-: પ્રેસનોટ :-
(તા.૨૮/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૭/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૮૮, વોશ લીટર-૧૩૯૦ કિં.રૂ.૪૩૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૭૩, બિયર નંગ-૬૨૯, કવાટરીયા નંગ-૨૪૯૬, ફોરવ્હીલર-૦૧, મોબાઇલ-૦૧ મળી કુલ કિ.રૂ.૯,૭૪,૫૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૨૪ સહિત-૩૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૩૬૭૪/૨૦૫ બી.એન.એસ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી ધવલ સ/ઓફ કિશનભાઇ સાળુંકે ઉ.વ.૩૦ રહે.મ.નં.૦૯, શામળનગર, કોઠીવાળા ફળીયાની સામે.અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)સુમિત નટુભાઇ માળી રહે. તુલજાનગર-૦૨ કોતર તલાવડી રોડ, વડોદરા શહેર.નં.(૨) કરણભાઈ ગોપાલભાઇ રાઠવા રહે.મ.નં.૦૧, બહુચરનગર-૦૧, કોતર તલાવડી રોડ, વડોદરા શહેર નં.(3) જેના નામ સરનામાની ખબર નથી તા.૨૭/૧૧/૨૦૨૫ નો સાંજના કલાક.૧૬/૦૦ વાગે મોજે.મ.નં.૦૯ ના ઘરના દરવાજા પાસે, શામળનગર કોઠીવાળા ફળીયાની સામે, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર આ કામના ફરીયાદી તેમના મિત્રો સાર્થક વિરભદ્રસિંહ પુવાર અને અમિત વિઠ્ઠલભાઇ ઠાકોર નાઓ સાથે બહાર ફરીને એક્ટીવા લઈને સાંજના કલાક.૧૬/૦૦ વાગ્યાની આસપાસ ફરીયાદી પોતાના ઘરના દરવાજા પાસે ઉભા હતા તે વખતે આરોપી નં(૧),(૨),(૩) નાઓ એક્ટીવા લઈને ત્યા આવેલ અને એક વર્ષ પહેલા પૈસાની લેવડ-દેવડ બાબતે થયેલ બોલાચાલી ઝગડાની અદાવત રાખીને ફરીયાદીને કહેલ કે 'તુ ડોન થઈ ગયો છે. તારી ચરબી ઉતારી દઈશ.' તેમ કહીને આરોપી નં(૧),(૨),(૩) નાઓ મળીને ફરીયાદીને બિભત્સ ગાળો આપી ગડદા પાટુનો માર મારવા લાગેલ જેથી ફરીયાદી ભાગવા જતા આરોપી નં.(૨) નાઓએ પોતાના ખિસ્સામાથી ખંજર કાઢી ફરીયાદીને પીઠના ભાગે ડાબી બાજુ મારી દિધેલ ત્યારબાદ આરોપી નં.(૧) નાઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા. શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૧૧/૨૦૨૫ ના ક. ૧૯/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.અરવિંદભાઇ નાથાભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પોલીસ સ્ટેશન
છાણી પોસ્ટે પાર્ટ-“એ”-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૫૨૫૦૪૯૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ –૧૧૮, ૧૧૫(૨),૩૫૧(૨),૨૯૬ (બી), ૫૪, જી.પી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી યોગેશભાઈ હરીભાઈ માળી ઉ.વ.૩૦ ધંધો નોકરી રહે. માળી મહોલ્લો છાણી ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સતિષભાઈ મફતભાઈ માળી તથા (૨) દિનેશભાઈ ગણપતભાઇ (૩) પ્રકાશભાઇ જયંતીભાઈ માળી (૪) કલ્પેશભાઈ સંજયભાઈ માળી આરોપી નં(૨),(૪), તમામ રહે. ગણેશનગર ડભોઇ રોડ વડોદરા શહેર તથા આરોપી નં.(૧),(૩) રહે. માળી મહોલ્લો છાણી ગામ વડોદરા શહેર તા.૨૭/૧૧/૨૦૨૫ ના રાત્રીના આશરે કલાક- ૨૦/૩૦ વાગ્યાના અરશામા મોજે–છાણી ગામ માળી મહોલ્લો વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રીના માતા લીલાબેન તથા ફરિશ્રીના ભાઈની પત્નિ મનિષાબેન સાથે સવારના આશરે દશેક વાગ્યના અરસામાં ઘરની બહાર કચરો નાખવા બાબતે બોલાચાલી થયેલ જેની અદાવત રાખી આરોપી નં.(૧) સતિષભાઈ મફતભાઈ માળી તથા (૨) દિનેશભાઈ ગણપતભાઇ (૩) પ્રકાશભાઇ જયંતીભાઈ માળી (૪) કલ્પેશભાઈ સંજયભાઈ માળી નાઓએ મળી ફરીયાદી તથા ફરીયાદીની માતા તથા ફરીયાદીની ભાઈની પત્નિ સાથે ગાળો બોલી બોલાચાલી ઝઘડો કરી આરોપી નં.(૨) નાઓએ ફરીયાદીને નજીકમાં પડેલ બ્લોક કપાળના ભાગે મારી તેમજ માથાના પાછળના ભાગે ચપ્પુ વડે ઈજા પહોચાડી એક બીજાને મદદગારી કરી મે.પો,કમીશનર સાહેબશ્રી નાઓનુ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા.૨૮/૧૧/૨૦૨૫ ના કલાક ૦૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૪૯/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી નારાયણદાસ સેવારામ માધવાની ઉ.વ.૭૨ ધંધો વેપાર હાલ રહે.ઇ/૬૦૧, ક્રિષ્ણા પેરેડાઇઝ, જીઓ પેટ્રોલપંપની બાજુમા, ખોડીયાર નગર વડોદરા શહેર મુળ રહે પ્રતાપપુર ગામ તા ગડી તાલુકો જી બાંસવાડા રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમ ગઈ કાલ તા.૨૬/૧૧/૨૦૨૫ ના ક.૧૫/૩૦ થી ૧૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:- ઇ 601 ક્રિષ્ણા પેરેડાઇઝ જીઓ પેટ્રોલપંપની બાજુમા ખોડીયાર નગર વડોદરા શહેર આ કામના આરોપીએ ફરીયાદીશ્રીની બેગની ચેન ખોલી તેમા રાખેલ સોનાના ઘરેણા જેમા એક સોનાનો હાર જેનો વજન આશરે 17 ગ્રામ વજનનો જેની કિંમત આશરે 250000 તથા એક સોનાની વીટી જેનો વજન આશરે 5 પોઇન્ટ 590 ગ્રામ જેની કીંમત 75897 જે બન્ને સોનાના ઘરેણાની કુલ કિંમત 325897 ના મત્તાની ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબબતે તા.૨૭/૧૧/૨૦૨૫ ના ક.૨૨/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.કે.મકવાણા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૬૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૦૪,૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી સિદીકઅલી મંજુરઅલી સૈયદ ઉ.વ.૩૮ ધંધો.વેપાર રહે. મકાન નંબર એફ/૧૦૧, એહમદ પાર્ક - ૪, સરદાર પટેલ સ્કુલની બાજુમા, બાપોદ બગીચા પાછળ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) બકુલ જશુભાઇ હરિજન ઉ.વ.૨૭ તથા (૨) રશ્મિબેન બકુલ હરિજન ઉ.વ.૨૭ બન્ને રહે. મકાન નંબર - સી/૪૦૯, શ્રી હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા શહેર તા.૨૩/૧૧/૨૦૨૫ ના કલાક ૧૮/૩૦ વાગે, સરદાર એસ્ટેટ બહાર કોલોની પાસે અલ્વી બેન્કની બાજુમાં આવેલ એ વન ચાઇનીસ નામની દુકાનમાંથી મોજે. કિશન વાડી પોલીસ ચોકી આરોપીએ ફરીયાદીને તેના ચીકન ચાઇનીઝના રૂપિયા ૧૪૦/- નુ બિલ નહીં ચુકવવા સારૂ આરોપી નંબર (૧) તથા (૨) નાએ પી.એસ.આઇ. તરીકે નહીં હોવા છતા પોલીસ તરીકેની ઓણખ તથા આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૧૧/૨૦૨૫ ના ક. ૨૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો હર્ષીતભાઇ ગગજીભાઇ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૬૬૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૦૪,૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી નીલકુમાર રાજેન્દ્રભાઇ દરજી ઉ.વ ૨૮ ધંધો નોકરી રહે. મ.ન ૧૪૯૯ વૈકુઢ સોસાયટી વિભાગ ૦૨ બાપોદ જકાત નાકા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) બકુલ જશુભાઇ હરિજન ઉ.વ.૨૭ તથા (૨) રશ્મિબેન બકુલ હરિજન ઉ.વ.૨૭ બન્ને રહે. મકાન નંબર - સી/૪૦૯, શ્રી હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા શહેર તા.૨૫/૧૧/૨૦૨૫ ના કલાક ૧૩/૫૦ વાગે, શ્રી હરી ટાઉનશીપ ના રોડ ઉપર મોજે એકતાનગર પો.ચોકી આરોપી નં ૦૧ નામે ફરિયાદીને તેની રેપીડો રાઈડમાં ચાર્જ ના રૂ-૪૦/- નહી ચુકવવા સારૂ પો.કર્મીમાં નહિ હોવા છતા પોતે પોતાની ઓળખ ફરિ.ને પો.સ.ઈ તરીકની આપી તેમજ આરોપી નં ૦૨ નામે આરોપી નં ૦૧ ની ઓળખ પો.સ.ઈ તરીકે બતાવી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૧૧/૨૦૨૫ ના ક. ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો કરમશીભાઇ હિન્દુભાઇ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માતના કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૬૬૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨પ(એ), ૧૨૫(બી) તથા એમ.વી એક્ટની કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી રાજુભાઈ ચિમનભાઈ રાઠવા ઉ.વ ૩૧ ધંધો નોકરી રહેવાસી ૨૧૬ ક્રિષ્ણાનગર સરસ્વતી સ્કુલ પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ઓટોરીક્ષા નં GJ-06-AY-2164 નો ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે તા.૨૭/૧૧/૨૦૨૫ ના કલાક ૦૮/૪૫ વાગ્યે મોજે- લકુલેશનગરના કટ પાસે આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપીએ પોતે પોતાની ઓટોરીક્ષા નં GJ-06-AY-2164 આજવા ચોકડી તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનક જમણી બાજુ ટર્ન મારી આ કામના ફરીયાદીની મોટરસાયકલ અથાડી રોડ પર પાડી દઈ જમણા હાથ ની છેલ્લી આંગળી અને વચલી આંગળીમાં ફેકચર કરી તથા જમણી આંખની બાજુમાં ઈજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો કરમશીભાઇ હિન્દુભાઇ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો
૧. સયાજીગંજ પોલીસ સ્ટેશન
સયાજીગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૭૩૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી હેમંતકુમાર ચંદુભાઈ વાળંદ (નાઈ) ઉ.વ.૪૨ ધંધો.નોકરી રહે.બ્લોક નં.૧૭ બરોડા કામદાર સોસાયટી મહાકાલી સોસાયટી ની સામે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ફરિયાદીની હીરો કંપનીની એચ.એફ.ડીલક્ષ મો.સા.રજી.નં.GJ-06-FS-9947 જેનો ચેચીસ નં.MBLHA11EWD9F07500 તથા એન્જીન નં.HA11EFD9F12773 જે બ્લ્યુ કલરના પટ્ટા વાળી સને ૨૦૧૩ ના મોડલ ની છે. જેની આશરે કિમંત રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય. તે તા.૦૨/૦૯/૨૦૨૫ ના ક.૧૭/૦૦ થી ક.૧૯/૦૦ વાગ્યા દરમ્યાન મો.જે. કમાટીબાગ ગેટ નં.૦૨ પાસે ફુટપાથ ઉપર પાર્કિંગ માથી કોઇ અજાણ્યો ચોર ઈસમ મો.સા.નુ લોક કોઈ સાધન કે ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઈ ગયેલ વિગેરે બાબતે તા.૨૭/૧૧/૨૦૨૫ ના કલાક ૨૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એમ.બી.ભરવાડ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.