Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૬/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.       પ્રોહીબીશનના કેસો

તા.૨૫/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૭૫ કિ.રૂ.૧૫૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયર નંગ-૧૪૬, કવાટરીયા નંગ-૧૮૨ મળી કુલ કિ.રૂ.૧,૧૭,૩૭૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૯ સહીત કુલ-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       મારામારીના કેસો:-

૧.      બાપોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૧૭૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(૨),૩૫૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યોગેશભાઈ શંકરલાલ પ્રજાપતિ રહે.  મ.નં.એ/૦૨/૦૧ વિનશ સોસાયટી રામપાર્કની બાજુમાં આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અશોકભાઇ રણછોડભાઇ માળી (૨) ભારતભાઇ અશોકભાઇ માળી (૩) શોભનાબેન અશોકભાઇ માળી તમામ રહે.વિનશ સોસાયટી રામપાર્કની બાજુમાં આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા.૨૪/૦૩/૨૦૨૬ ના ક-૧૩/૩૦ વાગ્યાના સુમારે મોજે.વિનશ સોસાયટી આજવા રોડ ફરિયાદી નાઓના ઘરની બાજુમાં આવેલ કોમન સીડી પાસે આરોપી નં (૧) નાઓ કચરો નાખવા માટે જતા હતા તે વખતે ફરીએ આરોપીને જણાવેલ કે અમોને સીડી પર અવર જવર કરવા માટે મુશ્કેલી પડશે જેથી તમે આ કચરો તથા ઇંટોના રોડા ટ્રેકટર મંગાવી બહાર કોઇ જગ્યાએ નાખવાનુ કહેતા આરોપી નં. (૧) નાઓએ  ફરીને ગંદી બીભત્સ ગાળો આપી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તથા તેનુ ઉપરાણુ લઇ બીજા આરોપીઓ પણ ફરીને ગંદી બિભત્સ ગાળો આપી ગડદા પાટુનો માર મારતા હોય જેથી ફરીની પત્ની વર્ષાબેન નાઓ તથા ફરી.નો દિકરો આદીત્ય ફરીને વધુ મારમાથી છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ ગંદી બીભત્સ ગાળો આપી ગડદાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબત તા:-૨૫/૦૩/ર૦૨૬ ના ક.૧૯/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પ્ર્વિણભાઈ સાગરભાઈ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

 

૨.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૧૭(૨), ૧૧૫(૨)‌, ૨૯૬(બી), ૫૪ તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાજન સ/ઓ હર્ષદભાઇ બોસમિયા રહે.એ-૯ ,વૈકુંઠધામ સોસાયટી,દરબાર ચોકડી પાસે,માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિશાલ તે તા.૨૫/૦૩/૨૦૨૬ ના ક-૧૨/૦૦ વાગ્યે મોજે.કોચર કોલ સેંટરની સામે સનસિટી સર્કલથી દરબાર ચોકડી તરફ જતા રોડ ઉપર,જૈન મંદિરની પાસે માંજલપુર ફરીયાદી પોતાના થ્રી વ્હીલ ટેમ્પો લઇ ઘરે જવા નિકળતા હ્તા તે વખતે ત્યા રોડ ઉપર પડેલ એક મોટર સાયકલ તેના મિત્ર મિતેષ પંચાલને હટાવવાનુ કહેતા તે મો.સા ચાલક આરોપી ત્યા ઉભા હોય તે ફરીયાદીની સાથે મો.સા હટાવવા બાબતે બોલાચાલી ગાળાગાળી કરવા લાગેલ અને તેના મિત્રને બોલાવી ફરીયાદી સાથે ઝપાઝપી દરમિયાન આરોપીએ ફરીયાદીને લોખંડની પાઇપ જેવા સાધન વડે માથાના ભાગે તથા કપાળના ભાગે મારી ઇજા પહોચાડી એક બીજાની મદદગારી કરી મે પો કમિ સા શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૨૫/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી શ્રી એમ.કે.પરમાર માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૦૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાન-૨૦૨૩ની કલમ-૧૧૭(૨),તથા જી.પી એક્ટ કલમ.૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શીવબદન ગ્યાદીન કેવટ રહે.બેરેક નં.૦૩ સર્કલ વિભાગ યાર્ડ નં.૦૨ વડોદરા મધ્યસ્થ જેલ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી ભયલુ દરબાર તે તા.૨૫/૦૩/૨૦૨૬ ના ક:-૧૫/૦૦ વાગ્યા આસપાસ દરમ્યાન મોજે -વડોદરા મધ્યસ્થ જેલ આઉટ સર્કલ વિભાગ વ્રુંદાવન -૦૧ પાસે આરોપી નાઓએ ફરીયાદીશ્રી સાથે અગાઉ થયેલ બોલાચાલી બાબતે મનદુ:ખ રાખી ફરીયાદીશ્રીને પેટના ડાબી બાજુના ભાગે પતરાની પટ્ટી મારી ઇજા પોહચાડી વડોદરા શહેર મે.પો.કમિ.સા.શ્રી ના હથિયાર બંધી ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા ૨૫/૦૩/૨૦૨૬  ના ક ૨૩/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મનોજકુમાર ચંદુભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૧૮૧ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(૨),૩૫૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી અશોકભાઇ રણછોડભાઇ માળી ઉ.વ.૫૩ ધંધો-વેપાર રહે.મ.નં.એ/૨/૩ વીનસ સોસાયટી કેનેરા બેન્ક પાસે રામપાર્કની બાજુમાં આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) યોગેશભાઇ શંકરલાલ પ્રજાપતી નં.(૨) વર્ષાબેન યોગેશભાઇ પ્રજાપતી તથા આરોપી નં.(૩) આદીત્ય યોગેશભાઇ પ્રજાપતી  તમામ રહે, મ.નં. એ /૦૨/૦૧ વિનશ સોસાયટી રામપાર્કની બાજુમા આજવા રોડ વડોદરા શહેર તા.૨૪/૦૩/૨૦૨૬ ના કલાક-૧૩/૪૫ વાગ્યાના સુમારે મોજે. વિનશ સોસાયટી આજવા રોડ વડોદરા શહેર ખાતે આ કામના ફરી. પોતાના ઘરની ચોકડી તથા દિવાલ મજુર બોલાવી તોડી ઇટોના ટુકડા તથા પથ્થરના કટકા ફરી. પોતાના મકાનની દિવાલ પાસે નાખતા હતા તે વખતે આરોપી નં.(૧) આવી તુ મકાનનો કચરો અહીયા કેમ નાખે છો ? તેમ કહી બોલાચાલી ઝઘડો કરી બિભ્તસ ગાળો બોલી થપ્પડ મારી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેનુ ઉપરાણુ લઈ આરોપી નં.(૨)  તથા  આરોપી નં.(૩) આવી ફરી. સાથે બોલાચાલી ઝઘડો કરી તમારે વાઘરીને અહીયા નહી રહેવાનુ કહી ફરી.ને ગડદાપાટુનો માર મારતા સાહેદ ફરી.ની પત્ની તથા દીકરો ભારત છોડાવવા પડતા સાહેદ ભારતને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી.ની ફોરવ્હીલ ઉપર પથ્થર ફેકી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૩/૨૦૨૬ કલાક  ૧૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પ્રવિણભાઈ સાગરભાઈ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.