-: પ્રેસનોટ :-
(તા.૨૫/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૮ કિં.રૂ.૫૬૦૦/- તથા ઇંગ્લીશની નાની-મોટી બોટલો તથા બિયર મળી કુલ નંગ-૭૯૭, મોપેડ-૦૧ મળી કુલ કિ.રૂ.૨,૧૯,૧૯૮/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૩૦ સહિત-૩૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનના કેસો
૧. જે.પી.રોડ પોલીસ સ્ટેશન
જે.પી.રોડ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુરનં ૬૫/૨૦૨૫ યુનીક નં 11196008250301 ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૦૩(૧), ૬૧(૨), ૨૩૮ મુજબના ગુનાના કામના ફરિયાદી નીલેશકુમાર જે સોહાગીયા (એન.જે.સોહાગીયા) સે. પોલીસ ઇન્સ્પેકટર જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ગુલબાનુ વા/ઓ ઇર્શાદ કરીમ બંજારા રહે.ચોતરાવાળુ ફળીયુ તાંદલજા વડોદરા શહેર (૨) મોહમદ તોસીફ નામનો ઇસમ જેનુ પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી(૩) મહેતાબ નામનો ઇસમ જેનુ પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી તા.૧૯/૧૧/૨૦૨૫ ના આશરે ૦૧/૦૦ વાગે મોજે- મોજે-ચોતરાવાળુ ફળીયુ તાંદલજા ગામ વડોદરા શહેર મરણજનાર ઇર્શાદ કરીમ બંજારા ઉ.વ. ૩૨ હાલ રહે-ચોતરાવાળુ ફળીયુ, તાંદલજા ગામ, વડોદરા શહેરનાની પત્ની ગુલબાનુને મોહમદ તોસીફ સાથે પ્રેમસબંધ હોય અને તેની સાથે જવા માંગતી હોય જેથી પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી તા-૧૯/૧૧/૨૦૨૫ ના રાતના સમયે આ ઇર્શાદની પત્ની ગુલબાનુએ ઇર્શાદને દુધમા ઉંઘની ગોળી ઓગાળી પીવરાવ્યા બાદ આ તોસીફ તથા તેના મિત્ર મહેતાબને વ્હોટસપ કોલ કરી ઘરે બોલાવી ઇર્શાદનુ તેની પત્ની ગુલબાનુ તથા તેના મિત્ર મોહમદ તોસીફ તથા મહેતાબ નામના ઇસમે મરણજનાર ઇર્શાદ નીચે જમીન ઉપર ચટાઇ ઉપર સુતો હતો તે સમયે મોહમદ તોસીફે ઘરમા રહેલ ઓશીકુ મોઢા ઉપર મુકીને જોરથી દબાવેલ અને તેની પત્ની ગુલબાનુએ તેના પગ પકડી રાખેલ તેમજ સાથે આવેલ મહેતાબ નામના ઇસમે ગુલબાનુનો દુપટ્ટો લઈને આ ઇર્શાદના ગળાના ભાગે વિટાળીને જોરથી ખેચેલ આ સમયે ઇર્શાદ તરફડીયા મારતા તોસીફે આ ઇર્શાદનુ માથુ જોરથી નીચે જમીનની સાથે ભટકાવી મોત નીપજાવેલ હોય અને આ ગુલબાનુએ પુરાવાનો નાશ કરવાના ઇરાદે આ ઇર્શાદનુ છાતીમા દુખાવાને લીધે મોત થયેલ છે તેવી ખોટી હકિકત સાહેદોને જણાવી દફનવિધી કરાવી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૧૧/૨૦૨૫ ના કલાક ૧૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ I/c પો.ઇન્સ. શ્રી એમ.આર.સંગાડા જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. જે.પી.રોડ પોલીસ સ્ટેશન
જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં પાર્ટ એ ૧૧૧૯૬૦૦૮૨૫૦ ૩૦૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૩૨૪(૧) તથા એમ.વી.એક્ટની કલમ ૧૩૪,૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી આયુષ શૈલેષભાઇ ગાંધી ઉ વ ૨૩ ધંધો અભ્યાસ રહે મ નં ૨૦૨ નિષ્ઠા બ્લોક વલ્લભ દર્શન એપાર્ટમેન્ટ ઓમ સ્કુલની પાછળ ન્યુ માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક કાળા કલરની બોલેરો ફોરવ્હીલર ગાડી કે જેનો રજી નં GJ18 ED 2703 નો ચાલક જેના પુરા નામ સરનામાની ખબર નથી તે તા.૧૯/૧૧/૨૦૨૫ના કલાક ૧૦/૩૦ વાગ્યાના અરસામાં મોજે ઓ.પી.રોડ પર રિલાયન્સ મોલના કટ પાસે વડોદરા શહેર ફરી. તેઓની એકટીવા જેનો રજી.GJ06 MB 0770 ની લઈને ઓ.પી.રોડ પર રિલાયન્સ મોલ સામેથી પસાર થતા હતા તે વખતે એક કાળા કલરની બોલેરો ગાડી જેનો રજી. નં. GJ18 ED 2703 ના ચાલકે તેની ગાડી બેદરકારી પુર્વક રિલાયંસ મોલના ઓ.પી.રોડ પરના કટ માંથી ચલાવી લાવી ફરી.ની એકટીવાને જમણી બાજુ પાછળના ભાગે અથાડી ફરી.ને નીચે પાડી દઈ ડાબા હાથના ખભાના ભાગે તથા કાંડાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા કરી સ્થળ પરથી જતા રહી ફરી.ની એકટીવાને પાછળના જમણી બાજુના ભાગે ઘોબો પાડી દઈ આશરે રૂ.૧૫,૦૦૦/- નુ નુકશાન કરેલ હોય વિગેરે બાબતે તા.૨૪/૧૧/૨૦૨૫ ના કલાક ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૬૩૨/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૨૮૧,૩૨૪(૪) તથા એમ વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અમિતભાઈ રમેશભાઇ સોલંકી ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે મ ન બી 453 અયોધ્યાનગર તા નસવાડી જી છોટાઉદેપુર નાઓની ફરિયાદ મુજબ આરોપી આઇસર ટેમ્પો નં-GJ-36-V-0042 ના ચાલક જેના પુરા નામ સરનામાની ખબર નથી ગઇ.તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના ક.૨૧/૩૦ વાગ્યાની આસપાસ ફરીયાદી પોતાની ફોરવ્હિલ ગાડી નં. GJ-06-JQ-8697 ની વિમા દવાખાના ના કોટની દિવાલ પાસે પાર્ક કરેલ હતી તે દરમ્યાન એક આઇસર ટેમ્પો નં.GJ-36-V-0042 ના ચાલક પોતાની ગાડી પુર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી લાવી વિમા દવાખાનની કોર્ટની દિવાલ પાસે સોલંકી ફળીયામા ફરીયાદીની ફોરવ્હિલ ગાડી નં. GJ-06-JQ-8697 ને એક્સિડંટ કરી આશરે રૂ. ૨0,000/- જેટલું નુકસાન કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૪/૧૧/૨૦૨૫ ના કલાક-૨0/૪0 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ HC ગોવિંદસિંહ લક્ષ્મણસિંહ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ગોરવા પોલીસ સ્ટેશન ૧૧૧૯૬૦૦૭૨૫0૬૩૪/૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કેતુલભાઈ ડાહ્યાભાઈ વાધેલા ઉ.વ-૩૨ ધંધો-નોકરી રહે-મકાન નં-ડી/૬૮, જનકપુરી વિભાગ-૧, મધુનગર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક્ટીવા નં.GJ-23-DE-9454 ના ચાલક જેના નામ ઠામની ખબર નથી તે ગઈ તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ બપોરના કલાક ૧૬/૧૫ વાગે ફરીયાદીની મોટી માતા શાંતાબેન મધુનગર બ્રીજ ઉતરી રસ્તો ઓળંગતા હતા તે વખતે એક એક્ટીવા નં-GJ-23-DE-9454 ના ચાલક પોતાની એક્ટીવા નાવાયાર્ડ થી મધુનગર ચાર રસ્તા તરફ પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી એક્સિડંટ કરી ફરીયાદીની મોટી માતા શાંતાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૫/૧૧/૨૦૨૫ ના કલાક ૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI હેમંતભાઇ નગીનરાવ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૪૬/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામના ફરીયાદી અ.લોર.પ્રિયકાંતભાઇ મનુભાઇ બ.નં. ૩૮૨૫ નોકરી હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ તા.૨૩/૧૧/૨૦૨૫ ના રાત્રીના આશરે ૨૨/૦૮ વાગ્યાના સુમારે મોજે:- કમ્ફર્ટ ઇન હોટલની સામે રોડ ઉપર વડોદરા શહેરઆ કામના તહોમતદાર નાઓએ તેનુ વાહન એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી રોડ ક્રોસ કરતા એક અજાણ્યા પુરુષ ઇસમ જેની આશરે ઉ.વ.૩૦ ને ટક્કર મારી એક્સીડંટ કરી તેને જમણા કાનમા જમણી બાજુ માથામા તથા ડાબા હાથમા તથા નાકમા ઇજા પહોચાડી મોત નિપજાવી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબત તા.૨૫/૧૧/૨૦૨૫ ના ક.૧૧/૫૦ વાગ્યે વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ HC પ્રવિણભાઇ પુનાભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. કપુરાઇ પોલીસ સ્ટેશન
કપુરાઇ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૭૮/૨૦૨૫ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૪૦૬,૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગકુમાર હસમુખલાલ ઠક્કર ઉ.વ.૪૨ ધંધો-વેપાર રહે,એ/૪૬,ધી ગોલ્ડસીટી તરસાલી બાયપાસ તરસાલી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી નં(૧) દુર્ગેશ ભુરાભાઈ પરીહાર તથા નં.(૨) ભાવેશ સ/ઓ દુર્ગેશ પરીહાર બન્ને રહેવાસી બી/૨૧,ભાઇલાલભાઇ પાર્ક, બાપોદ તળાવ પાસે, વાઘોડીયા રોડ, વડોદરા તારીખ ૨૬/૧૦/૨૦૨૧ થી તા. ૨૪/૧૨/૨૦૨૨ દરમ્યાન મોજે. એ/૪૬,ધી ગોલ્ડસીટી તરસાલી બાયપાસ તરસાલી વડોદરા ખાતે આ કામના આરોપીઓ મંગલદિપ ઇન્ડસ્ટ્રીઝ ઠે. પ્લોટ નં.૧૮૮/એ, વાધોડીયા જી આઇ.ડી.સી. તા.વાઘોડીયા જિ. વડોદરાના માલિક પ્રોપરાઇટર / પાર્ટનર આરોપી નં.(૧) દુર્ગેશ ભુરાભાઈ પરીહાર તથા નં.(૨) ભાવેશ સ/ઓ દુર્ગેશ પરીહાર નાઓએ ફરીયાદીશ્રીની લાવણ્યા એંજિનીયરસ નામની કંપની પાસેથી તારીખ ૨૬/૧૦/૨૦૨૧ થી તા. ૨૪/૧૨/૨૦૨૨ દરમ્યાન મોજે. એ/૪૬,ધી ગોલ્ડસીટી તરસાલી બાયપાસ તરસાલી વડોદરા ખાતેથી આરોપીઓના ઓર્ડર મુજબ વેલ્ડીગ લગત માલ સામાન વેલ્ડીંગ રોડ,વેલ્ડીંગ વાયર,વેલ્ડીંગ કંઝ્યુમેબલ એંડ એસેસીરીઝ તથા એબ્રેસીવ્સ પ્રોડક્ટ્સ જેવો ફેબ્રિકેશન નો માલ–સામાન કુલ્લે બીલ-૩૨ જેની કિમત રૂપીયા ૧૧,૪૯,૨૦૧/- માલ સામાન ખરીદ કરી, અંન્ય વેપારીને વેચી દઇ માલ સામાન ના રૂપીયા પરત નહી આપી, રૂપીયા ચુકવી આપવા બાબતનું ડેક્લેરેશન લખી આપી તે મુજબ પણ રૂપીયા નહી ચુકવી તેમજ પોતાની મંગલદિપ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું એકાઉંન્ટ બંધ થઇ ગયેલ હોવા છંતા મંગલદિપ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક પ્રોપરાઇટર આરોપી નં.(૧) નાઓએ મંગલદિપ ઇન્ડસ્ટ્રીઝ નું બેંન્ક ઓફ બરોડા, અકોટા શાખા, વડોદરા એકાઉન્ટ નંબર- ૦૬૭૬૦૨૦૦૦૦૦૧૫૯ નો ચેક નંબર- ૦૦૩૫૫૦ કિમત રૂપીયા ૧૧,૪૯,૨૦૧/- તારીખ ૨૫/૦૭/૨૦૨૩ નો ચેક આપી જે ચેક એકાઉંન્ટ ક્લોઝ્ડ સાથે ના શેરા સાથે પરત આવી બંને એકબીજા સાથે મળી ફરીયાદીશ્રી સાથે ગુનાહિત વિશ્વાસધાત કરી, બદદાનતથી માલ સામાનના રૂપીયાની ઉચાપત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.