ઝઘડા થતા હતા તે દરમ્યાન સ્નેહા ફરીયાદીના દિકરાને “તુ મરી જા હુ બીજા લગ્ન કરી લઈશ.” તેમ કહ્યા કરતી હતી અને ગઇ તા.૨૨/૧૦/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગે ફરીયાદીના દીકરાને સ્નેહા બીજા કોઇ છોકરા સાથે વાતચીત કરે છે તેની જાણ થતા સ્નેહા અને ફરીયાદીના દીકરા વચ્ચે ઝઘડો થયેલ જેમા ચીરાગને તેની પત્ની સ્નેહા કોઈ અજાણ્યા પૂરૂષ સાથે મોબાઈલ ફોનમા વાતચીત કરતી હોય તેને પૂછેલ કે તુ કોની સાથે વાતચીત કરે છે એવુ પુછતા આ સ્નેહા તેને સરખો જવાબ આપેલ નહી અને તેનો મોબાઈલ ફોન ચેક કરતા મો.નં.૮૧૬૦૦૯૮૪૬૩ મળી આવેલ જે અંગે તેને પુછતા તેને જણાવેલ કે તે મારો મિત્ર છે અને હુ તો તેની સાથે જ વાતચીત કરીશ તારે મારી સાથે રહેવુ હોય તો રહે નહીતર મરી જા એવુ જણાવી સ્નેહા તેની દિકરી શિવાક્ષીને લઈને તેના પીયર જતી રહેલ હતી અને ફરીયાદીનો દિકરો અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયેલ ત્યારે ફરીયાદીના ઘરના તમામ સભ્યો ત્યા બહાર ઉભેલ હતા જેથી ફરિયાદીના દીકરાને આત્મહત્યા કરવી પડે તેવો માનસીક ત્રાસ આપી સંજોગો ઉભા કરી મરી જવા મજબુર કરતા તા.૨૩/૧૦/૨૦૨૬ ના ક.૧૧/૪૦ વાગ્યા પહેલા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી મરણ ગયેલ હોય વિ.બાબતે તા-૨૪/૧૦/૨૦૨૬ ના ક.૧૩/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી  પી.જી.રાવત અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ