Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૫/૧૦/૨૦૨૬)

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૪/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૧ કિ.રૂ.૪૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૯૨,કવાટરીયા-૧૪ફોર વ્હીલ-૧, મોબાઇલ ફોન-૨ મળી  કુલ્લે કિં.રૂ. ૧૦,૩૯,૫૧૫/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૦૯ સહિત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.      જવાહરનગર પો.સ્‍ટે પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૩૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૩૧૬(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મફતભાઇ શનાભાઇ ચૌહાણ રહે.આશાપુરી મંદીરની બાજુમા સરગવાનો કાંટો કોયલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)કાર્તિક ચંદ્રદાસ(KCD) (૨) લલ્લનસિંહ બન્ને રહે.દુકાન નં-૧૬ ટડેલ બાગાન શબ્જીમંડી હાવડા કોલકાતા(પશ્વિમ બંગાળ) નાઓએ તાઃ૨૪/૧૨/૨૦૨૫ થી તાઃ૦૯/૦૩/૨૦૨૬ સમયગાળા દરમ્યાન મોજે.કોયલી ગામ આશાપુરા મંદીર વડોદરા શહેર KCD ખાતા હેઠળ કુલ રૂા.૧૫,૯૪,૫૯૪/- ના સરગવા માલની સપ્લાય કોયલી ગામ આશાપુરા મંદીર ખાતેથી કરી હતી અને તેની સામે સામાવાળા લલ્લનસિંહ નાઓને બેન્ક મારફતે એ.ટી.એમ. દ્વારા કેસ ડીપોઝીટથી ખાતામાં કુલ રૂા.૮,૧૭,૦૦૦/- ની ચુકવણી કરેલ અને આ ખાતામાં રૂા.૭,૭૭,૫૯૪/- ની બાકી રકમ આજ દિન સુધી ફરિયાદીને ચૂકવવામાં આવી નથી અને આરોપીઓઓને વારવાંર ફોન મારફતે જાણ કરતા ખોટા ખોટા વાયદાઓ આપી વિશ્વાસમા લઇ વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૪/૧૦/૨૦૨૬ ના ક-૧૬/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.એસ.પઠાણ જવાહરનગર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ગોરવા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૭૨૬૦૪૭૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૧૬(૨),૬૧ મુજબના ગુનાના કામના ફરિયાદી બીનાબેન બળદેવભાઈ કોઢીયા રહે-૨૪/૧ અર્બુદાનગર સોસાયટી આત્મજ્યોતી આશ્રમ રોડ ઈલોરા પાર્ક સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રિતેશ ઉર્ફે સોનુ મહેશભાઈ પંચાલ તથા સોનાલી મહેશભાઈ પંચાલ રહે, બી-૧૪૫ વ્રજધામ સોસાયટી કમલા નગર સામે આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા-૦૩/૦૯/૨૦૨૬ ના ક.૧૭/૩૦ થી આજદિન સુધી આરોપી નાઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરી.નો વિશ્વાસ અને ભરોસો કેળવી લાઈફ ઈન્સયોરન પોલીસી કરાવવાના બહાને ફરીયાદી પાસેથી ટુકડેટુકડે ઓનલાઈન રૂ. ૫,૬૫૦,૦૦/-જેટલી રકમ પડાવી લઈ તેમજ પ્રિતેશ પંચાલે ફરીયાદી પાસેથી ૩૧૦ ગ્રામ જેટલુ જુનુ ગોલ્ડ લઈ તેના બદલામા દુબઈનુ ગોલ્ડ ન અપાવી ફરીયાદીનુ ગોલ્ડ પરત માંગણી કરતા પરત ન આપી ફરીયાદીને આર્થિક નુકશાન પહોચાડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૪/૧૦/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.એન.સાંસલા ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.11196040260059/2026,  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની 318(4), 61(2)  તથા આઇ.ટી એક્ટ 66(D) મુજબના ગુનાના કામના ફરિયાદી અંકિતા W/o રોશનકુમાર વિરોલા રહે, ઇ-૨૦૧, સરદાર પટેલ હાઇટસ, સમતા પોલીસ ચોકીની સામે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સામાવાળા બેંક ખાતા ધારકો તેમજ તેમનો ઉપયોગ  કરનાર (૨) ફરીયાદમા જણાવેલ લીંક બનાવનાર તેમજ ઉપયોગ કરનાર (3) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો નાઓએ તા.૧૫/૧૦/૨૦૨૬ થી આજદીન સુધી મોજે.- વડોદરા શહેર ખાતે સામાવાળાએ અજાણ્યા નંબર પરથી ફરીયાદીના પિતાને વોટ્સએપ નંબર પર ફરીયાદમા જણાવેલ લીંક મોકલી અને ત્યારબાદ પિતા તરફથી ફરિયાદીને લીંક આવેલ જે ઓપન કરતા ફરિયાદીનો ફોન હેક કરી લઈ તેઓના ખાતામાંથી કુલ રૂ.7,54,002/-ઉપાડી લઈ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ઓન-લાઈન ઈલેક્ટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ગુનાહિત કાવતરુ રચી છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એમ.આર.ચાવડા સાયબર ક્રાઇમ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      કપુરાઈ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૫૨૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૫,૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી સંદીપભાઇ વિપીનચંદ્ર દરજી રહે-મ.નં.૧૧  સુગમ પાર્ક સોસાયટી ૦૨ રૂક્ષમણી પાર્ટી પ્લોટની ગલીમાં વાઘોડીયા ડભોઇ રીંગરોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૯/૧૦/૨૦૨૬ ના રાત્રીના ક.૦૮/૩૦ વાગેથી તા.૨૦/૧૦/૨૦૨૬ ના રોજ સવારના ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે મોજે- મ.નં.૧૧  સુગમ પાર્ક સોસાયટી ૦૨ રૂક્ષમણી પાર્ટી પ્લોટની ગલીમાં વાઘોડીયા ડભોઇ રીંગ રોડ ફરિયાદીશ્રીના ઘરના મેઇક દરવાજાની લોખડની ગ્રીલનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ફરિયાદીના બેડરૂમમાં સ્લાઇડીંગ કબાટના દરવાજા કોઇ સાધન વડે ખોલી કબાડના ડ્રોવરમાં રાખેલ સોના ચાંદીના દાગીના મળી કુલ્લે કિ.રૂ.૯૨,૦૦૦/-ની મત્તા તથા સાહેદ જયદીપકુમાર કમલેશભાઇ પટેલ રહે.સી-૧૪, નિલામ્બર બંગ્લોઝ નાઓના ઘરે પણ ગઈ તા.૧૯/૧૦/૨૦૨૬ ના પોણા નવ વાગ્યાથી તા.૨૦/૧૦/૨૦૨૬ ના વહેલી સવારના પાંચ વાગ્યા દરમ્યાન ઘરનો મેઇન દરવાજાનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      કપુરાઈ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૫૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૫, ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી રૂષીભાઇ પ્રકાશભાઇ પટેલ રહે-મ.નં.બી/૧૪, ભાગ્યોદય ટેનામેન્‍ટ, ગોવર્ધન ટાઉનશીપની પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા-૧૭/૧૦/૨૦૨૬ ના રાત્રીના ૦૯/૦૦ વાગ્યાથી તા.૧૮/૧૦/૨૦૨૬ ના રાત્રીના ૦૨/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે- મ.નં.બી/૧૪, ભાગ્યોદય ટેનામેન્‍ટ, ગોવર્ધન ટાઉનશીપની પાસે કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરિયાદીના ઘરના મેઇન દરવાજાની લોખડની ગ્રીલનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી મારા બેડરૂમમાં રાખેલ તીજોરીના લોકરમા રાખેલ સોના ચાંદીના દાગીના મળી કુલ્લે કિ.રૂ.૧,૮૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૩૫૯/૨૦૨૬ BNS કલમ ૧૦૬(૧),  ૨૮૧, ૧૨૫(એ),  ૧૨૫(બી) તથા એમ વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નીતાબેન જીતેન્દ્રસિંહ પરમાર રહે, મ નં 02 સંતનગર સોસાયટી 01 અતીથી હોટેલની પાસે દાવળા ચોકડી પાસે તા હાલોલ જી પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ તા.૨૪/૧૦/૨૬ ના ક.૧૧/૦૦ વાગ્યાની આસપાસ મોજે-ગોલ્ડન ચોકડીથી નેશનલ હાઈવે 48 સુરત તરફ જતાં દરજીપુરા બ્રીજ ઉપર ફરિયાદીશ્રી અને તેમની નાની બહેન લતાબેન સુનિલસિંહ ઝાલા ઉં વ 35 રહે.મકાન નં.26 અંબિકાનગર સોસાયટી રાજપીપળા જિલ્લો નર્મદા નાઓ સાથે તેઓની મોપેડ જેનો રજી.નં.જીજે 17 બી ઈ 1830 ની લઈને નેશનલ હાઈવે 48 ગોલ્ડન ચોકડીથી સુરત તરફ જતા હતા તે વખતે એક અજાણા વાહનના ચાલકે તેનું વાહન એકદમ પુરઝડપે ગફલત ભરી બેદરકારીથી ચલાવી લાવી ફરિયાદીશ્રીની મોપેડને પાછળથી એક્સિડન્ટ કરતાં ફરિયાદીશ્રીને જમણા ખંભા ઉપર ઇજા પહોચાડી તેમજ ફરિયાદીશ્રીની નાની બહેન લતાબેન સુનિલસિંહ ઝાલા નાઓને માથાના ભાગે તથા શરીર ઉપર ગંભીર ઈજા પહોચાડી કોઈએ 108 ગાડી બોલાવતા 108 ગાડીના ફરજ પરના ર્ડા.શ્રીએ તપાસ કરી ક.૧૧/૨૫ વાગે ફરિયાદીશ્રીની નાની બહેન લતાબેન સુનિલસિંહ ઝાલા નાઓને સ્થળ ઉપર મરણ જાહેર કરેલ વિ.બાબતે તા.૨૪/૧૦/૨૬ ના ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     મોબાઇલ ચોરીના કેસો

૧.      સીટી પો.સ્ટે. પાર્ટ-એ- ૧૧૧૯૬૦૦૬૨૬૦૨૪૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી પાર્થ કૌશિકભાઇ દરજી રહે.ન્યાયમંદિર, મદનઝાંપા રોડ, બાલુભાઇ ખમણવાળાની સામે, જુની કાછીયાવાડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૮/૧૦/૨૦૨૬ના રોજ ૧૦/૩૦ વાગ્યા આસપાસ મોજે. શામળ બેચરની પોળ, માંડવી દરવાજા પાસે ફરીશ્રી નાઓના મમ્મી નિલમબેન નાઓના શામળ બેચરની પોળ, માંડવી ખાતે ભગવાનના વાઘાનો પથારો લગાવેલ હોય જે પથારા ઉપરથી ફરીશ્રીના મમ્મીનો વીવો કંપનીનો વાય.૭૫ મોડલનો મો.ફોન જેમા જીયો કંપનીનુ સીમ-કાર્ડ હતુ. જેનો મો.નં.૬૩૫૨૯૨૨૪૧૩ નો છે. જે મોબાઇલ ફોનના IMEI NO. 865700057175316 તથા 865700057175308 ના છે જેની કિં.રૂ.૧૫,૦૦૦/- તે કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી.પટેલ સીટી પો.સ્ટે નાઓએ સંભાચળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ફતેગંજ પો.સ્ટે.”એ”પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૪૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૦૩ મુજબના ગુનાના કામના ફરિયાદી અંજલી શ્યામકૂમાર થાપા રહે.મકાન નં.૮ આભાર સોસાયટી પટેલ પેટ્રોલ પંપ સામે નિઝામપૂરા વડોદરા શહેર મુળ રહે.મ.નં.૬૬/ડી ગોકૂલધામ-૨ નવાવાસ માધાપર ભુજ નાઓની ફરિયાદ મુજબ તા.૨૦/૧૦/૨૦૨૬ ના રાત્રીના ક.૦૨/૦૦ વાગ્યાથી સવારના ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે–મકાન નં-૮ આભાર સોસાયટી પટેલ પેટ્રોલપંપ સામે નિઝામપૂરા ફરીયાદીશ્રી નાઓના મોટોરોલા કંપનીનો મો.ફોન EDGE 70 Fusion મોડેલનો કાળા જેવા કલરનો જેમા જીઓ કંપનીનુ કાર્ડ જેનો નં.૯૫૩૭૬૬૦૭૯૦ નો હતો જેનો આઇ.એમ.ઇ.આઇ નં.(૧)353324452999557(૨) 353324452999565 જેની કિં.રૂ.૨૦,૦૦૦/- તે મોબાઇલની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૪/૧૦/૨૬ ના ક.૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કુલદીપસિંહ જોરૂભા ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     મારામારીના કેસો

૧.      સીટી પો.સ્ટે. પાર્ટ-એ- ૧૧૧૯૬૦૦૬૨૬૦૨૪૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૫૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પીંકીબેન રાજેશભાઈ ચૌધરી રહે.મ.નં.૨૨, દંતેશ્વર ટેકરા ફળીયુ, પ્રતાપનગર રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ઇસમો તા.૨૪/૧૦/૨૦૨૬ ના રોજ ૦૪/૦૦ વાગ્યા આસપાસ મોજે. પીક પોઈંટ નામની દુકાનની આગળ, સીટી પોઈંટ નાકા પાસે ફરીશ્રીના દિકરા પ્રથમ નાઓ બેબી વર્લ્ડ નામની દુકાન મંગળબજાર સીટી પોઇંટ નાકા ખાતે નોકરી કરતા હોય અને બાજુમાં આવેલ પીક પોઇંટ નામની દુકાનમાં કામ કરતા બે અજાણ્યા ઇસમો ફરીશ્રીના દિકરાની દુકાનની ઉપરના માળે ગોડાઉનમાં સામાનનો બોક્સ મુકવા ગયેલ તે દરમિયાન ધક્કો મારવા લાગેલ અને ત્યારબાદ ફરીશ્રીના દિકરા તેની દુકાને જતા રહેલ હતા અને થોડીવાર પછી આ અજાણ્યા ઇસમોએ પીક પોઇંટ નામની દુકાન પર બોલાવી અચાનક ઉશ્કેરાઇને ફરીશ્રીના દિકરાને ગડદાપાટુનો માર મારેલ અને આ બે અજાણ્યા ઇસમોમાંથી કોઇ એક ઇસમે માથાના ભાગે લોખંડની પાઈપ મારી માથાના ભાગે ઇજા કરીને ત્યાંથી ભાગી જઈ ગુનો કર્યો વિ.બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ના ક.૨૧/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.વી.ઝાલા સીટી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સયાજીગંજ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૫૭૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ- કલમ.૧૧૫(૨),૧૧૮ (૧) ૨૯૬(બી), ૫૪ તથા જી.પી એક્ટ કલમ.૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ધર્મેશભાઈ રમેશભાઈ માળી રહે.બ્લોક નં.બી 02 મકાન નં.203 નટરાજ ટાઉનશીપ પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અલ્તાફ રહે.જય અમ્બે માતાના મંદીર પાસે પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર તથા અન્ય બે ત્રણ ઇસમો નાઓએ ગઈ તા.૨૫/૧૦/૨૦૨૬ ક-૦૦/૩૦ વાગ્યે મોજે. ડેરી ડેન સર્કલ સયાજીગંજ ખાતે ફરીયાદી તથા તેના મિત્રો અમિત ગોહેલ તથા દિપ માળી તથા ભત્રીજી યશ માળી ફરીયાદી સાથે હાજર હતા ત્યારે આરોપીઓ આવી ફરીયાદી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી ફરીયાદીને ગદડાપાટુનો માર મારતા તેના મિત્રો તથા ભત્રીજો વચ્ચે છોડાવવા પડતા ફરિ.ના મિત્ર દિપ માળીને ડાબા હાથે કોઈ ધારદાર સાધન વડે ઇજા પહોંચાડેલ તથા અમિતને માથાના ભાગે તથા ફરિના ભત્રીજા યશને ડાબા હાથે આંગળીઓ વચ્ચેના ભાગે ઇજા કરી મે.પો.કમિ.સાશ્રી. ના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૨૫/૧૦/૨૦૨૬ ના ક.૦૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.કે.રાઠોડ સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૭.     ચોરીના કેસો

૧.      સયાજીગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નંબર ૧૧૧૯૬૦૩૦૨૬૦૫૮૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી આશિષ કિરીટકુમાર સોની રહે,મ.નં ૧૯૫ સરદાર નગર સોસાયટી નિઝામપુરા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૪/૧૦/૨૦૨૬ ના સવારના આશરે ૧૦/૪૫ વાગ્યાની આસપાસ મોજે-અલકાપુરી બી.એન.ચેમ્બર્સમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાન નંબર ૦૧ માં આવેલ “કનુભાઈ જવેલર્સ” નામની જવેલર્સની દુકાનમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ આવી મારે ચાંદીનો સિક્કો તેમજ સોનાનો તાર જોઈએ છે તેમ જણાવી ફરીયાદીએ ડબ્બામાં મૂકેલ સોનાના નાના નાના ટુકડાની લગડી બતાવેલ તે દરમ્યાન ફરીયાદીની જાણ બહાર પ્લાસ્ટીકની થેલીમાં મૂકેલ સોનાના નાના ટુકડા આશરે ૭૨ ગ્રામ વજનના કિ.રૂ.૧૦,૫૦,૦૦૦/- તે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી ડી.કે.ગમારા સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૮.     વાહન ચોરીના કેસો

૧.      સીટી પો.સ્ટે. પાર્ટ-એ- ૧૧૧૯૬૦૦૬૨૬૦૨૩૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સંદીપભાઇ દિલીપભાઇ રાઠોડ રહે.મકાન નં.૧૦૧, અર્ણોદય ફ્લેટ, સમ-મુનપાર્ક સોસા.ની સામે, પી.એફ.ઓફીસ રોડ, રાધાક્રિષ્ણા ચાર રસ્તા, અકોટા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૧૦/૨૦૨૬ના રોજ ૧૬/૩૦ વાગ્યાની આસપાસ મોજે. સંદીપ એન્ટરપ્રાઇઝ” નામની દુકાન, સિધ્ધેશ્વર કોમ્પ્લેક્ષ, દુકાન નં.૦૩, વોર્ડ નંબર-૧૪ની સામે, કાલુપુરા નાકા, નવાબજાર ફરીશ્રી નાઓએ તેઓની એક્ટીવા જેનો રજી. નં.GJ-06-MB-9641 ની તેઓ દુકાનની બહારના ભાગે પાર્ક કરેલ હોય જે તેઓની દુકાનમાં કામ કરતા સોહીલભાઇ નાઓને તેઓના નજીકમાં આવેલ ગોડાઉનમાંથી દુકાનનો સામાન લેવા સારૂ આપેલ હતી અને જે એક્ટીવા દુકાનની બહાર લાવીને ભુલથી ચાવી લગાવ્યા સાથે રાખેલ હોય જે હોન્ડા કંપનીની એક્ટીવા જેનો આર.ટી.ઓ. રજી.નં.GJ-06-MB-9641 નો છે જેનો ચે.નં.ME4JF50AHJU253967 તથા એ.નં.JF50EU7254708 ના છે. જે ગ્રે કલરની સને-૨૦૧૮ ના મોડલની જેમાં આશરે ત્રણ લીટર જેટલુ પ્રેટ્રોલ હતુ જેની કિ.રૂ.૨૦,૦૦૦/- તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૧૦/૨૦૨૬ ના ક.૧૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એસ.બી.પટેલ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.