-: પ્રેસનોટ :-
(તા.૨૫/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૪/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૫૯ કિ.રૂ.૧૧૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની ઇ.કવાટરીયા નંગ-૦૮, મળી કુલ કિ.રૂ. ૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૮ સહિત-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચેઇન સ્નેચીંગ ના ગુનાઓ:
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૫૦૩૯૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ઉર્મિલાબેન વા/ઓ પ્રમોદકુમાર આલજીભાઇ સોલંકીની વિધવા પત્ની રહે,મ.નં. ૯૪, નિર્માણ પાર્ક સોસાયટી, પ્રમુખપ્રસાદ સોસાયટીની પાછળ, સનસીટી સર્કલ પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણી મહિલા તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક.૧૩/૪૫ વાગ્યા ફરીયાદી માંજલપુર સ્મશાન પાસે આવેલ મંગલેશ્વર મહાદેવના મંદિરે થી દર્શન કરીને બહાર નિકળતા હતા તે વખતે મંદિરના પરીસરમાં બાંધેલ દોરડાની અકસ્માતે આંટી આવી જતા તેઓ નીચે પડી ગયેલ જેથી તેઓને ડાબા ખભા પર તથા જમણા પગે ઇજા થતા તેઓને ત્યા દર્શન કરવા માટે આવેલ લોકો તથા એક અજાણી સ્ત્રી જેની ઉપર આશરે ૩૫ વર્ષની જે રીયાદીને ઉભા કરેલ ત્યાર બાદ તે અજાણી સ્ત્રીએ ફરીયાદીને કહેલ કે “માજી હુ તમોને રીક્ષામાં તમારા ઘરે મુકી જાઉ’ તેમ કહીને તેમનો હાથ પકડીને સનસીટી સર્કલ પાસે આવેલ ડો.બિશ્નોઇ દાંતના દવાખાનાની બાજુમાં સુરેમા સોસાયટીના રોડ ઉપરના મકાન આગળ પડેલ ઇટોની નાની પાળી ઉપર લઈ જઈને બેસાડી આરોપીએ ફરીયાદી સાથે ઝપા-ઝપી કરી ફરીયાદીએ પોતાના ગળામાં પહેરેલ સોનાના મણકા વાળુ ડોકીયુ જેની કિ. રૂ.૪૦,૦૦૦/- નુ ખેંચી લઈ નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક.૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના ગુનાઓ:
૧. જવાહરનગર પોલીસ સ્ટેશન
જવાહરનગર પો.સ્ટે પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૫૦૨૧૦/૨૦૨૫ ભારતીય ન્યાંય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬(ખ),૩૫૨,૫૪,તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ના ગુનાના કામના ફરિયાદી લીલાબેન વા/ઓ કિશોરભાઇ રાઠોડ રહે-પાર્વતીનગર કરચીયા બાજવા તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી૧)મીલન દિપકભાઇ ડાંગર(૨)દિપકભાઇ દેવજીભાઇ ડાંગર(૩)જીવરાજભાઇ ઉર્ફે જીઓ દેવજી ભાઇ ડાંગર તમામ રહે. વડનગર શેરી નં.૦૩ બાજવા તા.જી.વડોદરા તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક-૧૨/૩૨ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મો.જે. સરકારી દવાખાના પાછળ પહેલી શેરીમાં રોડ પર વડનગર બાજવા તા.જી. વડોદરા આરોપી નાઓએ ભેગા મળી અગાઉની અદાવત રાખી એક બીજાની મદદગારી કરી ગંદી ગાળો બોલી આરોપી નં.(૧)નાએ ફરીયાદીને બન્ને હાથના પંજાના ભાગે લાકડીનો ડંડો મારી આંગળીમા ફેક્ચર કરી ઇજા પહોચાડી પો.કમિ.સા.શ્રી ના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કરેલ તે વિગેરે બાબતે તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૪૯૪/૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૨),૫૪ તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કિશનભાઇ મોહનભાઇ વાઘેલા રહે.મ.નં.૬૭ અમરનગર -૦૨ આદર્શનગર વિધ્યાલય સ્કુલ ની બાજુ મા ન્યુ વી.આઇ.પી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) વિક્રમ ઉર્ફે બુચો (૨) મરઘી તથા એક અજાણ્યો ઇસમ તેઓ તા.૨૩/૦૮/૨૦૨૫ ના ક.૨૩/૩૦ વાગે મોજે-બ્લોક નં.૮ તથા ૯ ની વચ્ચે પીળા વુડા ના મકાન ખોડીયારનગર વડોદરા શહેર ખાતે ફરીયાદી તેમની બુલેટ મો.સા. લઈને તેમના મીત્રને મળવા જતા હતા તે વખતે આરોપી ન.(૨) નાએ અહીયા હોર્ન કેમ વગાડે છો તેવુ કહી ગંદી ગાળો આપતા ફરીએ ગાળો ન બોલવા કહેતા તેનું ઉપરાણુ લઈ આરોપી નં.(૧) નાનો એકદમ ઉશ્કેરાઇ જઈ બાજુમાં પડેલ રીક્ષામાથી એક લોખંડના ટુકડા વડે ફરી.ને માથાના પાછળ ભાગે તથા જમણા હાથના ખભા પર તથા ચહેરાની જમણી બાજુ હોઠ પાસે ફટકા મારી ઇજા કરેલ તથા આરોપી નં.(૨) (૩) નાઓએ ફરીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી પો.કમિ.સા.શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.પી. ખુમાણ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૨૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪, ૩૫૧(૨),૩૨૪(૧) જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પવન ઓમપ્રકાશ મોતીરામાણી રહે. મ નં સી 29 હરેક્રિષ્ણા ડુપ્લેક્ષ 02 અંબિકા સોસાયાટીની પાછળ વારસીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રકાશભાઇ વિજયભાઇ રાજપુત રહે.વિમાદવાખાનાની પાછળ વારસિયા વડોદરા શહેર તથા બીજા અન્ય ત્રણ ઇસમો તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક.૧૮/૪૫ વાગે મોજે:-એરપોર્ટ સર્કલ હરણી આરોપીઓએ ફરીયાદી તથા તેની પત્ની સાથે બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ બિભત્સ ગંદી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી લાકડાના ડંડા વડે ફરીયાદીને ડાબા હાથ ઉપર તથા જમણા પગના સાથળ અને ડાબી બાજુ છાતીના ભાગે તથા ફરીયાદીની પત્ની ખુશીને માથાના ભાગે તથા ડાબા હાથ ઉપર ઇજા કરી ચારેય જણાએ ફરીયાદીની એક્ટીવાને લાકડીના ડંડા વડે મારીને નુકશાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ઉમેશકુમાર કાનજીભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના ગુનાઓ:
૧. ગોત્રી પોલીસ સ્ટેશન
ગોત્રી પો.સ્ટે.પાર્ટ “એ” ગુ.ર.ન.11196004250259/2025 ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ધર્મેંદ્રભાઇ રામબ્રીજ ઠાકુર રહે, મ.નં.એ-૩૦૧ સમૃધ્ધી હાઇટ્સ સ્વામીનારાયણ મંદીર પાસે ટી.પી.૪ ભાયલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૩/૦૮/૨૦૨૫ ના ક-૦૭/૩૦ થી ક-૧૨/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.ગોત્રી રોડ મધર્સ સ્કૂલના ગેટની બહાર દીવાલ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે હીરો કંપનીની પ્લેઝર મોપેડ જેનો આર.ટી.ઓ રજી.નં.GJ-06-HE-3857 નુ સફેદ કલરની જેનો ચે.નં.MBLJF16EFDGK08040 એં.નં.JF16ECDGK07419 ની લોક કરી મુકેલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- તે મો.સા.નુ ઈગ્નીશન લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૮/૨૦૨૫ ના ક.૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સહદેવભાઇ કરમશીભાઇ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માતના ગુનાઓ:
૧. કપુરાઇ પોલીસ સ્ટેશન-ફેટલ
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૧૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૦૬,૧૨૫(બી), ૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અ.હે.કો રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો વાહન ચાલક તે તા.૨૫/૦૮/૨૦૨૫ ના ક.૦૮/૦૪ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મોજે:-કપુરાઈ બ્રિજ નિચે સુરત તરફ જતા સર્વિસ રોડ પર પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારી એક્સિડન્ટ કરી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી પોતાનુ વાહન લઈ નાસી જઈ ગુનો કરેલ કર્યા વિગેરે બાબતે તા.૨૫/૦૮/૨૦૨૫ ના ક.૧૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.કટારીયા કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે