-: પ્રેસનોટ :-
(તા.૨૫/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૪/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૬ કિં.રૂ.૯૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૧૭ તથા કવાટરિયા નંગ-૦૫ મળી કુલ કિ.રૂ.૬૮૧૧૬/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનની કોશીશના કેસો
૧. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૪૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૯ (૧), ૨૯૬ (બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રવિન્દ્રભાઇ હરીભાઇ ગાડે રહે–મ.નં.૪૪ ભવાનીનગર, પાર્થભુમિ–૦૧, માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રેમદાસ રૂપલાલ ગૌતમ હાલ રહે.મ.નં.૫૪, ૫૫ ભૈરવનગર, અલવાનાકા માંજલપુર વડોદરા શહેર મુળ રહે.ગામ રજલામઉ થાણા–ચીભડામઉ જી.કન્નૌજ–ઉત્તર પ્રદેશ નાઓએ તા:૨૩/૦૮/૨૦૨૬ ના ક.૧૧/૩૫ વાગ્યે મોજે.શનિદેવના મંદિરથી ભૈરવનગર વિભાગ એ તરફ જતા રોડ ઉપર શ્રી ભાથુજી ફરાસખાનાની સામે અલવાનાકા માંજલપુર ફરીયાદી શાકભાજી લઇ ઘરે જતા હતા તે વખતે આરોપીની શાકભાજીની લારીનું વ્હીલ ફરીયાદીના પગ ઉપર ચઢી જતા ફરીયાદીએ સંભાળીને લારી ચલાવવાનું કહેતા આરોપીએ ગંદી ગાળો બોલી એકદમ આવેશમાં આવી જાનથી મારી નાંખવાના ઇરાદે પ્લાયવુડની લાંબા પાટીયાના ત્રણથી ચાર ઘા ફરીયાદીના માથાના વચ્ચેના ભાગે મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી મે.પો.કમિ.સાશ્રી વડોદરા શહેરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા: ૨૪/૦૮/૨૦૨૬ ના ક.૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ સે.પો.ઇશ્રી કે.પી.ખરાડી માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૧૯૬ ૦૦૧૨૬૦૦૩૩/૨૦૨૬ તા.૨૪/૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી તમન્ના ડો/ઓફ અશ્વિનભાઇ ભટ્ટ રહે.દશરથ ગ્રીન-૧૧ દશરથ ગામ તા.જિ.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં-૧ પતિ-હિમાંશુ કિરીટભાઇ સેવક નં-૨ સાસુ ભગવતીબેન કિરીટભાઇ સેવક બન્ને રહે.૫૯ નંદાલય સોસાયટી સમા સાવલી રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૧/૧૨/૨૦૨૨ થી તા.૨૩/૦૮/૨૦૨૬ સુધી મોજે: ફરિયાદીબેન સાસરીમા રહે ૫૯ નંદાલય સોસાયટી સમા સાવલી રોડ તથા રહે દશરથ ગ્રીન-૧૧ દશરથ ગામ આરોપીઓ ફરિયાદીને ઘરકામ બાબતે નાની-નાની બાબતમાં બોલાચાલી ઝગડો-તકરાર કરી, ફરીયાદીને દિકરી સાથે ઘરમાંથી કાઢી મુકી શારીરીક માનસીક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સાજીદાબેન ઓસમાણભાઇ મહીલા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. જે પી રોડ પો.સ્ટે “બી” પાર્ટ ગુ.ર.નં.૭૩/૨૦૨૬ Date ૨૪/૦૮/૨૦૨૬ યુનીક નં.11196008260251 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૨ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇલ્યાસ ગુલામરશુલ વ્હોરા રહે.મ.નં.સી ૦૬ હાજી ડુપ્લેક્ષ બસેરા કોમ્પ્લેક્ષની બાજુમાં તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ડ્રીમ હાઈટસના સી ટાવરના મ નં ૩૦૩માં રહેતા આશીફભાઈ પટેલ તા.૨૪/૦૮/૨૦૨૬ના ક.૧૩/૦૦ વાગ્યાના અરસામાં મોજે.મ.નં.સી ૨૦૩ ની બહાર ડ્રીમ હાઈટસ સમીમ પાર્કની બાજુમાં અલમક્કાની સામે તાંદલજા આરોપી નાઓએ બાથરૂમ રીપેરીંગના ખર્ચા બાબતે વાત કરી ફરીયાદી તથા ફરીયાદીના ભત્રીજા સાહીલ વ્હોરાનાઓની સાથે બોલાચાલી ઝઘડો કરી મા બહેનની ગંદી ગાળો આપી ઝઘડો કરવા માટે ઉસ્કેરવા માટે ફરીયાદીનુ અપમાન કરી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદી તથા ફરીયાદીના ભત્રીજાને ગડદાપાટુનો માર મારી ફરીયાદીને ધક્કો મારી નીચે પાડી દઈ માથાના ભાગે આંખ પાસે જમણી બાજુ લોહી નીકળી ગયેલ હોય તેવી ઈજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૮/૨૦૨૬ ના ક.૧૬/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જે પી રોડ પો.સ્ટે “બી” પાર્ટ ગુ.ર.નં.૭૪/૨૦૨૬ તા. ૨૪/૦૮/૨૦૨૬ યુનીક નં 11196008260252 ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ),૩૫૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી આશીફ મુસ્તાકભાઈ પટેલ રહે. મ.નં.સી ૩૦૩ ડ્રીમ હાઈટસ સમીમ પાર્કની બાજુમાં અલમક્કાની સામે તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ૧.ઇલ્યસભાઈ વ્હોરા રહે. હાજી ડુપ્લેક્ષ બસેરા કોમ્પ્લેક્ષની બાજુમાં તાંદલજા (ર)સાહીલ વ્હોરા તા.૨૪/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગ્યાના અરસામાં મોજે.મ.નં.સી ૨૦૩ ની બહાર ડ્રીમ હાઈટસ સમીમ પાર્કની બાજુમાં અલમક્કાની સામે તાંદલજા ફરીયાદી તેઓના ઘરની નીચે રહેતા આરોપી નં-૧ નાઓની સાથે બાથરૂમમાં પાણી પડવા બાબતે વાતચીત કરવા જતા ત્યા ઉભેલ બંને આરોપી નાઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ અને ફરીયાદીને ગાળો આપી સાહીલ વ્હોરાએ ફરીયાદીની ફેટ પકડી ફરીયાદીને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ફરીયાદીને ઝઘડો કરવા માટે ઉસ્કેરણી કરવા ઈરાદા પુર્વક અમારૂ અપમાન કરવા લાગી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વારસીયા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.ન-૧૧૧૯૬૦૩૮૨૬૦૨૨૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬(બી),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સ્નેહલ બળદેવભાઈ પટેલ મુળ રહે.વેમાર ગામ તા.કરજણ જી.વડોદરા હાલ રહે. મ.નં.૨૭ જાગ્રુતી સો.સા હરણી રોડ,કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) પુનમ માછી તથા(૨) કિરણ માછી (૩) રાજ માછી (૪) હિતેષ માછી (૫) પરેશ માછી તમામ રહે. સ્વાદ ક્વાટર્સ વારસીયા વડોદરા શહેર નાઓએ તા.૨૨/૦૮/૨૦૨૬ ના રાત્રીના કલાક સાડા સાતેક વાગ્યાની આસપાસ મોજે.મ.નં.૧૦ ત્રિવેણી સોસાયટી પતંજલી સ્ટોર પાછળ વારસીયા ફરીયાદી તેઓના બીજા મકાન પાસે આરતિબેનના દિકરાને ફ્રુટ આપી પરત ઘરે જતો હતો તે વખતે આરતીબેનના પતિ આરોપી નં-૧ આવી ફરીયાદીને કહેલ મારી પત્નિને તારૂ ઘર કેમ રહેવા માટે આપેલ છે તેમ કહી ફરીયાદીને ગમે તેમ ગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગેલ તે દરમ્યાનમા આરોપી નં-૩ અને ૫ ત્યા આવી તને પતાવી દેવો છે તેમ કહી માર મારવા લાગેલ અને તેઓની સાથેના આરોપી નં-૪ નાએ ફરીયાદીને છુટા હાથની મારામારી કરેલ ત્યારબાદ આરોપી નં-૨ નાઓએ લાકડાન ડંડા વડે ફરિયાદીને હાથ અને માથામા માર મારી ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી મહેરબાન પો.કમિ.સા.શ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મુકેશભાઇ પ્રભુદાસ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૯૨૬૦૨૮૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(ખ), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સિતારામભાઇ નવઘણભાઇ વાદી જુરી રહે.હાલ. રીલાયાનંસ ગેસનુ ગોડાઉન, પત્રકાર પોલિસ ચોકીની સામે, અટલાદરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) હરિશભાઇ ઉર્ફે કડી મહેશભાઇ પંચાલ (૨) વિનુભાઇ રતનભાઇ વોહનીયા (૩)અર્જુનભાઇ રતનભાઇ વોહનીયા તમામ રહે.સ્મશાન પાછળ, મોટા મહાદેવ મંદિર, રણોલી ગામ તા.જી. વડોદરા નાઓએ તા.૨૪/૦૮/૨૦૨૬ ના રોજ આશરે ક.૧૧/૦૦ વાગ્યાની આસપાસ મોજે.મોટા મહાદેવ, રણોલી ગામ ફરીયાદીના ઘરની પાછળ આવેલ અક્ષયભાઇ માજુભાઇ પસાયાના ઘરે બે ત્રણ માણસો આવી બેઠા હતા અને આરોપી નં-૧ નાઓ જોર જોરથી ગંદી અને બિભત્સ ગાળો ફરીયાદી તથા ફરીયાદીના ઘરના સભ્યોને બોલતા હતા. જેથી ફરીયાદીના મોબાઈલથી આ ગાળો બોલનારનો વિડીઓ ઉતારતા હતા તે દરમ્યાન આ આરોપી નં-૧ નાઓએ ફરીયાદીને કહેલ કે, વિડીઓ કેમ ઉતારે છે અને તારે જેને બતાવવો હોય તેને બતાવી દેજે એમ કહી ફરીયાદીને ધકકો મારેલ. જેથી ફરીયાદી ત્યાંથી વિડીઓ બંધ કરી પરત ઘર તરફ જતા હતા તે દરમ્યાન આરોપી નં-૧ નાએ તેના હાથમાં પહેરેલ લોખંડનું સ્ટીલના કડા વડે માથાના ગરદનના ઉપરના ભાગે ફરીયાદીને મારી ઈજા પહોંચાડેલ જેથી ફરીયાદીને લોહી નિકળેલ અને ફરીયાદી ગભરાઇ ગયેલ અને ત્યાં બેસેલ આરોપી નં-૨-૩ નાઓએ ફરીયાદીને તથા ફરીયાદીના ઘરના માણસોને ગંદી બિભત્સ ગાળો બોલી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૪/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. ભવાનસિંહ ભગુભાઇ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મોબાઇલ ચોરીના કેસો
૧. રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૩૩/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પુજન મુકેશભાઇ સોની રહે, ન્યુ મેડીકલ બોઇઝ હોસ્ટેલ એસ. એસ.જી.હોસ્પિટલ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૦૫/૨૦૨૬ ના ક.૧૨/૦૦ વાગ્યાની આસપાસ મોજે.એસએસજી હોસ્પીટલ લાઇબ્રેરીમાં અભ્યાસ કરી ફરિયાદી પોતાનુ સેમસંગ કંપનીનુ ટેબલેટ લાઇબ્રેરીમાં મુકી જતા રહેલ ત્યાર બાદ તા.૨૩/૦૫/૨૦૨૬ ના ક.૧૦/૦૦ વાગ્યાની આસપાસ ફરીયાદી એસ.એસ.જી. હોસ્પીટલ લાઇબેરીમાં અભ્યાસ કરી પરત આવી પોતાની જગ્યા જઈ ચેક કરતા મારૂ ટેલબેટ મળી આવેલ નહી જેથી મારૂ ટેબલેટ સેમસંગ ટેબ એ આઠ ગ્રે કલરનુ જેનો આઇ એમ ઇ આઇ નં.350858558356579 નો સને ૨૦૨૨ ના મોડેલનુ હતું. જેની કિ.રૂ.૧૫૦૦૦/- જે ટેબલેટ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ કરી ગુનો કર્યા વિ.બાબતે તા:-૨૪/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રણજીતસિંહ ભાવસંગભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૩૦૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અવતારસિંગ સુરજીતસિંગ સન્ધુ ઉંમર રહે બી-49 મિડલક્લાસ સોસાયટી જયેશ કોલોની પાસે ફતેગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક સિટી બસ નં.GJ 06 AZ 0528 નો ચાલક તા.૧૨/૦૮/૨૦૨૬ ના ક.૧૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે.એલ & ટી સર્કલથી ફતેગંજ તરફ જતા રોડ ઉપર, સંદેશ ઓફિસની સામે, આરોપીએ પોતાની સીટી બસ ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી બાજમા ઓવરટેક કરતા ફરીયાદીશ્રી નાઓની પલ્સર મો.સા.નં.જીજે 06 ડીઆર 9504 ની તરફ દબાવી દઇ ટક્કર મારી એક્સીડંટ કરતા ફરીનાઓ તેઓની મો.સા.સાથે નીચે પડી જતા તેઓના બંને પગ બસના પાછળના ટાયર નીચે આવી કચડાઈ જતા જમણા પગના નળામા ફ્રેક્ચર તથા ડાબા પગમા ગંભીર ઇજા થતા ડૉ.શ્રી દ્વારા ડાબો પગ નળામાથી કાપી નાખવાની ફરજ પડેલ છે તથા ડાબા હાથના ખંભા ઉપર સામાન્ય ફ્રેક્ચર કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વિશ્વાસઘાતના કેસો
૧. લક્ષ્મીપુરા પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૭૨૬૦૩૨૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ધવલભાઈ રાજેન્દ્રભાઈ પટેલ રહે:ગોત્રી ગામ, ગુરૂકુપા બિલ્ડીંગ, ગોત્રી તળાવની સામે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મનીષ સુરેન્દ્રલાલ દીક્ષિત રહે:-૨૦૨, વાઇટ ઓક્સ રેસીડેન્સી, મમમા સોસાયટી, ઇલોરાપાર્ક, વડોદરા શહેર નાઓએ ઓક્ટોમ્બર-૨૦૨૨ ના પ્રથમ કે બીજા અઠવાડીયાથી તા.૩૦/૦૭/૨૦૨૬ દરમ્યાન મોજે:-ગોત્રી ગામ, ગુરૂકુપા બિલ્ડીંગની બહાર, આરોપીએ ફરીયાદીની માલિકીની જમીન લગત કામ કરી આપવા અંગેની બાહેંધરી આપેલ જેનો વિશ્વાસ રાખી કામ પેટે રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- બેંક એકાઉન્ટ મારફતે ફરીયાદીએ આપેલ પરંતુ આજદિન સુધી કામ કરી આપેલ નહિ કે તે પેટે આપેલ રૂપિયા પરત નહિ કરી ફરીયાદી સાથે છેતરપીંડી ઠગાઇ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૮/૨૦૨૬ ના ક-૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એસ. પાંડવ લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮. ઘરફોડ ચોરીના કેસો
૧. અટલાદરા પો.સ્ટે પાર્ટ-એ,૧૧૧૯૬૦૪૪૨૬૦૩૯૨/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૦૫ (એ) મુજબના ગુનાના કામના ફરિયાદી રાજેશભાઇ બાવજીભાઇ મકવાણા રહે, બ્લોક.૦૩ મ.ન.૨૧ શીવાજીપુરી વુડાના મકાન ખિસ્કોલી સર્કલ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૦/૦૮/૨૦૨૬ ના સવાર ક:૧૦/૦૦ થી ક.૧૮/૪૫ વાગ્યા દરમ્યાન મોજે.બ્લોક.૦૩ મ.ન.૨૧ શીવાજીપુરી વુડાના મકાન ખિસ્કોલી સર્કલ પાસે ફરીના મકાનના મેઇન દરવાજાનો લોક કોઇ સાધન વડે તોડીને ઘરમાં પ્રવેશ કરી બેડરૂમના તિજોરીના અંદર લોકર તોડીને તેમા મુકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ૬૦૦૦/- મળી આશરે કિંમત રૂપિયા.૮૫,૬૦૦/-ની કિંમતની મત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૫/૦૮/૨૦૨૬ના ક.૧૪/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.એમ.વસાવા અટલાદરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.