-: પ્રેસનોટ :-
(તા.૨૬/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૫/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૭ કિં.રૂ. ૩૪૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૪ સહીત કુલ-૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ફેટલના કેસો:-
૧. જવાહરનગર પો.સ્ટે
જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૧૪૫ /૨૦૨૬ ભારતીય ન્યાંય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૦૬(૧), ૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી દીલીપસિંહ રમેશભાઈ પરમાર ઉ.વ.૪૩ ધંધો-નોકરી રહે-એ/૫૫, નીલકંઠ સોસાયટી, નંદેસરીગામ, તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો વાહન ચાલક તા-૨૫/૦૪/૨૦૨૬ ના કલાક- ૧૪/૩૦ થી કલાક-૧૫/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે- ભારત પેટ્રોલપંપની સામે આવેલ રોડ પર, કોયલી ધનોરા રોડ, કોયલી ગામ તા.જી.વડોદરા આ કામના ફરીયાદીશ્રી નાઓનો દીકરો નામે દિગ્વિજયસિંહ સ/ઓફ દીલીપસિંહ રાજપરમાર ઉ.વ.૧૮ રહે-એ/૫૫, નીલકંઠ સોસાયટી, નંદેસરીગામ, તા.જી.વડોદરા નાનો પોતાનુ મો.સા જેનો રજી નં. નં-GJ-06 SJ-3827 નો છે તે લઈને જતો હતો તે વખતે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી મારા દીકરાની મો.સા ને ટક્કર મારી સ્થળ પરથી ભાગી જઈ માથાના ભાગે જમણી બાજુએ ગંભીર ઈજા તથા જમણી આંખના ભમ્મરના ભાગે તથા જમણા હાથ ના ભાગે ઈજા પહોચાડતા કોઈ રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરી સ્થળ પર બોલાવતા ફરજ પરના ડો શ્રી એ કલાક-૧૫/૧૫ વાગે મરણ જાહેર કરેલ તે વિગેરે બાબત. તા-૨૫/૦૪/૨૦૨૬ ના કલાક ૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એસ.પઠાણ સાહેબ નોકરી જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો:-
૧. ફતેગંજ પો.સ્ટે
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૦૧૮૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી સંધ્યાબેન વા/ઓ રાજેન્દ્રભાઇ ગજર ઉ.વ.૫૯ ધંધો- ઘરકામ રહે, બી/૩૫ અંબિકાનગર-૦૨ ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણી પ્રાઇવેટ બસના ચાલક જેના પુરા કે નામ સરનામાની ખબર નથી. તા.૨૫/૦૪/૨૦૨૬ ના કલાક.૧૦/૦૦ વાગ્યાની આસપાસ આ કામના ફરીયાદીશ્રીનાઓ પોતાની એમ્પીયર મેગ્નીશ કંપનીની ઇલેકટ્રીક ટુ-વ્હીલર ગાડી જેનો રજી નં.GJ 06 NR 1336ની લઇને ઘરેથી પાણીગેટ આયુવેદીક કોલેજ ખાતે જતા હતા ત્યારે ડીલક્ષ ચાર રસ્તાથી ફતેહગંજ સર્કલ તરફ જતા નિઝામપુરા રોડ ઉપર ઘેલાણી પેટ્રોલ પંપની થોડે આગળ લાઇટની ડી.પી.ની સામે અજાણી પ્રાઇવેટ બસ જેના રજી.નંબરની ખબર નથી તેના ચાલકે પોતાની બસ પુરઝડપે અને બેદરકારીથી ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીશ્રીને સાઇડમાંથી ટક્કર મારી રોડ પાડી દઇ ફરી.શ્રીને જમણી આંખે તથા નાકના ભાગે તથા જમણા ચહેરાના ભાગે ઇજાઓ કરી તથા જમણા ખંભાના ભાગે તથા જમણી કોણીના ભાગે ફ્રેકચર કરી ભાગી જઇ ગુનો કર્યા વિ બાબત તા.૨૫/૦૪/૨૦૨૬ ના કલાક. ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નિલેશભાઇ હિંમતભાઇ બ.નં ૯૨૩ નોકરી ફતેહગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો:-
૧. જે.પી. રોડ પો.સ્ટે
જે પી રોડ પોલીસ સ્ટેશન“એ પાર્ટ ગુરનં ૩૪/૨૦૨૬ યુનીક નં 11196008260135 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૧૧૭(૨),૩૫૧(3),૨૯૬(૨),૫૪ મુજબ તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી શકીલ અહેમદભાઈ પટેલ ઉ વ 49 ધંધો વેપાર રહે મ નં ઈ 22 સોહેલ પાર્ક આઈશા મસ્જીદ પાસે મરીયમ કોમ્પ્લેક્ષની પાછળ તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) યુસુફભાઈ મલેક તથા (૨) યુસુફભાઈ મલેકનો દીકરો બંન્ને રહે ગુજરાત ટ્રેકટર સોસાયટી તાંદલજા તથા (૩) એક અજાણ્યો ઈસમ તા.૨૫/૦૪/૨૦૨૬ના ક.૧૬/૩૦ વાગ્યે મોજે વાસણા રોડ ડી માર્ટની સામે તક્ષ કોમ્પ્લેક્ષના પાર્કીંગ ખાતે સીક્યુરીટી વાળા યુસુફભાઈ મલેક રહે ગુજરાત ટ્રેક્ટર સોસાયટી તાંદલજા વાળાનાઓએ પાર્કીંગ બાબતે ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળો આપતા ફરીયાદી તેઓની ઓફીસ ખાતે જતા રહેતા યુસુફભાઈ મલેક લાકડાનો દંડો લઈ તેઓના દીકરા જેના નામની ફરીયાદીને ખબર નથી તે તથા એક અજાણ્યા ઈસમ સાથે આવી યુસુફભાઈના દીકરાએ ફરીયાદીને તેઓના પિતા સાથે કેમ ઝઘડો કરો છો તેમ કહી ગાળો આપી ફરીયાદીને માથામાં પાણીની સ્ટીલની બોટલ મારી ઈજા કરી યુસુફભાઈએ લાકડાનો દંડો ફરીયાદીના ડાબા હાથ પર મારી ચાર આંગળીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા કરી અજાણ્યા ઈસમે ફરીયાદીને ધક્કો મારી ગડદા પાટુનો માર મારી યુસુફભાઈના દીકરાએ “મારા પિતા સાથે ઝઘડો કર્યો છે તો જીવતો નહી રહે” તેમ કહી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી પોલીસ કમીશ્નર શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબત તા.૨૫/૦૪/૨૦૨૬ના કલાક ૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિરમભાઇ બનુભાઇ બ.ન-૩૩૩૩ નોકરી જે.પી. રોડ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહનચોરીના કેસો:-
૧. ફતેગંજ પો.સ્ટે
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૦૧૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૩૦૫(બી) મુજબ ના ગુનાના કામના ફરિયાદી શ્રી દિશા વા/ઓ પ્રેમલ જીતેન્દ્રભાઇ વશી ઉ.વ.૪૨ ધંધો. નોકરી રહે મ.નં ૦૬ અક્ષરધામ સોસાયટી નીઅર બેન્ક ઓફ ઇન્ડીયા સોસાયટી જૈન મંદિરની ગલીમા ડિલક્ષ રોડ નિઝામપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૦૪/૨૦૨૬ રાત્રીના અગીયાર વાગ્યાથી તા ૨૪/૦૪/૨૦૨૬ ના સવારના કલાક.૦૪/૩૦ વાગ્યા દરમ્યાન આ કામના ફરી.ની T.V.S કંપનીની જયુપીટર ટુ વહીલર ગાડી જેનો એન્જીન નં BG4LF1699986 તથા ચેસીસ નં MD626BG4XF1L99457 વર્ષ ૨૦૧૫ ની છે જેની કી.રૂ. આશરે ૧૫,૦૦૦/- ગણી શકાય જે બ્લેક કલરની છે જેમા જે-તે સમયે આશરે ૦૨ થી ૦૩ લિટર પેટ્રોલ હતુ તે જયુપીટર ટુ વહીલર ગાડી કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબત તા.૨૫/૦૪/૨૦૨૬ ના કલાક. ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુરેશભાઇ વાલસિંહ બ.નં ૧૭૪૧ નોકરી ફતેહગંજ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.