Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૬/૧૦/૨૦૨૬)

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૫/૧૦/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૨.૫૦૦ ML કિ.રૂ.૪૫૦૦/- તથા ઇં.દારૂના કવાટરીયા નંગ-૦૧ કિં.રૂ.૧૫૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.      વારસીયા પો.સ્ટે. ગુ.ર.નં.અને કલમ:-૧૧૧૯૬૦૩૮૨૬૦૨૭૯/૨૦૨૬ બી.એન.એસકલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામનાફરિયાદી વિજય મનોજભાઇ જુનેજા ઉ.વ.૨૬ ધંધો.નોકરી રહે.મ નં એચ 503 શ્રી સ્વામીનારાયાણ પાર્ક  ભવન્સ પાર્ટી પ્લોટ પાસે  વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓનીફરિયાદમુજબતા.૨૧/૧૦/૨૦૨૬ ના રોજ સાંજના ૧૭/૦૦ થી ૧૯/૦૦ વાગ્યા દરમ્યાન કોઈ પણ સમયે ક્રિષ્ણફોટોસ્ટુડીયો દુકાનની બહાર જુના આરટીઓ પાસે વડોદરા શહેર ખાતેથી  આ કામના ફરીયાદી ઉપર બતાવેલ તારીખ અને ટાઈમે પોતાનો વીવો કંપનીનો વી 21ઈ મોડેલનો વાદળી કલરનો મોબાઇલ ફોન ફરિયાદીએ તેઓના સાળા તુષારને ગીફ્ટ કરેલ હતો જેનો આઇએમઇઆઇ  નંબર 1 866088055041592 તથા 2 866088055041584  નો હતો જેમા વી આઇ કંપનીનુ સીમ કાર્ડ જેનો વર્કીંગ નં 9088664326 નુ હતુ જે મોબાઇલની આશરે કિંમત 21704  ની છે જે તા 21 10 2026 ના રોજ સાંજના આશરે સાત વાગ્યા દરમ્યાન ક્રિષ્ણ ફોટો સ્ટુડીયો દુકાનની બહાર જુના આર ટી ઓ પાસે વડોદરા શહેર ખાતે એક્સેસ ટુ વ્હીલર ગાડીમા મુકેલ હતો જે મોબાઇલ ફોન લેવા જતા મળી આવેલ નહી ઉપરોક્ત મોબાઇલ ફોનની કોઇ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ. બાબતેતા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વારસીયા એ.એસ.આઇ લાલજીભાઇ વલ્લભભાઇ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      છાણી પોલીસ સ્ટેશન (પાર્ટ “એ”-૭૧/૨૬) ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૪૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ– ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભગવત સન/ઓફ તીતીમીરી નિમલ ઉ.વ-૨૦ ધંધો:-નોકરી હાલ રહે-દશરથ ફળિયુ,કરચીયા ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો વાહન ચાલક તા.૨૫/૧૦/૨૦૨૬ ના બપોરના આશરે કલાક- ચાર વાગ્યાના અરશામા મોજે.વાસદ થી વડોદરા તરફ જતા ને.હા.૪૮ દશરથ માકોરબા હાઇસ્કુલ પાસે જી.એસ.એફ.સી કંપનીની સામે છાણી વડોદરા આ કામના ફરીયાદીશ્રીના મોટાભાઈ હેમાનંદલીમા તીતીમીરી નિમલ નાઓને વાસદ થી વડોદરા તરફ જતા ને.હા.૪૮ દશરથ માકોરબા હાઇસ્કુલ પાસે જી.એસ.એફ.સી કંપનીની સામે  છાણી વડોદરા ખાતે તેઓના કબ્જાની જ્યુપીટરને એક અજાણ્યા વાહન ચાલક જેના નામ સરનામાની ખબર નથી તેના ચાલકે પોતે પોતાની કબ્જાનુ વાહન પૂર ઝડપે ગફ્લતભરી રીતે ચલાવી લાવી કરતા ફરીયાદીશ્રીના મોટાભાઈને માથાના ભાગે મૃત્યુ નીપજાવે તેવી ગંભીર ઈજાઓ પહોચાડી ભાગી જઈ એક્સિડન્ટનો ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા.૨૫/૧૦/૨૦૨૬ ના ક.૨૧/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી પી.એસ.ચૌધરી છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      છાણી પો.સ્ટે. પાર્ટ “એ”ગુ.રા.નં-૧૧૧૯૬૦૦૫૨૬૦૪૩૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દિપીકાબેન વા/ઓફ જીગ્નેશભાઈ પટેલ ઉ.વ-૩૫ ધંધો:-ઘરકામ રહે- સાયમા ગામ તા.ખંભાત જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ તા.૨૫/૧૦/૨૦૨૬ ના બપોરના આશરે કલાક- ૧૫/૪૦ વાગ્યાના  અરશામા મોજે.સુરત થી વાસદ તરફ જતા રસ્તા પર દુમાડ ગામ કટ પાસે છાણી વડોદરા ઈલેક્ટ્રીક થ્રી-વ્હિલર ટેમ્પો જેનો રજી.નં.GJ06-BZ-2811 ના ચાલક અંકિતભાઈ દિનેશભાઈ પટેલ આ કામના ફરીયાદીશ્રીના જેઠ ધર્મેંદ્રભાઈ જસભાઈ પટેલ નાઓ ઈલેક્ટ્રીક થ્રી-વ્હિલર ટેમ્પો જેનો રજી.નં.GJ06-BZ-2811 મા અંકિતભાઈ પટેલ નાઓ સાથે બેસીને દુમાડથી જી.એસ.એફ.સી તરફ જતા સુરત થી વાસદ તરફ જતા રસ્તા પર દુમાડ ગામ કટ પાસે છાણી વડોદરા ખાતે આવતા આ ટેમ્પો ચાલકે પોતાની કબ્જાનો ઈલેક્ટ્રીક ટેમ્પો પૂર ઝડપે ગફ્લતભરી રીતે ચલાવી લાવી અકસ્માત કરતા ફરીયાદીશ્રીના જેઠને જમણા હાથે ખભાથી નિચેના ભાગે તથા શરીર પર અન્ય જગ્યાએ મૃત્યુ નીપજાવે તેવી ગંભીર ઈજાઓ પહોચાડી એક્સિડન્ટનો ગુનો કર્યા વિ.બાબતે તા.૨૬/૧૦/૨૦૨૬ ના કલાક.૦૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જે.ડાભી છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     મારામારીના કેસો

૧.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૬૧૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૨૯૬(ખ), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમદ નોમાન ઝુનેદ શેખ ઉ.વ.૨૨ ધંધો.નોકરી રહે.મ.નં.૧૬, ૧૭ સગુન રેસીડન્સી ગાયત્રી ગેસ પાછળ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) અશોક સોમાભાઇ લાકડીવાલા (૨) રાહુલ નરેશભાઇ લાકડીવાલા  બન્ને રહે-ભરતવાડી પ્રતાપનગર વડોદરા શહેર તા.૨૫/૧૦/૨૦૨૬ ના ક.૧૨/૪૫ વાગે મોજે. નરસિંહ એસ્ટેટ પાસે યમુનામીલ રોડ ગાજરાવાડી વડોદરા શહેર નાઓ સાથે ભેગા મળીને ફરી.શ્રીને એક્ટીવા ઘસાવા બાબતે ગંદિ બિભત્સ ગાળો બોલી તથા આરોપી નં.(૧) નાએ ફરી.શ્રીને જમણા હાથ કઇક મારી દિધેલ તથા ફરી.શ્રીના મામા મોહમદ ઝેદને માથામાં પથ્થર મારી ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૬૧૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૧૮૯(૩) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલ નરેશભાઇ લાકડીવાલા ધંધો-પાન પાર્લર ઉ.વ.૨૨ રહે.ભારતવાડી યમુના મીલની ચાલી ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક.૧૨/૪૫ વાગે મોજે. નરસિંહ એસ્ટેટ પાસે યમુનામીલ રોડ ગાજરાવાડી વડોદરા શહેર ખાતે આરોપી નં.(૧) નોમાન શેખ નં.(૨) મોહમદ ઝેદ નં.(૩) આશિફ શેખ નં.(૪) ફારૂક તથા નં.(૫) આશીક પઠાણ નાઓએ તેઓનો સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર રીતે મંડળી બનાવી નં.(૧) તથા નં.(૨) તથા નં.(૩) નાએ હાથમાં પથ્થર લઇ ફરી.શ્રીના કાકા અશોકને મારી દઇ તથા ફરીશ્રીને ગંદિ બિભત્સ ગાળો આપી માથામાં તથા શરીર પર છુટા હાથથી માર મારી ગુનો કર્યા વિ.બાબતે  તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૧૫૨૬૦૪૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ની કલમ-૧૧૭(૨), ૧૧૮(૧), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અખત્યારખાન ઉર્ફે લુલ  ઇબ્રાહીમખાન પઠાણ ઉવ-૪૫ ધંધો-છુટક મજુરી રહે- નવાપુરા મુસ્લીમ મહોલ્લો, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મોશીન ખલીફા રહે- મહેબુબપુરા નવાપુરા વડોદરા (૨) ફારૂખ ખલીફા (૩) ઇન્તુ ખલીફા (૪) બાબુ ખલીફા  તમામ રહે- મુસ્લીમ મહોલ્લો નવાપુરા વડોદરા  ગઇ તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક ૧૨/૦૦ વાગ્યાના અરસામાં મોજે.  નવાપુરા મુસ્લીમ મહોલ્લાના ચકલા પાસે, વડોદરા આ કામના ફરીયાદી-અખત્યારખાન ઉર્ફે લુલ ઇબ્રાહીમખાન પઠાણ ઉવ-૪૫ ધંધો-છુટક મજુરી રહે- નવાપુરા મુસ્લીમ મહોલ્લો, વડોદરા શહેર નાઓને આ કામના તહોમતદારો (૧) મોશીન ખલીફા રહે- મહેબુબપુરા નવાપુરા વડોદરા (૨) ફારૂખ ખલીફા (૩) ઇન્તુ ખલીફા (૪) બાબુ ખલીફા તમામ રહે- મુસ્લીમ મહોલ્લો નવાપુરા વડોદરાનાઓએ જુના ઝઘડાની અદાવત રાખી ફરી.શ્રી તથા સાહેદોને લોખંડની પાઇપ, લોખંડની કોસ, લાકડી વડે માર મારી ઇજાઓ પહોચાડી મારી નાખવાની ધમકીઓ આપી બોલાચાલી, ગાળાગાળી કરી એકબીજાની મદદગારી કરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક ૧૭/૩૦ વાગ્યે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.એમ.પારેખ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     રાયોટીંગના કેસો

૧.      નવાપુરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૧૫૨૬૦૪૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧(૨), ૩૨૪, ૩૫૧(૩), ૬૨, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહસીન શબ્બીરભાઇ ખલીફા ઉવ-૩૫ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-મહેબુબપુરા નવાપુરા, ઇમામવાડા પાછળ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક ૧૨/૦૦ વાગ્યાના અરસામાં મોજે.  નવાપુરા મુસ્લીમ મહોલ્લાના ચકલા પાસે, વડોદરા (૧) અખત્યારખાન ઉર્ફે લુલ (૨) શબ્બીર શેખ (૩) શાહરૂખ (૪) સકીના (૫)  નિલોફર (૬) નસરત  તમામ રહે- નવાપુરા વડોદરાનાઓએ ભેગા થઇ ટોળુ વળી તિક્ષ્ણ હથિયાર તથા લોખંડની પાઇપ લઇ આવી જાનની મારી નાખવાની ધમકીઓ આપી મારવાની કોશીષ કરી ફરીયાદીની રીક્ષા તથા રીક્ષામાં રાખેલ મોબાઇલ તથા સાહેદ ફારૂક ખલીફાની ટૂ વ્હીલર બર્ગમેનને નીચે પાડી દઇ તેમજ ટોળાએ છુટ્ટા પથ્થરમારો કરી સાહેદ ફારૂક ખલીફાના ઘરના દરવાજાને નાનુ-મોટુ નુકશાન કરી એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો હેતુ પાર પાડી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક ૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.એમ.પારેખ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે. 

 

 

 

 

૬.     ઘરફોડ ચોરીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૫૦૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ અરવિંદભાઇ મયજીભાઇ રાવળ ઉ.વ.૬૯ ધંધો.નિવૃત રહે,મ.નં.૧૩, પવન નગર, જી.આઇ.ડી.સી. કોલોની, ચિરાગ હોસ્પિટલની બાજુમાં, મેલડીમાતાના ખાચામાં, વડસર રોડ, વડોદરા શહેર મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૧૦/૨૦૨૬ ના કલાક.૨૧/૦૦ થી તા.૨૩/૧૦/૨૦૨૬ ના કલાક.૦૫/૩૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે: મ.નં.૧૩, પવન નગર, જી.આઇ.ડી.સી. કોલોની, ચિરાગ હોસ્પિટલની બાજુમાં, મેલડીમાતાના ખાચામાં, વડસર રોડ, વડોદરા શહેર કોઈ ચોર ઈસમે ફરીયાદીના ઘરની બહાર કંપાઉન્ડ વોલના દરવાજાના તાળાનો નકુચો તથા મકાનનો મુખ્ય દ્વાર જે લાકડાના દરવાજા આગળ આવેલ સેફ્ટીગ્રીલવાળી જાળીને લગાવેલ તાળાનો નકુચો તોડી ઘર પ્રવેશ કરી મંદિર વાળા રૂમમાં પડેલ બે તિજોરીઓના લોક તોડી તે તિજોરીમાંની એક તિજોરીના નાના લોકરમાં મુકેલ સોના-ચાંદીના દાગીના જેની કુલ્લે કિંમત રૂ.૧,૭૯,૩૦૦/- ની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૧૦/૨૦૨૬ ના કલાક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.જી.ભરવાડ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે. 

૭.     અન્ય કેસો

૧.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૬૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫૧(૨), ૨૯૬(ખ) તથા નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી રાજુભાઇ રમેશભાઇ સોની ઉ.વ.૫૨ ધંધો-લાકડાનો વેપાર રહે.-વિશ્વકર્માનગર ગાજરાવાડી સુએઝ પંપીગ સ્ટેશન પાસે ડભોઇ રોડ વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અલ્પેશ ઉર્ફે અલ્લુ મહાવિર શાહ(કનોજીયા) રહે.વિશ્વકર્માનગર ગાજરાવાડી સુએઝ પંપ સ્ટેશન પાસે ડભોઇ રોડ વડોદરા શહેર ગઇ તા.૨૭/૧૦/૨૦૨૫ થી તા.૦૮/૧૦/૨૦૨૬ સુધી મોજે- વિશ્વકર્માનગર ગાજરાવાડી સુએઝ પંપીગ સ્ટેશન પાસે ડભોઇ રોડ વાઘોડીયા રોડ વડોદરા શહેર આરોપી અલ્પેશ ઉર્ફે અલ્લુ મહાવિર શાહ(કનોજીયા) નાએ પોતાની પાસે નાણા ધીરાણનુ લાયસન્સ ન હોવા છતા ફર.ને ટુકડે ટુકડે કુલ રૂ.૧,૩૦,૦૦૦/- વ્યાજે આપી મુળ રકમ કરતા વધુ પૈસા મેળવી અને ફરિ. પાસેથી વધુ પૈસાની માંગણી કરી અને વારંવાર ફરિ. ફોન કરી અને ફરિ.ના ઘરે જઇને ફરિ.ને તથા ફરિ.ના પરિવારને ગંદી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ફરિ.ની પત્નીને પણ ફોન કરીને ફરિ.ની દિકરીને અપહરણ કરી લેવાની તેમજ ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૫/૧૦/૨૦૨૫ ના કલાક ૧૯/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. રાકેશકુમાર ભૈરૂલાલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.