-: પ્રેસનોટ :-
(તા.૨૬/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૫/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૨ કિં.રૂ.૨૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા ૦૮ તથા બોટલો તથા બિયર નંગ-૩૨૨, મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ.૩,૪૧,૦૮૪/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઠગાઇના કેસો
૧. વાડી પો.સ્ટે પાર્ટ–એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૨૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હેતલબેન વા/ઓ હિતેશભાઇ ચૌહાણ રહે.મ.નં.બી/૨૦૧ આદિત્ય હાઇટસ આદિત્ય રોયલ પાર્ટી પ્લોટની સામે નારાયણ વિધ્યાલય રોડ ગુરુકુલ ચોકડી વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યી મહીલાઓ તા.૨૫/૦૬/૨૦૨૬ બપોરના આશરે ૧૩/૦૦ વાગ્યા સમય ગાળા દરમ્યાન મોજે. નવ્યા બ્યુટી પાર્લર હાથીખાન ગલી સંત કબીર રોડ આરોપીઓ આવીને ફરીને તેઓની માયાજાળ તથા વિશ્વાસમા લઇ ફરીના ગળામા પહેરેલ સોનાનુ આશરે દોઢ તોલાનુ મંગળસુત્ર જેની આશરે કિ.રૂ..૮૦૦૦૦/- જે ગળામાંથી ઉતરાવી પાકીટમા મુકાવેલ અને પાકીટમા રાખેલ રોકડા ૩૫૦૦/-સહિત લઇ લિધેલ. આમ એકબીજાની મદદગારી કરી બદદાનતથી લલચાવી તેમનુ સોનાનુ મંગળસુત્ર તથા રોકડા રૂ.૩૫૦૦/-ની ઠગાઇ કરી લઇ જઇ ગુનો કરવા વિગેરે બાબતે તા.૨૫/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.જીગરભાઈ ધનજીભાઈ વાડી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. કારેલીબાગ પો.સ્ટે પાર્ટ “બી” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૨૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની સને-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ), ૩૩૧(૧),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયલ વા/ઓ મીનિલ સોની રહે.શિવ કૃપા બિલ્ડીંગ,સમડી પોલ,બાજવાડા માંડવી ગેટની બાજુમાં વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સાહિબા ગુરબક્ષ અઠવાણી રહે. સી/૩૦ ધનલક્ષ્મી સોસાયટી કારેલીબાગ વડોદરા શહેર (૨) મનિષકુમાર દિલીપકુમાર રાજદેવ ઉ.વ.૨૫ રહે.મ.નં.૦૭ શ્રી રામનગર વારસીયા વડોદરા શહેર નાઓએ તા.૨૫/૦૬/૨૦૨૬ ના આશરે ક.૧૩/૦૦ વાગ્યાના અરસામાં મોજે.સી/૩૦ ધનલક્ષ્મી સોસાયટી કારેલીબાગ ફરીયાદીનાઓ તેઓના ધી હ્યુમન હોપ ફાઉન્ડેશન એન.જી.ઓ. ના પ્રેસીડન્ટ જયોતિબેન ડો/ઓ રમેશપ્રસાદ બ્રહ્મભટ્ટ રહે.ડી/૩૪ અજીતાનગર સોસાયટી નં.૦૨ અમિતનગર સમા-સાવલી રોડ વડોદરા શહેર નાઓના કહેવાથી તેઓના બીજા મ.નં.-સી/૩૦ ધનલક્ષ્મી સોસાયટી કારેલીબાગ વડોદરા શહેર વાળું મકાન ભાડેથી આપેલ હોય જેમાં ચાર છોકરીઓ ભાડેથી રહેતી હોય જેમાં સાહિબા ગુરબક્ષ અઠવાણી નાઓ પણ રહેતા હોય જેઓને તેઓના પ્રેસીડન્ટના કહેવાથી મકાન ખાલી કરાવવા જતા સાહિબા ગુરબક્ષ અઠવાણી નાઓએ ફરીયાદી સાથે ગાળા-ગાળી કરી બોલાચાલી ઝઘડો કરી જમણા હાથના ભાગે નખ મારી દિધેલ અને તેના ભાઇ મનીષ દિલીપકુમાર રાજદેવને ફોન કરી બોલાવતા મનીષે પણ ફરીયાદીના પ્રેસીડન્ટના ઘરમાં પુછયા વગર ઘુસી આવી ફરીયાદી સાથે બોલાચાલી કરી ગળાના ભાગે તથા પેટના ભાગે તથા માથાના ભાગે છુટ્ટા હાથે માર મારી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૬/૨૦૨૬ ના ક- ૧૮/૩૦ વાગે કારેલીબાગ પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો અસ્મિતાબેન કેસરભાઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. પાણીગેટ પોસ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૪૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જશુબેન પ્રવીણસિંહ રાઠોડ રહે.શ્રીનાથ સોસાયટી પટેલ પાર્ટી પ્લોટની સામે કાલોલ ગામ તા.કાલોલ જી.પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૬/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગ્યા થી ૧૫/૦૦ વાગ્યાની વચ્ચે મોજે. દામોદર જવેલર્સ અલ્કાપુરી ખાતેથી વ્રુંદાવન ચાર રસ્તાની વચ્ચે રીક્ષામા કોઇ અજાણ્યા પેસેજરો પાછળની સીટમા બેસી ફરીશ્રી પાસે રહેલ પર્સમાથી ફરી.શ્રીની જાણ બહાર નાનુ પર્સ કે જેમા સોનાના દાગીના જેની આશરે કિ.રૂ.૧,૬૮,૦૦૦/-ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૫/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.એસ.દેસાઇ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પોસ્ટે પાર્ટ એ ”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૫૨૬૦૨૫૬/૨૦૨૬ ભારતિય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫,૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અંકીતાબેન વા/ઓફ કલ્પેશભાઇ ચંદ્રકાંતભાઇ શાહ ઉ.વ.૪૧ ધંધો-ઘરકામ રહે.વાણીયાવાડ જૈન ઉપાશ્રયની પાછળ છાણીગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ચોર ઇસમો તા.-૨૩/૦૬/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૧/૦૦ વાગ્યા થી તા.-૨૪/૦૬/૨૦૨૬ ના સવારના કલાક ૦૬/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે-વાણીયાવાડ જૈન ઉપાશ્રયની પાછળ છાણીગામ વડોદરા શહેર ફરીયાદીશ્રીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી, ઘરમા પ્રવેશ કરી, ઘરમાં આગળના હોલમા મુકેલ બે તિજોરીઓના લોક તોડી, સામાન વેર વિખેર કરી સોનાના અલગ-અલગ દાગીના ૬૧ ગ્રામ કિ.૧,૩૨,૦૦૦/-, ચાંદીના અલગ-અલગ દાગીના ૨૪૬ ગ્રામ કિ.૨૫,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૫૫૦૦/- આમ કુલ્લે રૂપિયા ૧,૬૨,૫૦૦/- ની ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૦૬/૨૦૨૬ ના ક.૦૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી.જે.જે.ડાભી છાણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૩૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સન્નીસિંહ અર્જુનસિંહ સરદાર રહે.એફ/૬૬ અલંકાર ટેનામેન્ટ ટી.પી.૧૩ છાણી જકાતનાકા, છાણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૬/૨૦૨૬ ના રોજ સવારના ક.૧૦/૩૦ થી ક.૧૨/૧૫ વાગ્યાના સમયગાળા દરમ્યાન કમાટીબાગ ગેટ નં.૦૨ પાસે આવેલ પાર્કિંગમાથી ફરીયાદીશ્રીની એક હિરો કંપનીની એચ.એફ. ડિલક્ષ મો.સા.રજી.નં.GJ-06-SN-7168 ની બ્લેક ગ્રે કલરની જેનો ચે.નં.MBLHAW449S9M50888 તથા એ.નં.HA11F4S9M02181 નો છે જે સને 2026 ના મોડલની છે જેની આશરે કિ.રૂ.૪૦૦૦૦/- તે કોઇ અજાણ્યો ચોર ઈસમ મો.સા.નુ લોક કોઈ સાધન કે ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૬/૨૦૨૬ ના રોજ ક.૧૫/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નુરમહમદ અઅબ્બાસમીયા સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વાડી પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૧૯૬૦૩૫૨૬૦૨૧૯ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હરેશભાઇ દિલીપભાઇ પટણી ઉ.વ.૫૧ ધંધો.કોન્ટ્રાકટર રહે.૩૩ સિધ્ધીવિનાયક પાર્ક સોસાયટી રામ પાર્કની પાસે વાધોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા ગઈ તા.૨૨/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના કલાક.૦૯/૦૦ વાગ્યા થી ગઈ તા.૨૩/૦૫/૨૦૨૬ ના સવારના કલાક.૦૬/૦૦ વાગ્યા દરમ્યાન મો.જે. પ્રતાપનગર રોડ, ઉમીયાવાડીની પાસે, ગીતા મંદીર સ્કુલની સામે, વડોદરા શહેર આ કામના ફરીયાદીનુ હોન્ડા કાર્સ ઇન્ડીયા લીમીટેડ કંપનીની સને-૨૦૧૫ ના મોડલની સફેદ કલરની એકટીવા 3G ID મોપેડ જેનો આર.ટી.ઓ. રજી. નં.GJ-06-JN-6777 ની હોય જેનો એન્જીન નં.JF50ET2694926 તથા ચેસીસ નં.ME4JF504HFT694041 નો હોય જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ના મત્તાનું ગણાય તે મોપેડની કોઇ અજાણ્યો ચોર ઇસમ મોપેડ ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૦૬/૨૦૨૬ ના રોજ ક.૧૨/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જીતેન્દ્રસિંહ છત્રસિંહ બ.નં.૯૫૩ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.