Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-

(તા.૨૬/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૬૬ કિ.રૂ.૩૧,૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૯, બિયર નંગ-૦૭   મળી કુલ કિ.રૂ. ૩૭,૯૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૧ સહિત-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    વાહન ચોરીના ગુનાઓ:

૧.      વારસીયા પોલીસ સ્ટેશન

વારસીયા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૮૨૫૦૧૬૪/૨૦૨૫ B.N.S કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અજય ઈશ્વરભાઇ રાઠવા રહે.બ્લોક નં. ૮૨ ઘર નં. ૦૬ કિશનવાડી વુડાના મકાન આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૫/૦૮/૨૦૨૫ ના સવારના અરસામાં પાચેંક વાગ્યાથી આઠેક વાગ્યાની વચ્ચે કોઈ પણ સમય દરમ્યાન મોજે. બ્લોક નં. ૮૨ ઘર નં. ૦૬ કિશનવાડી વુડાના મકાન આજવા રોડથી ફરીયાદીશ્રીના પિતા ઇશ્વરભાઇ ગારડીભાઇ રાઠવા નાઓની માલીકીની હીરો કંપનીની સુપર સ્પ્લેન્ડર જે કાળા કલરની જેનો રજી.નં.GJ 06 LF 3745  જેનો ચે.નં. MBLJAR03XH 9J33100 જેનો એં.નં.JA05EGH 9J33059 નો છે જે સને 2017 ના મોડલની જેની આશરે કિં.રૂ.૩૦,૦૦૦/- ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.સ.ઈ. શ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    અન્ય ગુનાઓ:

૨.      સીટી પોલીસ સ્ટેશન

સીટી પો.સ્ટે.’ એ’ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૫૦૨૦૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ ની કલમ ૧૯૬(બી),૨૯૮,૧૧૫,૩૨૪(૨) મુજબના કામના ફરીયાદી ચંદ્રસિંહ વિક્રમસિંહ ચૌહાણ ,ઉ.વ.૨૬ ધંધો;- રીક્ષા ડ્રાઇવીંગ રહે.એકસો ચોવીસ, બાર આડત્રીસ ૧૨૪/૧૨૩૮ નિર્મલપાર્ક સોસાયટી મારૂતિધામની સામે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા અસામાજીક ઇસમોએ તા.૨૬/૦૮/૨૦૨૫ ના કલાક.૦૨/૩૦ થી કલાક ૦૩/૦૦ વાગ્યા દરમ્યાન  મોજે. મદાર માર્કેટ બિલ્ડીંગની સામે રોડ ઉપર વડોદરા શહેર ફરીયાદીની જાણ બહાર ‘’નિર્મલપાર્ક યુવક મંડળ’’ના ફરીયાદીના ગણપતિજીની પ્રતિમાની સવારી (ગાડા) ઉપર કોઇ અજાણ્યા અસામાજીક ઇસમોએ રોડની બંને બાજુની કોઇપણ બિલ્ડીંગમાંથી ગણપતિજીની પ્રતિમાના ડાબા હાથે મરઘીના ઇડાંઓ ફેંકી ફરીયાદીની ધાર્મિક લાગણીઓ દુભાવી તથા આ અસામાજીક ઇસમોએ ફરીયાદીની ધર્મ ઉપર આવુ અપ ક્રુત્ય કરીને અન્ય ધર્મના જુથો વચ્ચે દુશ્મનાવટ, કોમી વૈમનસ્યને પ્રોત્સાહન આપી શહેરમાં અશાંતિ ફેલાવવાના તેમજ ધર્મનુ અપમાન કરવાના તથા ધાર્મિક લાગણી દુભાવવાના ઇરાદાથી આ ગણપતિજીની પ્રતિમાને નુકશાન કરી અપવિત્ર કરવાના મલિન ઇરાદાથી ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તા.૨૬/૦૮/૨૦૨૫ ના કલાક ૦૫/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ શ્રી આર.બી.ચૌહાણ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.