-: પ્રેસનોટ :-
(તા.૨૫/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૪/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૨૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૨૪ કિ.રૂ.૨૪,૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો-૧૫૫ મળી કુલ કિ.રૂ. ૧,૧૩,૧૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૧ સહીત કુલ-૨૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧ ૯૬૦૩૬૨૬૦૦૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪(૫) તથા એમ.એમ.વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મહેશભાઇ વામનરાવ કલબંડે રહે. કોટાલીગામ, તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક આઇસર ગાડી નં. MH14 LL 4995 મા ડ્રાઇવર અમિતસિંગ ગીરધારીલાલ જાટ રહે નાનોવાલી ગામ, મેઇન ચોક, ગુરુદ્વારા પાસે, તા.સુચેતગઢ જી જમ્મુ, જમ્મુકશ્મીર નાઓએ તા.૨૩/૦૧/૨૦૨૬ ના સવારના આશરે ૦૪/૩૦ વાગ્યાના સુમારે મોજે.ગોલ્ડન ચોકડી જલારામ કાંટા પાસે પોતાની આઇસર ગાડીને એકદમ પુરઝડપે અને ગફલતભરીરીતે બેદરકારીથી રીવર્સ લેતા આઇસર ગાડી પલ્ટી ખવડાવી બાજુમા આવેલ ખાડામા ભરેલ પાણીની અંદર આઇસરમાનુ અવિનાશ કાર્ગો પ્રા.લી.કંપનીનો પરચુરણ માલ જેનો લોરી હાયર શીટ નંબર 2510742220 નુ મટીરીયલ પડી જતા નુકશાન થયેલ હોય વિ.બાબતે તા.૨૪/૦૧/૨૦૨૬ ના ક.૧૮/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજેશકુમાર કુરીચંદ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે.
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૨૩/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ)૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રુક્શાના વા/ઓ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ ઘાંચી રહે-ભાંડવાડા મદીના મસ્જીદની સામે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક પલ્સર બાઇક નં.GJ-06-JN-9920 નો ચાલક તે તા.૧૪/૦૧/૨૦૨૬ ના સાંજના આશરે ૧૬/૦૦ વાગ્યાના અરસામાં મોજે- સંગમ ચાર રસ્તાથી ફતેપુરા તરફ જતા રસ્તા ઉપર અમર કાર શો-રૂમ ની બાજુમા આવેલ નસીબ દાળ-પુલાવની લારીની બાજુમા રોડ ફરીયાદીના છોકરા નામે ઐધર સ/ઓ સલીમભાઇ ઘાંચી ઉ.વ.૧૧ નાઓને પોતાનુ પલ્સર બાઇક પુરઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી લાવી એક્સિડન્ટ કરતા ફરીયાદીના છોકરાને માથાના ભાગે સામાન્ય ઇજા તેમજ જમણા પગની એડીના ભાગે ફેક્ચરની ઇજા પહોચાડી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. રાહુલકુમાર ભીખાભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અન્ય ગુનાઓ
૧. વારસીયા પો.સ્ટે.
વારસીયા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૦૨૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૫૧(૨), ૩૫૧ (૩), ૨૯૬ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી હીતેશભાઈ ઈશ્વરભાઈ માળી રહે, મ.નં. ૪૫, જલારમાનગર સ્વાદ ક્વાટર્સ, હરણી વારસીયા રિંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રીષી ગુરમીતસિંહ વાલીયા રહે.આશીષ સોસયટી પોલીસ કોલોનીની બાજુમા તા.૨૪/૦૧/૨૦૨૬ ના ક.૦૧/૩૦ થી ૦૨/૦૦ ની આસપાસ મ.નં- ૪૫, જલારમાનગર સ્વાદ ક્વાટર્સ, હરણી વારસીયા રિંગ રોડ જુની રૂપીયાની લેતી દેતી બાબતે અવાર નવાર ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરે આવી જાહેરમા ગંદી ગાળો બોલી ધમકીઓ આપી ગુનો કર્યા બાબતે તા.૨૪/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. મુકેશભાઇ પ્રભુદાસ વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. સ્ત્રી અત્યાચારના ગુનાઓ
૧. મહિલા પોલીસ સ્ટેશન
મહિલા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં૧૧૧૯૬૦૦૧૨૬૦૦૦૬/૨૦૨૬ ભારતીય નાગરીક સુરક્ષા સહિંતા-૨૦૨૩ની કલમ ૮૫,૩૫૨,૫૪, તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૩,૪ મુજબના કામના ફરિયાદી નિશિતા ડો/ઓ અતુલભાઇ પેરીયા તથા કૌશલ જેઠવાની પત્ની રહે,બી ૩૯૩ ડિવાઇન રેસિડન્સી જલારામ ચાર રસ્તા ઇ.એસ.આઇ હોસ્પિટલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ(૧)કૌશલ જયંતભાઇ જેઠવા (પતિ) (૨) જયંતભાઇ દામજીભાઇ જેઠવા (૩) નિતાબેન જયંતભાઇ જેઠવા રહે, ૪૦૪, પરમેશ્વર -૭ ગોદરેજ ગાર્ડન સીટીરોડ,સીટી સ્કવેર મોલ પાસે જગતપુર અમદાવાદ શહેર (૪) હિનાબેન અભિષેકભાઇ પંચાલ (૫) અભિષેકભાઇ મનુભાઇ પંચાલ રહે,મ.નં ૨૩ અંબિકાકૃપા સોસાયટી ઓ .એન.જી.સી નગર આનંદનગર, રાણીપ, અમદાવાદ શહેર નાઓએ તા.૦૬/૦૨/૨૦૨૪ના રોજ લગ્નના છ માસ બાદ તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૫ દરમ્યાન અને જ્ગ્યા મોજે:-૪૦૪, પરમેશ્વર -૭ ગોદરેજ ગાર્ડન સીટીરોડ,સીટી સ્કવેર મોલ પાસે જગતપુર અમદાવાદ ફરીયાદી બેનની સાસરીમાં ફરીયાદીને ઘરકામ બાબતે નાની નાની બાબતમાં બોલાચાલી ઝઘડો કરી મ્હેણાં ટોણાં મારી તારા મા બાપે કઇ શીખવાડયુ નથી અમારા ઘરે ખાલી હાથે મોકલી દિધી છે નોકરીના પગારના પૈસા અમને આપી દેવાના તેમ કહી ઘરકામમાં વાધાં વચકા કાઢી ગંદીગાળો બોલી ફરીયાદીનુ અપમાન કરી દહેજમાં પૈસાની માંગણી કરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રાખી નોકરી કરવાની ના પાડી હેરાન કરી લગ્ન વખતે આપેલ સોના ચાંદીના દાગીના નહી આપી એકબીજાને મદદગારી કરી ફરીયાદી શારીરીક- માનસીક ત્રાસ આપી ગુનો કર્યા વિ.બાબતે તા ૨૪/૦૧/૨૦૨૬ ના ક. ૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કપીલાબેન રસુલભાઇ મહિલા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના ગુનાઓ
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૦૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૫(૨),૨૯૬ (બી),૫૪ તથા મુજબના ગુનાના કામના ફરિયાદી લક્ષ્મીબેન વા/ઓફ ભુપતસિંહ ચૌહાણ રહે, સિકોતર નગર-૦૨, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સંગીતાબેન સંદિપભાઇ ગોદરીયા (૨) સંદિપભાઇ રાજેશભાઇ ગોદડીયા (૩) મીનાબેન વા/ઓફ દિલીપભાઇ ચૌહાણ ત્રણેય રહે, સિકોતરનગર-૦૨, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૨૪/૦૧/૨૦૨૬ નાં ક.૨૨/૦૦ વાગે મોજે સિકોતર નગર-૦૨માં આરોપી નં.(૧)ના ઘર આગળ ફરીયાદીના પુત્રને આરોપી નં.(૧) સાથે પતંગ પકડવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતે ફરિના દાદી શારદાબેન મગનભાઇ ચૌહાણ નાઓ આરોપીઓને સમજાવા માટે તેમના ઘર પાસે ગયેલ જ્યા આરોપીઓ ફરિના દાદી શારદાબેન ચૌહાણ નાઓને બિભત્સ ગાળૉ આપીને ધક્કો મારી પાડી દિધેલ જે જોઇને ફરીયાદી તથા સાહેદ કોકીલાબેન વા/ઓફ ગણપતભાઇ ચૌહાણ, સોનીબેન વા/ઓફ જીતેન્દ્રભાઇ ચૌહાણ તથા ઉષાબેન કમલેશભાઇ ચૌહાણ નાઓ જઈને શારદાબેનને જમીન પરથી ઉભા કરેલ જોઇને બીજા આરોપીનાઓ દોડીને આવીને ફરીયાદી તથા સાહેદને ગંદી ગાળો આપીને ઝઘડો તકરાર કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ભરતકુમાર દેવાજી માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પાર્ટ-એ -૧૧૧૯૬૦૦૩૨૬૦૦૩૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૫(૨), ૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સંગીતાબેન સંદિપભાઇ ગોદરીયા રહે, સિકોતર નગર-૦૨, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) લક્ષ્મીબેન ભુપતભાઇ ચૌહાણ (૨) કોકીલાબેન ગણપતભાઇ ચૌહાણ (૩) સોનીબેન જીતેન્દ્રભાઇ ચૌહાણ (૪) ઉષાબેન કમલેશભાઇ ચૌહાણ ચારેય રહે, સિકોતર નગર-૦૨, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૨૪/૦૧/૨૦૨૬ નાં ક.૨૨/૦૦ વાગે મોજે સિકોતર નગર-૦૨માં ફરીયાદીના ઘર આગળ, અલવાનાકા, માંજલપુર ખાતે ફરિયાદી આરોપીનો પક્ષ લઈને સમાધાનની વાત કરતા હોય તે સમયે બીજા આરોપીઓ વાતો-વાતમાં ઉશકેરાઇ જઈને ફરીયદીના ઘર આગળ ઉભા રહીને ગંદી ગાળો આપવા લાગેલ જેથી ફરીયદીની માતા મીનાબેન વા/ઓફ દિલીપભાઇ ચૌહાણ નાઓ સમજાવા માટે જતા તેઓને ગડદા-પાટૂનો માર મારી એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ભરતકુમાર દેવાજી માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.