-: પ્રેસનોટ :-
(તા.૨૫/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૨૪/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૧૦ કિ.રૂ.૨૨૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૬ કિંરૂ. ૨૯૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૭ સહીત કુલ-૩૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો:-
૧. ફતેગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૫૦૧૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હેનીલ કેતનભાઇ ચૌધરી રહે,ધરતીપાર્ક સોસાયટી લક્ષ્મીમોલની નજીકમા,વાસદ નાઓની ફરિયાદ મુજબ તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૦૮/૩૦ વાગ્યાની આસપાસ મોજે–હરસિધ્ધી ડાઇનીંગ હોલની સામે છાણી જકાતનાકા સર્કલ ફરીયાદીશ્રી નાઓના ખિસ્સામાથી તેઓનો રીયલમી પી1 5G મોડેલનો મોબાઇલ ફોન જેનો આઇ.એમ.ઇ.આઇ.નં ૮૬૮૭૫૯૦૭ ૩૦૬૩૮૮૭ છે.જેમાં એરટેલ કંપનીનુ કાર્ડ અને મો.નં.૯૨૭૪૨૧૫૬૬૩ હતો.જેની કિં.રૂ.૭,૦૦૦/- તે મોબાઇલની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૪/૦૩/૨૦૨૬ ક.૧૬/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નિલેશભાઇ હિંમતભાઇ ફતેગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો:-
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૭૩/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૧), ૫૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમંદ આસિફ ઇકબાલભાઇ મલેક રહે,સુથાર ફળીયા ફતેપુરા હાથીખાના વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)સફદર મુનીરમીયા મલેક (૨) મારી પત્ની અસ્મા મલેક બન્ને રહે. ચુડિવાલી ગલી યાકુતપુરા ચાપાનેર ગેટ પાસે વડોદરા શહેર (૩) કામીલ અલ્લારખા મલેક રહે.યાકુતપુરા સ્લમ કવાટર્સ ત્રિકોણીયા સર્કલની સામેની ગલી વડોદરા શહેર (૪) આદીલ રહે. યાકુતપુરા વડોદરા શહેર નાઓએ તા.૨૩/૦૩/૨૦૨૬ આશરે કલાક ૨૦/૪૫ વાગ્યે મોજે. સુથાર ફળીયા ફતેપુરા હાથીખાના વડોદરા શહેર ખાતે આ કામના આરોપી નં (૧) તથા નં(૪) બંન્નેએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગડદા પાટુનો માર મારી તથા નં (૩) નાએ પોતાના હાથ માનો પથ્થર ફરીયાદીના માથાની ડાબી બાજુ મારી ઇજા પહોચાડી તથા નં(૨) નીએ ફરીયાદીને ગમે તેમ ગંદી ગાળો આપી પટ્ટા વડે માર મારી આ ચારેય જણાયે ફરીયાદીને ગંદી ગાળો આપી ગડદા પાટુનો માર મારી કહેવા લાગેલ કે આ ઘર ખાલી કરી નાખજે નહીંતર તને જીવતો નહિ રાખીયે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે.પો.કમી.સા.શ્રી. વડોદરા શહેર નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૩/૨૦૨૬ ના કલાક ૧૯/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો અલ્કેશભાઇ લાલસિંગ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
વાડી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૧૨૬ /૨૦૨૬ બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),તથા એમ.વી.એકટ કલમ.૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબ
સરોજબેન વા/ઓ રાજેશભાઇ પટેલ ઉ.વ. ૩૫ ધંધો ઘરકામ રહે. મ.નં એસ-૧ શક્તિ એપાર્ટમેન્ટ આર.વી. દેસાઇ રોડ, પ્રતાપ નગર, વડોદરા શહેર
વડોદરા સીટી બસ નંબર ૨૦ નો ચાલક
તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ સવારના આશરે પોણા સાત વાગ્યા આસપાસ મોજે.પ્રતાપનગર ત્રણ રસ્તા, વડોદરા શહેર
તા.૨૫/૦૩/૨૦૨૬ ના કલાક ૧૨/૩૦ વાગે
વાડી પોલિસ સ્ટેશન અ.હે.કો.રાજેશકુમાર શાંતીલાલ બ.નં.૩૧૬૬
ગુનો તે એવી રીતે કે ઉપરોક્ત તા.ટા.જગ્યાએ આ કામના ફરિયાદી પોતાના બે દીકરા કેયુરને વચ્ચે તથા સ્મીતને પોતાની જ્યુપિટર રજી.નં.GJ 17 CQ 9709 પર પાછળ બેસાડી ઝેનીથ સ્કુલ ખાતે મુકવા જતા હોય ત્યારે પ્રતાપનગર રોડ ક્રોસ કરતા હોય ત્યારે એક એક્ટીવા ચાલક માંડવી તરફથી આવી ફરી.ના આગળથી નીકળવા જતા ફરી.એ બ્રેક મારેલ ત્યારે માંડવી બાજુથી ૨૦ નંબરની સીટી બસ રજી. નં.GJ 06 BT 0952 નો ચાલક બસ પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ આવી ફરી.ને અથડાવેલ જેથી ફરી. તેના દીકરાઓ સાથે નીચે પડી ગયેલ જેથી બસના ડ્રાઇવર બાજુનું ટાયર ફરી.ના છાતીના ડાબી બાજુ ચડી ગયેલ જેમાં પાંસળીમાં ત્રણ ફેક્ચર અને છાતી તથા પીઠના ભાગે ઇજા થયેલ અને ફરી.ના દીકરા કેયુરને જમણા હાથના બાવડાના ભાગે ઇજા પહોંચાડી સીટી બસનો ચાલક બસ હંકારી જતો રહેલ હોય ગુનો કર્યા વિગેરે બાબત.