-: પ્રેસનોટ :-
(તા.૨૬/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૧૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૭૮ કિ.રૂ.૧૫,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૯ સહીત કુલ-૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૭૧/૨૦૨૬ બી.એન.એસ કલમ- કલમ-૧૧૫(૨) ૧૧૮(૧) ૨૯૬(૨) ૩૫૧(૩) ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી નિલ સ/ઓ ભિમંસિહ પ્રભાતસિંહ અટાલીયા રહે-એ/૦૯ શ્રી હરિ ડુપ્લેક્ષ ઉમા વિધ્યાલય ની સામે તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મિત નશીત તથા (૨) ભાવેશ ગોંડલીયા તથા (૩) વિરાટ સતાશીયન નાઓએ ગઈ તા૨૪/૦૧/૨૦૨૬ ના રાત્રીના નવેક વાગ્યાના સૂમારે સોમનાથ નગર સોસાયટી પાસે આવેલ ધારા મિનરલ વોટર પાસે ફરીશ્રી તેમના પિતા ભિમસિંહ તથા તેમની માતા સિમાબેન નાઓ સાથે ઉભા હતા તે દરમિયાન સુમિત્રાબેન નાઓનો ફરિશ્રી નાઓના માતા સિમાબેન નાઓના મોબાઇલ પર ફોન આવેલ કે તમે તમારા પરિવાર સાથે મારા ઘરે આવી જાઓ તમારો પૈસાનો હિસાબ ચુકતે કરી લઈયે તેમ કહિ ફોન કાપી નાખેલ જે બાદ અનિલભાઇ ગોંડલીયા નામનો યુવક આવેલ અને ફરિશ્રી નાઓને કહેવા લાગેલ કે તમે અમારા ઘરે ચાલો તમારો હિસાબ ચુકતે કરી લઈયે જે બાદ ફરિશ્રી નાઓને અનિલભાઇ ગોંડલીયા નાઓને કહેલ કે પહેલા હિસાબ ના જે સાક્ષી હતા તેમની હાજરીમા અમો હિસાબ ચુક્તે કરીશુ તેમ કહેતા અનિલભાઇ ગોંડલીયા ત્યાથી જતા રહેલ હતા જે બાદ મિત નશીત નાઓ આવેલ અને ફરિશ્રી ના પિતા ભિમસિંહ નાઓને મા સમાની ગંદી ગાળો આપવા લાગેલ જે બાદ ફરિશ્રી નાઓએ મિત નશીત નાઓને ગાળો આપવાનુ ના પાડતા બાદમા ભાવેશ ગોંડલીયા તથા વિરાટ સતાશીયા નાઓ આવેલ અને આ મિત નશીત તથા ભાવેશ ગોંડલીયા તથા વિરાટ સતાશીયા ત્રણેય જણા ભેગા મળી ફરિશ્રી ને ગડદા પાટૂનો માર મારેલ જે બાદ આ મિત નશીત તથા ભાવેશ ગોંડલીયા તથા વિરાટ સતાશીયા ત્રણેય જણ ફરિશ્રીના પિતાને પણ ગડદા પાટૂનો માર મારેલ અને આ વિરાટ સતાશીયા નાઓએ ક્યાકથી ધારદાર વસ્તુ લાવી ફરિશ્રી ના પિતાને કપાળના ભાગે તથા માથાના ડાબી બાજૂ મારેલ જે બાદ મિત નશીત નાઓએ પણ ક્યાકથી ધારદાર વસ્તુ લાવી ફરિશ્રી ના પિતાની ડાબી આંખ પર મારેલ જે બાદ ત્રણેય જણાએ ફરિશ્રી એ કહેલ કે આજેતો તમે જીવતા બચી ગયા બીજીવાર તમને જીવતા નહિ છોડૂ તેમ કહિ ફરિશ્રી ને તથા ફરિશ્રી ના પિતા નાઓને જાનથી મારી નાખવાની ધમકિ આપી જતા રહેલ જે બાદ ફરિશ્રી ના પિતાને સારવાર માટે એસ.એમ.એસ હોસ્પિટલમા દાખલ કરેલ જ્યા સારવાર દરમિયાન ફરજ પરના ડો.શ્રી નાઓએ ફરિશ્રી પિતા નાઓને કપાળ ની ડાબી બાજૂ સામાન્ય ઘા તથા માથાના ડાબી બાજુ સામાન્ય ઇજા તથા છાતીના ભાગે તથા કમરના ભાગે સામાન્ય ઇજા થયેલ છે. તથા ફરિશ્રી ડાબા હાથ પર તથા બન્ને પગ ઉપર સામાન્ય ઇજા થયેલ છે.નુ નિદાન કરેલ છે. તથા એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૫/૦૧/૨૦૨૬ ના કલાક: ૨૨/૦૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ગિરિશભાઈ વેનાભાઈ નોકરી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વાડી પો.સ્ટે.
વાડી પોલીસ સ્ટેશન પાર્ટ-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૬૦0 ૪૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬(બી),૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી ગૌરવ કિરણ ચિનચાવલે રહે-૧૦૧, બી 53, ઓમ નગર સોસાયટી અનુક્રુતિ હોસ્પિટલની સામે તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રાકેશ મોરે અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમોએ ગઈ તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ કલાક-૨૩/૦૦ વાગ્યા દર્મ્યાન મોજે. અપ્સરા સ્કાયલાઈન પાસે પ્ર્તાપનગર વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદી ગઈ તા .૨૬/૦૧/૨૬ ના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામા પોતાની જ્યુપિટર લઈને ખંડેરાવ માર્કેટથી ઘરે જવા નીકળેલ તે દરમ્યાન અપ્સરા સ્કાયલાઈન પાસે પહોચતા એક અજાણ્યા ઈસમે એક્ટીવામાઆવી ફરિયાદીની જ્યુપિટર ઊભી રખાવી ગંદી ગાળો આપી ધમકી આપેલ અને માર મારેલ તે વખતે એક રીક્ષમા અન્ય ત્રણ ઈસમો આવેલ જેમા આરોપી નં(૧) નાઓએ નીચે પાડીને ડંડા જેવા સાધન વડે ડાબા પગે તથા જમણા હાથની આંગળી પર ફટકો મારી ઈજા પહોચહડેલ તથા અન્ય ત્રણ ઈસમોએ ગડદા પાટુનો માર મારી ગંદી ગાળો આપી એકબીજાની મદદગારી કરી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૧/૨૦૨૬ ના કલાક ૦૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. જીગર ધનજીભાઈ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અક્સ્માતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૦૬૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),૩૨૪ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ભાવેશ સ/ઓ દિનેશભાઇ કહાર રહે-૩૦૩,ધનલક્ષ્મી સોસાયટી,વ્રુંદાવન ચાર રસ્તા વાઘોડિયા રોડ,વડોદરા શહેરનાઓની ફરિયાદ મુજબ આરોપી એક ટેમ્પો ટ્રાવેલર ગાડી નં. GJ-06-BV-8531 નો ચાલકે તા.૨૫/૦૧/૨૦૨૬ ના ક-૦૬/૫૪ વાગ્યે મોજે-વૈકુંઠ ચારરસ્તા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદી તેમની ઓટો રીક્ષા નં. GJ-06-BU-9777 માં પેસેન્જર બેસાડી વાઘોડીયા ચોકડીથી વૃંદાવન ચાર રસ્તા તરફ જતાં હતા તે દરમ્યાન વૃંદાવન ચાર રસ્તા તરફથી એક ટેમ્પો ટ્રાવેલ્સ નં.GJ-06-BV-8531 ના ચાલકે તેની ટ્રાવેલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનક જમણી બાજુ વૈકુંઠ સોસાયટી તરફ ટર્ન મારતાં ફરી.ની ઓટો રિક્ષા આ ટેમ્પો ટ્રાવેલરના ખાલી સાઇડના પાછળના વ્હીલ પાસે જોરથી અથડાતા ફરી.ની રિક્ષામાં બેઠેલા પેસેંજર બહેનને બંને પગના સાથળના ભાગે ફ્રેક્ચર તથા દાઢીના ભાગે સામાન્ય ઇજા અને તેમના બાળક રૂદ્રને જમણા કાન પર તથા ડાબી આંખે તથા મગજમાં આંતરીક ગંભીર ઇજાઓ તથા અન્ય એક પેસેન્જર ભાઇને ડાબા પગના ઘુંટણ પર તથા કપાળમાં વચ્ચેના ભાગે ઇજાઓ પહોંચાડી તથા ફરી.ની રીક્ષાને આગળનો કાચ તથા ચેસીસને તથા અન્ય નાનુ-મોટુ નુકસાન પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૧/૨૦૨૬ ના કલાક- ૧૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. સુનીલભાઇ જયરામભાઇ કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૧૨૬૦૦૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૫) તથા એમ.વી. એકટ. ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી વ્રજેશભાઇ અંબાલાલભાઇ શાહ રહે.એ/૧૬, પુનિતનગર સોસાયટી, મલ્હાર પોઇન્ટ પાસે, અકોટા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જેકોબ જોસેફ માર્ટીન રહે.૨૦૩, શાર્લિન ફ્લેટ, મધર સ્કુલની બાજુમા, ગોત્રી વડોદરા શહેરનાઓએ તા.૨૬/૦૧/૨૦૨૬ ના આશરે કલાક ૦૨/૩૦ વાગ્યા આસપાસ મોજે:-પુનીતનગર સોસાયટીની સામે મલ્હાર પોઇંટ પાસે વડોદરા શહેરનાઓએ એમ.જી.હેક્ટર ફોરવ્હીલ કાર જેનો રજી નંબર GJ-06-RB-9072 નો ફોરવ્હીલ કાર ચાલક નામે જેકબ જોસેફ માર્ટીન ઉ.વ.૫૨ રહે.૨૦૩, શાર્લિન ફ્લેટ, મધર સ્કુલની બાજુમા, ગોત્રી વડોદરા શહેર નાનો રાત્રીના આશરે ૦૨/૩૦ વાગ્યાના સુમારે તેની ફોરવ્હીલ કાર પુર ઝડપે ચલાવી તેમજ ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીશ્રીના ઘરની આગળ પાર્કિંમા મુકેલ ત્રણ ફોરવ્હીલ કાર જેમા (૧) કિયા સેલ્ટોસ ફોરવ્હીલ કાર જેનો રજી નં GJ-06-PC-0012 તથા (૦૨)હ્યુન્ડાઇ વેન્યુ જેનો રજી નં GJ-06-RD-1200 તથા (૩) મારૂતી સેલેરીઓ જેનો રજી નં Gj-06-KD-0030 ની સાથે અથાડી અકસ્માત કરી નુક્શાન કરી ગુનો કરેલ હોય વિગેરે બાબત. તા.૨૬/૦૧/૨૦૨૬ ના કલાક. ૦૪ /૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. હાર્દિકભાઈ પરષોતમભાઈ અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. વાડી પો.સ્ટે.
વાડી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૬૦0 ૪૪ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી અંમ્માર શમિમ સુલેમાની રહે-૧૦૧, આશિયાના કોમ્પ્લેક્ષપાલેજવાલા ક્મ્પાઉન્ડ પ્રતાપનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઈ ચોર ઈસમે ગઈ તા.૧૯/૦૧/૨૦૨૬ ના કલાક-૧૪/૦૦ થી તા.૨૨/૦૧/૨૦૨૬ કલાક- ૦૮/૦૦ વાગ્યાના અરસામા મોજે- આશિયાના કોમ્પ્લેક્ષના કોમન પાર્કીંગમાથી ,પાલેજવાલા ક્મ્પાઉન્ડ પ્રતાપનગર વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદીએ પોતાનુ LECTRIX E VEHICLES કંપનીનુ ઈ-મોપેડ જેનો રજી.નં. GJ06SE8236 ની સને ૨૦૨૫ના મોડલની વાઇટ કલરની જેનો ચેચીસ નં.MZTL1P21023004741 એંજીન નં. 063252001048 નો છે. જેની કીં રૂ.80000/-ગણી શકાય જે આશિયાના કોમ્પ્લેક્ષના કોમન પાર્કિગમા પાર્ક કરી લોક કરી મુકેલ હતી તે કોઈ ચોર ઇસમ ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૫/૦૧/૨૦૨૬ ના કલાક ૨૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.જાસ્મીનભાઈ દશરથભાઈનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે.
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૨૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી સુમિત્રાબેન વા/ઓ અશોકભાઇ રાજપુત રહે,ઘર નં.બી/૧૯ જયનારાયણ સોસાયટી ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા ઇસમે તા.૨૬/૦૧/૨૦૨૬ ના કલાક.૦૦/૧૫ વાગ્યે મોજે- નાગેશ્વર મંદિર વૃંદાવન ટાઉનશીપની સામે હરણી રોડ વડોદરા શહેર ખાતે ફરીયાદીના દિકરા ચિરાગ અશોકભાઇ રાજપુતના લગ્ન તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ હોય જેથી તેની જાન લયને ફરીયાદીના દિકરાના લગ્નની રસમ માટે (૧)એક સોનાનું મંગળસુત્ર આશરે અઢી તોલાનું જેની કિંમત રુ.૧૭૫૦૦૦/તથા (૨)એક સોનાની લક્કી આશરે એક તોલાની જેની કિંમત રુ.૧૦૪૦૦૦/તથા(૩) એક સોનાની વિંટી આશરે દોઢ ગ્રામની જેની કિંમત રુ.૨૨૦૦૦/તથા(૪) રોકડા રૂપીયા ૪૦૦૦૦/૦૦ તથા(૫) મારો એમઆઇ કંપનીનો મોબાઇલ ફોન જેમાં જીયો કંપનિનું સીમ કાર્ડ નં ૯૯૦૪૬૭૩૫૦૫ નો હતો જેની કિંમત રુ.૧૦૦૦/તથા ફરીયાદીના મોટા દિકરા નામે વિરેંદ્રકુમાર અશોકભાઇ રાજપુત જે હાલ લંડન ખાતે નોકરી કરતા હોય તેઓનુ પર્સ જેમાં તેમનું લંડન ખાતેનું(૬)ડ્રાઇવિંગ લાયસન્સ જેની કિંમત ૦૦/૦૦તથા (૭)ઇન્ટરનેશલસ ડ્રાઇવિંગ લાયસન્સ હતું જેની કિંમત ૦૦/૦૦તથા (૮)અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ હતા જેની કિંમત ૦૦/૦૦ જે તમામની કિંમત આશરે ૩,૪૨,૦૦૦/ગણી શકાય આ તમામ વસ્તુઓ બ્રાઉન કલરના લેધરવાળા બેગમાં મુકેલ હતા જે બેગ લયને આશરે કલાક ૨૩/૩૦ વાગ્યે ફરીયાદી તેઓના ફેમલી સાથે ડાયનીંગ ટેબલ પર જમવા બેસેલ અને ઉપરોકત બેગ લેવા જતા જણાય આવેલ નહિં જે કોઇ અજાણ્યા ચોર અમારી નજર ચુકવી ઇસમ ચોરી કરી લય જઇ નાસી ગયેલ તે બાબતે તા.૨૬/૦૧/૨૦૨૬ ના કલાક ૦૪/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ ઇન્સ.શ્રી એસ.બી.કુંપાવત કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.