Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૬/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૫/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૮ કિં.રૂ.૭૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂ તથા બિયર નંગ-૮૧૩૬, કન્ટેનર-૧ તથા રોકડા રૂપિયા- ૫૮૧૦/-તથા કવાટરિયુ નંગ-૦૧ મળી કુલ કિ.રૂ.૭,૭૫૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૨ સહિત કુલ-૦૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.         અટલાદરા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૪૨૬૦૩૯3/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ 303(2), મુજબના ગુનાના કામના ફરિયાદી રમેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા રહે, મ.નં.૬૫ સાઈ શ્રધ્ધા ડુપ્લેક્ષ પંચમ પાર્ટી પ્લોટ પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક.૦૩/૪૩ વાગ્યાની પહેલા કોઇપણ સમયે મોજે. (1)અટલાદરા ખીસ્કોલી સર્કલ પાસ્ર રોડ ઉપર (2) ચાપડગામ પંચાયત સામે રોડ ઉપર (3) નારાયણ ઓરા એપાર્ટમેન્ટ સામે રોડ ઉપર કોઇ અજાણ્યો ચોર ઈસમ ઈન્ડસ મોબાઈલ ટાવરના BTS  બોક્સમાંથી ASIB કાર્ડ નંગ-૦૩ જેની કિં.રૂ.૬૦,૦૦૦/- ના મત્તાની ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૮/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.જી.રોહીત અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માતના કેસો

૧.      છાણી પો.સ્ટે પાર્ટ-એ (૫૩/૨૦૨૬) ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૫૨૬૦૩૪૯/૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૮૧, ૩૨૪(૫) તથા એમ.વી એકટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જીગ્નેશકુમાર ચતુરભાઈ પ્રજાપતિ રહે-મ.નં/૪૩ દિપક સોસાયટી ન્યુ સમા રોડ ફતેગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હાકમસિંહ ગુરમિતસિંહ પન્નુ રહે-મ.ન.૧૦૧ પંચમહાઈટ્સ કેનાલ રોડ છાણી જકાતનાકા વડોદરા શહેર નાઓએ તા.૨૫/૦૮/૨૦૨૬ ના ક.૦૯/૨૫ મોજે-છાણી છાયાપુરી બ્રિજ ઉતરતા અશોક લેલેન્ડ શોરૂમની સામે ફરિયાદી પોતાના કબ્જાની ફોર વ્હિલર ગાડી જેનો રજી નં.GJ-06-HD-6687 ની જતો હતો તે દરમ્યાન આરોપી ફરિશ્રીની ગાડીની પાછળ પોતાની મહિન્દ્રા સ્કોર્પિયો ગેટવે BS42WD ફોર વ્હિલર ગાડી જેનો રજી.GJ-06-LE-5015 ની પુરઝડપે અને ગફલભરી રીતે ચલાવી લાવી ફરીશ્રીની ગાડીને પાછળના ભાગે જોરથી અથડાવતા પાછળનો ભાગ સંપુર્ણ ડેમેઝ તથા ફરી.શ્રી.નાઓની ફોરવ્હિલર ગાડીની આગળ જતી ફોરવ્હિલર ગાડી સાથે ફરીયાદી નાઓની ફોરવ્હિલર ગાડી અથડાતા આગળનો ભાગ સંપુર્ણ ડેમેઝ થયેલ જેથી ફરીયાદી.નાઓની ફોર વ્હિલર ગાડીનો આગળનો તથા પાછળનો ભાગ સંપુર્ણ પણે ડેમેજ થતા ફોરવ્હિલર ગાડીને આશરે કિ.રૂ.૨,૦૦,૦૦૦/-થી વધુનુ નુકશાન થયેલ હોય સદર બનાવમાં ફરિશ્રીની ફોર વ્હિલર ગાડીમાં બેસેલ તેમના કુટુબ પરિવારના કોઈ સભ્યોને કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા તથા જાનહાની થયેલ ન હોય અકસ્માત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો અજીતભાઇ અબસિંહ છાણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સયાજીગંજ પો.સ્ટે એ” પાર્ટ ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૯૫/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૩૨૪(૪) તથા એમ.વી.એકટ કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિજયભાઈ મોહનભાઈ નિઝામા રહે.સરદાર આવાસ પાછળ કૃષ્ણપુરા મુ.પો.સિંધરોટ તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૦/૦૮/૨૦૨૬ ના આશરે બે વાગ્યાની આસપાસ મોજે- પંડ્યા બ્રીજથી સેંટ્રલ બસસ્ટેશન તરફ જતા રોડ પર આવેલ એલ એન્ડ ટી ના ગેટની બહારના ભાગે રોડ ઉપર ફરીયાદી તેઓની રીક્ષા રજી.નં. GJ-06-BZ-2478 ની લઇને પંડ્યા બ્રીજથી અકોટા જતા હતા તે દરમિયાન એક અજાણ્યો ફોરવ્હીલ ચાલક પોતાની ફોરવ્હીલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરિયાદીની રીક્ષાને પાછળની બાજુએથી ટક્કર મારી અકસ્માત કરી ફરિ.ને ડાબા પગના ભાગે ફેક્ચર તેમજ કમરના ભાગે પાછળની બાજુ તથા જમણા હાથે કોણીના ભાગે છોલાઈને તેમજ શરીરમા અન્ય નાની મોટી ઈજાઓ કરી ફોરવ્હીલ ચાલક ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૮/૨૦૨૬ ના ક. ૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મુકેશભાઇ નારણભાઇ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વિશ્વાસઘાતના કેસો

૧.      જવાહરનગર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૨૮૪/૨૦૨૬ આઇ.પી.સી કલમ-૪૦૬,૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના ફરિયાદીશ્રી આશીષ વેદ પ્રકાશ સુવાલકા રહે-એ/૪૦૨, રત્નમ  લક્જુરીઆ, સિગ્નસ વર્લ્ડ સ્કુલ પાસે, હરણી તા.જી.વડોદરા મુળ રહે. રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)મે.પ્રીતી ટ્રેડર્સના પ્રોપરાઈટર પ્રીતી સમીર ખત્રી રહે-ઈ-૫૪, સાઈ વીહાર સોસાયટી વાઘોડીયા રોડ તા.જી.વડોદરા (૨) ગુરૂક્રુપા ટ્રેડર્સના પ્રોપરાઈટર પીનાકીન શાંતીલાલ પટેલ રહે-સી-૨૦, જય સત્યનારાયણ સોસાયટી, રીફાઈનરી રોડ, ગોરવા, વડોદરા (૩) પટેલ એંડ કો.ના પ્રોપરાઈટર ભારતી શાંતીલાલ પટેલ રહે-સી-૨૦, સત્યનારાયણ સોસાયટી, રીફાઈનરી રોડ, ગોરવા, તા.જી.વડોદરા(૪)મારૂતી ટ્રેડર્સના પ્રોપરાઈટર શ્રીમતી નીકીતા પીનાકીન પટેલ રહે- સી-૪૦૧, રાજભવન રેસીડંસી, બાપોદ પો.સ્ટે પાસે વાઘોડીયા રોડ તા.જી.વડોદરા (૫) સીયારામ ટ્રેડર્સના પ્રોપરાઈટર નેહા મિત ગજ્જર રહે-એ/૪, ઘનશ્યામ પાર્ક સોસાયટી, રીફાઇનરી રોડ, ગોરવા, વડોદરા શહેર(૬) ધ અમી વીડીઓના પ્રોપરાઈટર મીનાબેન રજનીકાંત ખત્રી રહે-૦૨, યોગીરાજ ફ્લેટ, ૪૫, નુતન ભારત, અલ્કાપુરી રોડ, તા.જી.વડોદરા નાઓએ સને-૨૦૨૦ થી તા.૨૯/૦૭/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન મોજે-યુનિયન બેંક ઓફ ઈન્ડીયા, બાજવા શાખા, બાજવા ગામ ખાતેથી આરોપીઓ નં.(૧) નાઓએ ધંધા અર્થે સી.સી.લોન રૂ.૯,૮૦,૦૦૦/-ની મેળવી ધંધાનુ યુનિટ બંધ રાખી ધંધાના સ્થળે સ્ટોકના સ્ટેટમેન્ટ તથા ફેબ્રીકેશન વિગેરે બનાવટી દસ્તાવેજ રજુ કરી બેંક સાથે કરેલ હાઈપોથીકેશન એગ્રીમેંટનો ભંગ કરી તેમજ જે વસ્તુ માટે લોન આપેલ તે વસ્તુ સ્થળ પર નહી રાખી બનાવટી બીલ બનાવી ફરીયાદીની બેંકની બાકી નીકળતી લેણી રકમ રૂ.૧૧,૭૯,૦૯૭/- વ્યાજ સાથે નુકશાન પહોચાડી તથા આરોપી નં.(૨) નાઓએ ધંધા અર્થે રૂ.૨૪,૭૦,૦૦૦/- ની સી.સી લોન મેળવી ધંધાનુ યુનિટ બંધ રાખી ધંધાના સ્થળે કોઈ સ્ટોક હાજરમા નહી રાખી બેંક સાથે કરેલ હાઈપોથીકેશન એગ્રીમેંટનો ભંગ કરી તેમજ જે વસ્તુ માટે લોન આપેલ તે વસ્તુ સ્થળ પર નહી રાખી બનાવટી બીલ બનાવી ફરીયાદીની બેંકની બાકી નીકળતી લેણી રકમ રૂ.૨૯,૩૦,૮૧૦/-વ્યાજ સાથે નુકશાન પહોચાડી તથા આરોપી નં.(૩) નાઓએ ધંધા અર્થે રૂ.૪૨,૩૦,૦૦૦/-ની ટર્મ લોન મેળવી રૂ.૭,૩૧,૫૬૯/- બેંકમા ભરી બાકી નીકળતા રૂ.૩૪,૯૮,૪૩૧/- નહી ભરી ધંધાનુ યુનિટ બંધ રાખી ધંધાના સ્થળે કોઈ મશીનરી હાજરમા નહી રાખી બેંક સાથે કરેલ હાઈપોથીકેશન એગ્રીમેંટનો ભંગ કરી તેમજ જે વસ્તુ માટે લોન આપેલ તે વસ્તુ સ્થળ પર નહી રાખી બનાવટી બીલ બનાવી ફરીયાદીની બેંકની બાકી નીકળતી લેણી રકમ રૂ.૩૪,૯૮,૪૩૧/- નુ નુકશાન પહોચાડી તથા આરોપી નં.(૪) નાઓએ ધંધા અર્થે સી.સી.લોન રૂ.૧૦,૦૦,૦૦૦/- ની તથા ટર્મ લોન રૂ.૧૩,૭૫,૦૦૦/-ની એમ મળી કુલ્લે રૂ.૨૩,૭૫,૦૦૦/- ની લોન મેળવી ધંધાનુ યુનિટ બંધ રાખી સ્ટોક કે મશીનરી હાજર નહી રાખી બેંક સાથે કરેલ હાઈપોથીકેશન એગ્રીમેન્ટ નો ભંગ કરી તેમજ જે વસ્તુ માટે લોન આપેલ તે વસ્તુ સ્થળ પર નહી રાખી બનાવટી બીલ બનાવી ફરીયાદીની બેંકની બાકી નીકળતી લેણી રકમ પોતાના અંગત વપરાશમા કરી બેંકમાથી મેળવેલ બે અલગ અલગ લોન જેમા સી.સી. લોનના રૂ.૧૧,૭૭,૮૫૭/- વ્યાજ સાથે નહી ભરી તથા બીજી ટર્મ લોનના રૂ.૧,૫૦,૪૨૦/- ભરેલ અને રૂ.૧૨,૨૪,૫૮૦ વ્યાજ સાથે નહી ભરી બન્ને લોન મળી કુલ્લે રૂ.૨૪,૦૨,૪૩૭/- નુ વ્યાજ સાથે નુકશાન પહોચાડી તથા આરોપી નં.(૫) નાઓએ ધંધા અર્થે રૂ.૧૨,૩૦,૦૦૦/- ની ટર્મ લોન મેળવી રૂ.૭,૨૪,૨૪૧/- બેંકમા ભરી ધંધાનુ યુનિટ બંધ રાખી ધંધાના સ્થળે કોઈ મશીનરી કે સાધનો હાજરમા નહી રાખી બેંક સાથે કરેલ હાઈપોથીકેશન એગ્રીમેંટનો ભંગ કરી તેમજ જે વસ્તુ માટે લોન આપેલ તે વસ્તુ સ્થળ પર નહી રાખી બનાવટી બીલ બનાવી ફરીયાદીની બેંકની બાકી નીકળતી લેણી રકમ રૂ.૫,૦૫,૭૫૯/- નુકશાન પહોચાડી તથા આરોપી નં.(૬) નાઓએ ધંધા અર્થે રૂ.૪૨,૭૫,૦૦૦/- ની ટર્મ લોન મેળવી રૂ.૨,૭૯,૪૭૮/- બેંકમા ભરી બાકી નીકળતા રૂ.૩૯,૯૫,૫૨૨/- નહી ભરી ધંધાનુ યુનિટ બંધ રાખી ધંધાના સ્થળે કોઈ મશીનરી હાજરમા નહી રાખી બેંક સાથે કરેલ હાઈપોથીકેશન એગ્રીમેંટનો ભંગ કરી તથા લોન લેતી વખતે રજુ કરેલ કોટક મહિંદ્રા બેંકનુ સ્ટેટમેંટ તથા રઘુનંદન ડીઝીટલ એંટરપ્રાઈઝનુ પર્ફોર્મા-ઇન્વોઈસ બીલ તેમજ જે વસ્તુ માટે લોન આપેલ તે વસ્તુ સ્થળ પર નહી રાખી બનાવટી બીલના ખોટા દસ્તાવેજો બનાવી રજુ કરી ફરીયાદીની બેંક સાથે વિસ્વાસઘાત કરી તમામ આરોપીઓએ પોત પોતાના આર્થીક ફાયદા સારૂ ભેગા મળી સ્ટોકના સ્ટેટમેન્ટ તથા ફેબ્રીકેશન તથા કોટક મહેન્દ્રા બેંકનુ સ્ટેટમેન્ટ તથા રઘુનંદન ડીઝીટલ એન્ટરપ્રાઇઝનુ પર્ફોમા ઇન્વોઇઝ બીલ તેમજ જે વસ્તુ માટે લોન આપેલ તે વસ્તુ સ્થળ પર નહી રાખી બનાવટી ખોટા બીલ બનાવી સાચા બીલ તરીકે રજુ કરી લોનો મેળવી લોનના પૈસા વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી/કરાવી એકબીજાની મદદગારી કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી ગુનાહીત વિશ્વાસઘાત કરી અમારી યુનિયન બેંક ઓફ ઈન્ડીયા, બાજવા બ્રાન્ચને કુલ્લે રૂ.૧,૪૫,૧૨,૦૫૬/- જેટલી લોનની લેણી રકમનુ આર્થીક નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ. બાબતે તા-૨૫/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     ઘરફોડ ચોરીના કેસો

૧.      બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૪૨૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ નીકલમ ૩૦૫(એ),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અશોકભાઇ દુધનાથ શર્મા રહે.મ.નં.૭૨ સિંધવાઈ નગર હીરાબાનગર બાપોદ જકાતનાકા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક.૧૧/૩૦ થી ૩૧/૦૭/૨૦૨૬ ના સવાર ક.૦૫/૩૦ વાગ્યાના અરશામા ગુનો તે એવી રીતે કે ઉપરોક્ત બ.બ.તા.ટા. અને જગ્યાએ આ કામના ફરી.ના મકાનનુ તાળુ તોડી (૧) એક જોડ સોનાનુ ઝુમર જેનો વજન.૦૫.૦૦ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૭૦,૦૦૦ /- (૨) એક જોડ સોનાની કાનની બુટ્ટી જેનો વજન.૦૩.૦૫ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૪૨,૭૦૦/- (૩) એક સોનાની વીંટી જેનો વજન.૦૨.૦૫ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૨૮,૭૦૦/-(૪) એક સોનાનુ પેન્ડલ જેનો વજન.૦૧.૦૫ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૧૪,૭૦૦/-(૫) એક જોડ ચાદીના છડા જેનો વજન.૧૫૦ ગ્રામ જેની કીમત રૂપિયા ૧૫૦૦૦/- (૬) એક જોડ ચાદીના વિંછીયા જેનો વજન ૨૦ ગ્રામ જેની કીમત રૂપિયા ૨૦૦૦/-જે સોના ચાંદીના દાગીના જેની કુલ્લે કિ.રૂ.૧,૭૩,૧૦૦/- કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગુનો કર્યા વિગેરે તા.૨૫/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      જે.પી.રોડ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૬૮/૨૦૨૬  Date ૨૫/૦૮/૨૦૨૬ યુનીક નં  11196008260254 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૫(ક),૩૩૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વિજેતા વા/ઓ શુભમ જોષી રહે.મ નં સી ૪૦૩ સ્વર્ણીમ સ્કાય ઝાયડસ એ પી આઈ પાર્કની બાજુમાં ભાયલી કેનાલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૦/૦૮/૨૦૨૬ના ૧૨/૦૦ વાગ્યાથી ૧૩/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ફરીયાદીના મ નં સી ૪૦૩ સ્વર્ણીમ સ્કાય ઝાયડસ એ પી આઈ પાર્કની બાજુમાં ભાયલી કેનાલ રોડ વડોદરા શહેર વાળા મકાન ખાતે કોઈ ચોર ઈસમ ચોરી છુપી રીતે કોઈ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી ફરીયાદીના ઘરમાં ચોરી છુપી રીતે પ્રવેશ કરી ફરીયાદીના ઘરના બેડમાં સુટકેસમાં મુકેલ સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.૧,૮૧,૨૦૦/- રૂપીયા અના કીંમતી સામાનની કોઇ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતેતા.૨૫/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     અન્ય કેસો

૧.      સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૩૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૨૯૬(૨),૩૫૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ડાહ્યાભાઇ ગોબરભાઇ ભરવાડ રહે, ભરવાડ વાસ, સમા બસ સ્ટેન્ડ પાસે, સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) બલજીતસિંઘ પુરણસિંઘ કહલોન રહે.ગુરુદ્વારા છાણી વડોદરા શહેર (૨) બલજીતસિંઘનો મિત્ર નાઓએ તા.૧૧/૦૫/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યે મોજે:-સેવન પેરેડાઇઝ, મામલતદાર કચેરીની સામે, સમા આરોપી (૧) નાઓ ફરીયાદીની ઓફીસ ઉપર જઇ ફરીયાદીના ભાઇ દેહુરભાઇ ભરવાડને મળેલ અને કહેલ કે “તારા ભાઇ ડાહ્યાભાઇને મે મારૂ મકાન વેચાણથી આપેલ પરંતુ તુ તેને કહી દે જે તે મને વધારાના ચાર લાખ રૂપિયા આપે નહીંતર હું તેને પતાવી દઈશ અને જો તે આ વધારાના ચાર લાખ રૂપિયા નહી આપે તો હું આત્મહત્યા કરી લઈશ અને તેનુ નામ લખીશ” તેવુ કહી અપશબ્દો બોલી જતા રહ્યા બાદ બે-ત્રણ દિવસ પછી ફરી આરોપી બલજીતસિંઘ ફરીયાદીની ઓફીસે દારુની બોટલ સાથે આવી “તને એક વાર કીધુ મારા રૂપિયા આપી દે નહી તો આ બોટલ તને મારતા બે મિનિટ નહી લાગે અને મને વધારાના ચાર લાખ રૂપિયા નહી આપે તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પોતાના મિત્ર આરોપી નં.૨ પાસે ફોન કરાવી ફરીયાદીની ઓફીસે જઇ જણાવેલ કે, “તમારો ભાઇ કેમ ફોન ઉપાડતો નથી” ? તેમ કહી ફરીયાદીના ભાઇ સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરી ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અક્ષયકુમાર ગોવિંદભાઇ સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.