Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૫/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૪/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૫ કિં.રૂ.૫૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૩૨ ઇ.કવા-૧૪ મળી કુલ્લે  કિં.રૂ.૩૧,૯૮૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      લક્ષ્મીપુરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુના રજી.નં.૧૧૧૯૬૦૩૭૨૬૦૨૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી હીનાબેન વા/ઓફ પ્રકાશભાઈ મકવાણા ઉ.વ.૩૭ ધંધો-ઘરકામ રહે-એલ.આઈ.જી. ૨ જે/૭૦૨, સરદાર પટેલ હાઈટ્સ, સમતા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વીક્કી મહેન્‍દ્રભાઈ ઉઈકે ઉ.વ.૨૯ ધંધો-નોકરી રહે-મ.ન.૧૧૬, માસ્ટર મહોલ્લો, સરસાણા ગામ, સુરત નાઓએ સને-૨૦૨૩ થી જુન ૨૦૨૬ મોજે -એલ.આઈ.જી. ૨ જે/૭૦૨, સરદાર પટેલ હાઈટ્સ, સમતા, વડોદરા શહેર આ કામના ફરીયાદીને આરોપી દ્વારા મેસેજ દ્વારા તથા ફોનમા જણાવેલ કે જો તુ મારી સાથે વાત નહી કરે અને તુ મને છોડી દઈશ તો હુ મરી જઈશ નહીતર તને મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તથા બન્ને જ્યારે હોટલમા મળતા ત્યારે ફોનમા ઉતારેલા વિડિયો તથા ફોટા વાયરલ કરી ફરીયાદીની ફેમીલી તથા તેના પતિને તે ફોટા અને વીડિયો મોકલી આપવાની ધમકી આપી અને એસ.જી.હોટલ તથા રાધે હોટલમા મળવા માટે ગયેલ ત્યારે માર મારી ગુનો કર્યા વિ બાબત.તા.૨૪/૦૭/૨૦૨૬ ના કલાક  ૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.એચ.સોંલકી લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૪૧/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૨૪(૨), ૧૨૫(એ), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ધર્મેશભાઇ લાલાભાઇ પરદેશી ઉ.વ.૪૬ ધંધો વેપાર રહે,૪૧૩ સ્વાદ ક્વાટર્સ હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અનવર શાકભાજીવાળો તથા ચીપીયો રીક્ષાવાળો રહે,બંન્ને ભાંડવાડા વડોદરા શહેર તથા બીજા બે અજાણ્યા ઇસમોતા.૨૩/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગ્યાના અરસામાં મોજે- શ્રીજી માર્કેટ વૃંદાવન ટાઉનશીપ સામે હરણી રોડ વડોદરા શહેર ખાતેઆ કામના આરોપીઓ અનવર શાકભાજીવાળો તથા ચીપોયો રીક્ષાવાળો રહે,બંન્ને ભાંડવાડા વડોદરા શહેર તથા બીજા અન્ય બે અજાણ્યા ઇસમો જેના હાથમાં લાકડાનો ડંડો તથા લોખંડની પાઈપો હતી તે લઇને ફરીયાદીના દુકાને આવેલા અને ગમેતેમ ગંદી ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે દુકાન છોડકર ભાગ જાવ તેમ કહિં એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી ઉપર હુમલો કરી ફરીયાદીને ડાબા ખંભા ઉપર તથા કમરના ભાગે તથા ડાબા પગના ઘુંટણ પાસે લાકડી તથા લોખંડની પાઇપ વડે મુઢમાર મારેલ અને તેવામાં ફરીયાદીના મિત્ર મીનેશ નાગેંદ્રભાઇ ચોકસી નાઓ આવી ગયેલ અને ફરીયાદીને વધુ મારથી બચાવેલ જેમાં બે અજાણ્યા ઇસમોએ છુટા પત્થરો મારતા જેમાં મીનેશભાઇ ને પેટની ડાબી બાજુએ પથ્થર વાગતા ઇજા થયેલ તથા ફરીયાદીના દુકાનના કાચ ઉપર પત્થર વાગતા કાચમાં ક્રેચ પડતા નુકશાન કરી મે.પોલીસ કમિશ્નર સા. વડોદરા શહેર ના હથીયાર બંધી જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૭/૨૦૨૬ ના કલાક.૧૯/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.પી.ઝાલા કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      ગોત્રી પો.સ્ટે.પાર્ટ “એ” ગુ.ર.નં-11196004260264/2026 ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની  કલમ ૩૩૧(૩), ૩૩૧(૪) અને ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નરેશભાઈ ચંદુભાઈ ટેલર ઉ.વ-૬૨ રહે,સી/૬૩ રાધેશ્યામ સોસાયટી, ગોકુલ ટાઉનશીપની સામે, ગોત્રી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઈસમે તા.૨૩/૦૭/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ થી તા.૨૪/૦૭/૨૦૨૬ ના કલાક ૦૪/૪૫ દરમ્યાન રાધેશ્યામ સોસાયટી,ગોકુલ ટાઉનશીપની સામે, ગોત્રી, વડોદરા શહેર આ કામના ફરિયાદી.શ્રી.ના બંધ મકાનનો કોઈ અજાણ્યા ચોર ઈસમે મુખ્ય દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી  ઘરમાં પ્રવેશ કરી રૂમનો દરવાજો અંદરથી ખોલી પ્રથમ રૂમમાં તેમજ ઉપરના રૂમમાં મુકેલ લોખંડની બન્ને તીજોરીના લોકરો તોડી તેમા મુકેલ સોના-ચાંદીના દર દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂપિયા ૧૯,૭૦,૫૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૭/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી એચ.બી.ચાવડા ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.